________________ 132] દર્શન અને ચિંતન છું કે આ પૈસાની ઉચાપતના તેમ જ થાપણ એળવવાના જમાનામાં શ્રી મણિભાઈનું વર્તન શાસ્ત્રમાં વર્ણિત સાચા જેનને ભે તેવું જ છે. મણિભાઈ ભણેલ બહુ નહિ. ગુજરાતી અને હિંદી સારાં લખાણે ખૂબ વાંચે પણ તેમાંથી સારભાગ એવો પકડે કે જે તેમનાં કામમાં પ્રગટ થાય. પિતે પાછળ રહી બીજા સુયોગ્ય કાર્યકર્તાને આગળ આણવો અને તેના ઉપર એવો વિશ્વાસ મૂકો કે જેથી તેને કામ કરવામાં કદી નિરાશા - વ્યાપે અને કામમાં આવી પડતી આર્થિક કે બીજી મુશ્કેલીઓને ભાર પિતાને માથે વહોરવો એ મણિભાઈની ખાસ વિશેષતા, તેથી જ આપણે જોઈએ છીએ કે મુંબઈ જન યુવક સંધને શ્રી ચિમનલાલ ચકુભાઈ, શ્રી પરમાનંદ કાપડિયા, શ્રી દીપચંદભાઈ, શ્રી તારાચંદ કોઠારી આદિ કાર્યકર્તાઓ મળ્યા છે અને અત્યારે સૌનું ધ્યાન ખેંચે એવી વિવિધ પ્રવૃત્તિઓ સંઘ ચલાવે છે. મને તે જ્યારે મળે ત્યારે મણિભાઈ એક જ વાત કહે કે મારે લાયક કામ બતાવજો. અને મેં જોયું છે કે તેમના એ ઉગારે કદી ઔપચારિક ન હતા. શરીર ખૂબ લથડયું ત્યારે પણ કરેલ સંકલ્પને સિદ્ધ કરવા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ” માટે તેમણે એક જહેમત ઉઠાવી છે. * મેં એ પણ જોયું છે કે તેમના ચિ. રમણલાલ પિતા પ્રત્યે કેવા વફાદાર અને કેવા કહ્યાગરા. આ એક વારસાગત ગુણુ છે કે બહુ ઓછા કુટુંબમાં આજે દેખાય છે. શ્રી મણિભાઈને પોતાના જીવનમાં આ એક પરમ સતિષ હશે એમ હું સમજુ છું. ગયા જૂનની ૧૦મી તારીખ આસપાસ મુંબઈમાં તેઓ સાવ લથડેલી તબિયતે મેટરમાં આવી મળી ગયા. અને હું શરમાઈ ગયો કે આજ જાઉં કાલ જાઉં એમ કરતાં મેરું થયું ને મણિભાઈ છેવટે આવ્યા વિના ન રહ્યા. એક રીતે તેમણે સાચેસાચું જીવી જાણ્યું છે. સમજદાર સમક્ષ જીવનને નમૂને રજૂ કર્યો છે. કાર્યકર્તાઓ સમક્ષ પ્રવૃત્તિઓ પાથરી છે. વિદ્યાર્થી ગૃહના ભાવિ વિશાળ કાર્ય અને પ્રબુદ્ધ જૈન”ના ભાવિ ઉત્કર્ષ માટે માર્ગ મોકળો છે. આપણે સહુ પાછળના તેમના પ્રત્યે માન ધરાવનાર તે બધી પ્રવૃત્તિઓને પૂરે વેગ આપીએ અને યુવકસંઘને એ વિકસાવીએ કે બીજા નામશેષ થયેલા યુવકસંઘે ફરી બળ પામે તેમ જ કાર્ય કરતા થાય તો શ્રી. મણિભાઈનું સ્મરણ વધારે લેખે લાગ્યું ગણાશે. –પ્રબુદ્ધ જૈન, 1 ઓગસ્ટ ૧૫ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org