Page #1
--------------------------------------------------------------------------
________________
વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન
સન્ ૧૯૮૨માં વંથળી(સૌરાષ્ટ્ર)થી પ્રકાશમાં આવેલ અને વર્તમાને જૂનાગઢના સરકારી સંગ્રહાલયમાં સંરક્ષિત, જિન પાર્શ્વનાથની પ્રતિમાના પબાસણ પર અંકિત પૃથફ મિતિ ધરાવતા બે લેખ સામીપ્યમાં પ્રકટ થયા છે. અભિલેખો નિઃશંક મહત્ત્વપૂર્ણ છે અને એની સચિત્ર વાચના વિસ્તૃત ચર્ચા સમેત પ્રકટ કરવા બદલ સંપાદકો ધન્યવાદને પાત્ર છે.
સંપાદકો દ્વારા થયેલી સંદર્ભિત લેખોની વાચના આ પ્રમાણે છે : १. (स्वस्ति ।) संवत् ११८१ वर्षे माघ वदि [1*]शनौ श्री श्रीमालज्ञातिय ठ० लूणागसंताने ver[*]પત્ત(ત્તિ)શ્રી (શો)
મ ન માત્મશ્રેયાર્થ [[*] શ્રી પાર્શ્વનાથ ચૈત્ય ત્રિ(વિ) R[*]fહત રૂારિત પ્રતિષ્ઠ(f) તું શ્રી () [ T[*] છે શ્રી
પ્રદ્યુતપૂf [[*] ૨. (સ્વતિ ) સંવત્ ૧૩૪૪ વેદ() વવ રૂ મુ*]મત્તધરી રવિંદ્રસૂરિશિષ્યશ્રી[*]
[A] ચાવં શ[*][]. સૂTTS(૫)ત્રસંતાને કહ્યું. [*] સુત ૮૦ વિનયસિદ*] માય ૩૦ પુનળિપુત્રા નાથ [*]વ્યા પિતૃમાતૃ-3 . કામનુષાર્થ નતવરસિયા ] (i)૩(f)યા ૨ હેતની[ક્કી *] દ્ધાર:
તિ: પ્ર. શ્રી[1]ઢાઈIછે શ્રીકાભૂમિ. [*]
પ્રથમ લેખ અનુસાર સં ૧૧૮૧ (ઈ. સ. ૧૧૨૫)માં ઠક્કર લુણાગના વંશમાં થયેલા દંડાધિપતિ શોભનદેવે પોતાના આત્માના કલ્યાણ માટે બિંબસહિત પાર્શ્વનાથનું ચૈત્ય કરાવ્યું, જેની પ્રતિષ્ઠા બ્રહ્માણગચ્છના પ્રદ્યુમ્નસૂરિએ કરેલી. આ લેખ વસ્તુતયા અસલ લેખની સં. ૧૩૪૪ (ઈ. સ. ૧૨૮૮)માં ફરીથી કોતરાયેલ નકલ છે. પ્રથમ લેખની નીચે તરત જ બીજો સં. ૧૩૪૪ની મિતિવાળો લેખ કંડારાયેલો છે. લિપિના મરોડ પરથી બન્ને લેખો સં. ૧૩૪૪માં કોરાયા હોવાનો સંપાદકોનો અભિપ્રાય સાચો જણાય છે. પબાસણની શિલ્પશૈલી પણ એ જ તર્કનું સમર્થન કરે છે. મૂળ પબાસણ આમ અસલી પ્રતિમાના કારાપક દંડનાયક શોભનદેવના સમયનું નથી. છતાં ત્યાં કોરેલો પુરાણા મૂળ લેખની ખરી નકલ હોવાથી પ્રમાણભૂત છે એ તો સ્પષ્ટ જ છે.
પ્રથમ લેખની વાચના પરથી સંપાદકોએ સૂચવેલ તારતમ્યો એવે પ્રસ્તુત કરેલ ધારણાઓ કેટલેક અંશે વિચારણીય હોઈ અહીં એના પર અવલોકનો રજૂ કરવા ધાર્યું છે. સંપાદકોના વક્તવ્યોનો સાર સિલસિલાવાર નીચે મુજબ રાખી શકાય :
Page #2
--------------------------------------------------------------------------
________________
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
(૧) લેખોવાળી બેસણી પાયાના ખોદકામ દરમ્યાન વંથળીથી મળી હોઈ સં. ૧૧૮૧વાળા લેખમાં કરેલ શોભનદેવ-કારિત પાર્થ-જિનાલય વંથળીમાં બંધાયું હોવાનું ધારી શકાય.
(૨) કારાપક શોભનદેવની સજ્જન મંત્રી પછી સોરઠના દંડનાયકરૂપે નિયુક્તિ થઈ
હશે.
(૩) આમ હોય તો સજ્જન મંત્રીએ ગિરનાર પર જિન નેમિનાથના મંદિરનું નિર્માણ સં. ૧૧૮૫માં કરાવ્યું હોવાની જે નોધ “રેવંતગિરિરાસુ'માં મળે છે તે સાચી ન હોતા મંદિર તે પહેલાંનાં વર્ષોમાં હોવું ઘટે.
(૪) “પ્રબંધચિંતામણિ' અનુસાર સજ્જન મંત્રીએ સોરઠની ત્રણ વર્ષની ઊપજ ઉપર્યુક્ત મંદિરને બંધાવવામાં વાપરેલી; જીર્ણોદ્ધાર સંબંધી ત્યાં સં. ૧૧૭૬નો લેખ હોઈ કાર્ય વિ. સં. ૧૧૭૪ના અરસામાં હાથ ધરવામાં આવ્યું હોય.
(૫) સજ્જનના આ કૃત્યથી નારાજ થયેલ સિદ્ધરાજે જીર્ણોદ્ધાર બાદ એને પાછો બોલાવી એને સ્થાને શોભનદેવને દંડનાયક નીમ્યો હોય.
(૬) સિદ્ધરાજની સોરઠ પરની ચડાઈ માલધારી હેમચંદ્રસૂરિ સાથે ગિરનારતીર્થની વંદનાર્થે ગયેલા સંધની ખેંગારે કરેલ પજવણીને કારણે હોય.
આ મુદ્દા એક પછી એક તપાસી જોઈએ
(૧) સંદર્ભગત અભિલેખોમાં જો કે વંથળી(વામનસ્થલી)નું નામ દીધું નથી તોપણ પબાસણ વંથળીમાં મકાનના પાયાના ખોદકામમાંથી નીકળ્યું હોઈ એ તળપદું હોવાનો પૂરો સંભવ છે અને લેખમાં શોભનદેવને “સુરાષ્ટ્રનો દંડાધિપ” (સુરાષ્ટ્રબ્યુન્ને રંધપતિ) એમ કહ્યું નથી, એમ છતાં જ્યારે સૌરાષ્ટ્રના પ્રાચીન અને મહિમ્ન જૈન તીર્થો–ઉજ્જયંતગિરિ, શત્રુંજય પ્રભાસાદિ–ને છોડી વંથળી જેવા સ્થાને એ જિનાલય બંધાવે છે એ તથ્ય લક્ષમાં લેતાં, એ સોરઠ સાથે સંકળાયેલો રાજપુરુષ હોવો જોઈએ. શોભનદેવ સૌરાષ્ટ્રમાં દંડનાયકપદે રહ્યો હોવાની સંપાદકોની ધારણા સામે વાંધો ઉઠાવી શકાય એમ નથી.
