Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાથિ લેખસંગ્રહ
[ ૧૭
વાદ-પ્રતિવાદના ભેદ–ગભેદ
વાદ, એ વાદી અને પ્રતિવાદી એ બનેથી સંબંધ રાખે છે. વાદી અને પ્રતિવાદી એ બન્નેની વચનપ્રવૃત્તિ પરપક્ષનિરાસ અને સ્વપક્ષસિદ્ધિ માટે હોય છે. આ ઉદ્દેશથી થતી વચનપ્રવૃત્તિને “વાદકહેવામાં આવે છે. વાદનો પ્રારંભ બે પ્રકારની ઈચ્છાથી ઉદ્ભવે છે. એક વિજયલકમીની ઈચ્છાથી અને બીજી તત્ત્વનિશ્ચયની ઈચ્છાથી. આ ઉપરથી વાદીઓમાં કેટલાક વિજયલક્ષ્મીની ઇચ્છાવાળા અને કેટલાક તત્વનિશ્ચયની સ્પૃહાવાળા હોય છે. અને એથી “જિગીષ” તથા “તત્વનીણિનીષ” એમ વાદી–પ્રતિવાદીના બે ભેદ પડે છે. તત્ત્વનિર્ણિનીષ પણ બે વિભાગોમાં વિભક્ત થાય છે. એક સ્વાત્મતત્વનિણિનીષ (સ્વ આત્મામાં તત્ત્વનિર્ણય કરવા ઈચ્છનાર) અને બીજા પરત્વતત્ત્વનિણિનીષ (પ્રતિપક્ષીને તત્ત્વનિર્ણય કરી આપવા ઈચ્છનાર). વળી પરત્વતત્વનિણિનીષ પણ બે ભેદેમાં વહેંચી શકાય છે. એક તે ક્ષાપશમિક જ્ઞાનવાનું અર્થાત્ અસર્વજ્ઞ અને બીજા સર્વજ્ઞ. આ પ્રમાણે ગણત્રી કરતાં વાદી–પ્રતિવાદીના ચાર ભેદ થાય છે. તે આ રીતે–
૧-જિગીષ, ર–સ્વાત્મામાં તસ્વનિર્ણચ્છ, ૩-પરત્વતત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાની, અને ૪–પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ.
આ ચાર પ્રકારના વાદી તથા પ્રતિવાદી થયા હવે એક એક વાદી સાથે એક એક પ્રતિવાદીને વાદ માનતા વાદના સેળભેદ પડે છે. તે આ રીતે–
Page #2
--------------------------------------------------------------------------
________________
-
૧૮ ]
શ્રી જી. એ. જન ગ્રન્થમાલા પ્રથમ જિગીષ સાથે સંબંધ રાખતા ચાર ભેદ, જિગીષ સાથે જિગીષ-૧, સ્વાત્મામાં તનિષ્ણુ સાથે જિગીષ-૨, પરત્વતત્વનિષ્ણુ ક્ષાપશમિક જ્ઞાની સાથે જિગીષ–૩, અને પરત્વતત્ત્વનિર્ણયપ્રવૃત્તસર્વજ્ઞ સાથેજિગીષ-૪.
બીજા સ્વાત્મતત્વનિષ્ણુની સાથે સંબંધ રાખતા ચાર ભેદે. સ્વાત્મામાં તત્ત્વનિષ્ણુ સાથે જિગીષ-૧, સ્વાત્મામાં તત્વનિષ્ણુ સાથે સ્વાત્મામાં તત્ત્વનિર્ણચ્છ૨, પરત્વતત્વનિર્ણચ્છ ક્ષાપશમિક જ્ઞાની સાથે સ્વાત્મામાં તત્વનિષ્ણુ-અને પરત્વતત્ત્વનિર્ણયપ્રવૃત્ત કેવળજ્ઞાની સાથે સ્વાત્મામાં તત્ત્વનિર્ણચ્છ-૪.
