Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વનાથની એક પ્રાચીન ધાતુપ્રતિમા
ડૉ. ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ, એમ. એ., પીએચ. ડી.
મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક કાયોત્સર્ગ મુદ્રાએ ખડી ધાતુપ્રતિમા છે. આ પ્રતિમાની ઊંચાઈ આશરે નવ ઈચની છે. પ્રતિમાની નીચેનું મૂળ આસન મળ્યું નથી એટલે હાલ કાઇના આસન ઉપર સ્થિર કરેલ છે. ભગવાનનો જમણો હાથ, મસ્તક તથા પાછળના સર્ષની ત્રણ ફેણુ ખંડિત છે. મસ્તક પાછળ પાંચ ફણાવાળો નાગ છે જેનું બાકીનું શરીર વાંકુંચૂંકું ભગવાનના પાછળના (પીઠના) ભાગ ઉપર થઈ પગ સુધી પહોંચે છે. ચિત્ર ૧ માં પ્રતિમાજીનો ફોટો સન્મુખથી લેવામાં આવ્યો છે. જયારે ચિત્ર ૨ માં પીઠનો ભાગ બતાવ્યો છે. ચિત્ર ૩ માં ફક્ત કમ્મર સુધીનો શરીરનો ઉપરનો ભાગ વધારે મોટો કરી બતાવ્યો છે.
આ પ્રતિમા ક્યાંથી મળી તેની કોઈ માહિતી નથી. મ્યુઝિયમમાં આ પ્રતિમા કોઈકે વેચી હોય તે વેપારીએ મૂળ સ્થળ બતાવ્યું ના હોય, વેપારીને પણ ખબર ના હોય, અને ઘણાં વર્ષો ઉપર મ્યુઝિયમમાં આવેલી આ પ્રતિમાની માહિતી ઝીણવટથી મેળવી નોંધવાની રહી પણ ગઈ હોય. ગમે તેમ હોય. આજે આપણે પ્રતિમાના રૂપવિધાન ઉપરથી એટલું તો કહી શકીએ કે ઉત્તર ભારતના કોઈ સ્થળની આ પ્રતિમા છે, દક્ષિણની નહિ.
પ્રતિમા સાવ નગ્ન છે એટલા જ કારણે એ દિગમ્બર સમ્પ્રદાયની ગણી શકાય નહિ. કેમકે વાસ્તવિક રીતે એ પ્રતિમા એ સમયમાં ભરાઈ હતી જે સમયમાં વેતામ્બર-દિગમ્બર મતભેદનો ઉદભવ પણ થયો નહોતો. એ પ્રતિમા એટલી બધી પ્રાચીન છે કે ફક્ત નગ્નત્વના કારણે એની અગત્યતા તરફ આંખ આડા કાન કરનાર વેતામ્બર જૈન પોતાના ધર્મની પ્રાચીનતાને જ અન્યાય કરી બેસશે.
સારાયે ભારતવર્ષમાં મળેલી જૈન પ્રતિમાઓમાં સૌથી વધુ પ્રાચીન પ્રતિમા કહી શકાય એવી પ્રતિમા પટણા પાસે લોહાનિપુરમાં ખોદકામમાંથી મળી આવી છે. એ પ્રતિમા એક પ્રાચીન જૈન મન્દિરના પાયાના અવશેષોમાંથી મળી છે. અશોકના ધર્મચક્રયુક્ત સિંહધ્વજ(ભારતીય રાજમુદ્રા)પર જે જાતનો ચળકાટ-ઓપ-છે તે ચળકાટ મૌર્યકાલીન શિલ્પકલાની વિશિષ્ટતા હતી. આ જૈન પ્રતિમા પણ એવા જ ચળકાટ High polish વાળી છે. હાલ પટણા મ્યુઝિયમમાં સુરક્ષિત આ પ્રતિમા જ્યાંથી મળી છે એ ભાગ પણ પ્રાચીન પાટલિપુત્ર નગરીની હદમાં જ ગણી શકાય એવો છે.
