Book Title: Vachanamrut 0017 100 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330128/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 100. મનોનિગ્રહનાં વિઘ્ન વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો અને તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સત્નીલને સેવો. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ મનોનિગ્રહતાને આધીન છે. મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યથોચિત છે. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છેઃ 1. આળસ 2. અનિયમિત ઊંઘ 3. વિશેષ આહાર 4. ઉન્માદ પ્રકૃતિ 5. માયાપ્રપંચ 6. અનિયમિત કામ 7. અકરણીય વિલાસ 8. માન 9. મર્યાદા ઉપરાંત કામ 10. આપવડાઈ 11. તુચ્છ વસ્તુથી આનંદ 12. રસગારવલુબ્ધતા 13. અતિભોગ 14. પારકું અનિષ્ટ ઇચ્છવું 15. કારણ વિનાનું રળવું 16. ઝાઝાનો સ્નેહ 17. અયોગ્ય સ્થળે જવું 18. એકે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો Page #2 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાનાં નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિપ્નથી મનનો સંબંધ છે. આ અષ્ટાદશ દોષ જવાથી મનોનિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અતિભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં; પણ કેવળ ભોગત્યાગવત જેણે ધર્યું છે, તેમજ એ એક્કે દોષનું મૂળ જેના હૃદયમાં નથી તે સપુરુષ મહદભાગી છે.