(૨) પણ પ્રથમ લેખના સંવના છેલ્લા અંકની વાચના પુનર્વિચારણા માગી લે છે. સંવદર્શક આંકડામાં શરૂઆતના બે એકડાઓનું રૂપ સ્પષ્ટ છે; બન્ને સીધા (લગભગ આજે ગુજરાતીમાં કરીએ છીએ તેવા) છે અને ગુજરાતના મધ્યકાલીન અભિલેખોમાં એકડો મોટે ભાગે એ જ રીતે જોવા મળતો હોઈ એમાં તો કોઈ જ સંશય-સ્થિતિ રહેતી નથી. ત્રીજો “૮”નો અંક પણ બરોબર જ છે, પણ છેલ્લો, જેને સંપાદકોએ “૧'નો અંક માન્યો છે તે મરડાયેલ હોઈ એને '૯'નો અંક માનવો ઇષ્ટ જણાય છે. લેખ વસ્તુતઃ સં. ૧૧૮૯ ઈ. સ. ૧૧૩૩નો હોવાનું
Page #3
--------------------------------------------------------------------------
________________
વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન.
૬૫
જણાય છે. પ્રસ્તુત મિતિને શત્રુંજય પરનાં બે પૃથફ પબાસણોના લેખોનું મહદંશે સમર્થન મળી રહે છે. ત્યાંના સંદર્ભગત લેખોની વાચના આ પ્રમાણે છે :
संवत् ११८९ वैसा(शा)षे महं श्रीसो( शो )भनदेवेन । संभवस्वामिप्रतिमा श्री सरश )→जयतीर्थे कारिता ॥
संवत् ११९० आषाढ सुदि १ श्रीब्रह्माणगच्छे श्रीयशोभद्रसूरि.......
शत्रुजयतीर्थे महं. शोभनदेवेन स्वयं श्रेयसे प्रतिमा कारापिता ।। આમાં પહેલા લેખનું વર્ષ જેમ વંથળીના લેખમાં સં. ૧૧૮૯નું હોવાનું ઉપર સૂચવ્યું છે તે જ છે અને બીજા લેખનું સં૧૧૯૦. બન્ને લેખોમાં શોભનદેવને મર્દ (મરંતો, મH) હોવાનું કહ્યું છે. આથી એ નિશ્ચયતયા મંત્રી-મુદ્રા ધારણ કરનાર રાજપુરુષ છે; જો કે ત્યાં એને “દંડાધીશ” કહ્યો નથી. પણ એમ જોઈએ તો કુમારપાળે જે આંબાક ઉર્ફ આગ્રદેવને ગિરનાર પર ચડવાની પઘા (પાજ) કરાવવા સોરઠનો દંડનાયક બનાવી મોકલ્યાનું સમકાલીન લેખક બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્ય-કૃત જિનધર્મપ્રતિબોધ (સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫) અંતર્ગત કહે છે તે આંબાક પોતે તો ગિરનારના ખડકો પરના લેખોમાં પોતા માટે ‘પદંડ' એટલું જ સૂચિત કરે છે, આથી શત્રુંજયના લેખોમાં “દંડપતિ' શબ્દનો અભાવ મર્મયુક્ત બની શકતો નથી. વિશેષમાં શત્રુંજયના સં. ૧૧૯૦ની મિતિવાળા બીજા અભિલેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય યશોભદ્રસૂરિને બ્રહ્માણગચ્છ'ના કહ્યા છે, જેમ વંથળીના બંને લેખોના આચાર્યો–પ્રદ્યુમ્નસૂરિ તથા જજિગસૂરિ–પણ બ્રહ્માણગચ્છના છે. આ વાત પણ લક્ષમાં લઈએ તો શત્રુંજયના લેખોના મહત્તમ શોભનદેવ વંથળીના લેખવાળા શોભનદેવથી અભિન્ન જણાય છે, એટલું જ નહિ, પણ શત્રુંજયના લેખોની મિતિઓ–સં. ૧૧૮૯ તથા સં. ૧૧૯–ને ધ્યાનમાં રાખતાં વંથળીના લેખની મિતિ સંપાદકોએ વાંચી છે તેમ સં. ૧૧૮૧ની હોવાને સ્થાને અહીં સૂચવ્યું છે તેમ સં ૧૧૮૯ હોવાની શક્યતાને વિશેષ ટેકો મળી રહે છે અને એ કારણસર અરિષ્ટનેમિના ભવનની સર્જન-કારિત નવનિર્માણ-મિતિ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિએ રેવંતગિરિરાસ (ઈ. સ. ૧૨૩૨ પશ્ચાતું)માં જે સં. ૧૧૮૫(ઈ. સ. ૧૧૨૯)ની હોવાનું નોંધ્યું છે તે અફર રહે છે.
