Page #1
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ-સ્તાત્રાદિ-સાહિત્યમાં ક્રમિક પરિવર્તન
પરિવર્તનશીલ સ’સારમાં એવી એક પણ વસ્તુ નથી કે જે દરેકેદરેક બાબતમાં દેશ-કાળ આદિના પરિવર્તન સાથે નવે। અવતાર ધારણ ન કરે. આ અટલ નિયમથી આપણુ સ્તુતિ-સ્તેાત્રાદિવિષયક સાહિત્ય પણ વિચત નથી રહી શકયું, અર્થાત્ જગતની અનન્ય વિભૂતિનું પાતામાં દન કરનાર અને તે જ વસ્તુને ખાને સાક્ષાત્કાર કરાવનાર તીર્થંકર દેવ આદિ જેવી મહાવિભૂતિઓને લગતું સ્તુતિ-સ્તેત્રાદિ સાહિત્ય ઉપયુક્ત શાશ્વત નિયમથી અસ્પૃષ્ટ નથી રહી શકયું, એ આપણે આપણા સમક્ષ વિદ્યમાન વિવિધ અને વિપુલ સ્તુતિ-તત્રાદિ-વિષયક સાહિત્યનું દિગ્દર્શન કરતાં સહેજે જોઈ શકીએ છીએ.
એક સમય એવા હતેા કે જ્યારે, અત્યારે આપણી નજર સામે દેવપાસનાને લગતું જે ચિત્રવિચિત્ર સ્તુતિ--સ્તેાત્ર-તવનાદિ-વિષયક સાહિત્ય વિદ્યમાન છે તે લેશ પણ ન હતું; તેમ છતાં એકખીજા દન, એકબીજા સંપ્રદાય અને એકબીજી પ્રશ્ન સાથેના સહવાસને કારણે જનસમાજની અભિરુચિને તે તે તરફ ઢળેલી જોઈ ધર્મ ધુરંધર જૈનાચાર્યાએ એ પ્રકારના સાહિત્યના નિર્માણ તરફ પેાતાની નજર દેોડાવી અને ક્રમે ક્રમે એ જાતના સાહિત્યને સાગર રેલાવા લાગ્યા. સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યનું સર્જન અને તેમાં ક્રમિક પરિવર્તન
આજે આપણા સમક્ષ વિદ્યમાન સંગીતાલાપથી ભરપૂર સ્તુતિ-સ્તૂત્ર-સ્તવનાદિને લગતા સાહિત્યરાશિને જોઈ આપણને જરૂર એ આશંકા થશે કે જે જમાનામાં આજના જેવું સ્તુતિ-સ્તેાત્રાદિ સાહિત્ય નહિ હોય તે જમાનાની જનતા આત્મદર્શન કરનાર--કરાવનાર મહાવિભૂતિઓની પ્રાર્થના ક રીતે કરતી હશે ? પર ંતુ તે યુગની જનતાના જીવન અને માનસને! વિચાર કરતાં એના ઉત્તર સહેજે જ મળી રહે છે કે તે યુગની સ્તુતિ-ઉપાસના-ભક્તિ એ માત્ર અત્યારની જેમ કાવ્યમાંક–વિતામાં કે છામાં-વાણીમાં ઉતારવારૂપ ન હતી; કિન્તુ તે સ્તુતિ એ મહાપુરુષોના ચરિતને અને તેમના પવિત્ર ઉપદેશને જીવનમાં ઉતારવારૂપ હતી. એટલે તે જમાનામાં અત્યારની જેમ ઢગલાબંધ કે ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તાત્રાદિ સાહિત્યની પ્રજાને આવશ્યકતા નહાતી જણાતી. એ જ કારણ હતું કે તે યુગની જનતા માટે આચારાંગસૂત્ર આદિમાં આવતી ઉપધાનશ્રુતાધ્યયન, વીરરસ્તુત્યધ્યયન આદિ જેવી વિરલ છતાં વિશદ સ્તુતિએ બસ થતી હતી, જેમાં તીર્થંકરદેવના વ્રત અને ભારેાભાર ત્યાગજીવનનું સત્ય સ્વરૂપમાં વર્ણન હતું. આ સ્તુતિએ જીવનના તલને સ્પનાર તેમ જ ભાવવાહી હોઈ એ દ્વારા એકાંત
Page #2
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ-સ્તવાદિ સાહિત્યમાં ક્રમિક પરિવર્તન
[૧૫૮ જીવનવિકાસની ઈચ્છુક તે યુગની જનતા મહાવિભૂતિઓના પુનિત પણે વિચરી જીવનને વાસ્તવિક સ્તુતિમય બનાવતી હતી.
