________________
મોટી સંશોધન-પ્રેરકતા ધરાવતા માતબર સૂચિગ્રંથો
૨૯
કહેલું કે, આવા આકરગ્રંથનું અવલોકન લખવું એ મારા જેવાના સામર્થ્યની બહાર છે.'
મોહનલાલ દેશાઈએ આ ગંજાવર સૂચિકાર્ય ઉપરાંત બીજાં પણ ઘણાં બધાં લેખનકાર્યો કરેલાં. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એમણે આપ્યો; દસથી વધુ સંપાદનગ્રંથો કર્યા અને બે સામયિકો “જેનયુગ' તથા જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ' ઉત્તમ રીતે ચલાવ્યાં, એમાં સંશોધનમૂલક ઉપરાંત સાહિત્યિક-ઐતિહાસિક ચરિત્રાત્મક વગેરે પ્રકારનાં 900 ઉપરાંત લેખો ને લખાણ પણ કર્યો. આ બધું જોતાં, જયંત કોઠારીએ એમને માટે “વિરલ વિદ્ધતુ-પ્રતિભા શબ્દો વાપર્યા છે એ યથાર્થ લાગે છે.
એવું જ કામ જયંત કોઠારીનું છે. અત્યારે સંશોધક-સંપાદક તરીકે તે એમની પ્રતિષ્ઠાના શિખરસ્થાને છે પણ એ પ્રતિષ્ઠાની એક ખૂબ મજબૂત ભૂમિકારૂપે તેમજ એની સમાન્તરે એમનું વિવિધ દિશાનું ઉત્તમ વિવેચનકાર્ય અડીખમ ઊભું છે. એ વિવેચકની ઊંડી મર્મજ્ઞતા ને ઝીણી નજર તથા જટિલમાં જટિલ બાબતને પણ વિશદરૂપે મૂકી આપતું અધ્યાપકીય અભિવ્યક્તિ કૌશલ - એમનાં આ સર્વ સંપાદન-સંશોધનકાર્યોને પણ અજવાળતાં રહ્યાં છે.
જયંતભાઈ જૈન ગૂર્જર કવિઓના પરિશોધિત સંપાદનના સંકલ્પ સુધી પહોંચ્યા એના મૂળમાં ગુજરાતી સાહિત્યકોશના સંપાદક તરીકેની એમની કામગીરી પડેલી છે. એ કામ કરતાં કરતાં, મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસ અને અન્ય સંદર્ભગ્રંથોની સામગ્રીમાં ડગલે ને પગલે સંશુદ્ધિઓ કરવાની આવી, અત્યંત ઉપયોગી નીવડેલાં સમર્થ પુસ્તકોમાં પણ. મધ્યકાલીન સાહિત્યકોશમાંનાં જૈન કત-કૃતિઓ માટે સૌથી વધુ ઉપયોગી થયેલો સમર્થ ગ્રંથ તે આ “જન ગૂર્જર કવિઓ', એટલે આ અપ્રાપ્ય ગ્રંથનું કેવળ પુનર્મુદ્રણ નહીં પણ સંશોધિત સંસ્કરણ કરવામાં આવે તો મધ્યકાલીન સાહિત્યના ભાવિ અભ્યાસીઓ, ઇતિહાસકારો, કોશકારો ને સંશોધકોને એ વધુ ઉપયોગી ને ઘણું માર્ગ-દર્શક બની શકે એવા આશયથી, કોશકાર્ય પછીની નિવૃત્તિના સમયમાં તે આ ગ્રંથના પુન સંપાદનમાં લાગી ગયા. એમણે પણ એક તપ જેટલો. ૧૨ વર્ષનો સમય આ કામને આપ્યો. કેમકે એની શુદ્ધિ-વૃદ્ધિ તથા આ કામને વધુ શાસ્ત્રીય ને ઉપયોગી બનાવનારી પુનવ્યવસ્થા લાંબો સમય માગી લે એવાં હતાં જ. વચ્ચેનાં પચાસ વર્ષ દરમ્યાન થયેલા સંશોધનો-સંપાદનોની સામગ્રીનો તથા, વધુ તો, મધ્યકાલીન સાહિત્યકોશના કાર્યો સંપડાવેલી જાણકારીનો ને સંકલનશક્તિનો લાભ આ પરિશોધનને મળ્યો છે. મૂળ ગ્રંથોનાં ચાર હજાર પાનાને બદલે નવી આવૃત્તિ પાંચેક હજાર પાનાંની થઈ એમાં કર્તા-કૃતિઓમાં ને છેલ્લા ત્રણ ભાગોમાં સળંગ મુકાયેલી (મૂળમાંની પૂરક સામગ્રીમાં થયેલી વૃદ્ધિ ઉપરાંત ગણનાપાત્ર વૃદ્ધિ તો સૂચિગ્રંથ. (ભાગ-૭)માં થઈ હોવાનું જણાય છે. દસે For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International