Book Title: Jain Darshan Anuwad Granthno Parichay
Author(s): Nagin J Shah
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230127/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ’ અનુવાદ ગ્રંથના પરિચય નગીન જી. શાહ પૉંડિત બેચરદાસજીએ દર્શનશાસ્ત્રમાં પણ અમૂલ્ય ફાળા આપ્યા છે. તેમણે અને પંડિત સુખલાલજીએ સાથે મળી સિદ્ધસેનના સન્મતિતર્ક પ્રકરણની વિસ્તૃત અને સવાદસમુચ્ચયરૂપ અભયદેવસૂરિની ટીકાનું સપાદન કર્યુ છે, દનક્ષેત્રમાં આ એક બહુમૂલ્ય કામ થયુ. વળી, આજથી પચાસ વર્ષ પહેલાં તેમણે આચાર્યં હરિભદ્રસૂરિના ષડ્ક નસમુચ્ચયય ઉપરની ગુણુરતની ટીકાના જૈન ભાગના ગુજરાતી અનુવાદ કર્યાં. આ તેમનું દČનક્ષેત્રમાં ખીજું મહત્ત્વનું કાર્યાં છે. જો કે પતિજીના રસના વિષયે ખાસ તા વ્યાકરણ-ભાષાશાસ્ત્ર અને આચારમીમાંસા રહ્યા હતા તેમ છતાં તેમણે દનના ક્ષેત્રમાં જે કઈ પ્રદાન કર્યું... છે તે પણ ધણું માટુ' છે. આપણે તેમણે કરેલ આ અનુવાદની વિચારણા કરીશું, પૉંડિતજીએ આ અનુવાદ સાથે માહિતીપૂર્ણ અને વિચારપ્રેરક ૧૨૦ પૃષ્ઠની વિસ્તૃત પ્રસ્તાવના જોડી છે. તેમાં શ્રી હરિભદ્રનાં જીવન અને કૃતિએ વિશે તેમ જ ગુણરત્ન વિશે ઐતિહાસિક દૃષ્ટિએ જેટલી વિગતે આપી શકાય તેટલી વિગતે આપી છે. પડિતજીને શુષ્ક તર્ક અને વાદ પસંદ ન હતા. તેમની દૃષ્ટિ સદાય જીવનને શુદ્ધ કરતા તત્ત્વથી આકર્ષાતી. તેમને સમન્વય પ્રિય હતા. આ પ્રસ્તાવનામાં પ"ડિતજીએ કરેલા દર્શનોના સમન્વય ચિત્તાકર્ષક અને સવેંદ્રેકી છે. હરિભદ્રને અનુસરી તેએ પણ કપિલ, સુગત, જિન સૈાને આપ્ત ગણે છે. તેમના ઉપદેશને ભેદ તા શ્રેાતાની કક્ષાએના ભેદને કારણે છે એમ તેએ સમજે છે. તેઓ માને છે કે વાદપ્રતિવાદ છેાડી તેમના ઉપદેશનું હાર્દ સમજવા પ્રયત્ન કરવા જોઈએ. આ હા તે આ રીતે સમજાવે છે: “ઈશ્વરયાદને વળગતારા મુમુક્ષુ પેાતાની કાઈ પણ પ્રવૃત્તિમાં કર્તાપણાની ભાવના એટલે ‘હું કરું છું' · મારા જેવા કરનાર કાણુ છે' એવી વૃત્તિ રાખી શકે જ નહિ. એતે મન તેા કર્તા, હર્તા, પાલયિતા ઈશ્વર જ છે. એણે તા પોતાનું સત્ર સ્વ. શ્રી ઈશને ચરણે ધરેલુ' હાવુ* જોઈએ. પોતાનેા એકના એક ખાટના દીકરા, પોતાની અતુલ સ`પત્તિ કે બીજી ક્રાઈ પેાતાની પ્રિય વસ્તુને! નાશ થતાં પણ એને શાક ન ઊઈ શકે........અદ્વૈતવાદના ખરા અનુયાયીને મારું તારુ” હાઈ શકતું નથી, એ તેા સત્ર સમ જ હેાઈ શકે છે—શત્રુ કે મિત્ર એને ધટે જ શી રીતે ?...... બધા જીવાનુ અદ્વૈત હેાઈ એ કયાંય રાગ કે રાષ શી રીતે કરી શકે?......