ત્રીજા પરત્વતત્વનિર્ણચ્છ લાપશમિક જ્ઞાની સાથે સંબંધ રાખતા ચાર ભેદે.
પરત્વતત્વનિર્ણચ્છ ક્ષાપશમિક જ્ઞાની સાથે જિગીષ. ૧, સ્વાત્મામાં તત્વનિષ્ણુ સાથે પરત્વતત્ત્વનિષ્ણુ ક્ષાપશમિક જ્ઞાની-૨, પરત્વતત્ત્વનિષ્ણુ ક્ષાયોપથમિક જ્ઞાની સાથે પરત્વતત્વનિર્ણચેરછુ ક્ષાપશમિક જ્ઞાની-૩, અને પરસ્વતવનિર્ણયપ્રવૃત્ત કેવળજ્ઞાની સાથે પરત્વતત્વનિચેમ્બુ ક્ષાપશમિક જ્ઞાની-૪.
ચોથા પરત્વતત્ત્વનિર્ણયપ્રવૃત્ત કેવળજ્ઞાન સાથે સંબંધ રાખતા ચારે ભેદે. પરત્વતત્વનિર્ણય પ્રવૃત્ત કેવળજ્ઞાની સાથે જિગીષ-૧, વાત્મામાં તત્ત્વનિષ્ણુ સાથે પરત્વતત્ત્વનિર્ણય પ્રવૃત્ત કેવળજ્ઞાની-૨, પરત્વતત્ત્વનિર્ણચ્છ ક્ષાપશમિક જ્ઞાની સાથે પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત કેવળજ્ઞાની-૩, અને પરત્વતત્ત્વનિર્ણયપ્રવૃત કેવળજ્ઞાની સાથે પરત્વતત્ત્વનિર્ણયપ્રવૃત્ત કેવળજ્ઞાની-૪.
Page #3
--------------------------------------------------------------------------
________________
પારઆર્થિક લેખસંગ્રહ
| [ ૧૯ આ પ્રમાણે ચાર ચાર ભેદના ચાર વર્ગ પડતાં વાદના સેળ ભેદ થવા છતાં પણ પ્રથમ ચતુષ્ક વર્ગમાં બીજે ભેદ, દ્વિતીય ચતુષ્ક વર્ગમાં પ્રથમ તથા દ્વિતીય એમ બે ભેદે અને ચતુર્થ ચતુષ્ક વર્ગમાં ચોથો ભેદ. એમ કુલ ચાર ભેદે કાઢી નાંખવા જોઈએ; કેમકે-જિગીષ સાથે સ્વાત્મામાં તત્ત્વનિર્ણરછુને વાદ હોઈ શક્તા નથી. કારણ એ છે કે સ્વાત્મામા તત્વનિશ્ચય ચાહવાવાળે ખુદ જ તત્ત્વજ્ઞાનની તૃષાથી જ્યારે વ્યાકુળ છે, તે પછી તે વિજયલક્ષમીની આકાંક્ષા રાખનાર સાથે વાદભૂમિને સંબંધ ધરાવવા શી રીતે ચોગ્ય કહી શકાય ? અર્થાત્, ન કહી શકાય. એ માટે પ્રથમ ચતુષ્ક વર્ગને બીજો ભેદ વાદભૂમિથી બહાર છે અને એ જ કારણથી દ્વિતીય ચતુષ્ક વર્ગને પ્રથમ ભેદ પણ નિરસ્ત થઈ જાય છે. હવે જ્યાં બને વ્યક્તિઓ સ્વાત્મામાં તત્વનિર્ણરછુ હોય ત્યાં તે બન્ને પરસ્પર વાત કરવાને અધિકારી નથી એ સુસ્પષ્ટ છે. એથી દ્વિતીય ચતુષ્ક વર્ગને બીજો ભેદ નીકળી જાય છે. અને કેવળજ્ઞાનીઓને વાદ અસંભવ જ હવાથી ચતુર્થ ચતુષ્ક વર્ગને ચેાથો ભેદ પણ ઊડી જાય છે. આમ ચાર ભેદો નીકળી જતાં વાદભૂમિકાના બાર પ્રકારે ઘટે છે. તે આ રીત
જિગીષ સ્વાત્મામાં તત્ત્વનિર્ણયેષુ સાથે વાદ-પ્રતિવાદ કરી શકે નહિ. એ સિવાય ત્રણેની સાથે ૧-જિગીષ, ૨પરત્વતત્ત્વનિષ્ણુ ક્ષાપશમિક જ્ઞાની અને ૩–પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ વાદ-પ્રતિવાદી કરી શકે છે.
સ્વાત્મામાં તત્ત્વનિચ્છ જિગીષ સાથે તેમજ સ્વાત્મામાં તવનિર્ણચ્છ સ્વાત્મામાં તત્વનિચેમ્બુ સાથે
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વાદ-પ્રતિવાદ કરવાને લાયક નથી. તે સિવાય પરત્વતત્ત્વનિષ્ણુ અસર્વજ્ઞ અથવા સર્વજ્ઞ સાથે વાદ-પ્રતિવાદ કરવાને રોગ્ય છે.
પરત્વતત્વનિષ્ણુ અસર્વજ્ઞ જિગીષ વિગેરે ચારેની સાથે વાદ-પ્રતિવાદ કરવાને ચગ્ય છે.
પરત્વતત્ત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે જિગીષ-૧સ્વાત્મામાં તત્વનિષ્ણુ સાથે પરત્વતત્વનિર્ણય સર્વજ્ઞ-૨, અને પરત્વતત્ત્વનિર્ણચેરછુ અસર્વજ્ઞ સાથે પરત્વતત્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ-૩. એ ત્રણ વાદ-પ્રતિવાદના પ્રસંગમાં ઉતરી શકે છે, પણ પરત્વતવનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે પરત્વતત્ત્વનિપ્રવૃત્ત સર્વજ્ઞ ઉતરી શકે નહિ.
આ પ્રમાણે જિગીષ સાથે સંબંધ રાખતા ત્રણ ભેદે, સ્વાત્મામાં તત્ત્વનિષ્ણુની સાથે સંબંધ રાખતા બે ભેદ, પરત્વતત્વનિર્ણચ્છ અસર્વજ્ઞ સાથે સંબંધ રાખતા ચાર ભેદે અને પરસ્વતવનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ સાથે સંબંધ રાખતા ત્રણ ભેદ-એમ બધા મળી બાર ભેદે વાદભૂમિકામાં ઘટે છે.
જે વાદમાં વાદી યા પ્રતિવાદી તરીકે જિગીષ હોય, તે વાદ મધ્યસ્થ સભાસદે અને સભાપતિના સમક્ષમાં હવે જોઈએ, જેથી ઉપદ્રવને પ્રસંગ ન ઉદ્ભવે. એથી જ જિગીષના વાદને ચતુરંગ (વાદી, પ્રતિવાદી, સભ્ય, સભાપતિ એ ચારે અંગેથી યુક્ત) બતાવવામાં આવ્યું છે.
