________________ 679 જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે મુંબઈ, ચૈત્ર સુદ 11, શુક્ર, 1952 સદ્ગુરૂચરણાય નમઃ આત્મનિષ્ઠ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. ફાગણ વદ 6 ના કાગળમાં લખેલાં પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો. 1. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતા નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને ‘નિરાવરણ જ્ઞાન” કહેવા યોગ્ય છે. 2. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પાયે ભાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ કે પૂર્વાપર અવિરોધપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી. અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજસ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસહિત છે, અને ભાનસહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે. અજ્ઞાન અને જ્ઞાનનો ભેદ જેને સમજાયો છે, તેને અજ્ઞાની અને જ્ઞાનીનો ભેદ સહેજે સમજાવા યોગ્ય છે. અજ્ઞાન પ્રત્યેનો જેનો મોહ વિરામ પામ્યો છે, એવા જ્ઞાનીપુરુષને શુષ્કજ્ઞાનીનાં વચન ભ્રાંતિ કેમ કરી શકે ? બાકી સામાન્ય જીવોને અથવા મંદદશા અને મધ્યમદશાના મુમુક્ષુને શુષ્કજ્ઞાનીનાં વચનો સાદ્રશ્યપણે જોવામાં આવ્યાથી બન્ને જ્ઞાનીનાં વચનો છે એમ ભ્રાંતિ થવાનો સંભવ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુને ઘણું કરીને તેવી ભ્રાંતિનો સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનોની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તોપણ વર્તમાનકાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે, કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે