Book Title: Vachanamrut 0062 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330182/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 62 પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા - ધ્યાવન સપુરુષની વિનયોપાસનાથી - ધોરી વાટ ધર્મધ્યાન - ધર્મધ્યાનની પ્રાપ્તિ, ભેદ અને ભૂષણ - વાસનાજયથી આત્મલીનતાતેના સાધન, શ્રેણી, વર્ધમાનતા - સઘળાનું મૂળ વવાણિયા, વૈશાખ સુદ 12, 1945 સપુરુષોને નમસ્કાર પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિર્ગથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. તમને મેં ચાર ભાવના માટે આગળ કંઈક સૂચવન કર્યું હતું, તે સૂચવન અહીં વિશેષતાથી કંઈક લખું છું. આત્માને અનંત ભ્રમણાથી સ્વરૂપમય પવિત્ર શ્રેણિમાં આણવો એ કેવું નિરુપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી અને મને વિચાર્યું વિચારાતું નથી. આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે, પણ તેવા પુરુષો - નિર્ગથમતના - લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. ઘણે ભાગે તે સપુરુષો ત્યાગી થઈ, એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યોત્કૃષ્ટ અને બીજાનું ગૌણોત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય; ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છટ્ટે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તો આવી શકીએ, આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે ! એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છે : 1. મૈત્રી- સર્વ જગતના જીવ ભણી નિર્વેરબુદ્ધિ. 2. પ્રમોદ- અંશમાત્ર પણ કોઈનો ગુણ નીરખીને રોમાંચિત ઉલ્લસવા. 3. કરુણા- જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. 4. માધ્યસ્થ કે ઉપેક્ષા- શુદ્ધ સમદ્રષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. Page #2 -------------------------------------------------------------------------- ________________ ચાર તેનાં આલંબન છે. ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે. જે પવન(શ્વાસ)નો જય કરે છે, તે મનનો જય કરે છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચયઅર્થની અપૂર્વ યોજના સપુરુષના અંતરમાં રહી છે. શ્વાસનો જય કરતાં છતાં સપુરુષની આજ્ઞાથી પરાડમુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છેઃ સદગુરૂ અને સત્સંગ. તેની બે શ્રેણિ છે : પર્યાપાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે : પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું. દયાળભાઈ માટે ‘પ્રવીણસાગર' રવાને કરું છું. ‘પ્રવીણસાગર' સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે. નહીં તો અપ્રશસ્તછંદી ગ્રંથ છે.