(૪) (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ નેમિનાથના દક્ષિણ પ્રવેશદ્વાર (વસ્તુતયા ઉત્તર તરફની પ્રતોલી)માં સં. ૧૧૭૬ (ઈ. સ. ૧૧૨૦)નો લેખ હોવાની જે વાત કરી છે તે ભ્રાંતિમૂલક છે. આજે વર્ષોથી ગુજરાતના વિદ્વાનો એ ગલત વિધાનથી ઊંધે રસ્તે દોરવાયા છે. પ્રસ્તુત લેખ-કાંતે જે વર્ષ હતું તે બર્જેસે સં. ૧૨૭૬ જેવું વાંચેલું; જો કે એમાં જે આચાર્યનું નામ છે તે શ્રીચંદ્રસૂરિનો સમય એમની કૃતિઓ અન્વયે સં. ૧૧૬૯ } સં. ૧૧૧૩થી સં. ૧૨૨૮ ! ઈ. સ. ૧૧૭૨ના ગાળામાં આવે છે. આથી ત્રીજો અંક “ક”ને સ્થાને અસલમાં ‘0” અથવા “૧'નો હશે. (સ્વ) પં, લાલચંદ્ર ગાંધી એવું સૂચન કરે છે જ, જે ગુજરાતના
નિ, ઐ, ભા. ૨-૯
Page #4
--------------------------------------------------------------------------
________________
૬૬
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
ઇતિહાસજ્ઞોએ લક્ષમાં લીધું નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે ત્યાં “સજ્જન”ને બદલે “સંગાત મહામાત્ય” નામ આપ્યું છે. સન્ ૧૯૭૫ તથા ફરીને સન્ ૧૯૭૭માં શ્રી લક્ષ્મણભાઈ ભોજક તથા મારા દ્વારા થયેલ ગિરનારનાં મંદિરોના સર્વેક્ષણ દરમ્યાન એ લેખને તપાસતાં ત્યાં નિશ્ચયતયા “સંગાત” નામ જ કોતરાયેલું હોવાની ખાતરી થઈ છે. આમ સજન મંત્રીએ સં. ૧૧૭૬ ! ઈ. સ. ૧૧૨૦માં ત્યાં મંદિર કરાવ્યાની વાતને કોઈ જ આધાર રહેતો નથી. આથી રાસુ-કથિત મિતિ ફેરવવાને હાલ તો કોઈ જ પ્રમાણ વા કારણ ઉપસ્થિત નથી. આ વાત લક્ષમાં લેતાં શોભનદેવ સં. ૧૧૮૧માં સોરઠનો દંડનાયક હોવાની વાત ટકી શકતી નથી અને વંથળીના લેખનું વર્ષ સં. ૧૧૮૧ને બદલે સં. ૧૧૮૯નું જ હોવાની ઉપરની રજૂઆત વિશેષ મજબૂત બની રહે છે.
(૫) સોરઠની ત્રણ વર્ષની ઊપજ વાપરી નાખીને સજ્જને ગિરનાર પરનું ઉપરકથિત મંદિર બનાવ્યાની વાત સૌ પ્રથમ નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ સં૧૩૬૧ ? ઈ. સ. ૧૩૦૫)માં નોંધાયેલી છે. પછીનાં કેટલાંક પ્રબન્યો અને અનુલેખનો એ જ વાત (અત્યુક્તિ સાથે) કહે છે. સિદ્ધરાજના પિતા કર્ણદેવના નામ ઉપરથી એને કર્ણવિહાર' સરખું અભિધાન અપાયાનું પણ કુમારપાલપ્રબોધપ્રબંધમાં કહ્યું છે, પણ અશાતકર્તક કુમારપાલદેવચરિત' (આ ઈ. સ. ૧૩૦૦-૧૩૨૫) અનુસાર તો પ્રસ્તુત મંદિર સજ્જને કર્ણદેવના સમયમાં બાંધેલું અને એ પૂર્ણ થતાં પહેલાં સજ્જન દિવંગત થવાથી એના પુત્ર પરશુરામે ધ્વજારોપણવિધિ કરેલી. તપાગચ્છીય જિનમંડનગણિ પોતાના કુમારપાલપ્રબંધ (સં. ૧૪૯૨ ! ઈ. સ. ૧૪૩૬)માં પ્રસ્તુત અનુશ્રુતિને યથાતથ અનુસરે છે". આ એક નોખી સમસ્યા હોઈ એ અંગે અહીં વિશેષ વિચાર કરવો પ્રાપ્ત નથી, પણ મંદિરનું અભિધાન કર્ણવિહાર' રાખવામાં આવ્યું હશે એટલું તો ચોક્કસ, કેમ કે આ વાતની પુષ્ટિ કરતો, સિદ્ધરાજના શાસનકાલનો (મિતિ નષ્ટ) (અને ભાષાની દૃષ્ટિએ અપભ્રષ્ટ) અભિલેખ ગિરનાર પર નોંધાયો છે, જેમાં મંદિરનો સ્પષ્ટ રૂપે કરાયતન (કર્ણાયતન)' નામે ઉલ્લેખ થયો છે'.
(૬) સિદ્ધરાજની સોરઠ પરની ચડાઈ હર્ષપુરીય-ગચ્છના માલધારી હેમચંદ્રસૂરિવાળા યાત્રા-સંઘની સતામણીને કારણે થઈ હશે એમ માનવું વધુ પડતું ગણાય. ખેંગારે સંઘને લૂંટ્યો નહોતો અને રોકી રાખ્યા પછી સૂરિની સમજાવટથી ડુંગર પર યાત્રાર્થે ચડવાની પરવાનગી આપી દીધેલી. સિદ્ધરાજની ચડાઈ શુદ્ધ રાજદ્વારી હેતુથી જ, રાજયને વિસ્તારી સામ્રાજ્ય બનાવવાની મહેચ્છાથી, અને એને પ્રભાવે “સિદ્ધચક્રવર્તી' બનવાની લાલચે પ્રેરાઈ હોવાની વિશેષ સંભાવના છે.
વંથળી-પબાસણનો મૂળે સં. ૧૧૮૯નો સિદ્ધ થતો લેખ શત્રુંજયના લેખોથી શોભનદેવના વિષયમાં વિશેષ સ્પષ્ટતાનો દ્યોતક બની રહે છે. એક જૈન અનુશ્રુતિ એવી છે કે સજ્જન દંડનાયકે
Page #5
--------------------------------------------------------------------------
________________
વંથળીના બે નવપ્રાપ્ત જૈન અભિલેખ : સમીક્ષાત્મક લઘુ અધ્યયન
સૌરાષ્ટ્રમાં શ્રીમાળી વણિકોને વસાવ્યા. સજ્જન શ્રીમાળી હતો, વંથળી-લેખના દંડનાયક શોભનદેવ પણ શ્રીમાળી છે; અને સં. ૧૧૧૨-૧૩માં સોરઠના દંડનાયકરૂપે અધિકાર ચલાવનાર બાક-આગ્રદેવ પણ શ્રીમાળી હતો. આ તથ્યનો પણ કંઈક મર્મ તો હશે જ.
સિદ્ધરાજના સમયના વરિષ્ઠ રાજપુરુષો, જેમ કે સાંત્વમંત્રી, ઉદયન મંત્રી, મંત્રી આશુક તથા આલિગ, સોમ મંત્રી, અને દંડનાયક સજ્જન—જે સૌ ઉપલબ્ધ પ્રમાણો અનુસાર જૈન મનાયા છે—તેઓમાં હવે દંડનાયક શોભનદેવનો ઉમેરો થાય છે. ગુજરાતના અને સોરઠના ઇતિહાસ પર એક નાનકડું પણ પ્રકાશમાન વર્તુળ કેન્દ્રિત કરવા માટે સંપાદકો નિઃશંક ધન્યવાદના ભાગી બને છે..
