Book Title: Vachanamrut 0017 013 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330041/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 13. જિનેશ્વરની ભક્તિ-ભાગ 1 જિજ્ઞાસુ- વિચક્ષણ સત્ય ! કોઈ શંકરની, કોઈ બ્રહ્માની, કોઈ વિષ્ણુની, કોઈ સૂર્યની, કોઈ અગ્નિની, કોઈ ભવાનીની, કોઈ પેગમ્બરની અને કોઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એઓ ભક્તિ કરીને શી આશા રાખતા હશે ? સત્ય- પ્રિય જિજ્ઞાસ. તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવોને ભજે છે. જિજ્ઞાસુ- કહો ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે? સત્ય- એઓની ભક્તિ વડે તેઓ મોક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ મોક્ષને પામ્યા નથી, તો પછી ઉપાસકને એ મોક્ષ ક્યાંથી આપે ? શંકર વગેરે કર્મક્ષય કરી શક્યા નથી અને દૂષણ સહિત છે, એથી તે પૂજવા યોગ્ય નથી. જિજ્ઞાસુ- એ દૂષણો ક્યાં ક્યાં તે કહો. સત્ય- “અજ્ઞાન, કામ, હાસ્ય, રતિ, અરતિ વગેરે મળીને અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તોપણ તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, “પરમેશ્વર છું’ એમ મિથ્યા રીતે મનાવનાર પુરુષો પોતે પોતાને ઠગે છે; કારણ, પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષયી ઠરે છે; શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી દ્વેષી ઠરે છે. જપમાળા ધારણ કર્યાંથી તેઓનું ચિત્ત વ્યગ્ર છે એમ સૂચવે છે. ‘મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તો પછી બીજાને તેઓ કેમ તારી શકે? વળી, કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તો “ત્યાં અમુક કર્મનું પ્રયોજન તે પરથી સિદ્ધ થાય છે.’ દ્વિ.. આ.. પાઠા૧. ‘અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીર્યંતરાય, ભોગાંતરાય અને ઉપભોગવંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર.” 2. ‘ત્યાં તેઓને અમુક કર્મનું ભોગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.’ જિજ્ઞાસુ- ભાઈ, ત્યારે પૂજ્ય કોણ અને ભક્તિ કોની કરવી કે જે વડે આત્મા સ્વશક્તિનો પ્રકાશ કરે ? સત્ય- શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ “અનંત સિદ્ધની’ ભક્તિથી, તેમજ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નીરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશકિત પ્રકાશ પામે છે. 1 દ્વિ. આ પાઠા. - 1. અજ્ઞાન, નિદ્રા, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ, ભય, શોક, જુગુપ્સા, દાનાંતરાય, લાભાંતરાય, વીઆંતરાય, ભોગવંતરાય અને ઉપભોગવંતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર.' 2 ‘ત્યાં તેઓને અમુક કર્મનું ભોગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.' 3 દ્વિ. આ. પાઠા. - 1. ‘સિદ્ધ ભગવાનની.' Page #2 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુ- એઓની ભક્તિ કરવાથી આપણને તેઓ મોક્ષ આપે છે એમ માનવું ખરું ? સત્ય- ભાઈ જિજ્ઞાસુ. તે અનંતજ્ઞાની ભગવાન તે નીરાગી અને નિર્વિકાર છે. એને સ્તુતિ, નિંદાનું આપણને કંઈ ફળ આપવાનું પ્રયોજન નથી. આપણો આત્મા, જે કર્મબળથી ઘેરાયેલો છે, તેમજ અજ્ઞાની અને મોહાંધ થયેલો છે, તે ટાળવા અનુપમ પુરુષાર્થની આવશ્યક્તા છે. સર્વ કર્મદળ ક્ષય કરી “અનંત જીવન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત દર્શનથી સ્વસ્વરૂપમય થયા’ એવા જિનેશ્વરોનું સ્વરૂપ આત્માની નિશ્ચયનયે રિદ્ધિ હોવાથી એ પુરુષાર્થતા આપે છે', વિકારથી વિરક્ત કરે છે, શાંતિ અને નિર્જરા આપે છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણિએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. 4 ‘અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અને સ્વસ્વરૂપમય થયા.' 5 ‘તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, બાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે.'