Book Title: Vachanamrut 0394
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330514/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 394 મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; મુંબઈ, શ્રાવણ વદ 10, 1948 મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત; મને મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરંત; તેમ શ્રતધર્મે રે મન દ્રઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.. -ધન, ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યફદ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્યપ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાનીસંબંધી શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશધર્મ તેને વિષે લીનપણે વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રીપુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે, તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે, અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. તે સ્નેહ એવો પ્રધાનપ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે ? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એવો સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણ્યો છે કે બીજાં બધાં ઘરસંબંધી (અને બીજાં પણ) કામ કરતાં છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વર્તે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે, માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે, તે કહીએ છીએ. તે સ્નેહ તો પતિવ્રતારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે, અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ. એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે; તે પદ તો ભક્તિપ્રધાન છે, તથાપિ તે પ્રકારે ગૂઢ આશયે જીવનું નિદિધ્યાસન ન થાય તો ક્વચિત બીજું એવું પદ તે જ્ઞાનપ્રધાન જેવું ભાસે છે, અને તમને ભાસશે એમ જાણી તે બીજા પદનો તેવા પ્રકારનો ભાસ બાધ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખી પ્રધાનપણે ભક્તિને જણાવી છે. ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષોનો છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રધાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.) હૃદયને વિષે જે મૂર્તિસંબંધી દર્શન કરવાની તમને ઇચ્છા છે, તેને પ્રતિબંધ કરનારી એવી પ્રારબ્ધ સ્થિતિ (તમને) છે, અને તે સ્થિતિને પરિપક્વ થવાને વિષે હજુ વાર છે; વળી તે મૂર્તિના પ્રત્યક્ષપણામાં તો હાલ ગૃહાશ્રમ વર્તે છે, અને ચિત્રપટને વિષે સંન્યસ્તાશ્રમ વર્તે છે, એ એક ધ્યાનનો મુખ્ય એવો બીજો પ્રતિબંધ છે, તે મત્તિથી તે આત્મસ્વરૂપ પરષની દશા ફરી ફરી તેનાં વાક્યાદિનાં અનુસંધાને વિચારવાને યોગ્ય છે, અને તેનું તે હૃદયદર્શનથી પણ મોટું ફળ છે. આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે. ‘ભંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરનાં ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તોપણ અત્ર કંઈ હાનિ નથી, કારણ કે દ્રષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે, તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. ઘણું કરીને એ દ્રષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે; એટલે તે દ્રષ્ટાંત માન્ય છે, એમ જણાય છે. લોકદ્રષ્ટિએ અનુભવગમ્ય છે, એટલે સિદ્ધાંતને વિષે તેનું બળવાનપણું જાણી મહત પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે, અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપિ તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તોપણ ત્રણે કાળને વિષે નિરાબાધ, અખંડ-સિદ્ધ એવી વાત તેના સિદ્ધાંતપદની તો છે. ‘જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.' આનંદઘનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે, અને જિન વળી બીજો પ્રકાર કહે છે કે, અનંતવાર જિનસંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં; જિનમાર્ગને વિષે ઓળખાતાં એવાં સ્ત્રીપુરુષો એમ કહે છે કે અમે જિનને આરાધીએ છીએ, અને તે આરાધવા જાય છે, અથવા આરાધન કરવાને વિષે ઉપાય લે છે, તેમ છતાં જિનવર થયેલાં એવાં તે દેખાતાં નથી, ત્રણે કાળને વિષે અખંડ એવો એ સિદ્ધાંત તો અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી ? 1 જુઓ આંક 387 અર્થ માટે.