Book Title: Sauma Vruddha pan Sauthi Juvan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249290/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સામાં વૃદ્ધ પણ સાથી જીવાન [ ૧૮ ] શરીર ઘરડુ થવા લાગે ત્યારે પણ મન નબળુ ન પડે, વિચારા, નિયે. અને આમાં જરાય માળાશ ન આવે એવા વૃદ્ધ યુવા વિરલ હોય છે. શ્રી મણિભાઈ એવા એક વિરલ વૃદ્ધયુવક હતા એની પ્રતીતિ તેમના દરેક પરિચિતને હશે એમ હું સમજું છું. જુદાં જુદાં સ્થાનાના જૈન યુવકસંધના સભ્યાને હું જાણુ છું ત્યાં લગી એમ નિઃશંક કહી શકું છું કે એ સભ્યામાં શ્રી મણિભાઈ જેટલો વૃદ્ધ અને તેમના જેવા યુવક મે નથી જોયેા. યુવકસંધના તરુણુ સભ્યોમાં પણુ ફટાકટીને પ્રસ ંગે માસિક ઘડપણ જોયું છે, જ્યારે મણિભાઈમાં તેથી ઊલટું અનુભવ્યું છે. જેમ મુશ્કેલી વધારે તેમ તેમની જુવાની વધારે દીપી નીકળે, અમદાવાદ અને બીન્ન સ્થાનના જૈન યુવકસ ંઘે નામશેષ થયા અગર ઘરડા થયા ત્યારે પણ મુંબઈ ને! એ સંધ જીવાની સેવે છે એમાં શ્રી મણિભાઈના હાથ મુખ્ય છે એમ હું સમજુ છું. એમણે પોતાની કુનેહ, આદર્શની ઉચ્ચતા અને સહજ માયાળુતા વગેરે ગુણેથી અનેક તણાને યુવકસ'ધ પ્રત્યે આકર્ષ્યા, કેટલાકને હંમેશ માટે તેની સાથે સંકળાવા લલચાવ્યા એથી જ આપણે મુંબઈ જૈન યુવકસને અને તેની વિવિધપ્રવૃત્તિઓને નિત્યનૂતન રૂપમાં જોઈ એ છીએ. કાશી કે આગ્રાથી ( બરાબર યાદ નથી ) હું વઢવાણુ કેમ્પ ગયેલા. કેટલાક મિત્રો મણિભાઈ ને ત્યાં જમનાર હતા. મતે પણ લઈ ગયા. હુ મણભાઈ ને જાણતા જ નહિ. પ્રથમ પરિચયે એટલી છાપ પડી કે આ મળવા જેવા છે. ત્યારબાદ તે! દસ-પદર વર્ષે ગયાં હશે. જ્યારે ૧૯૩૦ની હિલચાલ વખતે પશુસણુ વ્યાખ્યાનમાળાએ અમદાવાદમાં જાહેર રૂપ લીધું ત્યારે તેના ક્રાંઈક પડધા મુબઈમાં પડથા. એને ઝીલનાર જે બે વ્યક્તિ મુખ્ય હતી, તેમાં શ્રી મણિભાઈ પ્રધાન અને બીજા અમીચંદ ખીમચ ંદ, મુંબઈમાં વ્યાખ્યાનમાળાની શરૂઆત થઈ અને મારે પરિચય શ્રી મણિભાઈ સાથે વધતા ચાઢ્યા. એમ તે કદાચ તેએ મહાવીર વિદ્યાલય આદિ સ્થળે મળ્યા હશે પણ મારું સ્પષ્ટ સ્મરણ વ્યાખ્યાનમાળાથી શરૂ Page #2 -------------------------------------------------------------------------- ________________ સૌમાં વૃદ્ધ પણ સૌથી વાન [ ૧૩૧ ચાય છે. મેં જોયું કે શ્રી મણિભાઈની