Book Title: Vijay Kamalsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249100/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ દીક્ષા પછીના પ્રથમ વર્ષે જ શ્રી રામવિજયજી મહારાજને તેમણે વ્યાખ્યાન કરવાને આદેશ આપ્યા. અને વ્યાખ્યાન સાંભળીને પીઠ થાબડતાં કહ્યું કે, ‘તુ અા વ્યાખ્યાતા હાગા. ' આ ભવિષ્યવાણી એટલી બધી સચાટ પૂરવાર થઇ કે એમનાં મૂર્તિમંત ઉદાહરણ રૂપે આચાય દેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનું ચારિત્ર સાક્ષીભૂત છે. આવા ચમત્કારે પછી તાબડતાળ ત્યાંથી વિહાર કરી જતા ! જન્મ : સ. ૧૯૦૮ : પડવા ગામ ( ભાવનગર ). ( પ ંજાબ ). ઉપાધ્યાયપદ : સ. ૧૯૫૭ ( પાટણ ). સ્વર્ગવાસ ઃ દીક્ષા ઃ સ. ૧૯૩૫ સ. ૧૯૭૫ ( ખંભાત ). ( સંકલન : શ્રી દાન–પ્રેમ વશવાટિકા ’માંથી સાભાર. ) જે સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે અને તેથી જ શ્રી જૈનશાસનમાં જે પ્રસિદ્ધિ પામ્યા એવા શાસનપ્રભાવફે 2010-04 જુસાપૂર્વક ઝઝુમ્યા ‘સૌંસ રક્ષક 7 તરીકે બાલા પૂ. આચાર્ય દેવશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ વત માનમાં વિચરતા મોટા ભાગના સાધુસમુદાયના એક પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનું નામ અવિસ્મરણીય રહે તેવુ છે. તેએશ્રીની પાટ પર પણ એવા જ પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતુ સદ્ધર્માંસંરક્ષક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, પૂ. આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધર્માસ્વામીજીની ૭૪મી પાર્ટને પોતાના પ્રચંડ ચારિત્રપ્રભાવથી અને નીડર પડકારથી શેાભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિકારી હતા. કોઈની યે શેહમાં નહિ તણાવાની, સત્યના નિરુપણમાં સિ ંહ જેવે! નાદ જગાવવાની અને નિઃસ્પૃહતાની પરાકાષ્ટાની કળા તેમણે પૂ. આત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી, બાર વર્ષની ઉંમરે તેમણે યતિ-દીક્ષા મેળવી હતી. પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી ? તેથી તે સ્થાનકવાસી દીક્ષિત અન્યા. આ સંપ્રદાયમાં ત્યાગ હતા, પણ સત્ય નહતું. તેથી અ ંતે પૂ. આત્મારામજી મહારાજ સાથે તેમણે પણ સોંપ્રદાયત્યાગ કર્યો અને સવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયી બન્યા. પૂ. કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્મનું તેજ અગાસ મારતું હતું. તેઓશ્રી મેટે ભાગે હિન્દીમાં જ ખેલતા. અને ખેલતા થાડુ', પણ નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુએ માટે તે એ ખેલ માદક મશાલ બની જતા. ભલભલા રાજામહારાજાને શરમાવે એવા રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવી સમક્ષ અહિંસાના એવા સચોટ અને ઉપદેશ આપતા કે સહુવતી એને ય ત્યારે એમ થઈ સજ્જડ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે! પરંતુ તેઓશ્રીનાં વચનની ધારી અસર થતી. પૂ. આત્મારામજી મહારાજની પાટ પૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથી દીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે કડવા થઈને ય સત્યની રક્ષા કરવાને પ્રસંગ ઊભે થયે ત્યારે ઘરના કે પરના ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્રચુસ્તતા દાખવી તેને ઈતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તે તેઓશ્રીની જ. જીવનનાં છેલ્લા વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈ રહેલ મર્યાદાને સાર્વત્રિક લોપ જોઈ ને તેઓશ્રી બોલી ઊઠ્યા કે, “શહેરી લેગ ચંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી રેસે જલાનેવાલે ગામડે મૌજૂદ હૈ. મૃત્યુ બિગાડના નહીં હૈ.” અને પૂજ્યશ્રી શહેર છેડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પાસે આવેલા ગામડામાં જ તેમનું જીવન સમાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પિતાની જાતને વિચાર કર્યા વિના જે છાવરી દાખવી તે વિરલ કહી શકાય તેવી હતી. પૂજ્યશ્રીની ટૂંકી વિગતે નીચે પ્રમાણે છે : જન્મ : સં. 1908 સરસા (પંજાબ), યતિ દીક્ષા : સં. 1920 (પંજાબ), સ્થાનકવાસી દીક્ષા : સં. 1929 જીરા (પંજાબ), સંવેગી દીક્ષા : સં. ૧૯૩ર અમદાવાદ, આચાર્યપદ : સં. 157 પાટણ અને સ્વર્ગવાસ : 1983 જલાલપુર (નવસારી). પોલીસ પટેલમાંથી પલટાયેલાં, પ્રખર વ્યક્તિતવના ધારક એવા શાસનના સમર્થ સેનાની : સકલામ રહસ્યવેદીઃ જ્યોતિષમાર્તડ મહાપુરુષ પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિજયજી મહારાજને આચાર્યપદારૂદ કરવાનો નિર્ણય લીધો અને પાટણમાં એ પ્રસંગ ઉજવાયે ત્યારે શ્રી વીરવિજ્યજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદનો સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને ભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર્યા હતા. પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટપરંપરા પર શ્રી કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સ્થાપિત કર્યા. શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા એ અણમોલ રત્નના ઘડવૈયા તરીકે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તે મૂલ જ થાય તેમ નથી ! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે 22 વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન–ધ્યાન 2010_04