Book Title: Jambuvijayjimuni
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249109/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કરર શાસનપ્રભાવક પૂ. મુનિ શ્રી મંગળવિજ્યજી મહારાજના પગલે પગલે મુનિ શ્રી પ્રભાકરવિયજી અને મુનિ શ્રી પદ્મવિજયજીની શ્રમણ–બેલડીએ આ કાર્ય ઉપાડી લીધું. બંગાળ અને બિહારમાં વિદ્યાલય અને છાત્રાલય શરૂ કરાવ્યાં. ઈ. સ. ૧૯૭૨માં શ્રી સમેતશિખરજી તીર્થમાં “શ્રી ધર્મમંગલ જૈન વિદ્યાપીઠની સ્થાપના કરી. સમગ્ર સરાક જાતિને પુનઃ જૈનધર્મમાં સુદઢ કરવા માંડી. તેઓને વ્રતધારી શ્રાવકો બનાવ્યા. “શ્રી વિજયભક્તિપ્રેમસૂરિજી તાંબર જૈન ઉચ્ચ વિદ્યાલયની સ્થાપના કરી. સરાક પ્રજાનાં બાળકોને વ્યાવહારિક શિક્ષણ સાથે દેવદર્શન, પૂજા, ગુરુવંદન, સામાયિક, પ્રતિકમણ, વ્રત, જપ, તપ આદિની તાલીમ આપવાની શરૂ કરી. આ સંસ્થાએ દસ વર્ષમાં ૩૦૦ સરાક વિદ્યાર્થીએ પુનઃ જૈન ધર્મમાં સુસ્થિર કર્યા. વિદ્યાપીઠના વિધાતા મુનિરાજ શ્રી પવવિજ્યજી મહારાજ આજે આ કાર્યને ભારે પુરુષાર્થ કરી આગળ વધારી રહ્યા છે. આ પ્રવૃત્તિના પ્રણેતા પૂ. મુનિ શ્રી મંગળવિજયજી મહારાજ જેનધર્મના ઇતિહાસનું યશસ્વી પ્રકરણ છે. આગમશાસ્ત્રો આદિના સંપાદક-સંશોધક અને પરમ ત્યાગમૂર્તિ પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ જૈનશાસનનું એ સદ્ભાગ્ય રહ્યું છે કે યુગે યુગે જૈનસંઘની શ્રતભક્તિમાં અને શુતઉપાસનામાં સદા સ્મરણીય બની રહે તેવા દાર્શનિક, સૂરિવર્યો, સાક્ષરો અને પ્રભાવક સાધુભગવંતે સાંપડ્યા છે અને તેઓએ સર્વત્ર સંયમજીવનની સુવાસ પ્રસરાવી છે. કેટલાક સમય પહેલાં પૂજ્ય મુનિવર્યશ્રી અંબૂવિજયજી મહારાજે સંપાદિત કરેલા દ્વાદશાર નયચક” નામે આકારગ્રંથનું યશસ્વી પ્રકાશન થયું. આ ગ્રંથમાં ભારતીય દર્શનના બાર પ્રકારનાં દાર્શનિક મંતવ્યોની ખૂબી અને ખામીઓની વિવેચના કરવામાં આવી છે. ઉપરાંત, જેનદર્શનના અનેકાંતવાદની સ્પષ્ટતા કરવામાં આવી છે, તેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ગ્રંથરત્નના સમર્થ ઉદ્ધારક સ્વ. મુનિવર્ય શ્રી ભુવનવિજ્યજી મહારાજના અંતેવાસી ( શિષ્ય-પુત્ર) પૂ. મુનિ પ્રવર શ્રી જંબૂવિજ્યજીના સફળ હાથે આ શક્યત કાર્યનું નિર્માણ થયું. તેઓશ્રીએ આ કાર્યને સર્વાગ સુંદર રીતે પરિપૂર્ણ કરવા માટે બે દાયકા જેટલા લાંબા સમય સુધી એકાગ્રભાવે ઉગ્ર તપ કર્યું. પરિણામે, ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ સુંદર, સુઘડ અને સુવાચ્ય સ્વરૂપે સુલભ બન્ય. તનથી દુર્બળ, પણ મનથી