ટિપ્પણો :
૧, પુષ્પકાંત ધોળકિયા તથા રામભાઈ સાવલિયા, “વંથળીની પાર્શ્વનાથ-પ્રતિમાની બેસણીના સં. ૧૧૮૧
અને સં. ૧૩૪૪ના લેખ,” સામીણ, ૧૩, ઓક્ટો. ૧૯૮૪, પૃ. ૧૨૬-૧૨૯. ૨. એજન., પૃ. ૧૨૮. ૩. જુઓ મધુસૂદન ઢાંકી તથા લક્ષ્મણ ભોજક, “શત્રુંજયગિરિના કેટલાક અપ્રકટ પ્રતિમાલેખો".
Sambodhi, Vol. VII, Nos. 1-4 (April 1978-Jan. 1979), p. 15. ૪. આચાર્ય જિનવિજય મુનિ (સં), “કુમારપાલપ્રતિબોધ-સંક્ષેપ,” કુમારપાલચરિત્રસંગ્રહ, મુંબઈ
૧૯૫૬, પૃ. ૧૨૫.
4. J. Burgess and H. Cousens, "Revised List of the Antiquarian Remains in the Bombay
Presidency", Vol. VIII, ASI (NIS), Vol.XVI, Revised ed., 1897, p. 359, Ins. Nos. 27 & 30.
F. Report on the Antiquities of Käthiāwād and Kacch, ASWI, sec. ed, Varanasi, 1971,
p. 167 તથા Burgess and Cousens, Revised List., p. 355, ins, No. 14. આ લેખ પર શ્રી લક્ષ્મણભાઈ ભોજક તથા મારા દ્વારા લખાયેલ લેખ “ગિરનારના કેટલાક પૂર્વપ્રકાશિત લેખ પર પુન:વિચાર”માં સવિસ્તર ચર્ચા થયેલી છે. (લેખ “(સ્વ) પં. બેચરદાસ સ્મૃતિગ્રંથમાં સમાવિષ્ટ છે.
જુઓ વારાણસી ૧૯૮૭, પૃ. ૧૯૩-૧૯૪, (સં. મધુસૂદન ઢાંકી, સાગરમલ જૈન.) ૭, “સિદ્ધરાજ અને જૈનો", ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા, ૧૯૬૩, પૃ૧૦૯-૧૧૪ તથા ૧૨૦. ૮. બર્જેસે Aniquitiesમાં તો “જ્ઞાન” વાંચેલું; પણ Revised Listમાં “સાત''આ બીજી વાચના જ
સાચી છે.
૯ ગુજરાતનાં પ્રાપ્ત ઐતિહાસિક સાધનોમાં તો આ સંગાત મહાપત્યનું નામ જડતું નથી. રાજસ્થાન તરફના કોઈ રજવાડાના મંત્રી હશે ?
૧૦. જિનવિજય મુનિ (સંક), સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, શાંતિનિકેતન, ૧૯૩૩, પૃ. ૬૫;
Page #6
--------------------------------------------------------------------------
________________ 68 નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ “રૈવતકોદ્ધારપ્રબંધ”. 11, જિનવિજય મુનિ (સં), પુરાતન-પ્રબંધ-સંગ્રહ, કલકત્તા 1936, પૃ. 34, “મંદ સજજનકારિતરંવત તીર્થોદ્ધારમબંધ,” પ્રત (P). 12. જિનવિજય, કુમારપાલ, પૃ. 40. 13. એજન, પૃ. 2. 14. મને આ બીજી પરંપરા એટલી પ્રતીતિજનક જણાતી નથી. સારો પ્રશ્ન વિશેષ અન્વેષણ માંગી લે છે. 15. મુનિ ચતુરવિજય (સં.), શ્રી આત્માનંદ-ગ્રંથમાલા, રત્ન 34, ભાવનગર, વિ. સં૧૯૭૧ (ઈ. સ. 1914), પૃ. 4-5. 16. વિસ્તારપૂર્વક અન્યત્ર ચર્ચા કરવા વિચાર્યું છે. 19. Revised List., p. 356, Ins. No. 17. 18. અહીં બીજા, સં. ૧૩૪૪વાળા લેખની કોઈ ચર્ચા નથી કરી. એમાં આવતા બ્રહ્માણગચ્છીયા જસ્જિગસૂરિનું નામ સંપાદકોએ ટાંકેલ સલખણપુરની જૈન ધાતુપ્રતિમાના લેખ અતિરિક્ત પ્રસ્તુત ગામથી મળી આવેલ પાષાણનાં પબાસણો પરના કેટલાક લેખોમાં પણ મળે છે જુઓ સં. જિનવિજય, પ્રાચીન જૈન નેલસંગ્રહ (દ્વિતીય ધર્મ), ભાવનગર, 1921, પૃ. 307 (લેખાંક 470, સં. 1330; લેખાંક 473, સં. 1349), પૃ. 309 (લેખાંક 480, સં. 133), પૃ. 311 (લેખાંક 490, સં. 1330) અને પૃ. 312 (લેખાંક 497, સં. 1330). એક બીજી નોંધ એ લેવાની છે તે વંથળીની જુમામસ્જિદની ચાર પૈકીની ત્રણ મોટી, કોટક પ્રકારની છતાં, ત્યાંનાં જૈન મંદિરોના રંગમંડપોમાંથી ગ્રહણ કરવામાં આવી છે. આમાંની એક શોભનદેવ-કારિત પાર્શ્વનાથના મંદિરના મંડપની હોવાનો સંભવ છે. મારા મૂળ લેખ પર સંપાદક-લેખક દ્વયે સામીપ્પના એ જ અંકમાં પૂ. પર પર જે ખુલાસો આપ્યો છે તે નીચે મુજબ છે. “ઉપર્યુક્ત વિષય પરત્વે શ્રી ઢાંકી સાહેબે ઉપર મિતિમાં સં. ૧૧૮૧ને બદલે સંત 1184 વાંચવા કહ્યું છે, પરંતુ સદર લેખમાં સં. 1181 સ્પષ્ટ વંચાય છે. એ અનુસાર તિથિ અને વારનો મેળ બેસે છે, જયારે વિ. સં. 1189 વાંચતાં તિથિ અને વારના મેળ બેસતો નથી. આથી વિ. સં. ૧૧૮૧નું વર્ષ વાંચવામાં ભૂલ થવાની કોઈ સંભાવના નથી (જુઓ આ અંકમાં આપેલો એનો એન્લાર્જ ફોટોગ્રાફ, ચિત્ર 6 ) આથી અમારા મૂળ લેખમાં પ્રતિપાદિત કરેલ મંતવ્ય યથાવત્ રહે છે.” પુષ્પકાંત ધોળકિયા રામભાઈ સાવલિયા આનો અર્થ એવો પણ થાય કે ઈસ્વી ૧૧૨૫માં મંદિર થઈ ગયા બાદ સજ્જન મંત્રીને ખસેડી તેમને સ્થાને શોભનની નિયુક્તિ થઈ હોવી જોઈએ, અને એ પદ પર તે ઓછામાં ઓછું સં. 1190 સુધી રહ્યો હોવો જોઈએ, બીજી બાજુ સજ્જન મંત્રીની પણ ઓછામાં ઓછું સં. 1171 ઈસ્વી 1115 પછીના કોઈ વર્ષમાં નિયુક્તિ થઈ ગઈ હોવી જોઈએ, અને શોભનદેવ એકાદ દશકા સુધી એ પદ પર એકાદ દાયકા સુધી રહ્યો હશે તેમ શત્રુંજયના અભિલેખો પરથી માનવું ઘટે.