Book Title: Vachanamrut 0918
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/331044/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 918 તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું વવાણિયા, વૈશાખ, 1956 તમે કેટલાંક પ્રશ્નો લખ્યાં તે પ્રશ્નોનું સમાધાન સમાગમમાં સમજવું વિશેષ ઉપકારરૂપ જાણું છું. તોપણ કિંચિત સમાધાન અર્થે યથામતિ સંક્ષેપમાં તેના ઉત્તર અત્ર લખું છું. સપુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યકત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષુ જીવ સપુરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાનો લાભ શ્રી સપુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવતી નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. પુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. બીજા પ્રશ્નોના ઉત્તર : પ્ર0- જિનઆજ્ઞાઆરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે ? ઉ૦- તથારૂપ પ્રત્યક્ષ સદગુરૂને યોગે અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય, અને યથાર્થ આરાધાય તો મોક્ષ થાય એમાં સંદેહ નથી. પ્ર0- જ્ઞાનપ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાનપ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે. ઉ0- તે યથાર્થ છે. જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન અજ્ઞાન’ કહેવા યોગ્ય છે અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. પ્ર0- એકાંત જ્ઞાન માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ0- તે યથાર્થ છે. પ્ર0- એકાંત ક્રિયા માને તેને મિથ્યાત્વી કહ્યા છે. ઉ૦- તે યથાર્થ છે. પ્ર0- ચાર કારણ મોક્ષ જવાને કહ્યાં છે. તે ચારમાંથી એકે કારણ તોડીને મોક્ષે જાય કે ચાર કારણ સંયુક્તથી ? ઉ0- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કહ્યાં છે, તે એક બીજાં અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. પ્ર0- સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે ? ઉ0- યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે. પ્ર0- પુગલસે રાતો રહે છે, - ઇ0. ઉ0- પુગલમાં રક્તમાનપણું તે મિથ્યાત્વભાવ છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્ર0- અંતરાત્મા પરમાત્માને ધ્યાવે’ - ઇ0. ઉ0- અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય. પ્ર0- અને હાલ ધ્યાન શું વર્તે છે ? ઇ0 ઉ0- સગુરૂનાં વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે. પ્રી- મિથ્યાત્વ(?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ કહે છે કે કેમ ? અર્થાત સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુગલભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ ? ઉ૦- જ્ઞાનીના માર્ગની દ્રષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દ્રષ્ટિનું વચન નથી, વાયાજ્ઞાનીનું વચન છે. પ્ર0- જૈન પગલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ ? ઉ0- તે યથાર્થ કહે છે. પ્ર0- સ્વભાવદશા શો ગુણ આપે ? ઉ0- તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. પ્રી- વિભાવદશા શું ફળ આપે ? ઉ0- જન્મ, જરા, મરણાદિ સંસાર. પ્ર0- વીતરાગની આજ્ઞાથી પોરસીની સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય ? ઉ૦- તથારૂપ હોય તો યાવતુ મોક્ષ થાય. પ્ર0- વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શો ગુણ થાય ? ઉ0- તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય. આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિકભાવ છોડી દઈ, વાચા જ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલો શીખી લઈને સદવ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. - ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' Page #3 -------------------------------------------------------------------------- ________________ એકાંત ક્રિયાજડત્વમાં અથવા એકાંત શુષ્કજ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય.