Book Title: Vachanamrut 0088
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330208/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 88 સર્વવ્યાપક ચેતન ચીતરીને વિચારો - પ્રકાશસ્વરૂપ ધામ - અંતઃકરણ વિષે પ્રશ્નોત્તર મુંબઈ, કારતક, 1946 (1) આ આખો કાગળ છે, તે સર્વવ્યાપક ચેતન છે. તેના કેટલા ભાગમાં માયા સમજવી ? જ્યાં જ્યાં તે માયા હોય ત્યાં ત્યાં ચેતનને બંધ સમજવો કે કેમ ? તેમાં જુદા જુદા જીવ શી રીતે માનવા ? અને તે જીવને બંધ શી રીતે માનવો ? અને તે બંધની નિવૃત્તિ શી રીતે માનવી? તે બંધની નિવૃત્તિ થયે ચેતનનો કયો ભાગ અને એક ઠેકાણે નિરાવરણપણું, તથા બીજે ઠેકાણે આવરણ, ત્રીજે ઠેકાણે નિરાવરણ એમ બને કે કેમ ? તે ચીતરીને વિચારો. સર્વવ્યાપક આત્મા : ભાસે છે માયા જગત ઘટાકાશ, જીવ બોધ ધરવ્યય. શું ફળ? લોક વિરાટ ઈશ્વર આવરણ આ રીતે તો ઘટતું નથી. (2) પ્રકાશસ્વરૂપ ધામ. તેમાં અનંત અપ્રકાશ ભાસ્યમાન અંતઃકરણ તેથી શું થાય ? 1 ધારો કે અધ્યાહાર. Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્યાં જ્યાં તે તે અંતઃકરણો વ્યાપે ત્યાં ત્યાં માયા ભાસ્યમાન થાય, આત્મા અસંગ છતાં સંગવાન જણાય, અકર્તા છતાં કર્તા જણાય, એ આદિ વિપરીતતા થાય. તેથી શું થાય ? આત્માને બંધની કલ્પના થાય તેનું શું કરવું ? અંતઃકરણનો સંબંધ જવા માટે તેનાથી પોતાનું જુદાપણું સમજવું. જુદાપણું સમજ્ય શું થાય ? આત્મા સ્વસ્વરૂપ અવસ્થાન વર્તે. એકદેશ નિરાવરણ થાય કે સર્વદેશ નિરાવરણ થાય ?