Book Title: Mahan Acharya Hemchandrasuri
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230194/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ* જન્મસ્થાનાદિ વિશ્વની મહાવિભૂતિઓના જીવનની કિંમત તેમના જન્મસ્થાન, જાતિ, માતા-પિતા આદિ ઉપરથી આંકવામાં નથી આવતી’ એ વાત સંપૂર્ણ રીતે સત્ય હોવા છતાં સામાન્ય પ્રજા તેમના વિષેની આ જિજ્ઞાસાને રોકી શકતી નથી એટલે સૌ પહેલાં અહીં ભગવાન શ્રી હેમચંદ્રના જન્મસ્થાન આદિનો પરિચય આપવામાં આવે છે. ભગવાન શ્રી હેમચંદ્રને જન્મ વિક્રમ સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂનમને દિવસે ધંધૂકામાં થયે હતો. તેમના પિતાશ્રીનું નામ ચાચિગ હતું, માતાનું નામ પાહિણી હતું અને તેમનું પિતાનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું હતું. તેમની જ્ઞાતિ મેઢ હતી. ભવિષ્યવાણી શ્રી હેમચંદ્રના જન્મ પહેલાં તેમના ગુરુ ભગવાન શ્રી દેવચંદ્રસૂરિ, જેઓ ચંદ્રગ૭મુકુટમણિ અને પૂર્ણતલગચ્છના પ્રાણ સમા હતા, તેમનાં દર્શન તેમના માતા-પિતાને થયાં હતાં. તે વખતે તેમણે ચાચિગ અને પાહિણીને જણાવ્યું હતું કે તમારો પુત્ર જૈનશાસનનો ઉદ્ધારક મહાપ્રભાવક પુરુષ થશે. બાલ્યકાળ અને ગૃહસ્થજીવન આચાર્ય હેમચંદ્રને બાલ્યકાળ અને ગૃહસ્થજીવન વિષે આપણે ફકત એટલું જ જાણી શકીએ કે ચાંગદેવ બાળક (ભાવી હેમચંદ્રાચાર્ય) પાંચ વર્ષનો થયો ત્યારે એક વખત તે તેની માતા સાથે દેવમંદિરમાં દર્શન કરી ગુરુવંદન માટે ઉપાશ્રયે ગયો. આ પ્રસંગે ચંચળ સ્વભાવને બાળક ચંગદેવ, વિહાર કરતાં કરતાં ત્યાં (ધંધૂકામાં) આવીને રહેલા શ્રી દેવચંદ્રસૂરિના આસન ઉપર બેસી ગયો. આ સમયને લાભ લઈને આચાર્યો બાળકનાં લક્ષણો જોઈ લીધાં અને તેની માતાને તેના જન્મ પહેલાં પોતે કહેલી વાત યાદ કરાવી. * શ્રી હૈમ સારસ્વત સત્ર (પાટણ, સને ૧૯૩૯) માં રજૂ થયેલે નિબંધ. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] જ્ઞાનાંજલિ શિષ્યભિક્ષાની યાચના આચાર્ય શ્રી દેવચંદ્રસૂરિએ ચાંગદેવમાં જૈનશાસનના મહાપ્રભાવક પુરુષ તરીકેની યોગ્યતાનાં દરેક શુભ ચિહ્નો અને સ્વાભાવિક ચપળતા જોયા પછી સંઘના આગેવાન ગૃહસ્થોને બેલાવ્યા અને કેટલીક વાતચીત કરીને તેમને સાથે લઈ તેઓશ્રી ચાચિગ અને પાહિણીને ઘેર ગયા. આચાર્યશ્રી અને શ્રીસંઘને પોતાને આંગણે પધારેલા જોઈ પાહિણુએ તેમનું યોગ્ય સ્વાગત કર્યું અને તેમના આગમનનું કારણ પૂછ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે “તારો પુત્ર જૈનશાસનનો ઉદ્ધાર કરનાર મહાપુરુષ થઈ શકે તેવાં શુભ લક્ષણોથી અલંકૃત છે, માટે તારા પુત્રને તું અમને શિષ્ય તરીકે અર્પણ કરી દે.” આ સાંભળી ઘરમાં પાહિણી પોતે એકલી હોવાથી વિમાસણમાં પડી ગઈ કે એક તરફથી બાળકનો પિતા ઘરમાં નથી અને બીજી બાજુ ગુરુદેવ અને શ્રીસંઘ મારે આંગણે પધારેલા છે, આ સ્થિતિમાં મારો ધર્મ શું હોઈ શકે ? તેમ જ પોતાના પ્રાણાધિક ગુણવાન પુત્રને આપી દે પણ શી રીતે ?” આખરે પાહિણીએ જાતે જ નિર્ણય કરી લીધું કે, “ગુરુદેવ અને શ્રી સંધ મારા સદ્ભાગે મારે આંગણે પધારેલા છે, તેમના વચનને અનાદર કરવો જોઈએ નહિ; તેમ જ મારો પુત્ર જૈનશાસન અને જગતનો તારણહાર થતો હોય તો મારે આનંદ જ મનાવવો જોઈએ.” આ પ્રમાણે વિચાર કરી પાહિણીએ પોતાના ગુણવાન પ્રિય પુત્રને ગુરુમહારાજના કરકમલમાં અર્પણ કરી દીધો. દીક્ષા જન્માંતરના શુભસંસ્કારી બાળક ચાંગદેવે ગુરુમહારાજના નિર્મળ નેહભર્યા ઉપદેશામૃતનું પાન કર્યું અને આંતરિક ઉત્સાહપૂર્વક ગુરુચરણમાં વિક્રમ સંવત ૧૧૫૦માં સંસારતારિણી પ્રવજ્યા સ્વીકારી અને તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. વિદ્યાભ્યાસ વિશ્વના ઝગમગતા સિતારા સમાન મહાપુરુષોમાં કુદરતી જ એવી પ્રતિભા અને બુદ્ધિવૈભવ હોય છે કે તેઓ અગમ્ય રીતે જ દરેક પ્રકારની વિદ્યાને સહજમાં અને સ્વલ્પ સમયમાં મેળવી લે છે. તેમને કેઈ સરસ્વતીને પ્રસન્ન કરવા જવું પડતું નથી કે નથી તેમને કોઈના વધારે પડતા ગુરવની પણ આવશ્યકતા હતી. આપણું બાળમુનિ શ્રી સોમચંદ્ર પણ પોતાની સ્વાભાવિક પ્રજ્ઞાના બળે થોડાં જ વર્ષોમાં વિદ્યાના દરેક ક્ષેત્રમાં પારંગતપણું મેળવી લીધું હતું. આચાર્યપદ બાળમુનિ શ્રી સેમચંદ્ર બાળક હોવા છતાં અબાળસ્વભાવી ઉત્તમસંસ્કારસંપન્ન મહાપુરુષ હતા. એ જ કારણે તેમના બાળસ્વભાવસુલભ ચંચળતા આદિ ગુણોએ તેમને વિદ્યાભ્યાસ અને ત્યાગ-સંયમને આદર્શ સાધવામાં ખૂબ જ સહાય કરી હતી. બાલ્યાવસ્થાથી જ તેઓશ્રી જિતેન્દ્રિય, સંયમી અને સ્થિરચિત્તવાળા હતા. એમના એ વિશિષ્ટ ગુણોનો પરિચય આપણને એમના બાળજીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાંથી સહેજે મળી રહે છે. એમનો ઊંડે વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગવૃત્તિ, પ્રૌઢ તપઃપ્રભાવ અને સ્વાભાવિક ઓજસ્વિતા વગેરે પ્રભાવશાળી ગુણ જોઈ ગુરુદેવ આચાર્ય શ્રી દેવચંદ્રસુરિ અને શ્રીસંઘે મળી સંવત ૧૧કરમાં સત્તર વર્ષની ઉમ્મરે પહોંચેલા બાળમુનિ શ્રી સોમચંદ્રને આચાર્યપદ ઉપર સ્થાપિત કર્યા અને એમનું નામ સોમચંદ્રને બદલે હેમચંદ્ર રાખવામાં આવ્યું. આ પછી તેઓશ્રી હેમચંદ્રાચાર્ય તરીકે ઓળખાવા લાગ્યા. Page #3 -------------------------------------------------------------------------- ________________ મહાન આચાર્ય શ્રી હેમચદ્રસૂરિ ગુજરેશ્વર શ્રી સિદ્ધરાજ સાથે સમાગમ ભગવાન હેમચંદ્રાચાય દેશવિદેશમાં વિહાર કરતા કરતા અને સ્થાન સ્થાનમાં પેાતાના ત્યાગ અને પાંડિત્યના સૌરભને વેરતા વેરતા અનુક્રમે ગૂર્જરેશ્વરની રાજધાની પાટણ નગરમાં પધાર્યાં. એમના પાટણના નિવાસ દરમિયાન લેાકસમુદાયમાં અને વિર્ડ્સમાં તેમના ત્યાગ, તપ, પાંડિત્ય વગેરે ગુણાની ખ્યાતિ ખૂબ વધી. છેવટે આ બધાય સમાચાર ગૂજરાતના પ્રજાપ્રિય માન્ય વિદ્વાન મહારાજા શ્રી સિદ્ધરાજ જયસિંહદેવની રાજસભામાં પણ પહેોંચી ગયા અને વિદ્વાન ગૂર્જરેશ્વરે ભગવાન શ્રી હેમચદ્રાચા ને ઉત્કંઠાભર્યાં હદયે આમ ત્રણ મેકહ્યુ. આચાર્ય શ્રીએ પણ, ધર્મભાવનાની વૃદ્ધિ વગેરે ધ્યાનમાં લઈ, એ આમ ત્રણને કબૂલ રાખ્યુ અને ગૂર્જરેશ્વરને દર્શન આપવા માટે પેાતે તેમના સ્થાનમાં ગયા. ભગવાન શ્રી હેમચંદ્રનાં દર્શન અને વચનામૃતનું પાન કરી ગુર્જરેશ્વર એટલા પ્રસન્ન થયા કે તેમણે આચાર્યશ્રીને પ્રસ ંગે પ્રસંગે પેાતાને ત્યાં પધારવા માટે ભાવભીના આગ્રહ કર્યાં. આચાર્ય શ્રી પણ ગુર્જરેશ્વરની વિનંતીને માન્ય રાખીને અવારનવાર જતા-આવતા. આ પછી ઉત્તરાત્તર ભગવાન શ્રી હેમચંદ્રનું સ્થાન ગૂર્જરેશ્વરની રાજસભા અને તેના વિદ્ર'માં ધણું જ આગળ પડતુ થઈ ગયું. વિક્રમ સંવત ૧૧૮૧ માં ગૂર્જરેશ્વરની રાજસભામાં ખુદ ગૂર્જરપતિ અને કવિચક્રવતી શ્રીપાળના અધ્યક્ષપણા નીચે કર્ણાટકદેશીય દિગ ંબર તાર્કિકાચાય વાદી શ્રી કુમુદચંદ્ર સાથે થયેલ ગુરદેશીય શ્વેતાંબર તાર્કિકશિ।મણિ, ‘ સ્યાદ્વાદરત્નાકર' ગ્રંથના પ્રણેતા મહાવાદી શ્રી દેવસૂરિના વાદ પ્રસંગે રાજસભામાં ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનું મહત્તાભર્યું સ્થાન હતું. સિદ્ધહેમ વ્યાકરણની રચના વિદ્વાન ગુર્જરેશ્વર મહારાજા શ્રી સિદ્ધરાજ જયસિંહદેવની રાજસભા એટલે સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશના પંડિતચક્રવર્તી એની સભા. એ રાજસભાના સઘળા વિદ્વાને ભગવાન હેમચંદ્ર પ્રત્યે તેમના અબાધ્ય પાંડિત્યને કારણે બહુમાનની નજરે જોતા હતા. વિક્રમ સંવત ૧૧૯૨માં માલવપતિ શ્રી યશેોવર્માને હરાવ્યા પછી ત્યાંની લૂંટમાં ત્યાંના રાજકીય જ્ઞાનભડાર ( પુસ્તકાલય ) ગૂર્જરેશ્વરના હાથમાં આવ્યેા હતેા. તેનું અવલોકન કરતાં તેમાં ભેાજ વ્યાકરણની નકલ જોયા પછી ગૂ રેશ્વરના હૃદયમાં પેાતાના દેશમાં સ્વતંત્ર વ્યાકરણના સર્જન માટેની તીત્ર ઊર્મિ ઉત્પન્ન થઈ અને પેાતાને એ વિચાર તેમણે રાજસભાના માન્ય પ્રખર વિદ્વાને સમક્ષ જાહેર કર્યો. આ પ્રસંગે રાજસભાના દરેક વિદ્વાને ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય તરફ આંગળી ચીધીને એકીઅવાજે જણાવ્યું કે “ મહારાજ ! આપની આ અતિમહાન ઇચ્છાને પૂર્ણ કરવા માટે આ મહાપુરુષ સિવાય બીજું કોઈ સમ નથી.” છેવટે ગૂજરેધરે આચાર્યશ્રીને જોઈતાં દરેક સાધન પેાતાની રાજકીય લાગવગથી પૂરાં પાડયાં અને આચાર્યશ્રીએ પેાતાના અને ગૂર્જરેશ્વવરના નામને અમર કરતા સર્વાંગપૂર્ણ સિદ્ધહેમ વ્યાકરણની રચના કરીને માત્ર ગૂર્જરેશ્વરને જ નિહ પણ આખા વિશ્વને પેાતાના અજોડ પાંડિત્યને પરિચય આપ્યા. કહેવાની જરૂરત નથી કે આ પછી ગુર્જરેશ્વર ભગવાન હેમચંદ્રનેા અનન્ય મિત્ર-સેવક બની ગયા હતા. રાજનૈતિક નિપુણતા [ ૧૬૯ ભગવાન હેમચંદ્રના, જેમ તેમના ગુણોથી આકર્ષાયેલા, સખ્યાબંધ પૂજકો અને મિત્રો હતા તે જ રીતે તેમના વિરોધીઓની સખ્યા પણ તેટલી જ હતી. આમ છતાં પેાતાની પ્રખર પ્રતિભા અને રાજનૈતિક નિપુણતાના પ્રતાપે તેએ એ બધાયના અડગપણે સામને કરી શકયા હતા અને એમના આખા જીવનમાં એવા એક પણ પ્રસંગ આવ્યા નથી કે કોઈ પણ પ્રસ ંગે કોઈ પણ એમને તેજોવધ કરી શકયું હાય. ખરે જ, માનવજાતિ માટે બધુય શકય હશે, પણ પરસ્પરવિરુદ્ધ વાતાવરણ અને કાવાદાવાથી ભરનાનાં, ૨૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] જ્ઞાનાંજલિ પૂર રાજસભામાં અડગપણે ટકી રહેવું—અને તે પણ સંખ્યાતીત વર્ષોંના પારસ્પરિક વિરાધના ભાગ બનેલ શ્રમસંસ્કૃતિના ધારક સાંપ્રદાયિક પુરુષ માટે—ઘણું જ અધરું છે. છતાં આપણે આજે એ પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ કે ભગવાન હેમચંદ્ર એ સ્થિતિમાં પણ અડગપણે ઊભા રહી શકયા હતા. એટલે આ રીતે વિચાર કરતાં ખરે જ ભગવાન હેમચંદ્રે જગત સમક્ષ ધાર્મિકતાપ્રધાન રાજનૈતિક નિપુણતાને અપૂર્વ આદર્શો ખડા કર્યા છે. કુમારપાલદેવ સાથે સબંધ ભગવાન હેમચંદ્ર એ ચૌલુકયવંશી ગુર્જરધરાના ગાઢ સમાગમમાં આવ્યા હતા; એક મહારાજા શ્રી જયસિ દેવ અને ખીજા મહારાજા શ્રી કુમારપાલદેવ. એકની સાથે અમુક અંશે ધાર્મિકતાનેા સંબંધ હાવા છતાં મુખ્યત્વે વિદ્વત્તાનેા સંબંધ હતા, જે આપણે