Book Title: Vidushi Sadhvio
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230226/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિદુષી સાધ્વીઓ* શીતનાં ઝોલાં જે ખમે, લૂની લહેરો ખાય; ધર કરે અળખામણું, તે નર જાત્રાએ જાય. કવિશ્રી ઉદયરનગણિ પ્રસ્તુત “શ્રી સમેતશિખરજી તીર્થદર્શન” પુસ્તકના પ્રથમ વિભાગમાં પ્રવર્તિની સાધ્વીજી શ્રી રંજનશ્રીજીનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે, એ એક રીતે ઠીક જ થયું છે. સામાન્ય રીતે આજે જૈન વાય સામે કેટલાક મહાનુભાવોની ફરિયાદ છે કે, વિશ્વના વિવિધ વાડ્મયનાં ક્ષેત્રમાં અનાબાધપણે ગતિ કરનાર અને વિશિષ્ટ-વિશિષ્ટતમ શાસ્ત્રોની રચના કરનાર જૈનાચાર્યોએ જૈન સાધ્વીઓની જીવનકથાઓનું આલેખન કરવા સામે આંખમીંચામણું કેમ કર્યા છે? તેમ જ ઉદાસીનતા કેમ ધારી છે? પ્રાચીન જ્ઞાનભંડારોમાં રહેલી બારમા-તેરમા-ચૌદમા સૈકા આદિમાં લખાયેલી હસ્તપ્રતિઓના અંતમાં લખાયેલી લેખકેની પુપિકામાં ઉદયશ્રી મહત્તરા, સુમેરુસુંદરી મહારા, પ્રભાવતી મહત્તરા, પરમશ્રી મહારા, અજિતસુંદરી ગણિની, જગસુંદરી ગણિની, નિર્મલમતિ ગણિની, દેવસિરિ ગ૦, જિનસુંદરી ગઇ, કીર્તિશ્રી ગઇ, તિલકપ્રભા ગ, ધર્મલક્ષ્મી ગ૦, મરુદેવી ગઇ, વિનયશ્રી ગo, બાલમતિ ગ, મહિમા ગવ, શ્રીમતી ગઇ, માનસિદ્ધિ ગઇ, પુણ્યસિદ્ધિ ગ૦, શાંતિવલ્લરી ગઇ, જગમત ગo, સાધી નલિન પ્રભા, સાવ કેવલપ્રભા, સારા ચારિત્રલક્ષ્મી, સા. પદ્મલક્ષ્મી, સા. ભાવસુંદરી, સાવ મયણાસુંદરી, સાવ ભુવનસુંદરી આદિ સંખ્યાબંધ મહત્તરા, ગણિની, પ્રવત્તિની, તેમ જ સાધ્વીનાં નામોની હારમાળા જોવામાં આવે છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ ભગવાને આવશ્યકસૂત્રવૃત્તિ, દશવૈકાલિકસૂત્રવૃત્તિ આદિ અનેક ગ્રંથોમાં પોતાની ધર્મમાતા મહત્તરાના નામને “મરીયા યાવિન્યા धर्मपुत्रेण चिन्तिता।" "कृतिरियं सिताम्बराचार्यजिनभट ( भद्रपाठा० )निगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो जाइणिमहत्तरासूनोरल्पमतेराचार्यहरिभद्रस्येति" ઇત્યાદિ ઉલ્લેખો દ્વારા ચિરંજીવ બનાવ્યું છે. આચાર્ય શ્રી સિદ્ધર્ષિરચિત ઉપમિતિભવપ્રપંચ કથાગ્રંથની પ્રથમ પ્રતિ સાક્ષાત શ્રતદેવતા સ્વરૂપ શ્રીમતી ગણા નામની સાધ્વીએ લખી હતી. જેના નામને અમર ઉલ્લેખ આચાર્ય સિદ્ધર્ષિએ પોતે પ્રશસ્તિમાં આ પ્રમાણે કર્યો છે : | * “શ્રી સમેતશિખર તીર્થદર્શન' વિભાગ ૧ થી ૫નું (પ્રકાશક: શ્રી સમેતશિખર જીર્ણોદ્ધાર સમિતિ, સં. ૨૦૨૦) આમુખ, Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] प्रथमादर्श लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या । दुर्गस्वामिगुरूणां शिष्यिकयेयं गणाभिधया ॥ २१ ॥ ,, 11 મલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ એ વિશેષાવશ્યક ટીકાના અંતમાં પેાતાના વનમાં વિશેષ પ્રેરણારૂપ આદરણીય વ્યક્તિઓનાં નામેાના ઉલ્લેખ આ રીતે કર્યાં છે— જ્ઞાનાંજલિ ततश्चाभय कुमारगणि-धनदेवगुणि-जिनभद्रगणि-लक्ष्मणगणि-विबुधचन्द्रादिमुनिवृन्दश्री महानन्द श्री महत्तरा - वीरमतीगणिन्यादिसाहाय्यात् ' रे रे ! निश्चितमिदानीं हता वयम् यद्येतन्निष्पद्यते, ततो धावत धावत, गृह्णीत, लगत लगत' इत्यादिपूत्कुर्वतां सर्वात्मशक्त्या युगपत् प्रहरतां हाहारवं कुर्वतां च मोहादिचरटानां चिरात् कथं कथमपि विरचय्य तद्द्वारे निवेशितमेतदिति । ततः शिरो हृदयं व हस्ताभ्यां कुट्टयन् विषष्णो मोहमहाचरटः समस्तमपि विलक्षीभूतं