મજબૂત એવા આ મુનિવરે પ્રચંડ જ્ઞાનશક્તિથી સમર્થ આત્મબળથી અને અદમ્ય ઇચ્છાશક્તિથી આ વરિષ્ઠ ગ્રંથનું સંશોધન-સંપાદન પ્રકાશન કર્યું. એ માટે પૂજ્યશ્રીએ તિબેટ, ચીન, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે દેશમાંથી પ્રાચીન ગ્રંથની જુદીજુદી પદ્ધતિથી લેવામાં આવેલી પ્રતિકૃતિઓ, માઈક્રોફિલ્મ, પ્રતે આદિ સામગ્રી એકત્ર કરી. આ ગ્રંથથી માહિતગાર હતા તે દેશવિદેશના સાક્ષ સાથે પરિચય કેળવે, પત્રવ્યવહાર કર્યો અને તેઓના મતમતાંતર 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો 43 જાણ્યા. પ્રત્યેક નાનાં-મોટાં પ્રતિપાદનના મૂળ સુધી પહોંચીને તેનાં તારતમ્ય પામવાની સત્યશોધક દષ્ટિને પરિચય આપે. જૈનશાસન અને વિશ્વને વિદ્વદુર્ગ મુનિશ્રીના આ કાર્યથી ચિરકાળ તેમને ત્રણ રહેશે. પૂજ્ય મુનિવરશ્રી વર્તમાનમાં જૈનધર્મ-દર્શન-શાના જાણકાર વિદ્ધર્વમાં ઘણું જ આગળ પડતું સ્થાન ધરાવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમશાના પ્રકાશનનું વિશાળ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. તેનું સંપાદન આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજના સ્વર્ગવાસ પછી પૂ. મુનિરાજશ્રી જ બૂવિજયજી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા અન્ય પ્રાચીન જૈન ગ્રંથનું સંશોધન અને સંપાદનકાર્ય પણ અવિરતપણે ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીની શાને પાસના જેમ અદ્ભુત છે તેમ તીર્થોપાસના-જિનેપાસના અને ધર્મોપાસના પણ અદ્ભુત અને અલૌકિક છે. પૂજ્યશ્રીના ચાતુર્માસે પ્રાયઃ નાનાંનાનાં ગામોમાં હોય છે. અને એ નાના ક્ષેત્રમાં જે તપશ્ચર્યા થાય છે તે રેકડ રૂપ હોય છે. શ્રી શંખેશ્વર તીર્થ પ્રત્યેને પૂજ્યશ્રીને ભક્તિભાવ અનન્ય છે. એવો જ અનન્ય ભક્તિભાવ શ્રી શત્રુંજયગિરિ આદીશ્વરદાદા પર પણ છે. તેઓશ્રીના આ અનન્ય ભક્તિભાવે જ્યારે ગુજરાતમાં એક પછી એક એમ 3-3 દુષ્કાળ પડ્યા ત્યારે તેઓએ શ્રી આદીશ્વરદાદાનું શરણ સ્વીકારવાપૂર્વક અભિષેકનો નિર્ણય લીધે. અને એ અભિષેકના દિવસે જ કુદરતે અનરાધાર વરસાદ વરસાવીને એમની અંતરની એ આરજૂને ચરિતાર્થ બનાવી. પૂજ્યશ્રીને પ્રભુજી અને જ્ઞાન પ્રત્યે અવિહડ રંગ અને રસ કેઈ અનોખો જ છે. તેઓશ્રીની આ ઉપાસનાએ માત્ર જેને જ નહીં, માત્ર દેશવાસીઓ જ નહીં, દરેક ધર્મ અને વિદેશીઓ પણ આકર્ષાયા છે અને તેમના સમાગમમાં આવી કૃત્યકૃત્ય બન્યા છે. એવા એ અપૂર્વ જિન-શ્રુતભક્ત મુનિવરને ભાવપૂર્વક વંદન! तीर्थकर देवनी t છે : ક 2010_04