Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને
લેખક—પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયધસૂરિજી
॥ શ્રીમદ્દાવીરસ્વામિને નમો નમઃ ||
॥ लब्धिनिधान श्री गौतम गणधरेन्द्राय नमः ॥
માનવજીવનના મૂલ્યાંકનના આધાર અધ્યાત્મભાવ ઉપર છે. માનવ ગમે તેટલે બુદ્ધિ શાલી, શક્તિશાલી, સુશિક્ષિત કિવા સત્તાધીશ હાય, પરંતુ અધ્યાત્મના અમૃતરસને પાષણ આપનાર જ્ઞાન-ચેતના માનવના અંતરાત્મામાં જાગી ન હેાય તા એ માનવજીવનની કશી કિંમત નથી.
આધ્યાત્મિકભાવ અને સમાધિ—માનવજીવનના સરવૈયાના સીમાસ્તંભ સમાધિમરણ છે. જેને જન્મ તેનું મરણ એ તેા નિશ્ચિત છે, પણ જન્મની સફળતાના આધાર સમાધિમરણ સિવાય બીજો કાઈ નથી. આત્માના અપૂર્વ આનંદની મસ્તીમાં મરણને ભેટવું એના જેવું વિશ્વમાં બીજું કાઈ સુખ નથી. અખિલ વિશ્વના ભૌતિક સામ્રાજ્યની સ ંપત્તિનું સુખ સમાધિમરણના સુખની સામે સરસવના દાણા જેટલી તુલનામાં પણ આવી શકતુ નથી. આવા સમાધિમરણના અપૂર્વ આનંદ જીવનના આધ્યાત્મિક ભાવ સિવાય પ્રાપ્ત થવા સ થા અશકય છે.
જ્ઞાનચેતનાનું ભૌતિક તત્ત્વો સાથે જોડાણ—આત્મા પુરુષ અથવા પતિ છે. બુદ્ધિ અથવા ચૈતના આત્માની પત્ની છે. એ બુદ્ધિ કિવા ચેતનાનું જોડાણુ અનંત કાળથી શરીર, સ્ત્રી-પુત્ર, ધન-દોલત વગેરે ભૌતિક તત્ત્વાની સાથે યથાયાગ્ય અવિચ્છિન્નપણે ચાલુ છે અને બુદ્ધિ અથવા ચેતના આત્માની પત્ની હાવા છતાં પેાતાના પતિ-આત્માથી એનુ જોડાણ છૂટી ગયુ છે. બુદ્ધિને શરીર, સ્ત્રી-પુત્ર, કુટુંબ પરિવાર, ધન-દોલત, ખાનપાન વગેરે ભૌતિક સુખનાં સાધના પ્રાપ્ત કરવાની, તેના વધારા કરવાની અને એ સાધાને સુરક્ષિત રાખવાની સતત ચિંતા રહ્યા કરે છે, પણ અનંતના પ્રભુ એવા પાતાના આત્મ દેવના હિતાહિતની એ ચેતનાને કશી પડી નથી. સાચા શબ્દોમાં કહીએ તેા, ચેતના
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્ર‘થ ફૂલટા બની ગઈ છે. અને એનું જ નામ મિથ્યાદેશન અથવા ભયંકર અજ્ઞાનભાવ છે. એ પરિસ્થિતિના કારણે જ આ જીવાત્માનું અનંત કાળથી સ`સારપરિભ્રમણ અને દુઃખદર્દ ભર્યું" અશાંત વાતાવરણ ચાલુ છે.
જ્ઞાનચેતના–અજ્ઞાનચેતના-બુદ્ધિ, ચેતના અથવા જ્ઞાન અલ્પ હાય કે અધિક હાય તે ગૌણુ ખાખત છે; અને અલ્પ કે અધિક પ્રમાણમાં વિદ્યમાન જ્ઞાન પેાતાના આત્મમંદિરમાં અજવાળાં પ્રગટાવે એ મુખ્ય ખાખત છે. માહ્ય ભાવેામાં જ્ઞાનચેતના ગમે તેટલાં અજવાળાં પ્રગટાવે પણ પેાતાની જ્ઞાનચેતના પૈાતાના આત્મમંદિરમાં અજવાળાં ન પ્રગટાવે તેા એ જ્ઞાન કિવા ચેતના ગમે તેટલા વધુ પ્રમાણમાં હોય તેપણ તેની કશી કિંમત નથી. તત્ત્વદૃષ્ટિએ જોઈએ તેા, એ જ્ઞાનચેતના નહીં પણ અજ્ઞાનચેતના છે. જૈન દનમાં અભવ્ય આત્માઓના નવ પૂર્વ સુધી વિકાસ પામેલા જ્ઞાનને પણ જ્ઞાન તરીકે ન ગણતાં, આ કારણે જ, અજ્ઞાન ગણવામાં આવેલ છે. જ્યારે માષષ મુનિવરના અષ્ટ પ્રવચનમાતા જેટલા અલ્પ જ્ઞાનને પણુ, તે પેાતાના આત્મ-મંદિરમાં અજવાળાં પ્રગટાવ નાર હેાવાથી, સમ્યગજ્ઞાન ગણવામાં આવેલ છે.
