________________ પ્ર0- અંતરાત્મા પરમાત્માને ધ્યાવે’ - ઇ0. ઉ0- અંતરાત્મપણે પરમાત્મસ્વરૂપ ધ્યાવે તો પરમાત્મા થાય. પ્ર0- અને હાલ ધ્યાન શું વર્તે છે ? ઇ0 ઉ0- સગુરૂનાં વચનને વારંવાર વિચારી, અનુપ્રેક્ષીને પરભાવથી આત્માને અસંગ કરવો તે. પ્રી- મિથ્યાત્વ(?) અધ્યાત્મની પ્રરૂપણા વગેરે તમે લખીને પૂછ્યું કે તે યથાર્થ કહે છે કે કેમ ? અર્થાત સમકિતી નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને, પુગલભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ ? ઉ૦- જ્ઞાનીના માર્ગની દ્રષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દ્રષ્ટિનું વચન નથી, વાયાજ્ઞાનીનું વચન છે. પ્ર0- જૈન પગલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે તે કેમ ? ઉ0- તે યથાર્થ કહે છે. પ્ર0- સ્વભાવદશા શો ગુણ આપે ? ઉ0- તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. પ્રી- વિભાવદશા શું ફળ આપે ? ઉ0- જન્મ, જરા, મરણાદિ સંસાર. પ્ર0- વીતરાગની આજ્ઞાથી પોરસીની સ્વાધ્યાય કરે તો શો ગુણ થાય ? ઉ૦- તથારૂપ હોય તો યાવતુ મોક્ષ થાય. પ્ર0- વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન કરે તો શો ગુણ થાય ? ઉ0- તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય. આ પ્રમાણે તમારા પ્રશ્નોના સંક્ષેપમાં ઉત્તર લખું છું. લૌકિકભાવ છોડી દઈ, વાચા જ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિનિષેધ તજી દઈ જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માર્થે પ્રવર્તે તેનું અવશ્ય કલ્યાણ થાય. નિજકલ્પનાએ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલો શીખી લઈને સદવ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી; અથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. - ‘આત્મસિદ્ધિશાસ્ત્ર'