જ્યાં વાદી અને પ્રતિવાદી બને તત્ત્વનિણિનીષ (સ્વાત્મામાં તત્ત્વનિર્ણય ઈચ્છનાર અથવા બીજાને નિર્ણતતત્ત્વ બનાવવા
Page #5
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૧ ચાહનાર) મળ્યા હોય ત્યાં સભ્ય, સભાપતિની આવશ્યકતા હોતી નથી, કેમકે-જ્યાં ખૂદ વાદી–પ્રતિવાદી પોતે જ તત્ત્વનિર્ણય કરવા યા કરાવવાના ઉમેદવાર છે ત્યાં કેઈ ઉપદ્રઅને સંભવ હોય જ શાને કે જેથી સભ્ય-સભાપતિની જરૂર હોઈ શકે? એટલું છે કે અગર પરત્વતત્ત્વનિર્ણિનીષ લાયોપથમિક જ્ઞાની સામા પ્રતિવાદીના હૃદયમાં યથાર્થ રીતે તત્વનિર્ણય ઉપર શ્રદ્ધા ન બેસાડી શકે, તે તેવા વાદ અવસરે મધ્યસ્થ સભાસદની હાજરી હોવી જરૂરની છે. જે વાદભૂમિમાં જિગીષ ન હોય અને સર્વજ્ઞ વાદી યા પ્રતિવાદી હોય, તે તે સ્થળે સભ્ય સભાપતિની જરૂર પડતી નથી. અહીં એક પ્રશ્ન ઊભું થાય છે કે-કઈ એ જિગીષ અથવા પરત્વતત્વનિણિનીષ મનુષ્ય હેય ખરે, કે જે સર્વજ્ઞને પણ યુક્તિ-પ્રપંચેથી જીતવાની અથવા તેમને તત્વજ્ઞ બનાવવાની ઈચ્છા રાખી તેમની સાથે વાદમાં ઉતરે? પરંતુ સમજવું જોઈએ કે મેહની દારુણતા સીમા વગરની છે. વિચિત્ર પ્રકૃતિના માણસથી સંસાર ભલે છે, તે પછી ઉપર કહ્યો છે કે માણસ નીકળે એમાં અસંભવ જેવું નથી. સુપ્રસિદ્ધ વાત છે કે ભગવાન શ્રી મહાવીરસ્વાઅને જીતવા માટે ઈન્દ્રભૂતિ–ૌતમ કેવા અહંકારપૂર્ણ આડંબરથી તેમની પાસે આવ્યા હતા? (પછીથી જે કે પ્રભુની મુદ્રા અને તેમના મધુર વચનેથી પ્રશાન્ત થયા. અસ્તુ.)
વાદ-કથા માટે સભાસદે એવા હેવા જોઈએ કે જેઓ વાદી-પ્રતિવાદીના સિદ્ધાન્તને સમજવામાં બહુ કુશળ હોય, તે સિદ્ધાન્તને ધારણ કરવામાં બહુ નિપુણ હોય
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા એવા બહુશ્રુત તથા પ્રતિભા, ક્ષમા અને માધ્યસ્થભાવવાળા હોય. આવા સભ્યો વાદી-પ્રતિવાદી બન્નેની સંમતિપૂર્વક મુકરર કરવામાં આવેલા હોવા જોઈએ.
સભાસદનું કર્તવ્ય એ છે કે-વાદસ્થાન સ્થિર કરવું અને જે વિષય ઉપર વાદકથા ચલાવવાની હોય તેને પ્રસ્તાવ તથા પૂર્વપક્ષ–ઉત્તરપક્ષને નિયમ કર, તેમજ વાદી–પ્રતિવાદીની પરસ્પર સાધક-બાધક યુક્તિઓના ગુણદૂષણનું અવધારણ કરવું. વળી સમય ઉપર ઉચિત રીતે યથાર્થ તત્વને જાહેર કરી કથા બંધ કરાવવી. એ પ્રમાણે ફલની ઉદ્ઘેષણ કરવી અર્થાત્ વાદી-પ્રતિવાદીના જય અને પરાજ્ય હોય તે વિષેનું પ્રગટીકરણ કરવું.
વાદને માટે સભાપતિ એ હવે જોઈએ કે જે પ્રજ્ઞાવાન, આણેશ્વર અને મધ્યસ્થષ્ટિ હોય. પ્રજ્ઞા વગરને સભાપતિ વાદભૂમિની અંદર કેઈ પ્રસંગ પર તાત્ત્વિક વિષય પર બોલવાનું આવી પડે તે શું બોલી શકશે? એ માટે સભાપતિમાં પ્રથમ ગુણ પ્રજ્ઞા આપેક્ષિત છે. આશ્વરત્વ ગુણ પણ સભાપતિમાં અતિ આવશ્યકતા ધરાવે છે, નહિ તે કદાચિત્ કલહ-ફિસાદ ઊભું થતાં વાદકથાનું પરિણામ શું આવે? એ જ પ્રમાણે મધ્યસ્થ દષ્ટિ રાખવાને પણ સ્વભાવ સભાપતિને માટે અતિ જરૂર છે.
સભાપતિનું કર્તવ્ય વાદી, પ્રતિવાદી અને સભાસદથી પ્રતિપાદિત થયેલા પદાર્થોનું અવધારણ કરવું, વાદમાં કઈ ઝઘડે ઊભે કરે તે તેને અટકાવ અને વાદ પહેલાં વાદી-પ્રતિવાદીમાં જે પ્રતિજ્ઞા થઈ હેય અર્થાત્ જે હારે તે
Page #7
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૩ વિજેતાને શિષ્ય થાય, એવી યા બીજા પ્રકારની જે પ્રતિજ્ઞા થઈ હોય તેને પૂર્ણ કરાવવી તથા પારિતોષિક આપવું એ છે.
અન્ય વિદ્વાને વાદ, જલ્પ અને વિતંડા એમ કથાના ત્રણ વિભાગે માને છે. છેલ વિગેરેને પ્રયોગ જેમાં થાય તે કથાને “જપે કહેવામાં આવી છે. સ્વપક્ષસ્થાપન તરફ પ્રવૃત્તિ નહિ કરતાં પરપક્ષને પ્રતિક્ષેપ કરવા તરફ વાગાડંબર ઉઠાવો એને “વિતંડા” કહેવામાં આવી છે. આ વિતંડા વસ્તુસ્થિતિએ કથા હવાને ચગ્ય નથી. જલ્પ કથાને વાદમાં સમાવેશ થઈ શકે છે. જિગીષના છ વારિત્વ યા પ્રતિવાદીત્વમાં જે કથા ચાલે છે તેને વાદકથા પણ કહી શકાય છે.
વાદકથામાં છલપ્રયોગ ન થાય એ ખરી વાત છે, પણ કદાચિત અપવાદ દશામાં છલપ્રયોગ કરવામાં આવે તો એથી તે વાદકથા મટી શકતી નથી. “જલ્પને વાદકથાનો જ એક વિશેષ ભાગ માનીએ તે એ છેટું નથી.
પ્રકારાન્તરથી વાદના ત્રણ ભેદ પડે છે. શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ. બકવાદી અધર્માત્માની સાથે જે વાદ કરે તે “શુષ્કવાદ છે. ફક્ત વિજયલક્ષ્મીને ચાહનાર એવા વાવદૂક સાથે જે છલ-જાતિપ્રધાન વાદ કરો તે “વિવાદ છે. મધ્યસ્થ, ગંભીર અને બુદ્ધિમાન એવા શાણુ મનુષ્યની સાથે શાસ્ત્રમર્યાદાપૂર્વક જે વાદ કરે તે ધર્મવાદ છે. આ ત્રણ વાદમાં છેલ્લો જ વાદ કલ્યાણ કારી છે. પહેલે વાદ તે વસ્તુતઃ બકવાદ છે. બીજે વાદ પણ જોખમભરેલો અથવા ફલરહિત છે. દેશ, સમય, સભા
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૪ ૩
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
વિગેરે સંચાગા જોઈ તદનુસાર વિવેકપૂર્વક વાદ કરવા. વિજયલક્ષ્મીને ચાહનારની સાથે વાદ કરવા અસ્થાને નથી, પણ સમય, પ્રસંગ ઓળખી લેવા જોઈ એ. સામગ્રી અનુકૂળ રહે તેવાની સાથે જો ઉચિત રીતે વાદ કરવામાં આવ્યેા હાય તેા શાસનની પ્રભાવના થાય છે અને મહત્ પુણ્ય મેળવાય છે, પરંતુ તિર દર્શનીયાદિ મકવાદી, વાક્પટુ ધ દ્વેષીની સાથે તેા ભૂલેચૂકે પણ વાદના પ્રસંગમાં ન ઉતરવું.
