Book Title: Vachanamrut 0242
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330362/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 242 સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું મુંબઈ, ચૈત્ર, 1947 તમારા કાગળ પ્રાપ્ત થયા છે. આ પત્ર આવવા વિષે સર્વથા ગંભીરતા રાખજો. તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો. સુદ્રઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષહો આવવાનો સ્વભાવ છે, પણ જો તે પરિષહ શાંત ચિત્તથી વેચવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે. તમે સૌ એવા શુદ્ધ આચરણથી વર્તજો કે વિષમ દ્રષ્ટિએ જોનાર માણસોમાંથી ઘણાને પોતાની તે દ્રષ્ટિનો કાળ જતાં પશ્ચાત્તાપ કરવાનો વખત આવે. નિરાશ ન થવું. ઉપાશ્રયે જવાથી શાંતિ પસરાતી હોય તો તેમ કરવું. સાણંદ જવાથી અશાંતિ ઓછી થતી હોય તો તેમ કરવું. વંદન, નમસ્કાર કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ઉપાશ્રયે જવાની વૃત્તિ થાય તો મનુષ્યનો બહુ સમુદાય હોય ત્યારે ન જવું, તેમ સર્વથા એકાંતમાં પણ ન જવું. માત્ર થોડાક યોગ્ય માણસો હોય ત્યારે જવું. અને જવું તો ક્રમે કરી જવાનું રાખવું, ક્વચિત ક્લેશ કરે તો સહન કરવો. જતાં જ પ્રથમથી બળવાન ક્લેશ કરવાની વૃત્તિ દેખાય તો કહેવું કે, “આવો ક્લેશ માત્ર વિષમ દ્રષ્ટિવાળા માણસો ઉત્પન્ન કરાવે છે. અને જો તમે ધીરજ રાખશો તો અનુક્રમે તે કારણે તમને જણાઈ રહેશે. વગર કારણે નાના પ્રકારની કલ્પના ફેલાવવાનો જેને ભય ન હોય તેને આવી પ્રવૃત્તિ યોગ્ય છે. તમારે ક્રોધાતુર થવું યોગ્ય નથી. તેમ થવાથી ઘણા જીવોને માત્ર રાજીપો થશે. સંઘાડાની, ગચ્છની અને માર્ગની વગર કારણે અપકીર્તિ થવા પ્રત્યે તમારે ન જવું જોઈએ. અને જો શાંત રહેશો તો અનુક્રમે આ ફ્લેશ સર્વથા શમી જશે. લોકો તે જ વાત કરતાં હોય તો તે તમારે નિવારવી યોગ્ય છે, ત્યાં તેને ઉત્પન્ન કરવા જેવું અથવા વધારવા જેવું ન થવું જોઈએ. પછી જેમ આપની ઇચ્છા.” મુનિ લલ્લુજી પ્રત્યે તમે મારે માટે કહેલું છે તે વાત સિદ્ધ કરવા હું માનું છું એમ જણાવે તો જણાવવું કે “તે મહાત્મા પુરુષ અને તમે ફરી મળો ત્યારે તે વાતનો યથાર્થ ખુલાસો મેળવી મારા પ્રત્યે ક્રોધાતુર થવું યોગ્ય લાગે તો તેમ કરશો. હાલ તમે તે વિષે યથાર્થ ખલાસેથી શ્રવણ નહીં કર્યું હોય એમ જણાય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ તમારા પ્રત્યે દ્વેષબુદ્ધિ કરવાનું મને કહ્યું નથી. તેમ તમારા માટે વિસંવાદ ફેલાવવાની વાત પણ કોઈને મોઢે મેં કરી નથી. આવેશમાં કિંચિત વચન નીકળ્યું હોય તો તેમ પણ નથી. માત્ર દ્વેષવાન જીવોની આ બધી ખટપટ છે. તેમ છતાં જો તમે કંઈ આવેશ કરશો તો હું તો પામર છું એટલે શાંત રહ્યા સિવાય બીજો કોઈ મારો ઉપાય નથી, પણ આપને લોકોના પક્ષનું બળ છે, એમ ગણી જો આવેશ કરવા જશો તો થઈ શકશે. પણ તેથી આપને, અમને અને ઘણા જીવોને કર્મનો દીર્ઘબંધ થશે; સિવાય બીજું ફળ નહીં આવે. અને અન્ય લોકો રાજી થશે. માટે શાંત દ્રષ્ટિ રાખવી યોગ્ય છે.” આવું કોઈ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું. પણ તે કંઈક પ્રસન્નતામાં દેખાય ત્યારે કહેવું. અને કહેતાં તેની પ્રસન્નતા વધતી જતી હોય, અથવા અપ્રસન્નતા થતી ન દેખાતી હોય ત્યાં સુધી કહેવું. બીજા ત્રીજા માણસો દ્વારા તે આડીઅવળી વાત ફેલાવે અથવા બીજા તેવી વાત લાવે તો કહેવું કે તમારો બધાનો કષાય કરવાનો હેતુ મારા સમજવામાં છે. કોઈ બાઈ, ભાઈ પર કલંકની વાત ચડાવતાં આટલો બધો રાજીપો રાખો છો તેમાં ક્યાંક માઠું થઈ જશે. મારી સાથે તમારે વધારે વાત ન કરવી. તમારે તમારું કરવું. એવી રીતે યોગ્ય ભાષામાં અવસર દેખાય ત્યારે કહેવું. બાકી શાંત રહેવું. મનમાં મુઝાવું નહીં. ઉપાશ્રયે જવું, ન જવું, સાણંદ જવું, ન જવું તે અવસરોચિત જેમ તમને લાગે તેમ કરશો. પણ મુખ્યપણે શાંત રહેશો અને સિદ્ધ કરી દેવા સંબંધી કાંઈ પણ ચોખવટ પર ધ્યાન આપશો નહીં. એવું શૈર્ય રાખી, આત્માર્થમાં નિર્ભય રહેજો. વાત લાવનારને કહેવું કે મનની કલ્પિત વાતો શા માટે ચલાવો છો ? કંઈક પરમેશ્વરી ડર રાખો તો સારું. એમ યોગ્ય શબ્દોમાં કહેવું, આત્માર્થમાં પ્રયત્ન કરવું.