________________ અભાવ હોય ત્યાં ‘કેવળજ્ઞાન હોય છે, માટે એ પ્રકારે કહ્યું કે: એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને “કેવળજ્ઞાન’ પ્રગટે. જીવને વિશેષ પુરુષાર્થ અર્થે આ એક સુગમ સાધનનો જ્ઞાની પુરુષે ઉપદેશ કર્યો છે. સમયની પેઠે પરમાણુ અને પ્રદેશનું સૂક્ષ્મપણું હોવાથી ત્રણે સાથે ગ્રહણ કર્યા છે. અંતર્વિચારમાં વર્તવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કહ્યા છે. તે મધ્યેનો એક આ ‘વિચારયોગ’ કહ્યો છે એમ સમજવા યોગ્ય છે. 5. શુભેચ્છાથી માંડીને સર્વકર્મરહિતપણે સ્વસ્વરૂપસ્થિતિ સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, અને તેમનામાં જે જે અંગે જાગૃતદશા ઉત્પન્ન થઈ, તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓ તેમણે આરાધી છે. શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે, અને શુભેચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ સંભવે છે. અત્યંત સ્વસ્વરૂપસ્થિતિ માટે તેમની જાગૃતિ અને અનુભવ પણ લક્ષગત થાય છે; એથી વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઇચ્છા નથી થતી. 6. ‘કેવળજ્ઞાન’ના સ્વરૂપનો વિચાર દુર્ગય છે, અને શ્રી ડુંગર કેવળ-કોટીથી તેનો નિર્ધાર કરે છે, તેમાં જોકે તેમનો અભિનિવેશ નથી, પણ તેમ તેમને ભાસે છે, માટે કહે છે. માત્ર ‘કેવળ-કોટી’ છે, અને ભૂત ભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂત ભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે; પણ તે કોઈક વિરલા પુરુષોને, અને તે પણ વિશુદ્ધ ચારિત્ર તારતમ્ય, એટલે તે સંદેહરૂપ લાગે છે, કેમકે તેવી વિશદ્ધ ચારિત્રતારતમ્યતા વર્તમાનમાં અભાવ જેવી વર્તે છે. “કેવળજ્ઞાન'નો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દબોધથી જે કહે છે, તે યથાર્થ નથી, એમ શ્રી ડુંગરને લાગતું હોય તો તે સંભવિત છે; વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ “કેવળજ્ઞાન’ છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન’ જ્ઞાની પુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. શ્રી ડુંગર, મહાત્મા શ્રી ઋષભાદિને વિષે કેવળકોટી કહેતા ન હોય, અને તેમના આજ્ઞાવર્તી એટલે જેમ મહાવીરસ્વામીના દર્શને પાંચસેં મુમુક્ષુઓ કેવળજ્ઞાન પામ્યા તે આજ્ઞાવર્તીને કેવળજ્ઞાન કહ્યું છે, તે ‘કેવળજ્ઞાન’ને ‘કેવળ-કોટી’ કહેતા હોય, તો તે વાત કોઈ પણ રીતે ઘટે છે. એકાંત કેવળજ્ઞાનનો શ્રી ડુંગર નિષેધ કરે, તો તે આત્માનો નિષેધ કરવા જેવું છે. લોકો હાલ ‘કેવળજ્ઞાન'ની જે વ્યાખ્યા કરે છે તે ‘કેવળજ્ઞાન’ની વ્યાખ્યા વિરોધવાળી દેખાય છે, એમ તેમને લાગતું હોય તો તે પણ સંભવિત છે, કેમકે માત્ર ‘જગતજ્ઞાન’ તે કેવળજ્ઞાન’નો વિષય વર્તમાન પ્રરૂપણામાં ઉપદેશાય છે. આ પ્રકારનું સમાધાન લખતાં ઘણા પ્રકારના વિરોધ દ્રષ્ટિગોચર થાય છે, અને તે વિરોધ દર્શાવી તેનું સમાધાન લખવાનું હાલ તરતમાં બનવું અશક્ય છે તેથી, સંક્ષેપમાં સમાધાન લખ્યું છે. સમાધાનસમુચ્ચયાર્થ આ પ્રમાણે છે : “આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ કેવળજ્ઞાન’ મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે ‘કેવળજ્ઞાન’ છે; અને તે સંદેહ યોગ્ય નથી. શ્રી ડુંગર ‘કેવળ-કોટી’ કહે છે, તે પણ મહાવીરસ્વામી સમીપે વર્તતા આજ્ઞાવર્તી