तत्सैन्यम्, निलीनं च सनायकमेव । આ ઉલ્લેખમાં આચાર્યે મહાનન્દશ્રી મહત્તરા અને વીરમતી ણિનીનાં નામેા આપ્યાં છે, તે અતિ મહત્ત્વમૂચક વસ્તુ છે. જ્ઞાનશ્રી નામની આર્યાએ ચાયાવતારસૂત્રની સિદ્ધ િઆચાર્ય કૃત ટીકા ઉપર ટિપ્પણી રચી છે, જે આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. તેમાં અંતિમ પદ્ય આ પ્રમાણે છે— • इति सन्निधाय चित्ते ज्ञानश्रीराधिका गुणैर्वया । आचार्यं सर्वदेवै निजगुरुभिः प्रेरिता સતિ ગુણસમૃદ્ધિ મહત્તરાએ વિક્રમ સંવત્ ૧૪૦૦માં અંજનાસુ દરી કથા પ્રાકૃતની રચના કરી છે. આજે એ ખંડિત હાલતમાં જેસલમેરના જ્ઞાનલ'ડારમાં વર્તમાન છે. એની પ્રશરિત આ મુજબ છે— सिरिजेसलमेरपुरे विक्कमच उदहसतुत्तरे वरिसे । वीरजिणजम्मदिवसे कियमंजणसुंदरीचरियं ॥ ५०२ ॥ कृतिरियं श्री जिनचन्द्रसूरिशिष्यणी श्रीगुणसमृद्धिमहत्तरायाः ॥ ઉપર અનેક દૃષ્ટિએ સાધ્વીએનાં નામેાતા ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જે જોતાં આપણને એમ લાગે છે કે જૈન સાધ્વીઓએ જૈન શાસનની ઉન્નતિમાં પેાતાના જીવનને વિશિષ્ટ કાળા આપ્યા છે અને શ્રમણ-વીર-વર્ધમાન પ્રભુના શાસનને પ્રભાવિત કર્યું છે. પાટણ, માતર આદિમાં સાધ્વી મહત્તરાની પ્રાચીન મૂર્તિનાં દર્શન થાય છે, છતાં આશ્રય તેા છે જ કે કેઈ પણ એવી શાસનપ્રભાવિકા મહત્તરા, ગણુિની કે સાધ્વીની જીવનકથા આજે આપણા સામે નથી. એક રીતે જૈન વાડ્મયમાં આ ખામી જ છે. અસ્તુ. વમાન યુગમાં અનેક સાધ્વીનાં નાનાં-મોટાં જીવનચિરા લખાઈ રહ્યાં છે એ હની વાત છે. પ્રવર્તિની સાધ્વીજી શ્રી રજનીજીનું જીવનચરિત્ર ભાઈશ્રી ધીરુભાઈ શાહની કલમથી લખાયુ છે, એટલે મારે કોઈ ખાસ લખવાનું રહેતું નથી. છતાં સાધ્વીજી શ્રી રજનશ્રીજીએ અતિ બાળવયમાં પેાતાનાં માતુશ્રી સાથે ચારિત્ર લઈ, જ્ઞાનાભ્યાસ કરી બ્નનને ત્યાગ—તપા વૈરાગ્યમય બનાવવા યથાશક્તિ સંવિશેષ પ્રયત્ન કર્યો છે, જેના પ્રભાવે તેમને એક સારા એવા ગુણગણુસુશોભિત સાધ્વીસમુદાય પણ છે. શ્રી સમેતશિખરજી તીર્થંના Íદ્ધાર એ એમના જીવનનું મહાન કાય છે, એ એક સત્ય હકીકત છે. મંદિરની પ્રતિષ્ઠા સમયે શ્રી ર્જનશ્રીજી પેાતાના સાધ્વીસમુદાય સાથે ઉગ્ર વિહાર કરી યથાસમય ત્યાં પહોંચી શકયાં અને તે કાર્ય પૂર્ણ થતાં તરત જ પાછાં વળી અમદાવાદ માત્— Page #3 -------------------------------------------------------------------------- ________________ [233 વિદુષી સાધ્વીઓ ગુણીની સેવામાં પહોંચી ગયાં. એ એમની જીવનસાધનાનું વિશિષ્ટ ફળ છે. આજે પરાકાષ્ઠાએ પહોંચેલ જ્ઞાનદશામાં પણ તેઓ સમાધિમગ્ન છે, એ એમની જીવનસાધનાનું જ બળ છે અને આખા જીવનનાં કાર્યોને ખરો સરવાળો એ જ છે. સમેતશિખરજી તીર્થનો ઉલેખ જ્ઞાતાધર્મકથાંગસૂત્રના આઠમા ભલી અધ્યયનમાં તેમ જ વ્યવહાર ભાવમાં આવે છે. આ પછીના ચાર વિભાગોમાં સમેતશિખરજી તીર્થને જર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉ, ઐતિહાસિક રાસ, ટૂંકો પરિચય, તીર્થદર્શન, સમેતશિખરના ઉદ્ધાર આદિમાં ભાગ લેનાર અને સેવા આપનારનો પરિચય અને અમદાવાદથી સમેતશિખર જવાનો માર્ગ ઇત્યાદિ વસ્તુ આપવામાં આવી છે. તીર્થને લગતાં કેટલાંક ફોટોગ્રાફી ચિત્રો પણ આપવામાં આવ્યાં છે. આ રીતે આ પુસ્તક એ મહત્ત્વનું પુસ્તક બની ગયું છે. અંતમાં પ્રસ્તુત સમેતશિખર તીર્થની રક્ષા યાત્રાદિ કરનાર સૌને ધન્યવાદ આપી મારું સંક્ષિપ્ત વક્તવ્ય પૂર્ણ કરું છું. [“શ્રી સમેતશિખરતી દર્શન’નું આમુખ, સં. 2020] જ્ઞાન. 30