SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ. મહારાજ શ્રી વિજયધર્મસૂરિજી શ્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ર૨૧ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના પવિત્ર નામથી અલંકૃત શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના માટે સદુપદેશ આપ્યો હતો. તે સમયના ધર્મપરાયણ દાનવીર શ્રીમંતોએ પણ ઉપર જણાવેલા શુભાશયથી આચાર્યશ્રીના સદુપદેશને અમલ કરી વિદ્યાલયને શુભ મુહુર્ત પ્રારંભ કર્યો હતો. વટવૃક્ષ સમું વિદ્યાલય-વટવૃક્ષનું બીજ ભલે નાનું હોય, પણ એગ્ય ભૂમિમાં વાવવા સાથે હવા, પાણી વગેરે અનુકૂલ વાતાવરણ મળે તે જેમ એ ભાવિકાળે સેંકડો મુસાફને શીતળ છાંયડી માટે વિશ્રાંતિનું ધામ બની રહે છે, તે જ પ્રમાણે કેઈ શુભ ચોઘડિયે સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પચાસ વર્ષના ગાળા દરમ્યાન ખૂબ ફાલ્યું-ફૂલ્યું છે. મહારાષ્ટ્ર અને મહાગુજરાતમાં એની ચાર–ચાર શાખાઓ સેંકડો વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિ માટે તીર્થધામ સમાન બની રહેલ છે, એ ઘણું ગૌરવ લેવા જેવી બાબત છે. સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે અન્ય પ્રાન્તોમાં પણ વિદ્યાલયની શાખાઓ વિસ્તાર પામે એવી આજે સૌકોઈની શુભેચ્છા છે. વિદ્યાથીઓને નમ્ર અનુરોધ–શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસ કરનાર પ્રત્યેક વિદ્યાથીને મારો નમ્ર અનુરોધ છે કે તમને આ વિદ્યાલયના આશ્રયે વ્યાવહારિક કેળવણીમાં ગમે તેટલી પ્રગતિની સાધના કરે, પરંતુ વિદ્યાલયના આદ્યપ્રેરક આચાર્યદેવની ધર્મભાવનાના પવિત્ર શુભાશયને તમે સહુ કેઈ હરહંમેશ ધ્યાનમાં રાખશે, અને એ ભાવનાને અમલ કરવા ક્રિયાશીલ બનશે; તેમ જ પરિણામે અધ્યાત્મભાવનાં અમૃતબિંદુને જીવનમાં પ્રગટાવી ભગવાન મહાવીરના સાચા અનુયાયી બનવા સાથે વિદ્યાલયની ઉજવળ કારકિર્દીમાં વૃદ્ધિ કરવા સદા પ્રયત્નશીલ રહેશો. જૈન મંદિર 10 મે રસ્તા, ચેમ્બુર, મુંબઈ 71. તા. 1-2-68 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230229
Book TitleVidyalayna Vidyarthione
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuriji
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Society
File Size374 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy