SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ મીનળદેવી'નું અસલી અભિધાન સોમેશ્વર(દ્વિતીય) (ઈ. સ. ૧૦૬૮-૧૦૭૬)ની ત્રણ રાણીઓમાંથી એકનું નામ “મળલદેવી હતું તેમ શિવપુરમના અભિલેખ પરથી જાણી શકાય છે". (૪) સૌંદરી(પ્રાચીન સુગંધવર્તી)ના અધિરાજ રહૃવંશીય કકૅરના ઈ. સ. ૧૦૯ ૬ના, સ્વપિતૃ કાલસેને કરાવેલ જિનાલયને ઉદ્દેશીને અપાયેલ દાનશાસનમાં, કાલસેનની રાણી રૂપે “મળલદેવી અભિધાન પ્રાપ્ત થાય છે”. (૫) સોમેશ્વર(દ્વિતીય)ના લઘુબંધુ ચાલુકય સમ્રાટ ત્રિભુવનમલ્લ વિક્રમાદિત્ય ષષ્ટમ્ (ઈ. સ. ૧૦૬ ૮-૧૧૨૭)ની એક પુત્રીનું નામ પણ “મળલદેવી હતું. એને ગોવાના કદંબરાજ જયકેશી (દ્વિતીય) (ઈ. સ. ૧૧૦૪-૧૧૩૫) વેરે પરણાવેલી. કિરુસંપગાડિના જિનાલયને અર્પિત, કદંબ વંશીય રાજબંધુઓ વીર પર્માડિ તથા વિજયાદિત્યના દાનશાસનમાં, તેમના પિતારૂપે જયકેશી દ્વિતીય અને સાથે જ માતારૂપે ઉપરકથિત “ઐળલદેવી'નો પણ ઉલ્લેખ થયો છે. (૬) લિ (પ્રાચીન પૂલિ)નગરના ગંગવંશીય પિટ્ટનૃપના પુત્ર બિજ્જલે બંધાવેલ જિનાલયને સમર્પિત શિલાશાસન(ઈ. સ. ૧૨મી શતાબ્દી પ્રથમ ચરણ)માં દાતાએ પોતાના બંધુઓનાં નામ આપવા સાથે ભગિની “મળલદેવી'નો પણ ઉલ્લેખ કર્યો છે. કર્ણાટકના આમ ઈસ્વીસની ૧૧મી તેમ જ ૧રમી શતાબ્દીના ચાલુક્ય, કદંબ, રટ્ટ તથા ગંગવંશીય અભિલેખોમાં મુદ્દાગત અભિધાનના અસંદિગ્ધ ઉલ્લેખો જોતાં ત્યાં મયણલ્લાદેવી' નહીં પણ “મળલદેવી” રૂપ પ્રચલિત હતું : સર્વત્ર એ જ રૂપ મળે છે. લેખનમાં “મૈને વિકલ્પ “મઈ” કે “મય' રૂપ ઘટી શકે; અને “–ળલ'ના ‘લવ્યંજનનો હલન્ત ઉચ્ચાર ન કરતાં પૂરો કરવામાં આવે અને સાથે જ જો તેનું જરા નાસિકાશ્રિત ઉચ્ચારણ કરવામાં આવે તો તે ણલ્લ” જેવું સંભળાય. હેમચંદ્રાચાર્યે આ દ્રાવિડી “મૈનલ'નો નાસિકાશ્રિત ધ્વનિ ‘મયણલ્લ' જેવો સાંભળ્યો હશે અને એ કારણસર (તેમ જ કદાચ પદ્યમાં છંદ-માત્રા સાચવવા) તેમણે તેવું રૂપ રજૂ કર્યું હોય તેમ બને. સિદ્ધરાજમાત “ઐળલદેવી'નું નામ જનભાષામાં તો “મીનળદેવી' જ રહેવાનું અને તે રૂઢ થયેલ (અને વસ્તુતયા કર્ણશિલ) અભિધાનને ફેરવવાના આવાસ-પ્રયાસ નિષ્ફળ જ જવાના; પરંતુ ઇતિહાસવેત્તાઓની વાત જુદી છે; સોલંકીકાલના ઇતિહાસનાં પ્રમાણભૂત પુસ્તકોમાં તો તથ્ય ખાતર, અસલી કન્નડ રૂપને રજૂ કરવું ઈષ્ટ માની શકાય. કંઈ નહીં તોયે તત્સંબદ્ધ નિર્દેશ તો થવો જરૂરી બની જાય છે. નિ, ઐ, ભા. ૧-૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249363
Book TitleMinaldevinu Asli Abhidhan
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & History
File Size306 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy