SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓને લેખક—પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયધસૂરિજી ॥ શ્રીમદ્દાવીરસ્વામિને નમો નમઃ || ॥ लब्धिनिधान श्री गौतम गणधरेन्द्राय नमः ॥ માનવજીવનના મૂલ્યાંકનના આધાર અધ્યાત્મભાવ ઉપર છે. માનવ ગમે તેટલે બુદ્ધિ શાલી, શક્તિશાલી, સુશિક્ષિત કિવા સત્તાધીશ હાય, પરંતુ અધ્યાત્મના અમૃતરસને પાષણ આપનાર જ્ઞાન-ચેતના માનવના અંતરાત્મામાં જાગી ન હેાય તા એ માનવજીવનની કશી કિંમત નથી. આધ્યાત્મિકભાવ અને સમાધિ—માનવજીવનના સરવૈયાના સીમાસ્તંભ સમાધિમરણ છે. જેને જન્મ તેનું મરણ એ તેા નિશ્ચિત છે, પણ જન્મની સફળતાના આધાર સમાધિમરણ સિવાય બીજો કાઈ નથી. આત્માના અપૂર્વ આનંદની મસ્તીમાં મરણને ભેટવું એના જેવું વિશ્વમાં બીજું કાઈ સુખ નથી. અખિલ વિશ્વના ભૌતિક સામ્રાજ્યની સ ંપત્તિનું સુખ સમાધિમરણના સુખની સામે સરસવના દાણા જેટલી તુલનામાં પણ આવી શકતુ નથી. આવા સમાધિમરણના અપૂર્વ આનંદ જીવનના આધ્યાત્મિક ભાવ સિવાય પ્રાપ્ત થવા સ થા અશકય છે. જ્ઞાનચેતનાનું ભૌતિક તત્ત્વો સાથે જોડાણ—આત્મા પુરુષ અથવા પતિ છે. બુદ્ધિ અથવા ચૈતના આત્માની પત્ની છે. એ બુદ્ધિ કિવા ચેતનાનું જોડાણુ અનંત કાળથી શરીર, સ્ત્રી-પુત્ર, ધન-દોલત વગેરે ભૌતિક તત્ત્વાની સાથે યથાયાગ્ય અવિચ્છિન્નપણે ચાલુ છે અને બુદ્ધિ અથવા ચેતના આત્માની પત્ની હાવા છતાં પેાતાના પતિ-આત્માથી એનુ જોડાણ છૂટી ગયુ છે. બુદ્ધિને શરીર, સ્ત્રી-પુત્ર, કુટુંબ પરિવાર, ધન-દોલત, ખાનપાન વગેરે ભૌતિક સુખનાં સાધના પ્રાપ્ત કરવાની, તેના વધારા કરવાની અને એ સાધાને સુરક્ષિત રાખવાની સતત ચિંતા રહ્યા કરે છે, પણ અનંતના પ્રભુ એવા પાતાના આત્મ દેવના હિતાહિતની એ ચેતનાને કશી પડી નથી. સાચા શબ્દોમાં કહીએ તેા, ચેતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230229
Book TitleVidyalayna Vidyarthione
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuriji
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Society
File Size374 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy