Book Title: Jivanvarta Lakhwama Sankoch Kem Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf Catalog link: https://jainqq.org/explore/249310/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ જીવન વાર્તા લખવામાં સંકોચ કેમ?* [૬] અપરિગ્રહ, જીવનશુદ્ધિ આદિ વિષે હું સમજણ અને ભાવના પ્રમાણે વતી શકતો નથી; એટલે જ જીવન વાર્તા લખવામાં સંકોચ છે. એ ઉપરાંત બીજાં પણ સંકોચનાં કારણે છે – ૧. વિશિષ્ટ વિભૂતિઓની કથા અત્યારે સુલભ છે ત્યાં આવી પામર કથા પ્રકાશિત કરવામાં અભિમાન ભાસે છે. ૨. જ્યાં લગી યથાવત પ્રતિબિંબ ન પડે ત્યાં લગી એકાંગી કથા લખવાથી ઊલટે શ્રમ પિોષાય છે. ૩. દેખાદેખીથી જીવનવાર્તા લખવાની પદ્ધતિ વધતાં, પછી તે માત્ર કૌતુકશાંતિ જ વાચનફળ શેષ રહે છે. ૪. મેં જે લખેલ તેમાં હકીકત છેડી છે, ઘણી રહી ગઈ છે. લખી છે તેમાંય વાચની દષ્ટિએ ઉપયોગી ન હોય એવી પણ છે. રહી ગયેલમાં કામની પણ આવશે. લેખનપદ્ધતિ મુખ્યપણે વર્ણનાત્મક, એટલે એ ઉપરથી કેટલાક સિદ્ધાંતનો રહસ્યસ્ફટ એમાં નથી. આવા જીવન પાછળ જે પ્રેરક હેતુ કામ કરે છે તે દરેક ઘટનામાં અભિવ્યક્ત થતે દેખાય એ રીતે લખાય તે જ એકસૂત્રતા આવે; અન્યથા નહીં. એટલે મને લખેલ ભાગ અને પદ્ધતિ સંતોષપ્રદ નહીં લાગેલ તેથી એમ ને એમ પડી રહ્યું અને સંકેચ પણ ન ગયે. આ કારણથી મેં એમ સૂચવેલું કે “શી ઉતાવળ છે?” અને “હરીને પદ્ધતિ નિશ્ચિત કરી શક્યો નથી; કરીશ અને મળીશું ત્યારે લખીશું.' ઈત્યાદિ. આ તે ન લખવા પક્ષે વાત થઈ. - પણ મેં એમ સૂચવેલું કે જો તમે, આપેલ કબૂલાત પ્રમાણે લખવા ઈચ્છે જ તે એમાં કોઈ અત્યુક્તિ, આડંબર જેવું જરાય ન આવે; જાણે કે સામાન્ય જીવનક્રમ સહજભાવે ચાલતો હોય તે જ આવે. ૨ શ્રી દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૧૩-૧૨ ૧૯૫૦ ના રોજ લખેલા પત્રમાંથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ 288] દર્શન અને ચિંતન હું એટલું તે જાણું છું કે બીજા ગમે તેટલા પ્રમાદ અને શિથિલતા. હેય, પણ જિજ્ઞાસા પિષવા અને યથાશક્તિ વિવિધ વિદ્યાઓનું પરિશીલન. કરવામાં પ્રમાદને ભાગ ઓછામાં ઓછા છે. તેથી કહી શકાય કે, જીવનને પ્રેરક હેતુ જિજ્ઞાસાપૂર્તિ અને વિદ્યાસંપાદન રહ્યો છે. તેણે જ બધું કરાવ્યું છે. એને જ લીધે ધર્મ, સમાજ અને માનવતાનાં મૂલ્યાંકનમાં ફેર પડત. ગ છે, અને જે પ્રથમ ઉપાદેય લાગતું તે સંકુચિત અને હેય પણ જણાતું. ગયું છે તેથી જ સંપ્રદાય, પંથ, જાતિ, શાસ્ત્ર આદિ અનેક વિષય પરત્વે સ્વતંત્ર વિચાર કરવા પ્રેરાયો છું, અને કેટલીક ધારણાઓ પણ સ્થિર અને વિશદ થઈ છે. આ જ એક અલ્પાંશે પણ સતિષનો વિષય છે. ટૂંકમાં, જે લખવાની વૃત્તિ ટાળી શકાય તેમ ન હોય તે, આ જ સૂત્રને ધ્યાનમાં રાખી, પગી હકીકતો લઈ શકાય. મેં તે ઘણું કરી 1920 આસપાસ સુધી જ કાંઈક ચિતરામણ કર્યું છે, પછીનું તો છે જ નહીં. કાકાએ મને ઘણાં વર્ષોથી કંઈક લખવા આગ્રહ કર્યો છે. હમણાં તેઓ આવેલ. ફરી માગણી કરી. કહે કે “હું બહુ હકીકતે નહીં પણ તમે તત્ત્વચિંતક હોવાથી જીવનનું તારણ લખે એમ ઈચ્છું છું.” એમણે “ધમાંનુભવની જીવનયાત્રા” “સંસ્કૃતિમાં લખી છે. તે એમને નમૂને; પણ મેં તેમની સાથે ફરી એ વિશે ચર્ચા કરી દષ્ટિબિંદુ સ્પષ્ટ જાણું લેવા કહેલું. એ તે વખત આવે ત્યારે ખરે, એટલે સળંગ જીવન વાર્તા એ તે મુલતવી જ રહે છે. તમે પણ સંક્ષેપમાં પતાવવાનું સૂચવે છે એટલે મેં મારી હદ્ગત મુખ્ય વાત કહી કે, છેવટે અત્યુકિત કે આડંબર ન આવે. ના કાકાસાહેબ કાલેલકર,