Page #1
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શાસનપ્રભાવક
'
'
છે, તેથી આ ૧૨મા ભાગનું નામ સ્યાદ્વાદતુ બ ' રખાયું છે, જૈનસાહિત્યમાં ૭૦૦ નયેના સ’ગ્રહવાળુ' · સપ્તશતારચક્ર' હતું, જેમ આ ૧૨ નયાના સંગ્રહવાળું ઃ દ્વાદશાર નયચક્ર ’છે. આચાર્ય મલવાદીએ આ નયચક્રમાં પૂર્વનાં પ્રાચીન દનાથી લઈ પોતાના સમય સુધીના મતેનું તલસ્પર્શી સ્વરૂપ વવી, તેની માર્મિક સમાલેચના કરી છે. નય અને સ્યાદ્વાદ દનનું વિવેચન કરનાર સંસ્કૃત ભાષાના આ અદ્ભુત-અનુપમ ગ્રંથ છે. વમાનમાં આ ગ્રંથ મૂળસ્વરૂપે મળતે નથી. આચાર્ય શાંતિસૂરિ, મલ્લધારી શ્રી હેમચ`દ્રસૂરિ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય ના ગુરુભાઈ આચાય પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર આચા` ચદ્રસેનસૂરિના સમય સુધી આ ગ્રંથ વિદ્યમાન હતા. વિ. સ. ૧૩૩૪ પહેલાં તે વિલુપ્ત થઈ ગયા. એટલે વમાનમાં આ ગ્રંથ મૂળ સ્વરૂપે મળતા નથી; પણ તેના ઉપર આચાય સિંહસૂરગણું વાદી ક્ષમાશ્રમણ્કૃત ‘ નયચક્રવાલ ’ અપરનામ ‘ ન્યાયગમાનુસારિણી ’ નામની ૧૮ હજાર બ્લેકપ્રમાણ સંસ્કૃત ણિ ટીકા મળે છે અને મહે યશોવિજયજીએ તેને આદશ પાઠ તૈયાર કરેલ છે તે મળે છે. તે પરથી આ ગ્રંથની મહત્તા અને ગ્રંથકર્તાની વાદશક્તિનો વિશદ ખ્યાલ આવે છે. વમાનમાં વિદ્યમાન વિદ્વયં શ્રી જમ્મૂવિજયજી મહારાજે ઘણું ઘણું સંશોધન કરી ‘દ્વાદશાર નચક્ર ઉપર સારા એવા પ્રકાશ પાડતાં ગ્રંથનું સ્તુત્ય સર્જન કર્યુ” છે. )
આચાર્ય. મલ્લવાદીના મોટાભાઈ મુનિ અજિતયશે વાદી શ્રીચંદ્રની પ્રેરણાથી ‘ પ્રમાણ ’ ગ્રંથ રચ્યા હતા અને વચલા ભાઈ યક્ષમુનિએ ‘ અષ્ટાંગનિમિત્તએ ધની’સંહિતાનું નિર્માણ કર્યુ. હતું. વર્તમાનમાં આ ગ્રંથ અપ્રાપ્ય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલ ‘ અનેકાંત જયપતાકા 'માં આચાર્ય. મલ્લવાદીના ગ્રંથ · સન્મતિત ’માંથી ઘણાં અવતરણા ટાંકળ્યાં છે. આથી આચાય મલ્લવાદી શ્રી હરિભદ્રસૂરિ પહેલાં થયેલા સિદ્ધ થાય છે. આચાય મલ્લવાદીસૂરિના બૌદ્ધો સાથે શાસ્ત્રા વીરનિર્વાણુ સં. ૮૮૪ ( વિ. સં. ૪૧૪ )માં થયેા હતેા, એ આધારે આચાર્ય મલવાદીસૂરિ વીરનિર્વાણની નવમી ( વિક્રમની પાંચમી) શતાબ્દીમાં થયેલા મનાય છે.
-
,
આગમાહારક અને ‘ પ્રખર ભાષ્યકાર ’ના લાડીલા નામથી પ્રસિદ્ધિ પામેલા બહુશ્રુત પરમ ગીતા
આચાર્ય શ્રી જિનભદ્રણિ ક્ષમાશ્રમણ
/2010/04
( શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહાશ્રુતધર આચાર્ય હતા. તે જ્ઞાનના સાગર અને આગમવાણી પ્રત્યે અગાધ શ્રદ્ધાશીલ અને નિષ્ઠાવાન હતા. તેમનું ચિંતન સ્વતંત્ર નહિ, પણ આગમયુક્ત હતું. આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આગમને પ્રથમ સ્થાન આપ્યું. આગમનુ આલંબન લઈ તેમણે યુક્ત અને અયુક્તની વિચારણા કરી. ઇતિહાસનાં પૃષ્ઠો પર આગમપર’પરાના પોષક આચાર્યામાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનું નામ નોંધપાત્ર છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવત
13
શ્રી જિનભદ્રાણિ ક્ષમાશ્રમણે પિતાના ગ્રંથમાં ગુરુપરંપરાને ઉલ્લેખ કર્યો નથી. અકટ્ટક ગામમાંથી પ્રાપ્ત થયેલી બે પ્રતિમાઓ પર કતરેલા લેખમાં નિવૃત્તિકુળના આચાર્ય જિનભદ્રને ઉલ્લેખ છે. આ ઉલેખ ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ સાથે સંબંધવાળો જણાય છે શ્રી જિનભદ્રગણિની પ્રસિદ્ધિ ક્ષમાશ્રમણ તરીકે છે, પરંતુ વાચક-ક્ષમા શમણ વગેરે નામે એકાઈ વાચક છે. પ્રસ્તુત પ્રતિમાના લેખના આધારે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ નિવૃત્તિકુળના સિદ્ધ થાય છે. નિવૃત્તિકુળને સમય શ્રી વાસેનસૂરિના શિષ્ય નિવૃત્તિ સાથે છે. આથી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ આર્ય સુહસ્તિસૂરિની પરંપરામાં થનારા વજનશાખીય સંભવે છે.
(વલભીના જેનભંડારમાં શ્રી જિનભદ્રગણિત વિશેષાવશ્યક ભાષ્યની એક પ્રતિ પ્રાપ્ત થઈ છે તે શક સં. પ૩૧ માં લખાઈ છે. એથી એ જિનભદ્રગુણિને વલભી સાથે કોઈને કઈ પ્રકારને વિશેષ સંબંધ હોય તેમ અનુમાન થાય છે. જેસલમેર ભંડારની વિશેષાવશ્યક ભાષ્યની એક પ્રતિના અંતમાં બે ગાથાઓ મળે છે તેમાં પણ વલભીનગરીને ઉલ્લેખ મળે છે. જીવકલ્પ ચૂર્ણિકાર શ્રી સિદ્ધસેનગણિએ ચૂર્ણિની છ ગાથાઓમાં શ્રી જિનભદ્રગણિની ભાવપૂર્ણ શબ્દોમાં પ્રશંસા કરી છે, તેનો સાર આ પ્રમાણે છેઃ “શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણું અથગમના ધારક હતા; યુગપ્રધાન હતા. જ્ઞાનીજનેમાં મુખ્ય હતા; દર્શને પગ અને જ્ઞાને પગના વિશિષ્ટ જ્ઞાતા હતા. સુવાસથી આકર્ષાઈને જેમ ભ્રમરો કમળને સેવે છે તેમ, જ્ઞાનરસના પિપાસુ મુનિએ શ્રી જિનભદ્રગણના મુખમાંથી નીકળેલા જ્ઞાનામૃતનું પાન કરવા સદા ઉત્સુક રહેતા. સ્વસમય-પરસમય આદિ વિવિધ વિષયે પર આપેલાં વ્યાખ્યાનેથી તેમને યશ દશે દિશાઓમાં ફેલાયો હતો. તેમણે પિતાના બુદ્ધિબળથી આગમને સાર વિશેષાવશ્યક ભાષ્યમાં ગૂંથેલ છે. છેદસૂત્રના આધારે પ્રાયશ્ચિત્તનાં વિધિ-વિધાન સંબંધી જીતસૂત્રની તેમણે રચના કરી છે. આ રીતે અનેક વિશેષતાઓના
સ્વામી આગમવેત્તા સંયમશીલ ક્ષમાશ્રમના અગ્રણી જિનભદ્રગણિ હું નમસ્કાર કરું છું.” શ્રી સિદ્ધસેનગણિના આ વર્ણનથી શ્રી જિનભદ્રગણિના વિશિષ્ટ વ્યક્તિત્વને પરિચય મળે છે.