ભ॰ શ્રી. હરિભદ્રસૂરિજી સ્વરચિત યાગબિન્દુ ગ્રન્થરત્નમાં પ્રતિપાદિત કરે છે કે-તજનિત વાદ ગ્રંથ છે, તત્ત્વસિદ્ધિ મેળવવાનું સાધન તે ચેાગ જ છે.
'
" एवं च तत्त्वसंसिद्वेर्योग एव निबन्धनम् । अतो यद् निश्चितैवेयं नान्यतस्त्वीदृशी कचित् ॥ अतोऽत्रैव महान् यत्नस्ततच्चप्रसिद्धये । प्रेक्षावता सदा कार्यों वादग्रन्थस्त्वकारणम् ॥ "
અર્થાત્—એ પ્રકારે તત્ત્તસિદ્ધિ મેળવવાનું સાધન ‘ચેાગ’ જ છે. ચેાગથી જેવી રીતે તત્ત્વસિદ્ધિ નિશ્ચત થાય છે તેવી રીતે ખીજાથી થતી નથી. એ માટે એમાં જ (ચેાગમાં જ) તે તે તત્ત્વાના યથાર્થ સ્ફુટ પ્રતિભાસ કરવા માટે પ્રેક્ષાવાને પ્રયત્ન કરવા જોઈ એ. એને માટે વાદના ગ્રન્થા કારણ નથી.
વિદ્વાનાની સભામાં અનેક પ્રકારના વાદ–પ્રતિવાદ થતાં જોવામાં આવે છે, પરંતુ એથી તત્ત્વના અન્ય પ્રાપ્ત થતા નથી. એ વિષે ઘાંચીના બળદનું ઉદાહરણ આપી ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી ભગવાન્ આગળ કથન કરે છે કે—
Page #9
--------------------------------------------------------------------------
________________ કારમાર્થિક લેખસંગ્રહ [ 25 " वादांश्च प्रतिवादांश्च, वदनोऽनिश्चितांस्तथा / तत्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ // " ભાવાર્થ-ઘાંચીના બળદની આંખે પાટા બાંધેલા હોય છે. તે સવારથી ફરવા માંડે છે અને ફરતાં ફરતાં સાંજ પૂરી કરે છે. એટલા લાંબા વખત સુધી ભ્રમણ કરવા છતાં તે બળદ ત્યાં ને ત્યાં જ સ્થિત રહેલ હોય છે. આ પ્રમાણે વિકલ્પ જાળથી ભરેલા વાદ-પ્રતિવાદ કરવા છતાં પણ તેનું ફળ વિકલ્પજાળમાં જ સમાપ્ત થાય છે. હૃદયંગમ તવપ્રકાશ મળી શકતો નથી અર્થાત્ તવપ્રકાશ-તત્ત્વસિદ્ધિ તે ઉપર કથિત “ગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. કહેવાનો હેતુ એ છે કે-શાસનની પ્રભાવના માટે, શ્રદ્ધામાં સ્થિર થવા તથા અન્યને કરવા માટે “ધર્મવાદ? યુક્ત છે, સિવાય બીજા વાદે કુતર્ક જનિત-અપ્રશસ્ત હાઈ વ્યર્થ છે. (અધ્યાત્મ તત્ત્વાલકનું અવતરણ વધારા સાથે.) ગૃહસ્થને પ્રથમ સાધ્ય કરવા યોગ્ય ગૃહવાસને જેને ઉદય વર્તે છે, તે જે કાંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તે તેના મૂળ હેતુભૂત એવા અમુક સર્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર' તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણ પ્રાપ્ત થવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે અને એ નિયમને સિદ્ધ જ કરવામાં આવે, તે કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે અથવા જ્ઞાનીને માર્ગ આત્મપરિણામી થાય છે.