Book Title: Samyaktva Praptinu Mul Karan Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf Catalog link: https://jainqq.org/explore/249614/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ - પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૮૩ સખ્યત્વ પ્રાપ્તિનું મૂળ કારણ સમ્યકત્વની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીયકર્મને ક્ષયે પશમ સાક્ષાત્ પ્રધાન હેતુભૂત થતું નથી. સમ્યકત્વવાળાને જ્ઞાનાવરણયકર્મને ક્ષયપશમ જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણને ક્ષપશમ મિથ્યાષ્ટિઓમાં પણ હોય છે. એ માટે “સખ્યત્વપ્રાપ્તિનું મૂળ કારણ દર્શનમોહન નિરાસ છે.” ખાસ પ્રયજનભૂત આત્મા વિગેરે પદાર્થોમાં બ્રાન્તિ ટળી જવી એ દર્શનમોહન નિરાસ ઉપર આધાર રાખે છે અને એનાથી સમ્યકત્વને આવિર્ભાવ થાય છે. આવી રીતે સમ્યકત્વની પ્રાપ્તિમાં સાધારણ રીતે સંજ્ઞી પંચેન્દ્રિમાં જ્ઞાનાવરણને જેટલે પશમ હોય છે, તે કરતાં વધુ જ્ઞાનાવરણ ક્ષયોપશમની આવશ્યક્તા હોતી નથી, કિન્તુ ઉપર કહ્યું તેમ બ્રાન્તિ નિરાસની જ અગત્યતા છે. જો કે સર્વથા બ્રાન્તિને નિરાસ કૈવલ્યદશામાં થાય છે, પણ કેટલેક અંશે મુદ્દાની બાબતમાં બ્રાન્તિ ટળી ગઈ હોય તે ક્રમશઃ સર્વ બ્રાન્તિરહિત એવી ઉરચ સ્થિતિ ઉપર આવવું સહેલા થઈ પડે છે. જેમ વસ્ત્રને એક છેડે સળગતાં ક્રમશઃ તે આખું વસ્ત્ર બળી જાય છે, તેમ આત્મબ્રાન્તિનું આવરણ એક દેશથી ખસ્યું એટલે તે સર્વથા નષ્ટ થવાને ચગ્ય થઈ જાય છે. જેમ બીજને ચંદ્ર ક્રમશઃ પૂર્ણતા ઉપર આવે છે, તેમ બ્રાન્તિના આવરણને અંશ નષ્ટ થતાં જે બીજજ્ઞાન પ્રગટે છે તે ક્રમશઃ પૂર્ણતા ઉપર આવી જાય છે. એ કારણે સમ્યકત્વ એ ખરેખર મેક્ષવૃક્ષનું બીજ છે અને તેનું મૂખ્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪]. શ્રી જી. અ. જૈન થમાળા તયા મૂળ કારણ “દશનામહને નિરાસ’ એ જ છે. પ્ર-સમ્યકત્વને એવો શું પ્રભાવ છે કે તેને અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય, તે પણ તે અસમ્યગજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને ડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તે પણ સમ્યકત્વ પ્રગટ થયે છતે સમ્યગ જ્ઞાન કહેવાય છે? ઉ.ભગવાન્ તત્ત્વાર્થસૂત્રકારે જણાવ્યું છે કે-“સવાય શ્રદ્ધાનં સભ્યપૂનમ !' યથાર્થરૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગદર્શન છે. જગતના પદાર્થોને યથાર્થરૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કેઈ સાંસારિક વાસના માટે જે તત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગદર્શન નથી, કેમકે એનું પરિણામ મોક્ષપ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે; પરન્તુ આધ્યાત્મિક વિકાસને માટે જે તત્વનિશ્ચયની ચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગદર્શન છે. તત્ત્વાર્થસૂત્ર એ અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસમ્યગજ્ઞાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતા નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન પ્રમાણ અને જેને વિષય અયથાર્થ હોય તે જ અસમ્યગજ્ઞાન પ્રમાણુભાસ કહેવાય છે. પરંતુ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સમ્ય-અસમ્યગ્રજ્ઞાનને વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહિં આ Page #3 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ 185 જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્કાન્તિ થાય તે સમ્યજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યામિક પતન થાય તે અસમ્યગજ્ઞાન, એ દષ્ટિ મૂખ્ય છે. એ પણ સંભવ છે કે-સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વી જીવને કઈ વાર કેઈ વિષયમાં શંકા, બ્રમણા, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગષક અને કદાગ્રહરહિત હેવાથી પિતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદશી પુરુષના આશ્રયથી પિતાની ભૂલ સુધારી લેવા હંમેશાં ઉત્સુક હોય છે ને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનને ઉપગ મૂખ્યતયા વાસનાનાં પિષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે, જેથી કરી સભ્યપ્રાપ્તિનું મૂખ્ય કારણ જ્ઞાનાવરણના ક્ષપશમ ઉપર નહિ, પરંતુ દર્શનમેહના નિરાસ ઉપર છે. વ્યવહાર અને આત્મિક જીદગી જેઓ પિતાની વ્યવહારુ જીંદગીને ચાહે છે તેઓ આત્મિક જીંદગી ખોવે છે અને જેઓ વ્યવહારુ જીંદગી ત્યાગે છે તેઓ આત્માના અનંત જીવનમાં અંદગીનું સ્થાન પામે છે.