આગમના વ્યાખ્યામાં નિર્યુક્તિ બાદ ભાષ્યને ક્રમ આવે છે. નિર્યુક્તિની જેમ ભાષ્ય પદ્યબદ્ધ પ્રાકૃતમાં છે. નિયુક્તિની અપેક્ષાએ ભાગ્ય અર્થને અધિક સ્પષ્ટ કરે છે. ઘણું વખત આગમને ગૂઢાર્થ સમજવામાં નિર્યુક્તિ અને નિર્યુક્તિના પારિભાષિક શબ્દોમાં ગૂંથાયેલા અને સ્પષ્ટ કરવા માટે ભાગેની રચના થઈ છે. વર્તમાનમાં મુખ્યત્વે બે ભાષ્યકાનાં નામ મળે છે: ૧. સંઘદાસગણિ અને ૨. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ. એ બે ભાગ્યકાર સિવાય ત્રીજા ભાગ્યકાર વ્યવહારભાષ્યના કર્તા અને ચોથા ભાષ્યકાર બૃહત્કલ્પ બૃહદ્ ભાગના કર્તા છે.
ભાષ્યની રચના નિયુક્તિઓ પર થઈ છે. કેટલાંક ભાળ્યાને આધાર મૂળસૂત્ર પણ છે નીચેના આગમગ્ર પર ભાષ્ય લખાય છેઃ ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન, ૪. બૃહત્કલ્પ, ૫. પંચકલ્પ, ૬. વ્યવહાર, ૭. નિશીથ, ૮. જીતક૯૫, ૯ ઘનિયુક્તિ, ૧૦. પિંડનિયુક્તિ.
સંઘદાસગણિનાં બે ભાગ્ય મળે છે: ૧. બૃહત્કલ્પ લઘુભાષ્ય અને ૨. પંચકલ્પ મહાભાષ્ય. શ્ર. ૨૫
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________ 194 શાસનપ્રભાવક શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિશિષ્ટ ભાષ્યકાર હતા. ભાષ્યકામાં તેમનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પછીના આચાર્યોએ અનેક વિશેષણ આપી તેમને ઉચ્ચ કોટિના ભાગ્યકાર રૂપે મર્યા છે. આચાર્યશ્રી જિનભદ્રગણિના નવ ગ્રંથે મળે છે: 1. વિશેષાવશ્યક ભાષ્ય, 2. વિશેષ વશ્યક ભાષ્યટીકા, (અપૂર્ણ), 3. બૃહત્સંગ્રહણી, 4. બૃહëત્રસમાસ, 5. સભાખ્ય વિશેષણવતી, 6, નિશીથભાષ્ય, 7. જીતક૫ ભાષ્ય, 8. અનુગદ્વારચૂર્ણિ, 9. ધ્યાનશતક, આ ગ્રંથમાં અનુગદ્વાચૂર્ણિ ગદ્યાત્મક છે. બાકીની રચનાઓ પદ્યાત્મક છે. વિશેષાવશ્યક ભાષ્ય પત્તવૃત્તિ સંસ્કૃતમાં છે. બાકીની ચનાઓ પ્રાકૃતમાં છે. વિશેષાવશ્યક ભાષ્ય આચાર્ય જિનભદ્રગણિની પ્રાકૃત રચના છે. તેમણે તેના પર સંસ્કૃત ટીકા રચવાને પ્રારંભ કર્યો હતે. છઠ્ઠા ગણધરના વક્તવ્યની ટીકા ચ્યા બાદ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને સ્વર્ગવાસ થઈ ગયો. આથી શ્રી કેત્યાચાર્યે બાકીની ટીકા 13700 લોકપ્રમાણુ રચી તે ટીકા પૂર્ણ કરી. ) આચાર્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને વીરનિર્વાણ સં. 1011 માં જન્મ, સં. ૧૦૨૫માં યુગપ્રધાનપદ અને સં. 1115 માં, 104 વર્ષની વયે સ્વર્ગવાસ થયા હતા. વ્યાપક મહિમાવંતા “ભક્તામર સ્તોત્ર” તેમ જ “નમિઉણ સ્તોત્ર’ના કર્તા તથા મંત્રયુક્ત સ્તોત્રની રચના દ્વારા શ્રી જિનશાસનની વિશિષ્ટ પ્રભાવના અને શ્રીસંઘની રક્ષા કરનારા આચાર્યશ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજ સ્તોત્રકાવ્યોમાં “ભક્તામર સ્તોત્ર'ની રચના ઉત્તમ છે, ભક્તિરસથી ભરપૂર ઝરણું છે. આ સ્તંત્રના રચયિતા આચાર્યશ્રી માનતુંગસૂરિ છે. આચાર્યશ્રી માનતુંગસૂરિએ વેતાંબર મુનિદીક્ષા અને દિગંબર મુનિદીક્ષા એમ બંને પ્રકારની દીક્ષા ગ્રહણ કરી હતી. પ્રભાવક ચરિત્ર પ્રમાણે વેતાંબર પરંપરામાં આચાર્ય માનતુંગસૂરિના ગુરુ શ્રી જિનસિંહસૂરિ અને દિગંબર પરંપરામાં તેમના ગુરુ ચારકીર્તિ હતા. આચાર્ય માનતુંગસૂરિને જન્મ વારાણસીમાં થયે હતું. તેઓ બ્રહ્મક્ષત્રિય શ્રેણી ધનદેવના પુત્ર હતા. તેમની બહેનને સંબંધ વારાણસીનિવાસી શેઠ લક્ષ્મીધર સાથે થયા હતા. લક્ષમધર શેડ આસ્તિકજનેમાં અગ્રેસર હતા. માનતુંગના કુટુંબીજને ધાર્મિક સંસ્કારથી સમ્પન્ન હતા. પિતા ધનદેવ પાસેથી તેમને સારા એવા ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત થયા હતા. જેન દિગબર મુનિઓનું પ્રવચન સાંભળી માનતુંગને સંસાર પર વૈરાગ્ય થયે. માતા-પિતાની અનુમતિ લઈ આચાર્ય ચારુકતિ પાસે દિગંબર મુનિદીક્ષા ગ્રહણ કરી. દીક્ષા જીવનમાં તેમનું નામ મહાકતિ રાખવામાં આવ્યું. મુનિચર્યામાં સજાગ મહાકતિ એક દિવસ લક્ષમીધર શેઠને ઘેર ગેચરીએ ગયા. લક્ષ્મીધર શેઠની પત્ની માનતુંગની બહેન હતી. તે વેતાંબર પરંપરાને માનતી હતી. તેણે મુનિ મહાકીર્તિ સમક્ષ વેતાંબર મુનિચર્યાનું વર્ણન કર્યું. બહેનની પ્રેરણાથી સત્યમાર્ગની 2010_04