Book Title: Vachanamrut 0161 Roj Nishi
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330281/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 161 સહજાત્મસ્વરૂપીની મૂંઝવણ, દિમૂઢ દશા - બધાં દર્શનમાં શંકા - આત્મામાં આસ્થા - સાચું સમજવાના કામી - સગુરૂનો અયોગ - દર્શનપરિષહ - કાં ઝેર પી, કાં ઉપાય કર હે સહજાન્મસ્વરૂપી, તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો ? તે કહો. આવી વિભૂમ અને દિમૂઢ દશા શી ? હું શું કહું ? તમને શું ઉત્તર આપું ? મતિ મૂંઝાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી. ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહેલ છે. ક્યાંય દ્રષ્ટિ ઠરતી નથી, અને નિરાધાર નિરાશ્રય થઈ ગયા છીએ. ઊંચાનીચા પરિણામ પ્રવહ્યા કરે છે. અથવા અવળા વિચાર લોકાદિક સ્વરૂપમાં આવ્યા કરે છે, કિંવા ભાન્તિ અને મૂઢતા રહ્યા કરે છે. કંઈ દ્રષ્ટિ પહોંચતી નથી. ભ્રાન્તિ પડી ગઈ છે કે હવે મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી. ખરા ભાવથી મને ઇચ્છતા નથી. અથવા કંઈક ખેંચાતા ભાવથી અને મધ્યમ સ્નેહે પ્રિય ગણે છે. વધારે પરિચય ન કરવો જોઈએ, તે મેં કર્યો, તેનો પણ ખેદ થાય છે. બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જો એમ છે તોપણ ચિંતા નથી, આત્માની આસ્થા છે કે તે પણ નથી ? તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે, નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે. અજ્ઞાને કર્તાભોક્તાપણું છે. જ્ઞાને કર્તાભોક્તાપણું પરયોગનું નથી. જ્ઞાનાદિ તેનો ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવ વર્તે છે. તેનો મોટો ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યગ્દર્શન છે. શા માટે મૂંઝાઓ છો ? વિકલ્પમાં પડો છો ? તે આત્માના વ્યાપકપણા માટે, મુક્તિસ્થાન માટે, જિનકથિત કેવળજ્ઞાન તથા વેદાંતકથિત કેવળજ્ઞાન માટે, તથા શુભાશુભ ગતિ ભોગવવાનાં લોકનાં સ્થાન તથા તેવાં સ્થાનના સ્વભાવે શાશ્વત હોવાપણા માટે, તથા તેના માપને માટે વારંવાર શંકા ને શંકા જ થયા કરે છે, અને તેથી આત્મા ઠરતો નથી. જિનોક્ત તે માનોને ! ઠામઠામ શંકા પડે છે. ત્રણ ગાઉના માણસ-ચક્રવર્તી આદિનાં સ્વરૂપ વગેરે ખોટાં લાગે છે. પૃથ્યાદિનાં સ્વરૂપ અસંભવિત લાગે છે. તેનો વિચાર છોડી દેવો. Page #2 -------------------------------------------------------------------------- ________________ છોડ્યો છૂટતો નથી. શા માટે ? જો તેનું સ્વરૂપ તેના કહ્યા પ્રમાણે ન હોય તો તેમને કેવળજ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું, એમ સિદ્ધ થાય છે. તો તેમ માનવું ? તો પછી લોકનું સ્વરૂપ કોણ યથાર્થ જાણે છે એમ માનવું ? કોઈ જાણતા નથી એમ માનવું ? અને એમ જાણતાં તો બધાએ અનુમાન કરીને જ કહ્યું છે એમ માનવું પડે. તો પછી બંધમોક્ષાદિ ભાવની પ્રતીતિ શી ? યોગે કરી તેવું દર્શન થતું હોય, ત્યારે શા માટે ફેર પડે ? સમાધિમાં નાની વસ્તુ મોટી દેખાય અને તેથી માપમાં વિરોધ આવે. સમાધિમાં ગમે તેમ દેખાતું હોય પણ મૂળ રૂપ આવડું છે અને સમાધિમાં આ પ્રમાણે દેખાય છે, એમ કહેવામાં હાનિ શી હતી ? તે કહેવામાં આવ્યું હોય, પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણતાં હાનિ શી ? હાનિ કંઈ નહીં. પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. બીજા પણ ઘણા ભાવોમાં ઠામ ઠામ વિરોધ દેખાય છે. તમે પોતે ભૂલતા હો તો ? તે પણ ખરું, પણ અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાજશરમ, માન, પૂજાદિના કામી નથી; છતાં સાચું કેમ ન સમજાય ? સદગુરૂની દ્રષ્ટિએ સમજાય. પોતાથી યથાર્થ ન સમજાય. સદગુરૂનો યોગ તો બાઝતો નથી. અને અમને સદગુરૂ તરીકે ગણવાનું થાય છે. તે કેમ કરવું ? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું ? કંઈ સમજાવ્યું જતું નથી અને વખત વીત્યો જાય છે. એ કારણથી તથા કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી. જેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે. આ કરતાં તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે. દનપરિષહ એમ જ વેદાય ? તે યોગ્ય છે. પણ અમને લોકોનો પરિચય “જ્ઞાની છીએ” એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું ? તે બનનાર. અરે ! હે દુષ્ટાત્મા ! પૂર્વે ત્યાં બરાબર સન્મતિ ન રાખી અને કર્મબંધ કર્યા તો હવે તું જ તેનાં ફળ ભોગવે છે. તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ કર. યોગસાધન કરું ? Page #3 -------------------------------------------------------------------------- ________________ તેમાં બહ અંતરાય જોવામાં આવે છે. વર્તમાનમાં પરિશ્રમ કરતાં પણ તે ઉદયમાં આવતું નથી.