ધગશ જૈન સમાજના સંકુચિત વાડાઓને ભેદી સવાદી એકતા સ્થાપવાની છે. એ પણ જોયુ કે તેમને અયેાગ્ય તેમ જ બાળદીક્ષા બહુ ખટકે છે. ઊગતી પેઢીને સંસ્કારી, શિક્ષિત અને ઉદ્યોગી બનાવવાની પણ તેમની ધગશ જોઈ. સ્ત્રીવર્ગ, ખાસ કરી વિધવા અને મંતર પરાશ્રિત વર્ગ પ્રત્યે એમની મમતા જોઈ, ચાલુ ક્રિકાવાર જૈન સંસ્થાઓમાં ઉદાર તત્ત્વ દાખલ કરવાની ભાવના જોઈ, વગેરે વગેરે કેટલાંય ઉદાત્ત તત્ત્વાને મને સાક્ષાત્કાર થયા, અને સાથે એ પણ જોયું કે તેઓ જે વિચાર બધે છે તેને અમલમાં મૂકવા માટે પણ તે બધુ જ કરી છૂટે છે ત્યારે તેમનાં પ્રત્યે અનન્ય આદર બંધાયા. અને મનમાં થયુ' કે 'સયુક્ત જૈન વિદ્યાથીગૃહ”ની કલ્પના જેને કેટલાંય વર્ષો અગાઉ આવેલી, અને જેણે મૃત પશુ કરેલી તે શ્રી માંશુભાઈ ખરેખર પહેલેથી જક્રાન્તિકારી તત્ત્વ ધરાવનાર છે. ' શ્રી મણિભાઈ દેખીતી રીતે કામ જૈન સમાજને લક્ષી કરતા, પણ રાષ્ટ્રીયતા અને માનવતા તેમના હાડમાં હતી. તેથી કાઈ પણ શુભ પ્રવૃત્તિને બનતા ટકા આપવા અને પેાતાની જાતના શ્રીગણેશ કરવા એ તેમને મૂળમત્ર. પ્રભુ જૈન ' ચલાવવું હોય, વ્યાખ્યાનમાળા વિકસાવવી હોય, અયેાગ્ય દીક્ષાવિધી હિલચાલ શરૂ કરવી હોય, વિદ્યાથી એને કે વિદ્યાર્થિ નીઓને ભણવામાં મદદ કરવી હોય, સંસ્થામાં તેમને ગવવાં હોય, નવાસવા આવેલ ધંધાથીને ધંધે ચડાવવા હોય કે કેને ચાલતા ધંધામાં ટકા આપવા હોય, એમ અનેક ક્ષેત્રે શ્રી મણિભાઈ ને પહેલ કરતાં તૈયા છે. તેથી જ તેમના પ્રત્યે સુધારક કે રૂઢિચુસ્ત સહુના એકસરખા આદર જોવામાં આવે છે. ‘ સયુક્ત જૈન વિદ્યાથી ગૃહને તેમના છેલ્લે મનેાથ આટલી હદે સફ્ળ થયે તેની પાછળ આ જ ભૂમિકા રહી છે, શ્રી મણિભાઈ શઢ અને સંકુચિતતા સામે ઊળી ઊઠતા. ખેલે ત્યારે એમ લાગે કે રાત્રે ભરાયા છે પણ ક્લિમાં ડંખ મેં નથી જોયા. એક રીતે તેમનામાં ગુણુદ્દેન મુખ્ય હતું. ખાસ દોષ દેખાય તે ત્યાં તટસ્થ, પણ મનમાં વૃત્તિ ન પેશે. જેએ તેમને જાણે છે તેમને તે કહેવાની જરૂરી નથી કે તેઓ કેટલા નમ્ર હતા. વચગાળામાં તેમની આર્થિક સ્થિતિ નબળી પડેલી પણ વળી ઊજળા દિવસ આવ્યા અને તેઓએ ાતે જઈ પોતાના લેદારાને જગાડી ચૂકતે લેણું આપી દીધું. ઘણા લેદારના વારસે એવા હતા કે જેએ આ લહેણા વિષે કાંઈ જાણતા જ નહીં, પણ મણિભાઈ એ જાના ચેપડા કઢાવી પાઈએ પાઈ ચકવી. હું સમજ Page #3 -------------------------------------------------------------------------- ________________ 132] દર્શન અને ચિંતન છું કે આ પૈસાની ઉચાપતના તેમ જ થાપણ એળવવાના જમાનામાં શ્રી મણિભાઈનું વર્તન શાસ્ત્રમાં વર્ણિત સાચા જેનને ભે તેવું જ છે. મણિભાઈ ભણેલ બહુ નહિ. ગુજરાતી અને હિંદી સારાં લખાણે ખૂબ વાંચે પણ તેમાંથી સારભાગ એવો પકડે કે જે તેમનાં કામમાં પ્રગટ થાય. પિતે પાછળ રહી બીજા સુયોગ્ય કાર્યકર્તાને આગળ આણવો અને તેના ઉપર એવો વિશ્વાસ મૂકો કે જેથી તેને કામ કરવામાં કદી નિરાશા - વ્યાપે અને કામમાં આવી પડતી આર્થિક કે બીજી મુશ્કેલીઓને ભાર પિતાને માથે વહોરવો એ મણિભાઈની ખાસ વિશેષતા, તેથી જ આપણે જોઈએ છીએ કે મુંબઈ જન યુવક સંધને શ્રી ચિમનલાલ ચકુભાઈ, શ્રી પરમાનંદ કાપડિયા, શ્રી દીપચંદભાઈ, શ્રી તારાચંદ કોઠારી આદિ કાર્યકર્તાઓ મળ્યા છે અને અત્યારે સૌનું ધ્યાન ખેંચે એવી વિવિધ પ્રવૃત્તિઓ સંઘ ચલાવે છે. મને તે જ્યારે મળે ત્યારે મણિભાઈ એક જ વાત કહે કે મારે લાયક કામ બતાવજો. અને મેં જોયું છે કે તેમના એ ઉગારે કદી ઔપચારિક ન હતા. શરીર ખૂબ લથડયું ત્યારે પણ કરેલ સંકલ્પને સિદ્ધ કરવા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ” માટે તેમણે એક જહેમત ઉઠાવી છે. * મેં એ પણ જોયું છે કે તેમના ચિ. રમણલાલ પિતા પ્રત્યે કેવા વફાદાર અને કેવા કહ્યાગરા. આ એક વારસાગત ગુણુ છે કે બહુ ઓછા કુટુંબમાં આજે દેખાય છે. શ્રી મણિભાઈને પોતાના જીવનમાં આ એક પરમ સતિષ હશે એમ હું સમજુ છું. ગયા જૂનની ૧૦મી તારીખ આસપાસ મુંબઈમાં તેઓ સાવ લથડેલી તબિયતે મેટરમાં આવી મળી ગયા. અને હું શરમાઈ ગયો કે આજ જાઉં કાલ જાઉં એમ કરતાં મેરું થયું ને મણિભાઈ છેવટે આવ્યા વિના ન રહ્યા. એક રીતે તેમણે સાચેસાચું જીવી જાણ્યું છે. સમજદાર સમક્ષ જીવનને નમૂને રજૂ કર્યો છે. કાર્યકર્તાઓ સમક્ષ પ્રવૃત્તિઓ પાથરી છે. વિદ્યાર્થી ગૃહના ભાવિ વિશાળ કાર્ય અને પ્રબુદ્ધ જૈન”ના ભાવિ ઉત્કર્ષ માટે માર્ગ મોકળો છે. આપણે સહુ પાછળના તેમના પ્રત્યે માન ધરાવનાર તે બધી પ્રવૃત્તિઓને પૂરે વેગ આપીએ અને યુવકસંઘને એ વિકસાવીએ કે બીજા નામશેષ થયેલા યુવકસંઘે ફરી બળ પામે તેમ જ કાર્ય કરતા થાય તો શ્રી. મણિભાઈનું સ્મરણ વધારે લેખે લાગ્યું ગણાશે. –પ્રબુદ્ધ જૈન, 1 ઓગસ્ટ ૧૫ર