Page #1
--------------------------------------------------------------------------
________________
૫૬
>
• જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ · ૫૮ શાસ્ત્રગ્રંથાના સર્જક-સ’પાદક જૈનશાસનના મહાન યાતિ ર
શાસનપ્રભાવક
પૂ. આચાર્ય દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ
મહાન ધર્માંર ધર જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીધરજી મહારાજના પુણ્યનામથી ભાગ્યે જ કોઈ અાણ્યુ હશે ! પૂજ્ય સૂરીશ્વરજી પોતાની તપશ્ચર્યાથી, અપ્રતિમ શાસનરાગથી, અસાધારણ વિદ્વત્તાથી, હૃદય‘ગમ વાકૌશલથી, રસમધુર કવિત્વશક્તિથી, વત્સલ પ્રકૃતિથી અને સુટ્ટી સયમપર્યાયથી જૈન-જૈનેતર સમાજમાં આદરણીય સ્થાન પામ્યા હતા. તેમ જ પેાતાના સ'પાદિત કરેલા વિદ્વત્તાપૂર્ણ શાસ્ત્રગ્રંથોથી વિંગમાં પણ અત્યંત પ્રતિષ્ઠા પામ્યા હતા. તેઓશ્રીના જન્મ ઉત્તર ગુજરાતમાં ભાયણીતીની નજીક આવેલા માલશાસન નામના નાનકડા ગામમાં થયા હતા. પિતા પીતાંબરદાસ અને માતા મેાતીબહેનને ત્યાં સ. ૧૯૪૦ના પ્રથમ પોષ સુદ ૧૨ને શુભ દિવસે અવતર્યાં. માતાપિતાએ વહાલસોયા બાળકનું નામ લાલચંદ રાખ્યું. માતાપિતાના ધાર્મિક સસ્કારી અને બાલ્યવયથી સાધુ-સાધ્વીજીએના સહવાસને લીધે લાલચંદમાં વૈરાગ્યભાવ જાગ્યા હતા. આગળ જતાં, શ્રી જિનેશ્વરદેવાએ પ્રોધેલા માર્ગ જ સૌંસારની માયામાંથી મુક્તિ અપાવવા સમર્થ છે એમ સ્વીકારીને માત્ર ૧૯ વર્ષની ભરયુવાન વચ્ચે બાલબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય પૂ. આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી મુનિશ્રી લબ્ધિવિજયજી નામે ધૈર્ષત થયા.
*
દીક્ષા ગ્રહણ કરીને હિરના મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને 'એ સનાતન વચનને સાક કરી બતાવ્યું. સતત સ્વાધ્યાયપરાયણતા, અપૂર્વાં ઉત્સાહ, અવિહુક પુરુષા, ગુરુસેવા, સ્વપર કલ્યાણની ભાવના – આ સર્વ ગુણાને કારણે તેઓશ્રી ટૂંક સમયમાં બહુશ્રુત વિદ્વાન તરીકે સિદ્ધ થયા. વળી, તેઓશ્રી શાસનનાં કુશળ મુનિરાજ, ન્યાયમાં નિપુણ અને જય-તપ-ધ્યાનમાં સમથ આરાધક તરીકે સફળ બનવા લાગ્યા. તેઓના ગહન જ્ઞાનને! પરિચય તેમણે સ`પાદિત કરેલા દ્વાદશાર નયચક્ર ગ્રંથના ચાર ભાગમાંથી મળી આવે છે. આ ગ્રંથનું પ્રકાશન દાદરના જૈન જ્ઞાનમંદિરના ઉપક્રમે ઉપરાષ્ટ્રપતિશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના શુભ હસ્તે થયું હતું અને તે વખતે પૂ. સૂરીશ્વરજીએ ગીર્વાંગિરા-સસ્કૃતમાં વક્તવ્ય આપીને