જ્ઞાનચેતનાનું પેાતાના આત્મદેવ સાથે મિલન—જ્ઞાન, કિવા ચેતનાનું એકાદ પણ નિર્મળ કિરણ એ દિવ્ય યાતિ છે. હજારો કે લાખા સૂર્ય-ચંદ્રનાં અજવાળાં જે પ્રકાશ આપવા અસમર્થ છે તે પ્રકાશ આપવાની અદ્ભુત શક્તિ એ દ્ઘિન્ય જાતિમાં રહેલી છે. પણ એ મને કયારે કે જ્યારે ભૌતિક વિજ્ઞાનની સાથે જ સપૂર્ણતયા જોડાયેલ જ્ઞાનચેતનાનુ' પેાતાના અલખનિરંજન અનંતના સ્વામી આત્મદેવ સાથે જોડાણ થાય. ચેાગિરાજ શ્રી આનંદઘનજી મહારાજના શબ્દોમાં વિચારીએ તે—
k
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે, એર ન ચાહું રે ક ́ત ” —એ ભાવ આવે ત્યારે. જ્ઞાન-ચેતનાનું પેાતાના આત્મદેવ સાથે મિલન એનુ` જ નામ સમ્યક્ દન છે; અધ્યાત્મના સુધાસાગરનું એ જ અમૃતિષ'દુ છે. અને મુક્તિના પવિત્ર રાજમા નું એ જ મોંગલ પ્રસ્થાન છે.
યુગવીર આચાર્ય દેવ—શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના સદુપદેશક માનનીય યુગવીર આચાર્ય દેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ વમાન યુગના એક અધ્યાત્મયાગી મહાપુરુષ હતા. શ્રમણ ભગવાન મહાવીરના અધ્યાત્મવાદના પવિત્ર સંદેશ સારાય ભારતના ગામડે ગામડે અને શહેરે શહેરે પાવિહાર કરીને પહેાંચાડનારા એ સમ સંદેશવાહક હતા. ભૌતિક વાદને જ મુખ્યપણે પાષણ આપનાર પશ્ચિમની કેળવણીના પ્રવાહ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જાય છે, તેમ જ વમાન યુગની નવી પ્રજાને અનુકૂલપ્રતિકૂલ સ’જોગામાં પણ એ શિક્ષણ આપ્યા સિવાય ચાલવાનું નથી એ ખામતના એમના હૈયામાં બરાબર ખ્યાલ આવ્યા હતા. આજની નવી પ્રજા એ પશ્ચિમની કેળવણી પાછળ ભારતની અધ્યાત્મવાદની પતિતપાવન સ`સ્કૃતિનું રખેને વિસ્મરણ ન કરી જાય, એ અગે એ મહાત્માનાં હૃદય-મદિરમાં સતત ચિંતા રહેતી હતી. અને એ સ`જોગામાં પશ્ચિમની કેળવણી સાથે અધ્યાત્મભાવની સસ્કૃતિ નવી પ્રજાના જીવનમાં હરહ ંમેશ જીવંત ખની રહે, આ શુભ ભાવનાથી એ યુગવીર આચાય દેવે અધ્યાત્મભાવના સવેર્વોચ્ચ શિખરે આરૂઢ થયેલા તેમ જ અધ્યાત્મભાવના સંરક્ષણ અને સવર્ધન માટે ધમતી ના પ્રવક
Page #3
--------------------------------------------------------------------------
________________ પૂ. આ. મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી શ્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ર૨૧ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પવિત્ર નામથી અલંકૃત શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના માટે સદુપદેશ આપ્યો હતો. તે સમયના ધર્મપરાયણ દાનવીર શ્રીમંતોએ પણ ઉપર જણાવેલા શુભાશયથી આચાર્યશ્રીના સદુપદેશને અમલ કરી વિદ્યાલયને શુભ મુહુર્ત પ્રારંભ કર્યો હતો. વટવૃક્ષ સમું વિદ્યાલય-વટવૃક્ષનું બીજ ભલે નાનું હોય, પણ એગ્ય ભૂમિમાં વાવવા સાથે હવા, પાણી વગેરે અનુકૂલ વાતાવરણ મળે તે જેમ એ ભાવિકાળે સેંકડો મુસાફને શીતળ છાંયડી માટે વિશ્રાંતિનું ધામ બની રહે છે, તે જ પ્રમાણે કેઈ શુભ ચોઘડિયે સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પચાસ વર્ષના ગાળા દરમ્યાન ખૂબ ફાલ્યું-ફૂલ્યું છે. મહારાષ્ટ્ર અને મહાગુજરાતમાં એની ચાર–ચાર શાખાઓ સેંકડો વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિ માટે તીર્થધામ સમાન બની રહેલ છે, એ ઘણું ગૌરવ લેવા જેવી બાબત છે. સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે અન્ય પ્રાન્તોમાં પણ વિદ્યાલયની શાખાઓ વિસ્તાર પામે એવી આજે સૌકોઈની શુભેચ્છા છે. વિદ્યાથીઓને નમ્ર અનુરોધ–શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસ કરનાર પ્રત્યેક વિદ્યાથીને મારો નમ્ર અનુરોધ છે કે તમને આ વિદ્યાલયના આશ્રયે વ્યાવહારિક કેળવણીમાં ગમે તેટલી પ્રગતિની સાધના કરે, પરંતુ વિદ્યાલયના આદ્યપ્રેરક આચાર્યદેવની ધર્મભાવનાના પવિત્ર શુભાશયને તમે સહુ કેઈ હરહંમેશ ધ્યાનમાં રાખશે, અને એ ભાવનાને અમલ કરવા ક્રિયાશીલ બનશે; તેમ જ પરિણામે અધ્યાત્મભાવનાં અમૃતબિંદુને જીવનમાં પ્રગટાવી ભગવાન મહાવીરના સાચા અનુયાયી બનવા સાથે વિદ્યાલયની ઉજવળ કારકિર્દીમાં વૃદ્ધિ કરવા સદા પ્રયત્નશીલ રહેશો. જૈન મંદિર 10 મે રસ્તા, ચેમ્બુર, મુંબઈ 71. તા. 1-2-68