ક્ષણિકવાદને પા! ભક્ત પેાતાના દેહને સ્થિર શી રીતે માને ? તે થૂંકની છેાળે! ઉડાડી ક્ષણિકત્રાદ સાબિત ન કરે, એ તે એ વાદને પેાતાના જીવનમાં ઉતારીને જ સંસારતી ક્ષણિકતાને વગર મેલ્યે સમાવી દે. કમ વાદને ઉદ્દેશ સૌંસારની વિચિત્રતા જણાવી આત્મામાં સ્થિરતા આણવાના છે, નહિ કે ખીજા ખીજાની ખાતાવહીઓને તપાસ્યા કરવાના તેમ ઈશ્વરવાદીઓના ઈશ્વરને દૂષિત કરવાને પણુ કર્મવાદને આગળ રવાના નથી.” છ કે છ દનાને તેમનું પ્રયાજન છે, તેમને જીવનમાં ઉપયેગ છે એ દર્શાવતાં પડિતજી આન ધનજીના શ્રી નમિનાથસ્તવનનેા વારવાર હવાલા આપે છે. ચાર્વાકદર્શન વિશે પડિતજી લખે છે : વિચાર કરતાં એટલુ તા જરૂર સૂઝે છે કે નીતિપ્રધાન અતે ધર્મપરાયણ આ આ દેશમાં પ્રાચીન સમયે પ્રાદુર્ભૂત થયેલે આ મત હિંસાનું, જુઠાણાનું, ચેરીનું, વ્યભિચારનું "( Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ‘જૈનદન ? અનુવાદ ગ્રંથના પરિચય અને ‘જ્જળ ત્વા ધૃતં પિવેત'નુ જ સમર્થન કરી જીવનવિકાસને મા બતાવતા હોય એમ મારા તા માનવામાં આવતુ' નથી....પરમયેાગી આનંદધનજી મહારાજ આ મત વિશે જણાવતાં કહે છે કે લોકાયતિક કૂખ જિનવરની, અશવિચાર જો કીજે,' પ્રસ્તાવનામાં તેમણે અસભર અને નવી દિશા ખોલનારાં ટિપ્પણૢા લખ્યાં છે. તેનાં એકએ ઉદાહરણા લઈશું. પૃ. ૬૩ ઉપર બૌદ્ધધમ' અને યુદ્ધ ઉપર વિસ્તૃત ટિપ્પણુ છે. તેને અશમાત્ર આપું છું. તે લખે છે : “આ મહાપુરુષ (બુદ્ધ) આત્મવાદી છે, તે પશુ તેમની પછીના તેમના કેટલાક અનુયાયીએની તર્ક નળને લીધે તેમના ઉપર અનાત્મવાદી' તરીકેને જે આરેાપ આજ ત્રણા વખતથી મૂકવામાં આવે છે તે અવિવેકથી થયેલે છે અને ખાટા છે.” પૃ. ૭૫ ઉપર ‘તન્માત્રા' શબ્દ ઉપર આ પ્રમાણે ટિપ્પણ છે: “પરમાણુ’ શખ્સના ભાવ ‘તન્માત્રા' શબ્દથી સૂચવી શકાય છે. જૈનદર્શનમાં ‘પરમાણુ’ શબ્દ ઉપરાંત એક એવા જ ભાવવાળે ‘વ ́ા’ શબ્દ પણ આવે છે. 'પ્રદેશ' શબ્દને પણ ‘પરમ શુ’ના અથ`માં જૈનભાષામાં વાપરવામાં આવે છે પણ તે, અવિભક્ત પરમાણુને એટલે કે કોઈ જથ્થામાં રહેલા પરમાણુને જ સૂચવે છે અર્થાત્ જૈનભાષામાં એકલા છૂટા પરમાણુને ‘પ્રદેશ' શબ્દથી સૂચવી શકાય નહિ.' પ્રસ્તાવનામાં આવાં ટિપ્પા લગભગ એક સો જેટલાં છે. આ ટિપ્પણામાં પડિતજીની ઐતિહાસિક, તુલનાત્મક અને નિષ્પક્ષ દૃષ્ટિ આપણુ ધ્યાન ખેચે છે. હવે તેમના અનુવાદની લાક્ષણિકતા તપાસીએ. તેના માટે એક ઈશ્વરવિષયક ક ંડિકા પસંદ કરીએ. તે નીચે પ્રમાણે છેઃ किञ्च ईश्वरस्य जगन्निर्माणे यथारुचिप्रवृत्तिः, कर्मपारतन्त्र्येण, करुणया, क्रीडया, निग्रहानुग्रहविधानार्थ स्वभावो वा । अत्राद्यविकल्पे कदाचिदन्यादृश्येव सृष्टिः स्यात् । द्वितीये स्वातन्त्र्यहानिः । तृतीये सर्वमपि जगत् सुखितमेव कुर्यात् । अथ ईश्वरः किं करोति पूर्वार्जितैरेव कर्मभिर्वशीकृता दुःखमनुभवन्ति ? तदा तस्य कः पुरुषकारः ? अदृष्टापेक्षस्य च कर्तृत्वे किं तत्कल्पनया, जगतस्तदપીત્તતવાસ્તુ (જ્ઞાનપીઠ મંતિ`દેવી જૈન ગ્રન્થમાલા, સ`સ્કૃત