Page #1
--------------------------------------------------------------------------
________________ 264 હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; રાળજ, ભાદરવા સુદ 8, 1947 (દોહરા) હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. 1 શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? 2 નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉરમાંહી, આપ તણો વિશ્વાસ દ્રઢ, ને પરમાદર નાહીં. 3 જોગ નથી સતસંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. 4 ‘હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. 5 અચિંત્ય તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. 6 અચળરૂપ આસક્તિ નહિ. નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. 7 ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. 8 કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. 9 સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. 10 તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં;
Page #2
--------------------------------------------------------------------------
________________ નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. 11 અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. 12 એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદગુણ પણ, મુખ બતાવું શુંય ? 13 કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. 14 અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂક્યું નહિ અભિમાન. 15 સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. 16 સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતુ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? 17 પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરૂ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીકે કોણ ઉપાય ? 18 અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? 19 પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ, સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ. 20