Book Title: Moti Sanshodhak Prerakta Dharavta Matbar Suchigrantho
Author(s): Raman Soni
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf
Catalog link: https://jainqq.org/explore/249527/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો રમણ સોની એક જ ગ્રંથને નિમિત્તે બે સંશોધક-સંપાદકોના ભગીરથ કહેવાય એવા કાર્યનું ગૌરવ થતું હોય એવો આ પ્રસંગ ખરેખર વિરલ છે. એ એક બીજી રીતે પણ વિરલ છે. કેમકે, જેની પાછળ વર્ષોનાં પરિશ્રમનો ને સૂઝનો વિનિયોગ થયેલો છે. એવી આ ગ્રંથશ્રેણી મૂળે તો એક વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ જ છે છતાં એનો એક મોટા સંશોધનગ્રંથ, ને સંશોધન-ઉપયોગી ગ્રંથ તરીકે મહિમા કરવાનો થાય એવું એનું કાઠું છે, એનું ફલક એટલું વિસ્તૃત છે. કેવળ આંકડાની રીતે જોઈએ તો પણ, મોહનલાલ દેસાઈએ એમના લગભગ ૪૨૦૦ પાનાંના આ ગ્રંથોમાં ૧૪૦૦થી વધુ જૈન કવિઓની પ૦૦૦ જેટલી કૃતિઓના (ઉપરાંત કેટલાક જૈનેતર કવિઓની કૃતિઓના) વિસ્તૃત આરંભ-અંત નોંધ્યા છે, એ માટે ૪૦૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો ને અન્ય સાધનો જોયાં છે. ૮૦૦૦થી વધુ વ્યક્તિનામોની, ૧૭૦૦ જેટલા સ્થળનામોની ને ૩૦૦૦ જેટલી દેશીઓની પ્રથમ પંક્તિઓની વર્ણાનુક્રમ-સૂચિ કરી છે, તથા પુસ્તકના પહેલા ખંડની સવાત્રણસો જેટલાં પાનાં લાંબી પ્રસ્તાવના રૂપે જૂની ગુજરાતી ભાષાનો ઈતિહાસ આપ્યો છે ! અને આ બધું કંઈ હાથવગું ન હતું - મુશ્કેલીઓ ભરેલા શ્રમથી ને પૂરાં ધીરજ તથા સૂઝથી કરી શકાય એવું હતું. આ સંશોધક અનેક હસ્તપ્રત-ભંડારોમાં ફર્યા, જે ઉપયોગી નજરે પડવું તે સંઘરી લીધું અને એક ગંજાવર દસ્તાવેજી સામગ્રીને વૈજ્ઞાનિક વ્યવસ્થાપૂર્વક મૂકી આપી. કરવા જેવું મહત્ત્વનું કશુંય કામ બાકી ન રહી જાય એની કાળજી રાખી. જેમકે, કવિ નર્મદ ‘નર્મકથાકોશ' કરેલો એનું મહત્ત્વ ને ઉપયોગિતા તરત એમના ધ્યાનમાં આવ્યાં. એમને થયું કે “આ જ રીતે જૈન કથાઓનો કોશ હજુ કોઈ વિદ્વાન જેન કે જૈન સંસ્થા તરફથી બહાર પડેલો નથી. એ શોચનીય બિના છે.” અને જૈન ગૂર્જર કવિઓના બીજા ભાગમાં એમણે પ૦૦ ઉપરાંત નામોનો જૈન કથાનામકોશ પણ સામેલ કર્યો. શ્રી દેશાઈએ એમના આયુષ્યનાં અધ ઉપરાંત વર્ષો આ કામને આપ્યાં હતાં – પૂરાં ૩૩ વર્ષ એમણે આ વિદ્યાતપ કર્યું એ સાચે જ અહોભાવ પ્રેરે એવું છે. આ ઉજ્વળ વિદ્યાકાર્ય એમના સમયમાં પણ વિવેચન-સંશોધન ક્ષેત્રના ઘણા વિદ્વાનોનો આદર પામેલું. નરસિંહરાવ જેવા મોટા વિદ્વાને તો Page #2 -------------------------------------------------------------------------- ________________ મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો ૨૯ કહેલું કે, આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થ્યની બહાર છે.' મોહનલાલ દેશાઈએ આ ગંજાવર સૂચિકાર્ય ઉપરાંત બીજાં પણ ઘણાં બધાં લેખનકાર્યો કરેલાં. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એમણે આપ્યો; દસથી વધુ સંપાદનગ્રંથો કર્યા અને બે સામયિકો “જેનયુગ' તથા જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ' ઉત્તમ રીતે ચલાવ્યાં, એમાં સંશોધનમૂલક ઉપરાંત સાહિત્યિક-ઐતિહાસિક ચરિત્રાત્મક વગેરે પ્રકારનાં 900 ઉપરાંત લેખો ને લખાણ પણ કર્યો. આ બધું જોતાં, જયંત કોઠારીએ એમને માટે “વિરલ વિદ્ધતુ-પ્રતિભા શબ્દો વાપર્યા છે એ યથાર્થ લાગે છે. એવું જ કામ જયંત કોઠારીનું છે. અત્યારે સંશોધક-સંપાદક તરીકે તે એમની પ્રતિષ્ઠાના શિખરસ્થાને છે પણ એ પ્રતિષ્ઠાની એક ખૂબ મજબૂત ભૂમિકારૂપે તેમજ એની સમાન્તરે એમનું વિવિધ દિશાનું ઉત્તમ વિવેચનકાર્ય અડીખમ ઊભું છે. એ વિવેચકની ઊંડી મર્મજ્ઞતા ને ઝીણી નજર તથા જટિલમાં જટિલ બાબતને પણ વિશદરૂપે મૂકી આપતું અધ્યાપકીય અભિવ્યક્તિ કૌશલ - એમનાં આ સર્વ સંપાદન-સંશોધનકાર્યોને પણ અજવાળતાં રહ્યાં છે. જયંતભાઈ જૈન ગૂર્જર કવિઓના પરિશોધિત સંપાદનના સંકલ્પ સુધી પહોંચ્યા એના મૂળમાં ગુજરાતી સાહિત્યકોશના સંપાદક તરીકેની એમની કામગીરી પડેલી છે. એ કામ કરતાં કરતાં, મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસ અને અન્ય સંદર્ભગ્રંથોની સામગ્રીમાં ડગલે ને પગલે સંશુદ્ધિઓ કરવાની આવી, અત્યંત ઉપયોગી નીવડેલાં સમર્થ પુસ્તકોમાં પણ. મધ્યકાલીન સાહિત્યકોશમાંનાં જૈન કત-કૃતિઓ માટે સૌથી વધુ ઉપયોગી થયેલો સમર્થ ગ્રંથ તે આ “જન ગૂર્જર કવિઓ', એટલે આ અપ્રાપ્ય ગ્રંથનું કેવળ પુનર્મુદ્રણ નહીં પણ સંશોધિત સંસ્કરણ કરવામાં આવે તો મધ્યકાલીન સાહિત્યના ભાવિ અભ્યાસીઓ, ઇતિહાસકારો, કોશકારો ને સંશોધકોને એ વધુ ઉપયોગી ને ઘણું માર્ગ-દર્શક બની શકે એવા આશયથી, કોશકાર્ય પછીની નિવૃત્તિના સમયમાં તે આ ગ્રંથના પુન સંપાદનમાં લાગી ગયા. એમણે