Page #1
--------------------------------------------------------------------------
________________
૧૮. સૌહાર્દર્તિ શ્રી મોતીલાલ કાપડિયા
બાળપણ અને અભ્યાસ: જૈન સમાજની ઉન્નતિ કરનારી દરેક પ્રવૃત્તિ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મોતીલાલ કાપડિયાનો જન્મ તા. ૭–૧૨–૧૮૭૯ના રોજ ભાવનગરમાં થયો હતો. બી. એ. સુધીનો અભ્યાસ તેમણે ભાવનગરમાં ક્યોં અને એલએલ. બી.ના અભ્યાસ માટે તેઓ મુંબઈ આવ્યા. ઈ. સ. ૧૯૧૦ માં તેમણે સોલિસિટરની પરીક્ષા પસાર કરી અને તેમના મિત્ર દેવીદાસ દેસાઈ સાથે મળીને “મોતીચંદ એન્ડ દેવીદાસ’ નામની સોલિસિટરની પેઢીની સ્થાપના કરી. જૈન સમાજની બહુ જાણીતી વ્યકિત કુંવરજી કાપડિયા તેમના કાકા હતા. તેમની પાસેથી તેમણે ઊિંડા ધાર્મિક સંસ્કારો મેળવ્યા અને ધર્મસાહિત્યમાં ઊંડી અભિરુચિ પ્રાપ્ત કરી.
સામાજિક સંસ્થાકીય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સોલિસિટરની કારકિર્દી દરમિયાન તેમણે એક ધંધાદારી સોલિસિટર તરીકે સારી નામના મેળવી. ઉપરાંત, જાહેર જીવનનાં અનેક ક્ષેત્રોમાં તેમણે પ્રવેશ ક્યો અને દરેક ક્ષેત્રને અનેકવિધ સેવાઓ વડે તેમણે શોભાવ્યું. જૈન સમાજની એક પણ પ્રવૃત્તિ એવી નહોતી કે જેમાં તેમણે મહત્વનો ફાળો આપ્યો ન હોય. જૈન સમાજમાં તેમણે શરૂ કરેલી બે મુખ્ય પ્રવૃત્તિઓ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” અને “શ્રી જૈન શ્વે. મૂ. કોન્ફરન્સ’ સાથે નો તેમનું નામ સદાને માટે
૧૩૭
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અર્વાચીન જૈન જયોતિર્ધરો
જોડાયેલું રહેશે, મુંબઈની કૉલેજોમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને રહેવાખાવાની સગવડ મળી રહે એ માટે તેમણે ઈ. સ. ૧૯૧૬ની સાલમાં ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય ’ની સ્થાપના કરી હતી.
આ સંસ્થાના તેઓ પ્રારંભથી જ મંત્રી હતા; એટલું જ નહિ પણ પ્રાણપૂરક આત્મા હતા. આ સંસ્થાના વિકાસ માટે તેઓ અનેક અપમાનો સહીને, ઘેર ઘેર ફંડ માટે ફર્યા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમની ચોવીસે કલાકની ચિાનો વિષય હતો. આજે આ સંસ્થા ખૂબ વિકાસ પામી છે અને તેની અનેક શાખા-પ્રશાખાઓ નિર્માણ થઈ ચૂકી છે. એ તેમની ૩૪ વર્ષની અખંડ તપસ્યાનું એક મૂર્તિમંત ચિરંજીવી સ્મારક છે.
આવી જ રીતે શ્રી જૈન શ્વે. મૂ. કૉન્ફ્રન્સને અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે જીવતી અને વેગવતી રાખવા માટે તેમણે અપાર પ્રયત્ન કર્યો છે. તેમના દિલમાં કૉન્ફરન્સ માટે ઊંડી લાગણી હતી. આ કૉન્ફરન્સમાં તેમણે ઘણા સમય સુધી અગ્રસ્થાને રહી કાર્ય કર્યું છે.
