Book Title: Vachanamrut 0090 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330210/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 90 અદભૂત યોજના: ધર્મ બે પ્રકાર (1) સર્વસંગપરિત્યાગી. (2) દેશપરિત્યાગી - જ્ઞાનનો ઉદ્ધાર - નિગ્રંથ ધર્મની યોજના મતમતાંતરની વિચારણા મુંબઈ, કારતક, 1946 બે પ્રકારે વહેંચાયેલો ધર્મ, તીર્થંકરે બે પ્રકારનો કહ્યો છે : 1. સર્વસંગપરિત્યાગી. 2. દેશપરિત્યાગી. સર્વ પરિત્યાગી : ભાવ અને દ્રવ્ય. તેનો અધિકારી. પાત્ર, ક્ષેત્ર, કાળ, ભાવ. પાત્ર - વૈરાગ્યાદિક લક્ષણો, ત્યાગનું કારણ અને પારિણામિક ભાવ ભણી જોવું. ક્ષેત્ર - તે પુરુષની જન્મભૂમિકા, ત્યાગભૂમિકા એ બે. કાળ અધિકારીની વય, મુખ્ય વર્તતો કાળ. ભાવ - વિનયાદિક, તેની યોગ્યતા, શક્તિ. તેને ગુરૂએ પ્રથમ શું ઉપદેશ કરવો ? ‘દશવૈકાલિક', ‘આચારાંગ' ઇત્યાદિ સંબંધી વિચાર; તેની નવદીક્ષિત કારણે તેને સ્વતંત્ર વિહાર કરવા દેવાની આજ્ઞા ઇ0 નિત્યચર્યા - વર્ષ કલ્પ. છેલ્લી અવસ્થા. Page #2 -------------------------------------------------------------------------- ________________ (એ સંબંધી પરમ આવશ્યકતા છે.) દેશ ત્યાગી : અવય ક્રિયા. નિત્ય કલ્પ. ભક્તિ . અણુવ્રત. દાન-શીલ-તપ-ભાવનું સ્વરૂપ. જ્ઞાનને માટે તેનો અધિકાર. (એ સંબંધી પરમ આવશયકતા છે.) જ્ઞાનનો ઉદ્ધાર: શ્રુત જ્ઞાનનો ઉદય કરવો જોઈએ. યોગ સંબંધી ગ્રંથો. ત્યાગ સંબંધી ગ્રંથો. પ્રક્રિયા સંબંધી ગ્રંથો. અધ્યાત્મ સંબંધી ગ્રંથો. ધર્મ સંબંધી ગ્રંથો. ઉપદેશગ્રંથો. આખ્યાનગ્રંથો. દ્રવ્યાનુયોગી ગ્રંથો. (ઇત્યાદિક વહેંચવા જોઈએ.) તેનો ક્રમ અને ઉદય કરવો જોઈએ. નિર્ગથ ધર્મ. આચાર્ય. ગચ્છ. ઉપાધ્યાય. પ્રવચન. Page #3 -------------------------------------------------------------------------- ________________ મુનિ. દ્રવ્યલિંગી. ગૃહસ્થ. અન્ય દર્શન સંબંધ. (આ સઘળું યોજાવું જોઈએ.) મતમતાંતર. માર્ગની શૈલી. જીવનનું ગાળવું. તેનું સ્વરૂપ. તેને સમજાવવા. ઉદ્યોત. (એ વિચારણા.)