પણ એક તપ જેટલો. ૧૨ વર્ષનો સમય આ કામને આપ્યો. કેમકે એની શુદ્ધિ-વૃદ્ધિ તથા આ કામને વધુ શાસ્ત્રીય ને ઉપયોગી બનાવનારી પુનવ્યવસ્થા લાંબો સમય માગી લે એવાં હતાં જ. વચ્ચેનાં પચાસ વર્ષ દરમ્યાન થયેલા સંશોધનો-સંપાદનોની સામગ્રીનો તથા, વધુ તો, મધ્યકાલીન સાહિત્યકોશના કાર્યો સંપડાવેલી જાણકારીનો ને સંકલનશક્તિનો લાભ આ પરિશોધનને મળ્યો છે. મૂળ ગ્રંથોનાં ચાર હજાર પાનાને બદલે નવી આવૃત્તિ પાંચેક હજાર પાનાંની થઈ એમાં કર્તા-કૃતિઓમાં ને છેલ્લા ત્રણ ભાગોમાં સળંગ મુકાયેલી (મૂળમાંની પૂરક સામગ્રીમાં થયેલી વૃદ્ધિ ઉપરાંત ગણનાપાત્ર વૃદ્ધિ તો સૂચિગ્રંથ. (ભાગ-૭)માં થઈ હોવાનું જણાય છે. દસે Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૦ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ભાગોમાં સૌથી વધુ શ્રમસાધ્ય બનેલો ને સૌથી મોટો (લગભગ નવસો પાનાંનો) બનેલો આ ગ્રંથ કર્તાઓની, કૃતિઓની, એ કૃતિઓની વિષયવિભાગ અનુસારની તેમજ સંવત અનુસારની અને વ્યક્તિ-વંશ-સ્થળનામોની - એમ વિવિધ દૃષ્ટિકોણથી કરેલી અનુક્રમણિકા આપતો હોવાથી, હજારો પાનાંમાં ફેલાયેલી ગંજાવર સામગ્રીને, ઉપયોગ તથા જરૂરિયાત મુજબ એના અભ્યાસી માટે, તરત સુલભ કરી આપનાર બને છે. સંદર્ભગ્રંથમાં સૂચિગ્રંથ ચાવીરૂપ ગ્રંથ ગણાય. જયંતભાઈએ લખ્યું છે એમ સૂચિની સહસ્ત્ર આંખોથી જ આવા સંદર્ભગ્રંથના વિશાળ જગતને પામી શકાય છે.' એ રીતે જોતાં આ ગ્રંથ નમૂનેદાર - મૉડેલરૂપ - બન્યો આ - ૭મા - ભાગના નિવેદનમાં સંપાદકે એક વાત એ લખી છે કે, “એકલા જૈન ગૂર્જર કવિઓને આધારે પીએચ.ડી. માટેની સો થિસીસો તૈયાર થઈ શકે.” આ વાંચીને પહેલો પ્રશ્ન તો એ થાય કે એવા સો શહીદો મળી આવશે ખરા ? આમ તો પીએચ.ડી. થવાની દોડરેખા પર એથીયે વધુ ઉત્સુકો લીલી ઝંડીની રાહ જોતા તત્પર ઊભા છે. પણ એમાંના કેટલા આ ક પર દોડશે ? પણ જો થોડાક પણ મળી આવવાના હોય તો એમને માટે વિષયનિર્દેશો કરવાનુંય જયંતભાઈ ચૂક્યા નથી ! (જુઓ એ નિવેદન.) મોહનલાલ દેશાઈએ પહેલા ભાગની પ્રસ્તાવનામાં લખેલું કે “આ પુસ્તકની બીજી આવૃત્તિ થાય કે નહીં એ પ્રશ્ન છે. એમને થયું હશે કે વિવેચનગ્રંથો પણ બીજી આવૃત્તિ પામતા નથી ત્યાં આ હસ્તપ્રત-સૂચિની તે શી વાત, પરંતુ, અરધી સદી પછી એની બીજી આવૃત્તિ થઈ. ને એ પણ આમ શાસ્ત્રીય પરિશુદ્ધિપૂર્વક, એણે શ્રી દેશાઈના પ્રચંડ પુરુષાર્થને