સમયના પરિવર્તન સાથે તેમના વિચારો અને વલણમાં પણ ઉત્તરોત્તર પરિવર્તન થઈ રહ્યું હતું. અપ્રતિમ શ્રદ્ધાળુ જૈન હોવા છતાં તેમજ તેમની ધર્મશ્રદ્ધા જીવનના અંત સુધી જળવાઈ રહી હોવા છતાં અનેક સામાજિક અને ધાર્મિક પ્રશ્નો પરત્વે તેમનું વલણ સમયના પરિવર્તન સાથે બદલાયું હતું. વિચારક્ષેત્રમાં વ્યાપક અવલોકન અને અનુભવના આધારે પરિવર્તન ચાલુ રહેતું, તેમ છતાં સામાજિક કાર્યોમાં તેમનાં વલણ અને કાર્યપદ્ધતિ હંમેશાં સમાધાનકારક રહેતાં. તેઓની કાર્યપદ્ધતિ, વિચાર કરતાં કાર્યને વધારે મહત્ત્વ આપવાની હતી.
સમાજના વિવિધ કોટિના માણસો સાથે હળીમળીને ચાલવું, કોઈને લેશ પણ દુ:ખ ન થાય તેમ બોલવું કે વર્તવું એ તેમની સહજ વૃત્તિ હતી. જે સંસ્થાઓનું એમના હૈયે હિત વસ્યું હતું એ સંસ્થાઓનો ઉત્કર્ષ કેમ થાય અને આર્થિક લાભ કેમ થાય તે રીતે તેઓ સૌ સાથે કામ લેતા. બાંધછોડ કરવી અને સમાધાન સાધતા રહેવું, જૂના વર્ગને સંભાળવો અને નવા વર્ગ સાથે સંપર્ક ચાલુ રાખવો એ તેમની કાર્યનીતિ હતી. કોઈ પણ શુભ કાર્યમાં-પછી તે કોમી હો, સાંપ્રદાયિક હો કે રાષ્ટ્રીય હો—પોતાથી બને તેટલા મદદરૂપ થવું આ તેમની જીવનએષણા હતી. તેમનું માનસ સતત વિકાસશીલ હતું. તેથી તેમની જાહેર પ્રવૃત્તિ પણ સતત વિકાસશીલ બની હતી.
શાન-આરાધના અને સાહિત્યસેવા : જેવો ઉજજવળ તેમનો કર્મયોગ હતો તેવો જ ઉજ્જ્વળ તેમનો જ્ઞાનયોગ હતો. તેમનું વાચનક્ષેત્ર અતિ વિશાળ હતું. તેમાં પણ જૈન સાહિત્ય તો તેમના ઊંડા અવગાહનનો વિષય હતો, સાહિત્યવાચનનો, બને તેટલા સામયિક પત્રો જોતાં રહેવાનો, તેમને નાનપણથી જ ખૂબ શોખ હતો. તેઓ વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારથી જ લેખનપ્રવૃત્તિ તરફ વળેલા હતા. સૌપ્રથમ તેમણે ‘જૈન ધર્મપ્રકાશ ’ નામના માસિકમાં લખવાનું શરૂ કરેલું; ત્યારબાદ તેમનાં લખેલાં પુસ્તકો અવારનવાર પ્રગટ થવા લાગ્યાં.