ઉપર જોઈ આવ્યા છીએ; જ્યારે બીજાની સાથેતા સંબધ ધાર્મિકતામાંથી જન્મ્યા હતા અને ધાર્મિકતામાં જ પરિણમ્યા હતા. આચાર્યાં. હેમચંદ્રને મહારાજા શ્રી કુમારપાલદેવ સાથેને સંબંધ, તેઓ જ્યારે મહારાજા સિદ્ધરાજ તરફના મૃત્યુભયથી ત્રાસીને નાસભાગ કરતા હતા તે પ્રસંગે થયા હતા. અને એ મુખ્યત્વે કરીને ભયપ્રસંગના તેમના રક્ષણની ધાર્મિક વૃત્તિમાંથી જન્મ્યા હતેા અને આદૃિથી અંત સુધી એ સંબધ એ રૂપમાં જ કાયમ અન્યા હતા. ઉપદેશની અસર ભગવાન હેમચંદ્રના ઉપદેશે મહારાજ શ્રી કુમારપાલદેવના હૃદયમાં એટલી તીવ્ર અને ઊંડી અસર નીપજાવી હતી કે આખરે એ એક ધાર્મિક અથવા જૈનધર્માવલી રાજા બની ગયેા હતેા. તે છતાં ભગવાન હેમચ ંદ્રે તેમની પાસે જૈનધર્માંને લગતાં જ કાર્યો કરાવવામાં તત્પરતા રાખી હતી એમ જ નહેાતુ’, પરંતુ સર્વસામાન્ય હિતનાં કાર્યો પણ તેમણે કરાવ્યાં હતાં. સર્વસામાન્ય હિતનાં કાર્યોમાં મુખ્યપણે સાત વ્યસન—જેમાં જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચારી અને વ્યભિચારના સમાવેશ થાય છે અને જે પ્રજાજીવન અને માનવતાને હલકે દરજ્જે લઈ જનાર છે—તે ઉપદેશ અને રાજસત્તા દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. જ્યાં લાગવગ પહેાંચી શકે તેવાં અન્ય રાજ્યોમાં પણ ચિત્રપટ આદિ સાધતા દ્વારા એ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતા. આ સિવાય અતિપ્રાચીન સમયથી ચાલ્યે! આવા બિનવારસદાર વિધવા સ્ત્રીની મિલકત પડાવી લેવાના રિવાજ, જેની વાર્ષિક આવક ખેતેર લાખની આસપાસની હતી, તેને પણ જતે કરવામાં આવ્યા હતા. આ બધાંય કરતાં ભગવાન હેમચંદ્રના ઉપદેશની મહાભારત અસર એ થઈ હતી કે માંસાહાર નિમિત્તે તેમ જ યજ્ઞયાગાદિમાં નિરર્થક રીતે થતા અનેક પશુઓના સંહારને દયાળુ ગૂર્જરેશ્વર દ્વારા અટકાવવામાં આવ્યેા હતેા. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે, ગૂજરાત વગેરે દેશામાં આજે પણ જે દુર્વ્ય સનાના અલ્પ પ્રચાર છે, નિવ``શિયાનું ધન પડાવી લેવાના રિવાજ જોવામાં નથી આવતા તેમ જ યજ્ઞયાગાદિ નિમિત્તે થતા પશુવધ લગભગ અટકી ગયા છે, એ ભગવાન હેમચંદ્રસૂરિના પવિત્ર ઉપદેશ અને ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલની અજોડ ધાર્મિકતાના જ પ્રતાપ છે. ગ્રંથના આજે ભગવાન હેમચંદ્રના જે પ્રથા મળે છે તેની તેાંધ અહીં આપવામાં આવે છે: Page #5 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦ શ્લેક મહાન આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ [ ૧૭૧ સાંગોપાંગ સપાદલક્ષ વ્યાકરણ સિદ્ધહેમ લઘુત્તિ સિદ્ધહેમ બ્રહવૃત્તિ ૧૮૦૦૦ સિદ્ધહેમ બૃહન્યાસ ૮૪૦૦૦ (અપૂર્ણ મળે છે) સિદ્ધહેમ પ્રાકૃતવૃત્તિ ૨૨૦૦ લિંગાનુશાસન સટીક ३१८४ ઉણાદિગણ વિવરણ ૩૨૫૦ ધાતુ પારાયણ વિવરણ ૫૬૦૦ અન્ય ગ્રંથો અભિધાનચિંતામણિ પજ્ઞ ટીકા સહ ૧૦૦૦૦ અભિધાનચિંતામણિ પરિશિષ્ટ ૨૦૪ અનેકાર્થ કેપ ૧૮૨૮ નિઘંટુપ દેશીનામમાલા પણ વૃત્તિ સાથે ૩૫૦૦ કાવ્યાનુશાસન સ્વોપસ અલંકારચૂડામણિ અને વિવેક સાથે છંદેનુશાસન છંદચૂડામણિ ટીકા સહ ૩૦૦૦ સંસ્કૃતભાશય મહાકાવ્ય ૨૮૨૮ પ્રાકૃત થાશ્રય મહાકાવ્ય ૧૫૦૦ પ્રમાણુમીમાંસા પણ વૃત્તિ સાથે ૨૫૦૦ (અપૂર્ણ) વેદાંકુશ (દિજવદનચપેટા) ૧૦૦૦ ત્રિષ્ટિશલાકા પુરુષચરિત મહાકાવ્ય ૧૦ પર્વ પરિશિષ્ટ પર્વ યોગશાસ્ત્ર પજ્ઞ ટીકા સહ ૧૨૫૭૦ વીતરાગસ્તોત્ર ૧૮૮ અન્યગવ્યવહેદકાવિંશિકા ૩. કાવ્ય અગવ્યવચ્છેદાત્રિશિકા મહાદેવસ્તોત્ર ઉપર ભગવાન હેમચંદ્રસૂરિત ગ્રંથનાં નામોની જે યાદી આપવામાં આવી છે, તેમાંના વિવિધ વિશે, તે તે ગ્રંથમાં કરવામાં આવેલો છે તે વિષયનો ઊહાપેહ, અને તે તે ગ્રંથમાં કરેલી તત્તષિયક અનેકાનેક શાસ્ત્રાની ઝીણવટભરી ચર્ચા–આ બધા તરફ ધ્યાન આપતાં જાણી શકાય છે કે તેઓશ્રીએ સાહિત્યના પ્રત્યેક અંગને કે ન્યાય આપે છે, એ પ્રત્યેક અંગની કેટલી ઝીણવટથી મીમાંસા કરી છે અને એ પ્રત્યેક અંગને વિચાર કરવા માટે તે સમયના વિશાળ સાહિત્યનું તેમણે કેટલી ગંભીરતાથી અવગાહન કર્યું હશે. અને તે સાથે તેમની પ્રતિભા, તેમનું સૂક્ષ્મદર્શિપણું, તેમનું સર્વ દિગામી પાંડિત્ય અને તેમના બહુશ્રુતપણાનો પરિચય પણ આપણને આથી મળી રહે છે. હેમચંદ્રની કૃતિઓનું ગૌરવ ભગવાન હેમચંદ્ર રચેલા ગ્રંથ એટલે ગંભીર અને સર્વગપૂર્ણ ગ્રંથરચના. સિદ્ધહેમ વ્યાકરણ, ૩૫૦૦ ૩૨ ) ૪૪ , Page #6 -------------------------------------------------------------------------- ________________ 172 ] જ્ઞાનાંજલિ દ્વયાશ્રયમહાકાવ્ય, અભિધાનશે કે કાવ્યાનુશાસન આદિ જેવા પ્રાસાદભૂત મહાગ્રંથે જ નહિ, પણ અન્ય વ્યવચ્છેદકાવિંશિકા જેવા ફક્ત 32 કાવ્યના એક નાના સરખા સ્તુતિગ્રંથને લઈને વિચાર કરવામાં આવે તે પણ આપણે એમ જ કહેવું પડે. આચાર્ય હેમચંદ્ર આ નાનીશી કૃતિમાં સ્યાદ્વાદ, નય, પ્રમાણ અને સપ્તભંગી વિષે તેમ જ સ્વપરદર્શનના સિદ્ધાન્ત ઉપર અતિગંભીર અને સૂક્ષ્મ વિચાર રજૂ કરી જગતને પિતાના મહાન વિજ્ઞાનનો પરિચય કરાવ્યો છે. હેમચંદ્રની