Book Title: Vachanamrut 0679 6
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330801/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 679 જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે મુંબઈ, ચૈત્ર સુદ 11, શુક્ર, 1952 સદ્ગુરૂચરણાય નમઃ આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. ફાગણ વદ 6 ના કાગળમાં લખેલાં પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો. 1. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને ‘નિરાવરણ જ્ઞાન” કહેવા યોગ્ય છે. 2. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પાયે ભાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ કે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી. અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે ? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચનો સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે, કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે Page #2 -------------------------------------------------------------------------- ________________ આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે આશય, વાણી પરથી ‘વર્તમાન જ્ઞાની પુરુષ'ને સ્વાભાવિક દ્રષ્ટિગત થાય છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષગત થાય છે. અત્રે જે ‘વર્તમાન જ્ઞાની’ શબ્દ લખ્યો છે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત, પ્રગટ બોધબીજસહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. 3. જિનાગમમાં મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી. અવધિ, મન:પર્યવાદિ જ્ઞાન વર્તમાનકાળમાં વ્યવચ્છેદ જેવાં લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઊપજે છે. વર્તમાનકાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમકે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમોહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળસહિત વર્તતું જોવામાં આવે છે. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈક જીવને વિષે વર્તવા યોગ્ય છે, તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ, વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી; આત્મસ્વરૂપ વિચારતાં તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મનઃપર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞ જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતાં તે સંદેહનો અવકાશ નથી. 4. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘સમય’ છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘પરમાણુ' છે, અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ ‘પ્રદેશ છે. એ ત્રણે એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેનાં સ્વરૂપને ગ્રહણ કરી શકે, સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે, તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં, જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. તે ઉપયોગનું એકસમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે, તેમ જ અસંખ્યાત સમયવર્તીપણું ભજે છે, તે કષાયાદિને અભાવે એકસમયવર્તીપણું થાય છે; અર્થાત્ કષાયાદિના યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય નહોતું તે કષાયાદિને અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે; માટે એક સમયનું, એક પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને “કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કષાયરહિતપણું જોઈએ, અને જ્યાં અત્યંત કષાયનો Page #3 -------------------------------------------------------------------------- ________________ અભાવ હોય ત્યાં ‘કેવળજ્ઞાન હોય છે, માટે એ પ્રકારે કહ્યું કે: એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને “કેવળજ્ઞાન’ પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થ અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ ‘વિચારયોગ’ કહ્યો છે એમ સમજવા યોગ્ય છે. 5. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, અને તેમનામાં જે જે અંગે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે; એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઇચ્છા નથી થતી. 6. ‘કેવળજ્ઞાન’ના સ્વરૂપનો વિચાર દુર્ગય છે, અને શ્રી ડુંગર કેવળ-કોટીથી તેનો નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમ તેમને ભાસે છે, માટે કહે છે. માત્ર ‘કેવળ-કોટી’ છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્ય, એટલે તે સંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. “કેવળજ્ઞાન'નો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે; વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ “કેવળજ્ઞાન’ છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન’ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચસેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવર્તીને કેવળજ્ઞાન કહ્યું છે, તે ‘કેવળજ્ઞાન’ને ‘કેવળ-કોટી’ કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ ‘કેવળજ્ઞાન'ની જે વ્યાખ્યા કરે છે તે ‘કેવળજ્ઞાન’ની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે, કેમકે માત્ર ‘જગતજ્ઞાન’ તે કેવળજ્ઞાન’નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતાં ઘણા પ્રકારના વિરોધ દ્રષ્ટિગોચર થાય છે, અને તે વિરોધ દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છે : “આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન’ મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે ‘કેવળજ્ઞાન’ છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર ‘કેવળ-કોટી’ કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી Page #4 -------------------------------------------------------------------------- ________________ પાંચસે કેવલી જેવા પ્રસંગમાં સંભવિત છે. જગતના જ્ઞાનનો લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન તે “કેવળજ્ઞાન’ છે, એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે.” એ પ્રમાણે આ પ્રશ્નના સમાધાનનો સંક્ષેપ આશય છે. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પરષાર્થ કર્તવ્ય છે. જગતનું જ્ઞાન થવું તેનું નામ “કેવળજ્ઞાન’ મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે; અને તે કંઈ કલ્પિત છે એમ નહીં, પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. આ ઠેકાણે વિશેષ લખવાની ઇચ્છા થાય છે, અને તે રોકવી પડે છે; તોપણ સંક્ષેપમાં ફરી લખીએ છીએ. “આત્માને વિષેથી સર્વ પ્રકારનો અન્ય અધ્યાસ ટળી સ્ફટિકની પેઠે આત્મા અત્યંત શુદ્ધતા ભજે તે ‘કેવળજ્ઞાન’ છે, અને જગતજ્ઞાનપણે તેને વારંવાર જિનાગમમાં કહ્યું છે, તે માહાસ્યથી કરી બાહ્યદ્રષ્ટિ જીવો પુરુષાર્થમાં પ્રવર્તે તે હેતુ છે.” અત્રે શ્રી ડુંગરે ‘કેવળ-કોટી’ સર્વથા એમ કહી છે, એવું કહેવું યોગ્ય નથી. અમે અંતરાત્મપણે પણ તેવું માન્યું નથી. તમે આ પ્રશ્ન લખ્યું એટલે કંઈક વિશેષ હેતુ વિચારી સમાધાન લખ્યું છે, પણ હાલ તે પ્રશ્નનું સમાધાન કરવા વિષે જેટલું મૌન રહેવાય તેટલું ઉપકારી છે એમ ચિત્તમાં રહે છે. બાકીના પ્રશ્નોનું સમાધાન સમાગમે ધારશો.