આ પ્રતિમા ચિત્ર નં. ૪ તરીકે રજૂ કરી છે. એમાં મસ્તક તથા ઘૂંટણ નીચેનો ભાગ નથી—એ તો ખંડિત થઈ ખોવાઈ ગયા, પણ ધડ અને પગ (torso and legs)ના જે ભાગ બચાવ્યા છે તે બતાવે છે કે એક તો આ પ્રતિમા કાયોત્સર્ગમુદ્રાએ અચેલ-અવસ્થામાં ઊભેલા કોઈ તીર્થંકરની છે. આપણે જાણીએ છીએ કે જિનક૯પી સાધુઓ પણ વસ્ત્ર ઈત્યાદિનો પરિગ્રહ રાખતા નથી અને તીર્થંકરો પણ પોતે નિર્વસ્ત્ર રહી ધ્યાન-સાધના કરે છે એ હકીકતનો ઈનકાર કોણ કરી શકે? ખાસ કરીને પહેલા અને છેલ્લા તીર્થકરનો ઉપદેશેલો ધર્મ પણું આચેલક્યનો હતો એ તો પ્રાચીન ગાથા પણ કહે છે. એવા સંજોગોમાં મૌર્યકાલીન આ તીર્થંકર પ્રતિમા નગ્ન અવસ્થામાં જ મળવી જોઈએ અને તેને જૈન સમ્પ્રદાયના બેઉ ફિરકાઓએ ભાવપૂર્વક અપનાવવી જ પડે.
Page #2
--------------------------------------------------------------------------
________________ श्रीपार्श्वनाथनी एक प्राचीन धातुप्रतिमा चित्र नं. 1 पृष्ठभाग सन्मुखदर्शन चित्र नं. 2 [मुंबईना प्रिन्स ऑफ वेल्स म्युझियमना सौजन्यथी] .
Page #3
--------------------------------------------------------------------------
________________ श्रीपार्श्वनाथनी एक प्राचीन धातुप्रतिमा चित्र नं. 3 मुंबईना प्रिन्स ऑफ वेल्स म्युझियमना सौजन्यथी चित्र नं. 4 [पटणा म्युझियमना सोजन्यथा]
Page #4
--------------------------------------------------------------------------
________________ શ્રી પાર્શ્વનાથની એક પ્રાચીન ધાતુપ્રતિમા 71 એ પ્રતિમા અશોક પછીની હોય તો પણ સમ્મતિના સમયની તો ગણવી જ પડે. એટલે ગેરવ્યાજબી નથી. આ પ્રતિમાના ધડના ભાગનું ઘડતર, ખાસ કરીને પેટના ભાગને જે રીતે ઘડ્યો છે તે, બરોબર સમજવા જેવું છે. બરોબર એ જ શિલીનું, એના જ અનુકરણના ઘાટનું પેટ વગેરે ભાગનું ઘડતર પાર્શ્વનાથજીની ધાતુપ્રતિમાનું છે. એટલે કે મયકાલીન રૂઢિને અનુસરીને આ પ્રતિમાનાં અંગોનું ઘડતર થયું છે. એથી લોહાનિપુરની કબધુ આકૃતિ (torso)-પછી આ ધાતુપ્રતિમા ભરાઈ હોય તો પણ ઈ. સ. પૂર્વેના બીજા સકા આસપાસની તો માની શકાય. આ પ્રતિમાને આટલી પ્રાચીન માનવા માટે બીજાં અનેક કારણો છે. પહેલું તો એ આખીએ પ્રતિમામાં મનુષ્ય-આકૃતિના ઘડતરની જે શૈલી છે, તે ભારતની અતિ પ્રાચીન શૈલી છે. મોહેં–જે ડારોમાંથી મળેલી, નૃત્ય કરતી અંગનાની એ નાની ધાતુપ્રતિમા મળેલી છે. આ પ્રતિમામાં જે જાતનું મુખ છે બરોબર એ જ જાતિનું, એવી જ ઢબનું મુખ પાર્શ્વનાથની પ્રતિમાનું છે. લંબગોળ મુખ, ગંડસ્થલો વરચે વધુ વિશાલ અને ધીરે ધીરે દાઢી સુધી સાંકડું થતું લાંબું મુખ, લાંબુ નાક, નાના પણ જાડા હોઠ, આયત નેત્રો વગેરેની રચના ઉપરની મોહેં-જો-ડારોની આકૃતિ ઉપરાંત, મથુરા, હાથરસ વગેરે સ્થળોએ મળેલી પ્રાચીન માટીકામની માતાની આકૃતિઓ સાથે સરખાવી શકાય તેવી, એ જ ઘાટની છે. આમ મુખાકૃતિ જેને Primitive (પ્રાકત અથવા જંગલી) કહેવામાં આવે એવી ઢબની છે. પ્રાચીન માટીની આકૃતિઓ ઉપર ભવાં– eye-brows , ઘરેણાં વગેરે બતાવવા માટે માટીના તેવા લોચાઓ ચોઢવામાં આવતા જેને આપણે applique art કહીશું. આ applique art (ખચિતકલા)ની ઢબ દેખાડતી આ ધાતુપ્રતિમા છે એટલે એમાં માટીકામ માફક પાછળથી ચોઢેલાં ભવાં તો ન જ હોય પણ પ્રતિમા ભરનાર કારીગર પહેલાં જે માટી વગેરેનું કે મીણનું બિંબ બનાવે તેના ઉપર એ રીતની applique technique (ખચિત-કારીગરી) વાળી કલા–જે પ્રાચીન ભાટીની માતૃભૂતિઓમાં પ્રાચીન અને કઈ અર્વાચીન તે ઓળખવું સહેલું હોય છે. જૂની મૃર્મયર મૂતિઓ (terracottas) સાથે સરખાવવાથી એ સ્પષ્ટ થાય છે કે શ્રી પાર્શ્વનાથજીની આ મૂર્તિ સહેજે ઈ. સ. પૂર્વે પહેલા બીજા સકાની તો છે જ. વળી મોહેં-જો-ડારોની નર્તકી અને ત્યાંથી જ મળેલી માટીની એક પુરુષાકૃતિક એ બેઉમાં શરીરનાં અંગો, હાથ અને પગ પાતળા લગભગ સોટા જેવા ઘડેલા છે. આ પ્રમાણે પાર્શ્વનાથની પ્રતિમામાં પણ હાથપગ લાંબા અને પાતળા છે તેમ જ આ ત્રણેય આકૃતિઓનાં અંગો લાંબાં અને સ્કૂલ નહિ એવાં કંઈક પાતળાં છે. ખભા આગળથી પહોળાં નહિ એવાં આ શરીરો કુરાણકાલીન મથુરાની 1. જુઓ, સર જૉન માર્શલકૃત, મોહેં-જો-ડારો એન્ડ ધ ઈન્ડસ વેલી સિવિલિગેશન, વૉલ્યુમ 3, પ્લેટ 94, આકૃતિ 6-7-8. 2. આવી મૃણમૂર્તિઓ માટે જુઓ, ડી. એચ. ગૉર્ડન લિખિત, અલ ઇન્ડિઅન ટેરાકોટા, જર્નલ ઑફ ઇન્ડિઅન સોસાઈટી ઑફ ઓરિએન્ટલ આર્ટ, વૉલ્યુમ 11. 3. આવા શરીરઘડતરની બીજી આકૃતિઓ માટે જુઓ સર જોન માર્શલ, મોહેં-જો-ડારો ઍન્ડ ધ ઈન્ડસ વેલી સિવિલિઝેશન, વોલ્યુમ. 3, પ્લેટ 94, ચિત્ર 9, 11. લેટ 95, ચિત્ર 26, 27; અર્નેસ્ટ મેકકૃત, ફર્ધર એકકેશન્સ કૉમ મોહેં-જો-ડારો, વૉલ્યુમ 2, પ્લેટ 72, આકૃતિ 8, 9, 10. પ્લેટ 73, આકૃતિ 6, 10, 11. પ્લેટ 75, આકૃતિ 1, 21.
Page #5
--------------------------------------------------------------------------
________________ 92 આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જૈન અને બૌદ્ધ પ્રતિમાઓથી જુદા તરી આવે છે. મથુરાની મૂર્તિઓ વિશાલ ખભાને લીધે વધુ મજબૂત દેખાય છે. શ્રી પાર્શ્વનાથની આ પ્રતિમામાં છાતીની નીચે પિઢાનો ભાગ જે રીતે ઘડેલો છે તે પ્રાચીન યક્ષમૂર્તિઓ, લોહાનિપુરની ચળકાટવાળી મસ્તકરહિત જિન પ્રતિમા વગેરેને મળતો આવે છે. - મોહેં-જો-ડારો અને મૌર્ય કે શુંગ યુગો વચ્ચે સમયનું એટલું મોટું અંતર હોવા છતાં, ભારતમાં અને પાર્શ્વનાથજીની ધાતુપ્રતિમાના ઘડતરને સરખાવતાં તો બે વચ્ચે જે સમ્બન્ધ દેખાય છે તે જોતાં આ પ્રતિમા ઈ. સ. પૂર્વે બીજા સકાથી પણ પ્રાચીન હોઈ શકે પણ આપણી પાસે એવા નિર્ણય પર આવવા માટે અત્યારે બીજા કોઈ સાધન નથી. ધાતુપ્રતિમાં ભરવાની કલા તો હિંદમાં હતી જ. મોહેં-જો-ડારોની નર્તકી એની સાક્ષી પૂરે છે. અને એક બાજુ મોહે-જો-ડારીની કલાકતિઓ અને બીજી બાજુ મથુરા, હાથરસ, લોહાનિપુર વગેરે સ્થળોની મૂત્તિઓ અને પાષાણશિ૯૫ સાથે સબંધ ધરાવતી આ પ્રતિમા પશ્ચિમ ભારત કે ઉત્તર ભારતમાંના કોઈ સ્થળેથી મળી આવી હોય એમ સંભવી શકે. આપણી પાસે મૌર્યકાલીન કે શૃંગકાલીન બીજી કોઈ ઢાળેલી કે ભરેલી ધાતુપ્રતિમા નથી જેની સાથે આ પ્રતિમાને સરખાવી શકાય. કુષાણકાલીન, ઈ. સ. ના પહેલાથી ત્રીજા સિકા સુધીની ધાતુપ્રતિમાઓ પણ ભાગ્યે જ મળે છે. અત્યાર સુધીમાં ઈ. સ.ના પહેલા સૈકામાં નિશ્ચિતરૂપે મૂકી શકાય એવી પણ ધાતુ પ્રતિમાઓ જાણીતી નથી. બસર પાસે ચૌસા નામના સ્થળેથી કેટલાંક વર્ષો ઉપર થોડીક જૈન ધાતુ પ્રતિમાઓ મળી આવી હતી. બધી જ પ્રતિમાઓ તીર્થકરોની છે, બધી જ નગ્ન છે અને બધી પ્રતિમાઓને અંદાજે ઈ. સ.ના પહેલાથી ચોથા સૈકામાં મૂકી શકાય તેવી છે. આ પ્રતિમાઓ હજુ પૂરતી જાણીતી નથી થઈ કેમકે તેને વિષે કોઈએ ઝાઝો વિચાર કે ઊહાપોહ કર્યો નથી. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિઅમના બુલેટિનના પહેલા અંકમાં આ લેખકે એમાંની એક, ઋષભદેવની પ્રતિમા છપાવી છે. બાકીની પ્રતિમાઓ The Art of the Akota Bronzes નામના આ જ લેખકના ટૂંકમાં પ્રસિદ્ધ થનારા પુસ્તકમાં છપાશે. આ પ્રતિમાઓ સાથે પણ પાર્શ્વનાથજીની પ્રતિમાને સરખાવતાં ઉપર દોરેલું અનુમાન યોગ્ય લાગે છે. પ્રાર્થનાથજીની પ્રતિમા ઉપર શ્રીવત્સ ચિહ્ન નથી એ નોંધપાત્ર છે. સંભવ છે કે તે સમયમાં શ્રીવત્સ અંકિત કરવાનો પ્રચાર શરૂ પણ ન થયો હોય. ચૈસાની પ્રતિમાઓમાં કેટલીક ઉપર શ્રીવત્સ છે. પાર્શ્વનાથજીના મસ્તક ઉપરની કેશરચના દક્ષિણાવર્ત નાના કેશની (Schematic curls of hair) છે. શાસ્ત્રો મુજબ આ મહાપુરુષ લક્ષણ છે. દક્ષિણાવર્ત રોમરાજિ મથુરાની કુવાકાલીન પ્રતિમાઓમાં તો મળે છે જ પણ બોધગયાના ઈ. સ. પૂર્વે પહેલી સદીના શિ૯૫માં પણ જોવામાં આવી છે. એટલે દક્ષિણાવર્ત કેશના કારણે પણ પાર્શ્વનાથજીની આ ધાતુપ્રતિમાને પ્રાચીન માનવામાં કોઈ વિરોધ નડતો નથી. ઉપર જણાવ્યું તેમ આ પ્રતિમાને શ્વેતામ્બર-દિગમ્બર મતભેદ સાથે કાંઈ સમ્બન્ધ રહેતો નથી. કેમકે એ તો એ ભેદથી ઠીક ઠીક પ્રાચીન સમયની છે. હિંદમાં પ્રાગૈતિહાસિક સમયની ઈ. સ. પૂર્વે આશરે બે હજાર વર્ષ પૂર્વેની મોહકારોની નર્તકીની ધાતુપ્રતિમાને બાદ કરીએ તો ઐતિહાસિક સમયની ભારતમાંથી આજસુધી ઉપલબ્ધ સહુ ઢાળેલી ધાતુપ્રતિમાઓમાં આ પ્રતિમા સૌથી વધુ પ્રાચીન છે એ નિર્વિવાદ છે.? 4. વધુ માટે જુઓ, ડૉ. ઉમાકાન્ત પ્રે. શાહ લિખિત, ઍન અલી ઈમેજ ઑફ પાર્શ્વનાથ ઈન ધ પ્રિન્સ ઓફ વેસ મ્યુઝિયમ એ લેખ, બુલેટિન ઑફ ધ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, અંક 3 પૃ. 63-65.