________________
૧૬૦].
જ્ઞાનાંજલિ વિધવિધ યમક-શ્લેષ-ચિત્રાલંકારમય કૃતિઓ ગૂંથાવા લાગી ત્યારથી એ રાત્રોમાં કલામંદિર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, ઋષભ પંચાશિકા, વીતરાગસ્તોત્ર, રત્નાકર પચ્ચીસી આદિ સ્તોત્રોના જેવી ભાવવાહિતાએ ગૌણરૂપ લીધું અને તેનું મુખ્ય સ્થાન લગભગ શબ્દાડંબરે લીધું. આ કહેવાને અર્થ એ નથી કે ઉપર્યુક્ત આલંકારિક કૃતિઓમાં ભક્તિરસ નથી જ હોત; એમાં ભક્તિરસ હોય છે તો ખરી જ, પરંતુ બાહ્ય શાબ્દિક તેમ જ આર્થિક ચિત્રવિચિત્રતા શોધવા જતાં આંતર ભક્તિરસ ઢંકાઈ જાય છે અથવા ઝાંખો પડી જાય છે.
આ પ્રમાણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં રચાતા રતુતિ-સ્તોત્રાદિ-સાહિત્યે લગભગ સોળમી સદીમાં ન પલટો ખાધે, જેને પરિણામે જે રસ્તુતિ-સ્તોત્રાદિ-સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃતાદિ ભાષામાં નિર્માણ થતું હતું તે અનુક્રમે વધારે ને વધારે ગુજરાતી ભાષામાં ગૂંથાતું ચાલ્યું. આની અસર એટલે સુધી થઈ કે ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજપાધ્યાય અને તેમના સહાધ્યાયી શ્રીમાન વિનયવિજયોપાધ્યાય જેવાને પણ આ જાતનું વિપુલ સ્તુતિ-સ્તવનાદિ-સાહિત્ય સર્જાવાની આવશ્યક્તા જણાઈ અથવા એમ કહીએ કે ફરજ પડી. આ બધાને પરિણામે ગુજરાતી ભાષાના સ્તુતિ-સાહિત્યમાં ઢગલાબંધ ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, દેવવંદન, પૂજા, ભાસ, ગીત, ફાગ વગેરે કંઈ કંઈ પ્રકારની કૃતિઓનો ઉમેરો થયે.
આ સિવાય ભિન્ન ભિન્ન દેશમાં પાદવિહારથી વિચરતા જૈનાચાર્યાદિએ તે તે દેશની ભાષામાં કેટલીક રચનાઓ કરેલી છે, અર્થાત ગુજરાતી, હિંદી, મારવાડી, પંજાબી, કચ્છી, દક્ષિણી, ફારસી વગેરે અનેક ભાષામાં અનેકાનેક કૃતિઓ કરી છે. આ બધી કૃતિઓ જોકે ઘણી થોડી મળે છે, તેમ છતાં તે દ્વારા દેશ-કાળ અને પ્રજાની અસર સાહિત્ય ઉપર કેવી અને કેટલી થાય છે એનું માપ આપણને મળી રહે છે.
આ બધા કથનનો સાર એ છે કે, એક કાળે આપણે રસ્તુતિ-સાહિત્યના વિષયમાં ક્યાં હતા અને ત્યાંથી ખસતા ખસતા આજે ક્યાં આવ્યા ? તેમ જ એને અંગે આપણે કેવું અને કેટલું પરિવર્તન અનુભવ્યું ?—એનો ખ્યાલ આવી શકે.
એક કાળે રસુતિનું સ્વરૂપ તીર્થકરદેવના ચરિત અને ઉપદેશને શ્રદ્ધાપૂર્વક જીવનમાં ઉતારવું એ હતું. તે પછી એ મહાપુરુષને, તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનની ઝીણવટથી પરીક્ષા કરી, ઓળખવા સુધી આપણે આવ્યા, અર્થાત વિશુદ્ધ શ્રદ્ધાબળથી ખસી આપણે તર્કની સરાણે ચડ્યા. તે પછી વળી કાળાંતરે આપણે એ મહાપુરુષના જીવનની, ધર્મની કે તેમના તત્ત્વજ્ઞાનની તર્ક દ્વારા સૂક્ષ્મ પરીક્ષા કરવાનું બુદ્ધિને કષ્ટદાયક કાર્ય દૂર મૂકી ભક્તિરસમાં ભળ્યા. ખરે જ, આથી આપણે પ્રજ્ઞાની તીવ્ર કસોટીથી કંટાળીને બુદ્ધિની મંદતામાં પ્રવેશ કર્યો, એમ નથી લાગતું? આ પછી અનુક્રમે પાછા હઠતા હઠતા છેવટે આપણે વિધવિધ ભાષા, છંદ, અલંકાર આદિ સાથે સંબંધ ધરાવતા શબ્દાડંબરમાં આવી થોભ્યા.
ભાષાની પસંદગી માટે પણ આપણે જબરદસ્ત પલટો ખાધે છે. વેદિક અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રભાવને લીધે જૈનધર્મને પિતાની પ્રિયતમ પ્રાકૃત ભાષા જતી કરી તેના બદલે સંસ્કૃતભાષા અપનાવવી પડી છે. છંદ, અલંકાર આદિની પસંદગીમાં પણ લગભગ એમ જ બન્યું છે, અર્થાત ગાથા, વૈતાલીય આદિ અમુક ગણ્યા-ગાંઠયા છંદ તેમ જ અલંકારોને પસંદ કરનાર જૈન સંસ્કૃતિને વિધવિધ છંદ, અલંકાર આદિ સ્વીકારવા પડયા છે.
આ બધી વાત મુખ્યત્વે કરીને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં ગૂંથાયેલ સ્તુતિ-સ્તોત્રસાહિત્યને લક્ષીને થઈ. છેવટે આ બધાયમાંથી પલટી ખાઈ ગુજરાતી ભાષા અને જુદા જુદા પ્રકારનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org