પરંતુ કુદરતના અટલ નિયમને આધીન જગત અને જનતા ક્યારે પણ સ્થિરસ્થાયી નથી રહ્યાં, નથી રહેતાં અને રહેશે પણ નહિ. દેશકાળને પલટાવા સાથે જનસાધારણની અભિરુચિ બદલાઈ અને સ્તુતિ-સાહિત્યના નવીન સર્જનની આવશ્યક્તા આગળ વધી. પરિણામે જૈનધર્મના પ્રાણ સમા ગણતા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર અને તેમની સમકક્ષામાં જ કદમ રાખનાર સ્વામી શ્રી સંમતભદ્રાચાર્ય જેવા ધર્મધુરંધર આચાર્યવોને સ્તુતિ-સાહિત્યના નવસર્જનની આવશ્યકતા જણાઈ અને એ આચાર્ય યુગલે ગંભીરાતિગંભીર, તાત્ત્વિક જ્ઞાનપૂર્ણ સ્તુતિ-સાહિત્યને ઝરે વહાવ્યો, જેનાથી જૈનદર્શન અને જૈનસાહિત્ય આજે ગૌરવવંતું છે.
ઉપર્યુક્ત બે મહાપુરુષના સ્તુતિસાહિત્યની તુલનામાં મૂકી શકાય એવા સ્તુતિ-સાહિત્યનો ઉમેરે કરનાર પાછલા સમયમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી એ બે મહાપુરુષો ખાસ ધ્યાન ખેંચે છે, જેમણે ગંભીર તત્ત્વજ્ઞાનથી ભરપૂર વિપુલ સ્તુતિ-સ્તોત્ર, સાહિત્ય સર્યું છે.
આશ્ચર્ય અને દિલગીરીનો વિષય એ છે કે ઉપર્યુક્ત મહાપુરુષની ગંભીર કૃતિઓ તરફ આપણું લક્ષ્ય જરા સરખુંય જતું નથી. અસ્તુ. આચાર્ય શ્રી સિદ્ધસેનની કાત્રિશિકાઓ, સ્વામી શ્રી સમંતભદ્રનું સ્વયંભૂ સ્તોત્ર, આચાર્ય શ્રી હેમચંદ્રની અયોગવ્યવચ્છેદકાચિંશિકા, અગવ્યવહેદકાચિંશિકા અને વીતરાગસ્તોત્ર, ન્યાયાચાર્ય શ્રી યશોવિજયોપાધ્યાયકૃત વીરરસ્તુતિ, શંખેશ્વર પાર્શ્વજિનસ્તુતિ, પ્રતિમા શતક, પરમાત્મસ્વરૂપ પંચવિંશતિકા–આ બધી સ્તુતિઓનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ગૌરવભર્યું છે, પરંતુ એ બધીઓને ચર્ચવાનું તેમ જ તેનો પરિચય આપવાનું આ સ્થાન નથી.
ઉપર જણાવેલ હતુતિઓ પછી આચાર્ય શ્રી સિદ્ધસેનકૃત કલ્યાણુમંદિર સ્તોત્ર અને આચાર્ય શ્રી ભાનતુંગકૃત ભક્તામર સ્તોત્ર આદિ સ્તોત્રો આવે છે. આ સ્તોત્રોમાં ગૌરવભર્યા અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય તત્વજ્ઞાનનું સ્થાન ભક્તિરસે લીધું છે. અને આ જાતની અભિરુચિ વધતાં મહાકવિ શ્રી ધનપાલ, મહાકવિ બિહૂણ, કવિચક્રવતી શ્રીપાલ, ગૂર્જરેશ્વર મહારાજા શ્રી કુમારપાલ, મહામાત્ય શ્રી વરતુપાલ આચાર્ય શ્રી જિનપ્રભ, આચાર્ય શ્રી મુનિસુંદર આદિએ ઋષભ પંચાશિકા આદિ જેવી અનેકાનેક ભક્તિરસભરી કૃતિઓ જેનદર્શનને અથવા જેન સાહિત્યને અર્પણ કરી છે.
આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જેનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપ્યો છે. તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રભે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપે છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિસ્તોત્ર-સાહિત્ય કેઈ એ સર્યું નથી એમ કહેવામાં અને જરાયે અતિશક્તિ થતી નથી.
ઉપર્યુક્ત સ્તુતિ-સ્તોત્રાદિને લગતું સમગ્ર સાહિત્ય મોટે ભાગે સંસ્કૃત ભાષામાં ગૂંથાયું છે. જોકે મહાકવિ શ્રી ધનપાલ, આચાર્ય શ્રી જિનદત્તસૂરિ વગેરે વિદ્વાનોએ પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં કેટલાંક સ્તુતિ-સ્તોત્રોની રચના કરી છે પણ તેનું પ્રમાણુ સંસ્કૃત–ભાષાબદ્ધ સ્તોત્રો કરતાં બહુ જ ઓછું છે.
લગભગ આચાર્ય જિનપ્રભસૂરિના જમાના પહેલાંથી સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યમાં ભાવવાહી ભક્તિરસ આણવાને બદલે એનું સ્થાન પાંડિત્યદર્શને લીધું, અર્થાત વિધવિધ ભાષા, વિધવિધ છંદો અને
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૬૦].
જ્ઞાનાંજલિ વિધવિધ યમક-શ્લેષ-ચિત્રાલંકારમય કૃતિઓ ગૂંથાવા લાગી ત્યારથી એ રાત્રોમાં કલામંદિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, ઋષભ પંચાશિકા, વીતરાગસ્તોત્ર, રત્નાકર પચ્ચીસી આદિ સ્તોત્રોના જેવી ભાવવાહિતાએ ગૌણરૂપ લીધું અને તેનું મુખ્ય સ્થાન લગભગ શબ્દાડંબરે લીધું. આ કહેવાને અર્થ એ નથી કે ઉપર્યુક્ત આલંકારિક કૃતિઓમાં ભક્તિરસ નથી જ હોત; એમાં ભક્તિરસ હોય છે તો ખરી જ, પરંતુ બાહ્ય શાબ્દિક તેમ જ આર્થિક ચિત્રવિચિત્રતા શોધવા જતાં આંતર ભક્તિરસ ઢંકાઈ જાય છે અથવા ઝાંખો પડી જાય છે.
આ પ્રમાણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં રચાતા રતુતિ-સ્તોત્રાદિ-સાહિત્યે લગભગ સોળમી સદીમાં ન પલટો ખાધે, જેને પરિણામે જે રસ્તુતિ-સ્તોત્રાદિ-સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃતાદિ ભાષામાં નિર્માણ થતું હતું તે અનુક્રમે વધારે ને વધારે ગુજરાતી ભાષામાં ગૂંથાતું ચાલ્યું. આની અસર એટલે સુધી થઈ કે ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજપાધ્યાય અને તેમના સહાધ્યાયી શ્રીમાન વિનયવિજયોપાધ્યાય જેવાને પણ આ જાતનું વિપુલ સ્તુતિ-સ્તવનાદિ-સાહિત્ય સર્જાવાની આવશ્યક્તા જણાઈ અથવા એમ કહીએ કે ફરજ પડી. આ બધાને પરિણામે ગુજરાતી ભાષાના સ્તુતિ-સાહિત્યમાં ઢગલાબંધ ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, દેવવંદન, પૂજા, ભાસ, ગીત, ફાગ વગેરે કંઈ કંઈ પ્રકારની કૃતિઓનો ઉમેરો થયે.
આ સિવાય ભિન્ન ભિન્ન દેશમાં પાદવિહારથી વિચરતા જૈનાચાર્યાદિએ તે તે દેશની ભાષામાં કેટલીક રચનાઓ કરેલી છે, અર્થાત ગુજરાતી, હિંદી, મારવાડી, પંજાબી, કચ્છી, દક્ષિણી, ફારસી વગેરે અનેક ભાષામાં અનેકાનેક કૃતિઓ કરી છે. આ બધી કૃતિઓ જોકે ઘણી થોડી મળે છે, તેમ છતાં તે દ્વારા દેશ-કાળ અને પ્રજાની અસર સાહિત્ય ઉપર કેવી અને કેટલી થાય છે એનું માપ આપણને મળી રહે છે.
આ બધા કથનનો સાર એ છે કે, એક કાળે આપણે રસ્તુતિ-સાહિત્યના વિષયમાં ક્યાં હતા અને ત્યાંથી ખસતા ખસતા આજે ક્યાં આવ્યા ? તેમ જ એને અંગે આપણે કેવું અને કેટલું પરિવર્તન અનુભવ્યું ?—એનો ખ્યાલ આવી શકે.