Page #3
--------------------------------------------------------------------------
________________
સૌહાર્દમૂતિ શ્રી મોતીલાલ કાપડિયા
૧૩૯
તેમનાં લખાણોનો મોટો ભાગ જાણીતા જૈનાચાર્યોની વિશિષ્ટ કૃતિઓના સવિસ્તર વિવેચનો રૂપે છે. આધ્યાત્મિક અને વૈરાગ્યપ્રેરક સાહિત્ય તરફ તેઓ મૂળથી જ ઢળેલા હતા. એટલે વિવેચનો માટે પસંદગી પણ તેઓ આ ઢબના સાહિત્યની જ કરતા. સૌથી પ્રથમ શ્રી મુનિસુન્દરસૂરિએ રચેલ “અધ્યાત્મકલ્પદ્રમ” ઉપરનું તેમનું વિવેચન સન ૧૯૦૯માં પ્રગટ થયું અને એ અત્યન્ત લોકપ્રિય બન્યું. ત્યાર પછી “આનંદઘન પદ્યરત્નાવલિ'નો પહેલો ભાગ બહાર પડ્યો. આ દળદાર ગ્રંથમાં શ્રી આનંદધનજીનાં પચ્ચાસ પદોનું સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. જૈન મુનિ શ્રી સિદ્ધર્ષિગણિએ રચેલ “ઉપમિતિ ભવપ્રપંચ કથા’ સંસ્કૃત ભાષાસાહિત્યનો એક પ્રસિદ્ધ અને ભવ્ય ગ્રંથ છે. તેનો આદ્યા અનુવાદ ત્રણ ભાગમાં તેમણે બહાર પાડયો. તેમાંના એક ભાગમાં સિદ્ધર્ષિનાં જીવન અને સાહિત્યની અતિ વિસ્તૃત અને અંતિહાસિક સમાલોચના કરવામાં આવી છે. “શાનસુધારસ” નામના વૈરાગ્યરસપ્રધાન રોય મહાકાવ્યનું તેમણે ઉલાસભર્યું વિવેચન પ્રગટ કર્યું. ડૉ. બુલરે લખેલા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો. આ ઉપરાંત જૈન દેષ્ટિએ યોગ, નવયુગનો જૈન, યશોધર ચરિત્ર, મોતીશા શેઠનું ચરિત્ર, ‘બહોત ગઈ થોડી રહી’ વગેરે તેમણે રચેલાં અનેક નાનાં-મોટાં પુસ્તકો આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યાં છે.
ઈ. સ. ૧૯૪૮ ના ઑગસ્ટ માસની મોટી બીમારી પછીથી અવસાન સુધીના અઢી વર્ષના ગાળા દરમિયાન “પ્રશમરતિ’ નામના જાણીતા ધર્મગ્રંથ ઉપર તેમણે સવિસ્તર વિવેચન લખ્યું. શ્રી આનંદધનનાં બાકીનાં પદો અને ચોવીસી ઉપર આનંદઘન પદ્યરત્નાવલીના ધોરણે વિવેચન લખી આનંદઘનને લગતું પોતાનું કાર્ય પૂરું કર્યું. મહાવીર સ્વામી વિષે જે કાંઈ કાવ્યો, સ્તવનો, ભજનો રચાયાં હોય તે સર્વને એક ગ્રંથાવલિમાં સંગ્રહીત કરવાની તેમની ઇચ્છા હતી. આ ઇચ્છા મુજબ આ ગ્રંથાવલિની યોજનાને તેમણે પચીસ ભાગમાં વહેંચી નાખી હતી. તેમાંથી મહાવીર સ્વામીના પૂર્વભવને લગતો પહેલો વિભાગ તેમણે પૂરો કર્યો હતો અને બીજો વિભાગ અવસાન પૂર્વે થોડા સમય પહેલાં શરૂ કર્યો હતો. આમ તેમનું અપ્રગટ સાહિત્ય પણ થોબંધ પડેલું છે અને પ્રગટ સાહિત્યમાંના ઘણાખરા ગ્રંથો પુનર્મુદ્રણની પ્રતીક્ષા કરી રહ્યા છે.
સાહિત્યલેખનની શૈલી : તેમના લેખનસાહિત્યનો સમગ્રપણે વિચાર કરતાં માલુમ પડે છે કે તેઓ આમજનતાના માનવી હતા. તેમની આંખ સામે ઓછું ભણેલી અને ઓછી સમજણવાળી ભદ્ર જનતા હતી. આવા જનસમાજને ધર્મમાર્ગે, અધ્યાત્મને પંથે, વૈરાગ્યના રસ્તે વાળવાની તેમના દિલમાં ઊંડી તમન્ના હતી. પરિણામે એકની એક વાત તેઓ ફરીફરીને કહેતા. એક જ તત્ત્વને ભિન્ન ભિન્ન સ્વરૂપમાં રજૂ કરતાં તેઓ કદી થાકતા નહોતા. ધર્મકથામાં પુનરુક્તિ એ દોષ નથી એમ તેઓ માનતા. સામાન્ય જનતા ટૂંકામાં ન જ સમજે એવો તેમનો અનુભવ હતો. પરિણામે તેમની લેખનશૈલી સાદી, સરળ, જાતજાતના ટુચકાઓથી ભરેલી અને પ્રસ્તુત વિષયને સાધારણ રીતે વિસ્તારથી આલેખવા તરફ સદા ઢળેલી રહેતી.