કૃતિઓનું સ્થાન આચાર્ય હેમચંદ્રની કૃતિઓનો સાહિત્યના સમરાંગણમાં કોઈ પણ સ્થળે પરાભવ કે અનાદર થયો નથી, એટલું જ નહિ, કિન્તુ તેમની કૃતિઓને ભારતવર્ષના પ્રાચીન સમર્થ જૈનેતર વિદ્વાનોએ સુધાં માન્ય રાખી છે. છન્દ શાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા વિદ્વાનોએ તો પિતાની કૃતિઓમાં આચાર્ય હેમચંદની કૃતિઓમાંથી ગ્રંથસંદર્ભના સંદર્ભે જ અપનાવી લીધા છે. જૈન સંપ્રદાયમાં હેમચંદ્રનું સ્થાન ભગવાન હેમચંદ્રનું જૈન સંપદાયમાં જે અતિ ઉચ્ચ સ્થાન હતું, તેનું વર્ણન કરવું તે એક રીતે વધારે પડતું જ ગણાય. તે છતાં ટૂંકમાં એટલું કહેવું જોઈએ કે તેમના સમયના કોઈ ગચ્છ કે પરંપરા એવાં ન હતાં કે જે એમના ગુણોથી મુગ્ધ ન હોય અને જેણે એમના ગુણોનું વર્ણન ન કર્યું હોય. ટીકાકાર તરીકેનું અજોડ કૌશલ ધરાવનાર સમર્થ આચાર્ય શ્રી મલયગિરિએ તો આવશ્યસૂત્રની વૃત્તિમાં તથા રાહુઃ સુતપુ ગુવઃ એ પ્રમાણે લખી ભગવાન શ્રી હેમચંદ્રકૃત અન્ય ગવ્યવચ્છેદકાર્નાિશિકામાંના લૅકનો ઉલ્લેખ કર્યો છે અને એ રીતે ભગવાન હેમચંદ્રને પોતાના ગુરુવસ્થાનમાં માની લીધા છે. કાર્યદક્ષતા - ભગવાન શ્રી હેમચંદ્રને તેમના જીવનમાં રાજ્ય અને રાજાના અનુયાયીઓ, મિત્રો અને વિરોધીઓ, જેન અને જૈનેતર, ધર્મોપદેશ અને નવસાહિત્યસર્જન, નિર્મથવન અને જગતને સંબંધ–એ દરેકને એકસરખે ન્યાય આપવાનો હતો. આ દરેક કાર્ય પૈકી એક પણ કાર્યને તેઓશ્રીએ તેમના જીવનમાં છે ન્યાય આપ્યો નથી. ઉપરની બાબતોને વિચાર કરતાં ખરે જ આપણે આશ્ચર્યમુગ્ધ બની જઈએ છીએ કે એ મહાપુરુષ કયે સમયે કઈ વસ્તુને કેવી રીતે ન્યાય આપતા હશે, એમનું જીવન કેટલું નિયમિત હશે અને જીવનની પળેપળને તેઓ કેટલી મહત્વની લેખતા હશે. ખરે જ, વિશ્વની મહાવિભૂતિઓમાં ભગવાન શ્રી હેમચંદ્રનું સ્થાન કેઈ અનેરું જ છે અને એ એમની કાર્યદક્ષતાને જ આભારી છે. ઉપસંહાર અંતમાં એટલું કહેવું વધારે પડતું નથી કે, દેશવિદેશને લાખો જ નહિ બલકે કરોડો કે અબજો વર્ષને ઈતિહાસ એકઠા કરવામાં આવે તોપણ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય જેવા નિલેપ, આદર્શજીવી, વિદ્વાન, સાહિત્યસર્જક, રાજનીતિપુણ, વ્યવહારજ્ઞ, વર્ચસ્વી અને પ્રતિભાધારી પુરુષની જેડ જડવી અતિ મુશ્કેલ છે. અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય માટે “કલિકાલસર્વજ્ઞ’ તરીકેનું જે બિરુદ જવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. [[કહેસારસ્વતસત્ર નિબંધસંગ્રહ)