સૌને મત્રમુગ્ધ કરી દીધા હતા. પૂજ્યશ્રી વકતૃત્વશક્તિમાં પણ પાર’ગત હતા. સ’સ્કૃત, પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી પર એકસરખું પ્રભુત્વ ધરાવતા હતા. તેઓશ્રીમાં વિદ્વત્તા અને કવિત્વના સુભગ સમન્વય થયા હતા, તેથી તેમનાં પ્રવચનો સાંભળવા અસખ્ય ભાવિકા એકત્રિત થતા હતા. ઈડરના શ્રીસંઘે સ. ૧૯૭૧માં પૂજ્યશ્રીને ‘ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ ’ના માનવતા ખિરુદથી અલંકૃત કર્યાં હતા; જ્યારે પજાબી જૈનસમાજ તેઓશ્રીને છેટે આત્મારામજી ’ન હુલામણા નામે સ ંબધતા હતા. ૨૬-૨૭ વષઁની ભરયુવાન વયે સુલતાન જેવા અના પ્રદેશમાં વિચરીને સુ ંદર છટાથી, નીડરતાપૂર્વક, બુલંદ અવાજે, ગામડે ગામડે જાહેર પ્રવચને આપ્યાં હતાં; જેના પરિણામે સે'કડા માંસાહારીઓએ માંસાહારને ત્યાગ કર્યાં હતા. પંજાબ, ઉત્તર પ્રદેશ,
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા-૨
૫૭
બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન આદિ સ પ્રાન્તોમાં વિહાર કરીને વીરપ્રભુના અહિંસાદિના ઉપદેશ આપ્યા હતા. હિંસકને અહિંસક, દુરાચારીને સદાચારી, સ્વચ્છંદીને સયમી અનાવવાના ભગીરથ પ્રયત્નો કર્યા હતા. પૂજ્યશ્રી આ કાર્યમાં અવિરત ઉત્સાહ દર્શાવતા. પ્રજાજીવનમાં અહિંસા, સયમ, ત્યાગ, નીતિ, તપશ્ચર્યાં અને સદાચારના ગુણા પ્રગટે વિકસે તેની કાળજી રાખતા હતા.
પૂજ્યશ્રી ખ્યાતનામ કવિ હતા. તેઓશ્રીની અગણિત કાવ્યકૃતિઓ સરળ અને સુંદર હોવાને લીધે એટલી લેાકપ્રિય નીવડી કે આજે પણ મહાનગરેનાં મહાન જિનાલયેાથી માંડીને નાનાં ગામડાંનાં આબાલવૃદ્ધ નરનારીઓના કઠે ગવાતી સ‘ભળાય છે. આ રચનાઓને તેઓશ્રીના ભક્તા દ્વારા એક લાખ પુસ્તકે દ્વારા પ્રસારવામાં આવી છે. અને છતાં આ પુસ્તકોની માંગ સતત ચાલુ જ હાય છે ! આવા અસાધારણ પ્રભાવને લીધે તેઓશ્રી ‘ કવિકુલલકરીટ ’ના નામે ઓળખાય છે. પૂજ્યશ્રીએ રચેલાં સસ્કૃત, ગુજરાતી, હિન્દી ભાષામાંનાં ગીતેની સંખ્યા ત્રણ હજાર ઉપર થવા જાય છે. આ ભક્તિગીતામાંના ભાવ અને હૃદયસ્પર્શી લય એટલા તે સુદર હાય છે કે આ ભક્તિગીતાના પ્રભાવથી કેટલાક પુણ્યાત્માઓએ સયમજીવન સ્વીકારવાનો નિર્ણય કર્યાનાં દૃષ્ટાંતા અન્યાં ! ૫૮ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ અનેક નાનામેટા, ગદ્યપદ્યના, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને સંસ્કૃત ભાષામાં, લોકપયોગી તથા વિદ્વદ્ભાગ્ય ગ્રંથાનુ નિર્માણ, સંકલન અને સપાદન કરીને સાહિત્યની અજોડ સેવા કરી છે. તેઓશ્રીને અનેક વાર અન્ય દાનિકા સાથે વાદ-વિવાદ કરવાના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. તેમાં પણ પૂજ્યશ્રીએ દરેક વખતે વિજય પ્રાપ્ત કર્યાં હતા. કુશાગ્ર બુદ્ધિ, તીક્ષ્ણ તક શક્તિ અને અદ્ભુત વાક્ચાતુર્યથી તેઓશ્રી પ્રતિસ્પર્ધી ને પરારત કરતા. નરસંડામાં આર્યસમાજી સાથે વિવાદમાં મૂર્તિ પૂજાની સાકતા સિદ્ધ કરી હતી. ખંભાત પાસેના વટાદરા ગામમાં મુકુન્દ્રાશ્રમ નામના સંન્યાસીએ સનાતનીઓ સાથે વેદ વિષયક શાસ્ત્રાર્થ ચલાવ્યેા ત્યારે પૂજ્યશ્રીએ વેદ હિંસાવાદી છે, અને જૈનધમ યામય છે' એમ પ્રતિપાદિત કરી આપ્યુ હતું. પંજાબમાં તે અનેક સ્થળેાએ વાદવિવાદના પ્રસંગે ઉપસ્થિત થયા હતા. અને દરેક વખતે પૂજ્યશ્રીએ વિજય મેળવ્યેા હતેા ! જેમ કવિત્વપણાથી તેમ વાદવજયમાં પણ આ પ્રભાવકામાં ગણના થાય છે, એ પૂજ્યશ્રીને વરેલી સિદ્ધિ પણ અવિસ્મરણીય છે.
<
જૈનશાસનની પ્રભાવના કરવા માટે પૂજ્યશ્રીએ ઠેર ઠેર જૈનમ દાની પ્રતિષ્ઠા, ઉદ્યાપના, ઉપધાન, છરી પાળતા સ`ઘા, દીક્ષાએ, પદપ્રદાનો, સાર્મિક વાત્સલ્ય તથા અન્ય મ‘ગલકારી મહાત્સવે મેટી સખ્યામાં કરાવ્યા હતા. ઘણીવાર વિપરીત સ્થિતિમાં અડગ રહીને, સિંહગર્જના કરીને, વિજય પ્રાપ્ત કરીને આચાર્ય પદ શાભાવ્યું હતું. સતત સ્વાધ્યાય અને તપશ્ચર્યા પૂજ્યશ્રીના ઉત્તમ ગુણ હતા. તેથી જ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયમાં વિદ્વાન, કવિ, વક્તાઓ મેટી સખ્યામાં છે. પૂજ્યશ્રીની પાટે આઠ-આઠ આચાર્યા વિચરી રહ્યા છે, જેમાં દક્ષિણદેશેાદ્ધારક શ્રી વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજનું નામ માખરે છે. પૂજ્યશ્રીનુ
૧. ૩
2010-04
Page #3
--------------------------------------------------------------------------
________________ શાસનપ્રભાવક જીવન ભવ્ય હતું, તેમ તેઓશ્રીની અંતિમ યાત્રા પણ ભવ્ય બની હતી. એકાદ લાખ માણસની અશ્રુભીની આંખેએ પૂજ્યશ્રીને ઐતિહાસિક વિદાય આપી તે પ્રસંગે ઠેર ઠેર ગુણાનુવાદસભાઓ અને ઉત્સવો થયા હતા. મુંબઈમાં તારદેવના પ્રખ્યાત ચોકનું (નવજીવન સાયટી પાસે) “આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી ચોક' નામકરણ કરીને ત્રણ અદા કરવાને વિનમ્ર પ્રયત્ન થયેલ છે. તે, પૂજ્યશ્રીની જન્મભૂમિ-બાલશાસનને “લબ્ધિનગર ' નામ આપવાને સ્તુત્ય નિર્ણય લેવાય છે. આમ, અનેક ક્ષેત્રોમાં અમાપ પ્રભાવના દ્વારા જિનશાસનમાં શાશ્વત સ્થાનના અધિકારી આચાર્યભગવંતનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. એવા એ મહાન સૂરીશ્વરજીને કોટિ કોટિ વંદન! (સંકલન : પૂ. આ. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ) દાક્ષણ ભારતના પ્રથમ પ્રવાસી, ઉગ્ર વિહારી ગૌરવશાળી શાસનપ્રભાવક સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયગંભીરસૂરીશ્વરજી મહારાજ યથાના ગુણધારક, પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી, વિશુદ્ધ સાધુતાના કર્મઠ આરાધક પૂ. આચાર્યદેવશ્રી ગંભીરસૂરીશ્વરજી મહારાજનું સંસારી વતન ભવ્ય જોયણીતીર્થ પાસે આવેલું ભાસણ ગામ હતું. તેમને જન્મ સં. ૧૯૫૦માં થયું હતું. તેમનું સંસારી નામ ઉમેદચંદભાઈ હતું. મહાપુરુષને સમાગમ મામૂલી માનવને મહાન બનાવી દે છે. સંત સામાન્ય માનવીમાં વસંત બની મહેકે છે. ઉમેદચંદના જીવનમાં પણ આ ધન્ય પ્રસંગ બની ગયે. માણસામાં પૂ. આ. શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ સ્થિત હતા. ભાઈ ઉમેદચંદ ચોમાસા દરમિયાન ત્યાં રહ્યા. પૂ. ગુરુદેવશ્રીને સંસર્ગ થયો અને અનેક દિલમાં વિરાગનો ચિરાગ પ્રગટયો. પૂજ્ય ગુરુદેવ ચાતુર્માસ પૂર્ણ થયે પંજાબ તરફ વિહાર કરી ગયા પરંતુ ઉમેદચંદભાઈના હૃદયમાં પડેલું વૈરાગ્યબીજ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું રહ્યું. એક વાર તેઓ સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા ગયા. જે ધર્મશાળામાં ઊતર્યા હતા ત્યાં એક પંજાબી શ્રાવક યાત્રાથે આવ્યા હતા. તેમને પરિચય થયું અને પૂ. ગુરુદેવશ્રી કમલસૂરિજી યાદ આવી ગયા. પંજાબી શ્રાવકને પૂછયું કે, “ગુરુદેવશ્રી કક્યાં બિરાજે છે?” પેલાએ જણાવ્યું કે, “ગ્વાલિયરમાં બિરાજે છે.” ઉમેદચંદ તે શ્રાવક સાથે ગ્વાલિયર પહોંચ્યા પરંતુ તેમના ભાઈને ખબર પડતાં તેમને ગ્વાલિયરથી પાછા લઈ આવ્યા. પરંતુ ઊડવા ઇચ્છતા પંખીને કેણ રોકી શકે? સંસાર છોડવા તત્પર થયેલા મુમુક્ષુને કેણ બાંધી શકે? કુટુંબીજનોને સમજાવીને દૂર-સુદૂર પંજાબની ભૂમિમાં આવ્યા. નારેવાલ ગામમાં પૂ. આ. શ્રી વિજ્યલબ્ધિસૂરીશ્વરજી મહારાજની વાણીએ જાદ્દ કર્યો. સં. ૧૯૬૫માં પૂ. આ. શ્રી વિજ્યકમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ, પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું પ્રથમ શિષ્યત્વ સ્વીકારવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું અને મુનિશ્રી ગંભીરવિજયજીના ગૌરવવંતા નામથી જાહેર થયા. પૂ. દાદાગુરુશ્રી વિમલસૂરીશ્વરજી મહારાજ બીકાનેર તરફ વિહાર કરવાના હતા, એ 2010_04