ફરી એક વાર સાર્થક બનાવ્યો - વધુ સાર્થક કર્યો. આવા મહાન કાર્યનું ગૌરવ કરતી વખતે એક પ્રશ્ન મનમાં એ ઝબકી જાય કે, આપણા સમયનું જે વિદ્યાકીય વાતાવરણ છે – એમાં આવા કાર્યની પ્રસ્તુતતા કેટલી ? રામનારાયણ પાઠકના બૃહત્ પિંગળ'નું ત્રણચાર વર્ષ પહેલાં પુનર્મુદ્રણ થયું ત્યારે પણ આ જ વિચાર આવેલો - છંદથી દૂર જતા રહેલા. આપણા લેખકો-સાહિત્યરસિકો-અભ્યાસીઓના આ સમયમાં આવા વિરલ પુરુષાર્થની પણ પ્રસ્તુતતા કેટલી ? ભૌતિકતાવાદે વિદ્યા-કલાઓ પ્રત્યે ઉદાસીનતા વધારી હોય એ વાત કંઈ નવી નથી, આખી સદી દરમ્યાન એ સંભળાતી રહી છે. પણ હવે આ પ્રસાર-માધ્યમોના, વિદ્યા-કલાઓને ખૂણે હડસેલવા માંડેલા વેગીલા. પ્રવાહ વધુ ભય-ચિંતા ઊભાં કર્યાં છે. પણ એથી, વિદ્યાપ્રવાહ નષ્ટ થઈ જશે એવો અતીતરાગ તર્ક કરવાની જરૂર નથી. બને કે એ પ્રવાહ થોડાક વધુ ઊઘડે - છંદમાં ને મધ્યકાલીન કલા-સંસ્કૃતિમાં દિલચસ્પી લેનાર પણ નીકળી આવવાના. આમેય, મોટાં વિદ્યાકાર્યોની ઉપયોગિતા મર્યાદિત વર્તુળોમાં રહેવાની. Page #4 -------------------------------------------------------------------------- ________________ મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો ૩૧ એટલે વિદ્યાના રસ્તે વળનાર થોડાક જણને પણ આગળનો રસ્તો સુઝાડે એવાં કામોનું મૂલ્ય નોંધપાત્ર ને ઉપકારક બનવાનું. એટલે આ ગ્રંથ ક્યાંક્યાં ઉપયોગી ને પ્રેરક બને એ વિચારવાનું રહે. આ કાર્યની એક પ્રેરકતા તો, હરિવલ્લભ ભાયાણીએ બતાવી છે તે એ છે કે મોહનલાલ દેસાઈ ઉપરાંત ચીમનલાલ દલાલ, મુનિ પુણ્યવિજયજી, જિનવિજયજી, મંજુલાલ મજમુદાર વગેરેએ જે મોટાં કામ કર્યું છે એની આવી શુદ્ધિ-વૃદ્ધિ ઊભી જ છે – એ માટે પણ આ ગ્રંથનું કાર્ય પ્રેરક બની શકે. આ કોશપ્રકારનો સંદર્ભગ્રંથ છે -- એ કંઈ સળંગ વાંચવા માટેનો નથી, જે અભ્યાસીને જ્યારે જે વિગતોની જરૂર પડે છે ત્યારે જોઈ લેવા – રિફર કરવા - માટેનો છે એટલે એની વિશેષતાઓનો અને, રહી ગઈ હોય તો તે, ગૂટિઓનો ત્યારે વધુ ખ્યાલ આવે. પણ એ બાબત તો સ્પષ્ટ જ છે કે જે ચોકસાઈ-શ્રમ-સૂઝ-શાસ્ત્રીયતા અહીં વિનિયોગ પામેલાં દેખાય છે એ કોઈપણ અભ્યાસીને ક્યાંય ગૂંચવ્યા વિના, પથદર્શક બની શકશે. આ ગંજાવર કામમાંથી, મધ્યકાલીન સાહિત્ય-સંસ્કૃતિના કાયમી સંશોધક-અભ્યાસીઓને વધારે વખત પસાર થવાનું રહેવાનું. પરંતુ મને એની એક બીજી ઉપયોગિતા-પ્રેરકતા પણ જણાય છે. આપણી વિદ્યાસંસ્થાઓમાં જે સંશોધનકાર્યો ચાલે છે એમાં વિદ્યાર્થીપક્ષે પદવી-પ્રાપ્તિની એમ માર્ગદર્શક-પરીક્ષક પક્ષે પદવી-દાનની પ્રવૃત્તિ જરૂર કરતાં ઘણી વધારે ઝડપથી બલકે ઉતાવળથી ચાલી રહી છે. વ્યવસ્થિત આયોજન માટે, વસ્તુ-વિગતની ચોકસાઈ કરવા માટે, શાસ્ત્રીય પદ્ધતિ નિપજાવવા માટે કોઈ જ રોકાતું નથી - એમને એનો ઝાઝો ખ્યાલ પણ નથી. એમની સામે જ નહીં, નિષ્ઠા અને જિજ્ઞાસાથી કામ કરવા માગનાર સામે પણ બહુ નમૂના (મોડેલ્સ) નથી. ઘણાખરા માર્ગદર્શકોની પણ આ જ સ્થિતિ છે. એ બધાની સામે, બીજો થોડાંક કામોની સાથેસાથે, “જેન ગૂર્જર કવિઓ'ના આ દસ ભાગ પણ મૂકી આપવા જેવા છે. પીએચ.ડી.-દીક્ષા-ઉત્સુકો એનાં માત્ર પાનાં ફેરવશે, એની પ્રસ્તાવનાઓ ધ્યાનથી જોશે, ને ખાસ તો વિવિધ-પરિમાણી સૂચિ ગ્રંથ (ગ્રંથ ૭) ઝીણવટથી જોશે તો પણ સંશોધનની દિશામાં પગ મૂકવો તે કેટલાં સાવધાની-ચોકસાઈ-મહેનત તેમજ પદ્ધતિની સૂઝ માગી લે છે એનો તેને ખ્યાલ આવશે. એની અંધાધૂંધ ગતિ અટકશે ને વૈર્યભરી એકાગ્રતાની પણ એક રોમાંચકતા હોય છે એનો અંદાજ આવી શકશે. પછી ભલેને એ નવ-સંશોધક મધ્યકાલીન સિવાયના કોઈ વિષય પર કામ આદરવાનો હોય. આ કામ એને પ્રેરક બની શકશે. કેમકે જયંતભાઈની સંશોધક તરીકેની સૌથી મોટી વિશેષતા પોતાનું જ એક આગવું ને નક્કર ઉપયોગિતાવાળું પદ્ધતિશાસ્ત્ર નિપજાવવામાં રહેલી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ 32 એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ (એમણે તૈયાર કરેલા સંશોધકોનાં કામ આ પદ્ધતિ-વિનિયોગની રીતે જોવા જેવાં છે જ.) આ રીતે, “જૈન ગૂર્જર કવિઓનું આ સંશુદ્ધ સંસ્કરણ અનેક રીતે મૂલ્યવાન ગણાય. આવાં મૂલ્યવાન ને વળી બૃહત્કાય કામ મોટા મૂડીરોકાણની સુવિધા વિના ન થાય - અટકી રહે. એટલે રમણલાલ ચી. શાહ જેવા મધ્યકાળના અભ્યાસીની ભલામણથી મહાવીર જૈન વિદ્યાલય જેવી એક વિદ્યાકીય સંસ્થા વળતર વિનાના મોટા રોકાણ માટે તૈયાર થઈ એય અભિનંદનીય ગણાય. કેવળ વિદ્યાપ્રેમીઓ જ નહીં પણ ધર્મ અને સાહિત્યના વિદ્વાનો એવા આચાર્ય શીલચંદ્રસૂરિજી તથા આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજીની પણ સાવંત પ્રેરકતા આ ગ્રંથના નિર્માણમાં રહી છે. આવા એક ચિરસ્થાયી મૂલ્યવાળા ગ્રંથની પૂર્ણાહુતિનો ઓચ્છવ વિમોચન શબ્દને પણ સાર્થક કરે છે.