એક કાળે રસુતિનું સ્વરૂપ તીર્થકરદેવના ચરિત અને ઉપદેશને શ્રદ્ધાપૂર્વક જીવનમાં ઉતારવું એ હતું. તે પછી એ મહાપુરુષને, તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનની ઝીણવટથી પરીક્ષા કરી, ઓળખવા સુધી આપણે આવ્યા, અર્થાત વિશુદ્ધ શ્રદ્ધાબળથી ખસી આપણે તર્કની સરાણે ચડ્યા. તે પછી વળી કાળાંતરે આપણે એ મહાપુરુષના જીવનની, ધર્મની કે તેમના તત્ત્વજ્ઞાનની તર્ક દ્વારા સૂક્ષ્મ પરીક્ષા કરવાનું બુદ્ધિને કષ્ટદાયક કાર્ય દૂર મૂકી ભક્તિરસમાં ભળ્યા. ખરે જ, આથી આપણે પ્રજ્ઞાની તીવ્ર કસોટીથી કંટાળીને બુદ્ધિની મંદતામાં પ્રવેશ કર્યો, એમ નથી લાગતું? આ પછી અનુક્રમે પાછા હઠતા હઠતા છેવટે આપણે વિધવિધ ભાષા, છંદ, અલંકાર આદિ સાથે સંબંધ ધરાવતા શબ્દાડંબરમાં આવી થોભ્યા.
ભાષાની પસંદગી માટે પણ આપણે જબરદસ્ત પલટો ખાધે છે. વેદિક અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રભાવને લીધે જૈનધર્મને પિતાની પ્રિયતમ પ્રાકૃત ભાષા જતી કરી તેના બદલે સંસ્કૃતભાષા અપનાવવી પડી છે. છંદ, અલંકાર આદિની પસંદગીમાં પણ લગભગ એમ જ બન્યું છે, અર્થાત ગાથા, વૈતાલીય આદિ અમુક ગણ્યા-ગાંઠયા છંદ તેમ જ અલંકારોને પસંદ કરનાર જૈન સંસ્કૃતિને વિધવિધ છંદ, અલંકાર આદિ સ્વીકારવા પડયા છે.
આ બધી વાત મુખ્યત્વે કરીને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં ગૂંથાયેલ સ્તુતિ-સ્તોત્રસાહિત્યને લક્ષીને થઈ. છેવટે આ બધાયમાંથી પલટી ખાઈ ગુજરાતી ભાષા અને જુદા જુદા પ્રકારનાં
Page #4
--------------------------------------------------------------------------
________________ સ્તુતિ તેત્રાદિ સાહિત્યમાં કેમિક પરિવર્તન [161 રાગ-રાગિણીની પસંદગીમાં મોટે ભાગે સહવાસી પ્રજા અને સંપ્રદાયાંતરની અસર ઘણી જ થઈ છે, એ આપણે તે તે કૃતિઓના પ્રારંભમાં આપેલ ચાલ અથવા રાહ બતાવનાર કડી ઉપરથી સમજી શકીએ છીએ. ગુર્જર સ્તુતિ-સાહિત્યના સર્જન પછી ખાસ પરિવર્તન એ થયું કે ચિત્રવિચિત્ર શબ્દાડંબરગર્ભિત સ્તુતિ-સાહિત્યના નિર્માણ સમયે ઓસરી ગયેલ ભક્તિરસ કેટલેક અંશે પાછો નવે અવતારે આવ્યો. ઉપસંહાર પ્રસ્તુત લેખમાં, આપણા વિશાળ સ્તુતિ-સાહિત્ય ઉપર દેશ, કાળ, ધર્મ, પ્રજાની સંસ્કૃતિ આદિની કેટલી અને કેવી અસર થઈ છે એ ટૂંકમાં જણાવવામાં આવ્યું છે. એ ઉપરથી એ સાહિત્યના પ્રણેતાઓ ઉપર તે તે દેશ, કાળ આદિની અસર કેટલા પ્રમાણમાં પડી હશે એનું અનુમાન આપણે દોરી શકીશું. જગતની મહાનમાં મહાન ગણાતી વિભૂતિઓ પણ પિતાને યુગની અસરથી મુક્ત રહી શકતી નથી. આચાર્ય સિદ્ધસેન, આચાર્ય મલવાદી, આચાર્ય જિનભદ્ર, આચાર્ય હરિભદ્ર, આચાર્ય હેમચંદ્ર, શ્રી યશોવિજાપાધ્યાય આદિ જેવા સમર્થ પુરુષોના ગ્રંથોનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીશું તો જણાશે કે એ મહાપુરુષો પણ પોતાના દેશ-કાળની અસરથી મુક્ત રહી શક્યા નથી, એટલું જ નહિ, પણ પ્રસંગ આવતાં ભિન્ન ભિન્ન પ્રકારની લાગણીઓના આવેશમાં પણ આવી ગયા છે. [“શ્રી જૈન ધર્મ પ્રકાશ, સુવર્ણ મહોત્સવ વિશેષાંક, ચૈત્ર, સં. 1991]