Book Title: Vachanamrut 0717
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330839/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 717 આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, શ્રી આણંદ, આસો સુદ 3, શુક્ર, 1952 આત્માર્થી ભાઈ શ્રી મોહનલાલ' પ્રત્યે, ડરબન તમારો લખેલો કાગળ મળ્યો હતો. આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્થિતિ કરવાથી તમારી કેટલીક સદવૃત્તિઓ વિશેષતા પામી છે, એમ પ્રતીતિ થાય છે, પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઇચ્છા તેમાં હેતુભૂત છે. રાજકોટ કરતાં નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, એમ માનવામાં હાનિ નથી, કેમકે તમારી સરળતા સાચવવામાં અંગત વિપ્નનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં; પણ જેની સદવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય અથવા નિર્બળ હોય, અને તેને ઇંગ્લંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય, તો અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સદવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે; પણ કોઈ સારા આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે. તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી; પણ સત્સંગાદિ યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે. અત્રેથી ‘આર્ય આચારવિચાર' સાચવવા સંબંધી લખ્યું હતું તે આવા ભાવાર્થમાં લખ્યું હતું - ‘આર્ય આચાર’ એટલે મુખ્ય કરીને દયા, સત્ય, ક્ષમાદિ ગુણોનું આચરવું તે; અને ‘આર્ય વિચાર’ એટલે મુખ્ય કરીને આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, વર્તમાનકાળ સુધીમાં તે સ્વરૂપનું અજ્ઞાન, તથા તે અજ્ઞાન અને અભાનનાં કારણો, તે કારણોની નિવૃત્તિ, અને તેમ થઈ અવ્યાબાધ આનંદસ્વરૂપ અભાન એવા નિજપદને વિષે સ્વાભાવિક સ્થિતિ થવી તે. એમ સંક્ષેપે મુખ્ય અર્થથી તે શબ્દો લખ્યા છે. વર્ણાશ્રમાદિ, વર્ણાશ્રમાદિપૂર્વક આચાર તે સદાચારના અંગભૂત જેવા છે. વર્ણાશ્રમાદિપૂર્વક વિશેષ પારમાર્થિક હેતુ વિના તો વર્તવું યોગ્ય છે, એમ વિચારસિદ્ધ છે, જોકે વર્ણાશ્રમધર્મ વર્તમાનમાં બહુ નિર્બળ સ્થિતિને પામ્યો છે, તો પણ આપણે તો જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્યાગદશા ન પામીએ, અને જ્યાં સુધી ગૃહાશ્રમમાં વાસ હોય ત્યાં સુધી તો વાણિયારૂપ વર્ણધર્મને અનુસરવો તે યોગ્ય છે, કેમકે અભક્ષ્યાદિ ગ્રહણનો તેનો વ્યવહાર નથી. ત્યારે એમ આશંકા થવા યોગ્ય છે કે “લુહાણા પણ તે રીતે વર્તે છે, તો તેના અન્નાહારાદિ ગ્રહણ કરતાં શું હાનિ ?' તો તેના ઉત્તરમાં એટલું જણાવવું યોગ્ય થઈ શકે કે વગર કારણે તેવી રીતિ પણ બદલાવવી ઘટતી નથી, કેમકે તેથી પછી બીજા સમાગમવાસી કે પ્રસંગાદિ આપણી રીતિ જોનાર ગમે તે વર્ણનું ખાતાં બાધ નથી એવા ઉપદેશના નિમિત્તને પામે. લુહાણાને ત્યાં અન્નાહાર લેવાથી વર્ણધર્મ હાનિ પામતો નથી; 1 મહાત્મા ગાંધીજીયા Page #2 -------------------------------------------------------------------------- ________________ પણ મુસલમાનને ત્યાં અન્નાહાર લેતાં તો વર્ણધર્મની હાનિનો વિશેષ સંભવ છે, અને વર્ણધર્મ લોપવારૂપ દોષ કરવા જેવું થાય છે. આપણે કંઈ લોકના ઉપકારાદિ હેતુથી તેમ વર્તવું થતું હોય, અને રસલુબ્ધતા બુદ્ધિથી તેમ વર્તવું ન થતું હોય, તોપણ બીજા તેનું અનુકરણ તે હેતુને સમજ્યા વિના ઘણું કરીને કરે, અને અંતે અભસ્યાદિ ગ્રહણ કરવામાં પ્રવૃત્તિ કરે એવાં નિમિત્તનો હેતુ આપણે તે આચરણ છે. માટે તેમ નહીં વર્તવું તે. એટલે મુસલમાનાદિના અન્નાહારાદિનું ગ્રહણ નહીં કરવું તે, ઉત્તમ છે. તમારી વૃત્તિની કેટલીક પ્રતીતિ આવે છે, પણ તેથી ઊતરતી વૃત્તિ હોય તો તે જ પોતે અભક્ષ્યાદિ આહારના યોગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ, નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે તેમ જ અભક્ષ્ય પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિનાં નહીં અનુમોદનને અર્થે, અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. જ્ઞાનદ્રષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભક્ષ્યાભસ્યભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવા હોય છે કે તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. નાતાલના લોકોના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જો બીજા કોઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તો માત્ર તે હેત ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સવૃત્તિની કંઈક પ્રતીતિ છે એટલે આ વિષે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચાર આરાધન થાય તેમ પ્રવર્તવું યોગ્ય છે. બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિના કોઈ તેવાં નિમંત્રણોમાં અન્નાહારાદિને બદલે નહીં રાંધેલો એવો ફળાહાર આદિ લેતાં તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય, તો તેમ અનુસરો તો સારું છે. એ જ વિનંતિ. Page #3 -------------------------------------------------------------------------- _