Book Title: Minaldevinu Asli Abhidhan
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249363/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મીનળદેવી'નું અસલી અભિધાન સોલંકીકાળ ઉપલક્ષે લભ્યમાન લોકકથાઓમાં, એવું સાંપ્રતકાલીન નવલોમાં સમ્રાટ જયસિંહદેવ સિદ્ધરાજની માતા “મીનળદેવી કે “મીનલદેવી' નામથી સુવિદ્યુત છે. નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫) અંતર્ગત “સિદ્ધરાજદિપ્રબંધ”માં સિદ્ધરાજ-પિતૃ કર્ણદેવ(પ્રથમ) (ઈ. સ. ૧૦૨૬-૧૦૯૫)ના વિવાહ સંબંધી કથેલ અનુશ્રુતિમાં, તેમ જ ત્યાં “મંત્રી સાંતૂ-દઢસમતાપ્રબંધમાં, તથા “દેવસૂરિપ્રબંધ”માં તો મયણલ્લદેવી' એવું અભિધાન હોવાની સૂચના મળે છે. મેરૂતુંગાચાર્ય પૂર્વે ખરતરગચ્છીય અભયતિલક ગણિએ સ્વકૃત યાશ્રયકાવ્ય-વૃત્તિ (સં. ૧૩૧૨ | ઈ. સ૧૨૫૬)માં અને એથી મૂલકાર પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્યે પણ પ્રસ્તુત કયાશ્રયકાવ્ય (આ. ઈસ. ૧૧૪૦માં સિદ્ધરાજની જનની રૂપે એ જ નામ દર્શાવ્યું છે; એટલું જ નહીં, મૂળમાં (અને એથી ટીકામાં પણ) મયણલ્લાદેવી ચંદ્રપુર(ગોવા-પંથકના ચાંદોર)ના (કદંબરાજ) જયકેશી (પ્રથમ) (ઈ. સ. ૧૦૫-૧૦૮૦)ની દુહિતા હોવાની હકીકત પણ નોંધી છે. મૂળ શ્લોકો મહત્ત્વના હોઈ અહીં તેને વૃત્તિ સમેત ઉદ્દેકીશું: अवाच्यां स्फारिकाक्ष्यस्ति नाम्ना चन्द्रपुरं पुरम् । कडकस्फलकस्त्रैणं धर्मानुद्विजितृप्रजम् ॥१२॥ ९९. अवाच्या दक्षिणस्यां दिशि नाम्ना चन्द्रपुरं पुरमस्ति ! कीदृक् ! स्फरिका स्फुरन्ती श्रीलक्ष्मीर्यत्र तत् । "तद्धिताकं" [३.२.५४] इत्यादिना न पुंवत् । तथा कडकानि माद्यन्ति स्फलकानि सविलासानि स्त्रैणानि यत्र तत् । तथा धर्मादनुद्विजित्र्योमुद्विजमानाः प्रजा यत्र तत् । एतेनावार्थकामधर्माणां संपदुक्ता । दिशां प्रोणुविता कीर्त्या द्विषां प्रोर्णवितौजसा ।। राजेह जयकेशी यं स्तुतो वित्तश्च रोदसी ॥१००॥ इह चन्द्रपुरे जयकेशी नाम राजास्ति । कीदृक् । ओजसा प्रतापेन बलेन वा द्विषां प्रोर्णविता छादकोत एव कीर्त्या दिशां प्रोणुविता व्यापकोत एव च यं जयकेशिनं रोदसी स्तुतः श्लाघेते वित्तश्च जानीतश्च ।। कन्या जयति तस्यैषा मयणल्लेति नामतः । समीधेस्या न दध्वंसे कान्तिनिन्ये जगन्मुदम् ॥१०॥ १०१. नामतो मयणल्लेति मयणल्याख्यैषा चित्रपटस्था तस्य जयकेशिनः कन्या पुत्री Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ નિન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ जति सर्वस्त्रैणादुत्कर्षणास्ति । यतोऽस्याः कन्यायाः कान्तिः कमनीयता समीधे दिदीपे न दध्वंसे न होणा। अत एवास्याः कान्तिर्जगन्मुदं हर्ष निन्ये प्रापयत् ॥ મીનળદેવી'ના પ્રસ્તુત મયણલ્લદેવી મૂળ અભિધાન વિશે ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ લખનાર–ચર્ચનાર સાંપ્રતકાલીન કોઈ જ ઇતિહાસવેત્તાએ શંકા ઉઠાવી નથી. સોલંકીકાળના સમકાલીન લેખક હેમચંદ્રસૂરિ તેમ જ અનુગામી વૃત્તિકાર અભયતિલક ગણિ તથા પ્રબંધકાર મેરૂતુંગાચાર્યનાં સાઠ્યો ધ્યાનમાં રાખતાં સિદ્ધરાજની માતાનું મૂળ નામ આજે કહેવાય છે તેમ “મીનળદેવી તો નહોતું જ એટલું તો સ્પષ્ટ જ છે. પ્રસ્તુત અભિધાન અસલમાં ‘મયણલદેવી' પરથી ઊતરી આવ્યું હશે તેવી સંભાવ્ય તર્ક કરવા સાથે ધ્વનિ પરથી તે કન્નડ ભાષાનું હોય તેવી પણ પ્રતીતિ થાય છે : પણ આ વિષય પરત્વે ગષણા ચલાવવા—ખાસ કરીને કર્ણાટક દેશના ઐતિહાસિક સ્રોતો જોઈ લેવા–તરફ ગુજરાતના ઇતિહાસકારોનું ધ્યાન ગયું હોવાનું જણાતું નથી. મધ્યકાલીન કન્નડ સાહિત્યમાં તો મારો શ્રમ નથી, પ્રવેશ પણ નથી; એટલે એ દિશા છોડી કર્ણાટક સંબદ્ધ તે કાળના અનુલક્ષિત પ્રકાશિત અભિલેખો તરફ વળતાં ત્યાંથી આ મુદ્દાને સ્પષ્ટ કરતાં કેટલાંક ચોક્કસ પ્રમાણ, નિર્ણાયક સૂચનો, અવશ્ય પ્રાપ્ત થાય છે. એને લક્ષમાં લેતાં અસલી અભિધાન “મીનળદેવી' હોવાનું તો જરાયે લાગતું નથી જ, પણ “મયણલ્લદેવી” હોવાનું પણ સિદ્ધ નથી થતું. ત્યાં તો તેને બદલે ઐળલદેવી' એવું નામ વારંવાર જોવામાં આવે છે અને સંબંધિત લેખોની સમય-સ્થિતિ તેમ જ ત્યાં સંદર્ભગત રાજવંશોમાં નામો જોતાં તો મૂળે એ જ નામ મીનળદેવી સંબંધમાં પણ અભિપ્રેત હોવાનો પૂરો સંભવ છે. વિષયને ઉપર્યુક્ત બનતા લેખો આ પ્રમાણે છે : (૧) કલ્યાણપતિ ચાલુક્ય સમ્રાટ આહવમલ્લ સોમેશ્વર (પ્રથમ) (ઈ. સ. ૧૦૪૪૧૦૬૯)ની અનેક રાણીઓમાંની એકનું નામ “મૈળલદેવી' હતું. પ્રસ્તુત રાણીના ઉલ્લેખ ઈ. સ. ૧૦૫૩માં એના વનવાસી-વિષય પરના શાસન દર્શાવતા અભિલેખમાં" તેમ જ સોમેશ્વરની સાથેની એની શ્રીશૈલમની યાત્રાની નોંધ લેતા ઈ. સ. ૧૮૫૭ના લેખમાં મળે છે. તદુપરાંત ઈ. સ. ૧૦૬૪ના મહામંડલેશ્વર મારરસના અભિલેખમાં ચૌલુક્ય રાજ્ઞી મૈળલદેવીનો તે અંકકાર હતો તેવો નિર્દેશ થયેલો છે. (૨) વનવાસી-વિષયના અધિપતિ કદંબરાજ તૈલપ (પ્રથમ) અપરના તોમયદેવ (ઈ. સ. ૧૦૪૫-૧૦૭૫)ની રાણીનું નામ પણ “મળલદેવી' હતું એવો નિર્દેશ પ્રસ્તુત રાજ્ઞીએ પોતાના સ્વામી સહ, હોટૂરના કેશવેશ્વરના મંદિરને, સમર્પિત કરેલ તામ્રશાસનમાં મળે છે. (૩) ચાલુક્યરાજ સોમેશ્વર પ્રથમના અનુગામી–તેના જયેષ્ઠ પુર– Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મીનળદેવી'નું અસલી અભિધાન સોમેશ્વર(દ્વિતીય) (ઈ. સ. ૧૦૬૮-૧૦૭૬)ની ત્રણ રાણીઓમાંથી એકનું નામ “મળલદેવી હતું તેમ શિવપુરમના અભિલેખ પરથી જાણી શકાય છે". (૪) સૌંદરી(પ્રાચીન સુગંધવર્તી)ના અધિરાજ રહૃવંશીય કકૅરના ઈ. સ. ૧૦૯ ૬ના, સ્વપિતૃ કાલસેને કરાવેલ જિનાલયને ઉદ્દેશીને અપાયેલ દાનશાસનમાં, કાલસેનની રાણી રૂપે “મળલદેવી અભિધાન પ્રાપ્ત થાય છે”. (૫) સોમેશ્વર(દ્વિતીય)ના લઘુબંધુ ચાલુકય સમ્રાટ ત્રિભુવનમલ્લ વિક્રમાદિત્ય ષષ્ટમ્ (ઈ. સ. ૧૦૬ ૮-૧૧૨૭)ની એક પુત્રીનું નામ પણ “મળલદેવી હતું. એને ગોવાના કદંબરાજ જયકેશી (દ્વિતીય) (ઈ. સ. ૧૧૦૪-૧૧૩૫) વેરે પરણાવેલી. કિરુસંપગાડિના જિનાલયને અર્પિત, કદંબ વંશીય રાજબંધુઓ વીર પર્માડિ તથા વિજયાદિત્યના દાનશાસનમાં, તેમના પિતારૂપે જયકેશી દ્વિતીય અને સાથે જ માતારૂપે ઉપરકથિત “ઐળલદેવી'નો પણ ઉલ્લેખ થયો છે. (૬) લિ (પ્રાચીન પૂલિ)નગરના ગંગવંશીય પિટ્ટનૃપના પુત્ર બિજ્જલે બંધાવેલ જિનાલયને સમર્પિત શિલાશાસન(ઈ. સ. ૧૨મી શતાબ્દી પ્રથમ ચરણ)માં દાતાએ પોતાના બંધુઓનાં નામ આપવા સાથે ભગિની “મળલદેવી'નો પણ ઉલ્લેખ કર્યો છે. કર્ણાટકના આમ ઈસ્વીસની ૧૧મી તેમ જ ૧રમી શતાબ્દીના ચાલુક્ય, કદંબ, રટ્ટ તથા ગંગવંશીય અભિલેખોમાં મુદ્દાગત અભિધાનના અસંદિગ્ધ ઉલ્લેખો જોતાં ત્યાં મયણલ્લાદેવી' નહીં પણ “મળલદેવી” રૂપ પ્રચલિત હતું : સર્વત્ર એ જ રૂપ મળે છે. લેખનમાં “મૈને વિકલ્પ “મઈ” કે “મય' રૂપ ઘટી શકે; અને “–ળલ'ના ‘લવ્યંજનનો હલન્ત ઉચ્ચાર ન કરતાં પૂરો કરવામાં આવે અને સાથે જ જો તેનું જરા નાસિકાશ્રિત ઉચ્ચારણ કરવામાં આવે તો તે ણલ્લ” જેવું સંભળાય. હેમચંદ્રાચાર્યે આ દ્રાવિડી “મૈનલ'નો નાસિકાશ્રિત ધ્વનિ ‘મયણલ્લ' જેવો સાંભળ્યો હશે અને એ કારણસર (તેમ જ કદાચ પદ્યમાં છંદ-માત્રા સાચવવા) તેમણે તેવું રૂપ રજૂ કર્યું હોય તેમ બને. સિદ્ધરાજમાત “ઐળલદેવી'નું નામ જનભાષામાં તો “મીનળદેવી' જ રહેવાનું અને તે રૂઢ થયેલ (અને વસ્તુતયા કર્ણશિલ) અભિધાનને ફેરવવાના આવાસ-પ્રયાસ નિષ્ફળ જ જવાના; પરંતુ ઇતિહાસવેત્તાઓની વાત જુદી છે; સોલંકીકાલના ઇતિહાસનાં પ્રમાણભૂત પુસ્તકોમાં તો તથ્ય ખાતર, અસલી કન્નડ રૂપને રજૂ કરવું ઈષ્ટ માની શકાય. કંઈ નહીં તોયે તત્સંબદ્ધ નિર્દેશ તો થવો જરૂરી બની જાય છે. નિ, ઐ, ભા. ૧-૧૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ટિપ્પણો - ૧. સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, સં. જિનવિજય મુનિ, શાંતિનિકેતન ૧૯૩૩, પૃ. ૫૪-૫૫. ૨. એજન, પૃ. ૫૭. ૩. એજન પૃ૦ ૬૭. ૪. સં. મુનિચંદ્રવિજય, મનફરા (કચ્છ, વિસં. ૨૦૩૯ | ઈ. સ. ૧૯૮૩), પૃ. ૭૧૫-૭૧૬, અને તેમાંથી અહીં લીધેલું અવતરણ. ૫. જુઓઃ જી. એમ. મોરાયસ, The Kadamba Kula, મુંબઈ ૧૯૩૧, પૃ. ૧૧૭. F. North Indian Inscriptions, Vol. IX, pt.1, p. 123. ૭. Annual Report of South Indian Epigraphy ૧૯૩૨-૩૩, ગં. ૧૮૯. C. L. D. Barnet, "The Inscriptions from Hotur" (other details unavailable) ૯. SHI, p. 20, no. 46. ૧૦. નૈન શિલાઉસંદ (દિલીયો બ) સં ક ૫૭ વિજયમૂર્તિ શાસ્ત્રાચાર્ય, માણિકચચંદ્ર દિગંબર-જૈન ગ્રંથમાલા, પુષ્પ ૪૫, મુંબઈ ૧૯૫૨, પૃ. ૩૫૩-૩૫૫. 94. L. D. Barnet, "Inscriptions at Narendra of the time of Vikramāditya VI and the Kadamba Jayakesin I, A. D. 1125”, Epigraphic indico ૧૩, પૃ. ૨૯૯, ૩૦૪-૩૦૮, ૩૧૨, ૩૧૪, ૩૧૬-૩૩૭. આ સિવાય સિદાપુરના ઈ. સ. ૧૧૩૫ના અભિલેખમાં પ્રસ્તુત જયકેશી તથા ઐળલદેવી ભોગુઊરમાં શાસન કરતા હોવાનો ઉલ્લેખ છે : (જુઓ SI, Vol. v, No. 14); પ્રસ્તુત રાણી મૈળલદેવીનો ઈ. સ-૧૧૩૬નો પણ લેખ છે, જેમાં તેને કુન્દરમાં શાસન કરતી હોવાનો ઉલ્લેખ છે. જુઓ ARIE ૧૯૫૦પ૧ appendix બી નં. ૯૨) આ ઉપરાંત માદનભાવિ ગામના શિલાશાસનમાં તેનો તથા પતિ જયકેશીનો પેરમાડી અને વિજયાદિત્યના માતાપિતા રૂપે ઉલ્લેખ થયો છે : (જુઓ SHI, pp. 15, 16 No 16.) ૧૨.ARIE ૧૯૫૦-૫૧, નં. ૧૫. 43. Barnet, o 22, "Inscription of Hubli of the Reign of Vikramaditya VI, p. 18, 201.” ૧૪. સિદ્ધરાજ-માતૃ મળલદેવીના પિતૃપક્ષીય વંશવૃક્ષનો સંબંધકર્તા ભાગ આ પ્રમાણે છે: Page #5 -------------------------------------------------------------------------- ________________ મીનળદેવી'નું અસલી અભિધાન 139 કદંબ જયકેશી (પ્રથમ) (ચંદ્રપુર-ગોવા) (ઈ. સ. 1050-80) ઐળલદેવીચૌલુકય કર્ણદેવ (ઈ. સ. 1066-1095) ગુહલ્લદેવ તૃતીય (ઈ. સ. 1080-1100) વિજયાદિત્ય- ગંગરાજ્ઞી ચઠ્ઠલદેવી (ઈ. સ. 1100-1104) ચાલુક્ય ઐળલદેવી = જયકેશી (દ્વિતીય) (ઈસ૨૧૦-૧૧૩૫) પર્માડિ વિજયાદિત્ય જે કે ગોવાના કદંબ વંશીય લેખોમાં સિદ્ધરાજ-માતુ મળલદેવીનો ઉલ્લેખ થયો નથી, પણ તેનાં કારણોમાં તો તેનો વિવાહ કર્ણાટ બહાર થયો હોઈ સંપર્ક તથા તેના સંબંધમાં સ્થાનિક સંદર્ભોના પછીથી રહેલા અભાવને માની શકાય.