Page #4
--------------------------------------------------------------------------
________________ 140 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો વિશિષ્ટ ગુણો અને સંસ્કારિતા : અપ્રતિમ આશાવાદ એ તેમના જીવનનો સૌથી મોટો ગુણ છે. જયારે કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતિ અંગે અન્ય સર્વ અને નિરાશ બની બેઠાં હોય, ત્યારે તેમની નજર તેમાંથી પણ કોઈ નાનું-સરખું આશાપ્રેરક કિરણ શોધી કાઢની અને પોતાનું નાવ પૂરા ઉત્સાહપૂર્વક તેઓ હંકારી મૂકતા. તેમનો બીજો એક વિશિષ્ટ ગુણ તેમની પ્રકૃતિને વરેલું ઉમદા પ્રકારનું સૌહા' હતું. મરતાંને પણ મર ન કહેવું એ તેમનો સ્વભાવ હતો. નાના-મોટા સૌ કોઈને દિલના ઉમળકાથી બોલાવે, કોઈનું કામ કરી છૂટવામાં આનંદ માને, સમાજહિતકારી સ કોઈ પ્રવૃત્તિઓ વિષે હાર્દિક સહાનુભૂતિ ધરાવે અને જયાં જેટલો પોતાનો હાથ લંબાવી શકાય ત્યાં કેટલો લાંબાવવામાં જરા પણ પાછી પાની ન કરે. જૈન ધર્મ પ્રત્યે અપ્રતિમ અનુરાગ તથા શ્રદ્ધા હોવા છતાં અન્ય ધર્મ કે સંપ્રદાય પ્રત્યે લેશ પણ અનાદર ન ચિત્તવે–આ તેમનામાં રહેલાં અખૂટ સૌહાર્દનાં જ વ્યક્તિ સ્વરૂપો હતાં. અવિરત પરિશ્રમ લેવાની તાકાત એ જ તેમના જીવનની સફળતાની મોટામાં મોટી ચાવી હતી. ૬૯મા વર્ષે મોટી માંદગી આવી તે પહેલાં થાક શું ને તેમણે કદી જાયું ન હતું. કોઈ પણ બાબતમાં પાછળ રહી જવું તેમને પરવડતું જ નહિ. તેમનો બીજો એક અનુકરણ યોગ્ય ગુણ નમ્રતા હતો. તેમને જયારે કોઈ પણ વર્ગની કે સંસ્થાની નેતાગીરી સોંપાતી ત્યારે તેને તેઓ પૂરી દક્ષતા અને અપૂર્તા કાર્યશક્તિ દ્વારા શોભાવતા. તેમના ભાગે જયારે કોઈના અનુયાયી બનવાનું આવતું તો તે અનુયાથીધર્મને પણ એવી જ વફાદારી અને કાર્યનિષ્ઠાથી તેમણે સાર્થક કર્યો હતો. તેમણે કોઈની પાછળ ચાલવામાં કદી નાનમ અનુભવી નહોતી. જેમાં જેની વિરોષતા જણાતી ત્યાં તે વિશેષતાને તેમણે આદરપૂર્વક સ્વીકારી હતી. આમ, કર્મયોગ અને જ્ઞાનયોગ બંને દિશાએ અનેક પ્રવૃત્તિઓથી ભરેલું. સેવામાર્ગે વિચરતા સૌ કોઈને અનુકરણ કરવા યોગ્ય, વ્યવહાર અને આદર્શનો સુંદર સમન્વય રજૂ કરતું લાંબું જીવન વટાવીને તેઓ આજે અન્ય લોક પ્રતિ સિધાવ્યા છે અને ચિરસ્મરણીય સુવાસ મૂકતા ગયા છે. સામાન્ય સંયોગોમાંથી એકસરખી ધર્મનિષ્ઠાપૂર્વક આગળ વધતાં વધતાં એક માનવી, જીવનના અંતે સંચિત સેવાકાર્યોનો કેટલો મોટો સરવાળો મૂકી જઈ શકે છે તેનો શ્રી મોતીચંદભાઈના જીવન ઉપર નજર કરતાં ખ્યાલ આવે છે, અને તેમાંથી આપણને અનેક પ્રેરણા મળે છે.