ગ્રન્થાંક ૩૬, ૧૯૭૦, પૃ. ૧૮૨-૧૮૩) હવે અનુવાદ વાંચીએ. અનીશ્વરવાદી : વળી, અમે આ એક ખીજું પૂછીએ છીએ કે, તમેએ માનેલે ઈશ્વર, જગતને રચવાની જે ભાંજગડ કરી રહ્યો છે, શું તેમાં તે પેતાની મરજી પ્રમાણે પ્રવૃત્તિ કરે છે? વા કમને વશ થઈને પ્રવૃત્તિ કરે છે? વા દયાને લીધે પ્રવૃત્તિ કરે છે? વા લીલા કરવાની વૃત્તિથી પ્રવૃત્તિ કરે છે? વા ભક્તોને તારવા અને દુષ્ટાને મારવા પ્રવૃત્તિ કરે છે કે એ જાતની પ્રવૃત્તિ કરવાના એને સ્વભાવ જ છે ? ઈશ્વરવાદી : ભાઇ, એ (ઈશ્વર) તે સૌના ઉપરી હાવાથી જગતની રચના કરવામાં એની પેતાની જ મરજી પ્રમાણે વર્તે છે અને જગત પણ એ પ્રમાણે જ ચાલ્યા કરે છે. અનીશ્વરવાદી ભાઈ ! અમને તા એમ જણાતું નથી. જો ઈશ્વર જગતને બનાવવામાં પોતાની જ મરજી પ્રમાણે વર્તાતા હોય તે કોઈ એવા સમય પણ આવવે જોઈએ કે, જે સમયે જગત તદ્દન જુદા પ્રકારનું પણ રચાયુ હેત હેય. આપણાથી એ તે ન જ કલ્પી શકાય કે, તેની મરજી હમેશા એકની એક જ રહે છે. કારણ કે, તે પાતે તદ્દન સ્વતંત્ર હોવાથી ધારે તેવું કરી શકે છે. પરંતુ જગત તા હંમેશા એક જ ધાટે ચાલ્યું જાય છે અને ચાલ્યું આવે છે. એની બીજી કઈ જાતની રચના કદી, ાઈએ અને કયારેય સાંભળી કે જાણી પણ નથી. તેથી એમ જાણી શકાય છે કે, જગતની રચના કરવામાં ઈશ્વર પોતાની જ મરજી પ્રમાણે વર્તતા નથી. Page #3 -------------------------------------------------------------------------- ________________ નગીન જી. શાહ 55 ઈશ્વરવાદીઃ ભાઈ, ઈશ્વર તે કર્મને વશ રહીને જગતની રચના કરી રહ્યો છે. એથી એ કઈ જાતની નહિ બનવા જેવી રચના કરી શકે જ નહિ. અનીશ્વરવાદીઃ થયું. જે ઈશ્વર પણ કમને વશ રહેતો હોય તો એ ઈશ્વર શાને ? સર્વ શક્તિવાળા પ્રભુ શાને ? ઈશ્વરવાદીઃ ભાઈ, જરા ભૂલ થઈ ગઈ, ખરું તે એ છે કે ફક્ત દયાને લીધે જ ઈશ્વર જગતને રચવાની - ભાંજગડ કરી રહ્યો છે - કારણ કે, એ તો મહાદયાળ છે. અનીશ્વરવાદી: જો ઈશ્વર દયાને લીધે જ જગતને બનાવી રહ્યો હોય તો એ આખા જગતને સુખી શા માટે ન કરે છવમાત્રને સુખ આપવું એ દયાળુ પુરુષનું કામ છે. પરંતુ જગતમાં સુખ તો સરસવ જેટલું અને દુઃખ ડુંગર જેટલું જણાય છે. એથી આવા જગતને જોઈને કોઈ પણ એમ તે ન જ ક૯પી શકે કે, ઈશ્વર ફક્ત દયાની લાગણીથી જ આને (જગતને) બનાવી રહ્યો છે, ઈશ્વરવાદીઃ જો કે, ઈશ્વર તો દયાળુ હોવાથી બધાને સુખી જ સરજે છે, પરંતુ એ બધા જીવો પોતપોતાના કર્મોને લીધે પાછા દુઃખી થાય છે એમાં ઈશ્વર શું કરે ? અનીશ્વરવાદી: થયું. આ તે તમારા જ કહેવા પ્રમાણે ઈશ્વર કરતાં પણ કર્મોનું બળ વધુ જણાય છે. ત્યારે ભાઈ, હવે ઈશ્વરને જવા દઈને જે એને ઠેકાણે કર્મોને માને તો વાંધો છે? પંડિતજીને આ અનુવાદશ વાંચ્યા-સાંભળ્યા પછી સૌને પ્રતીતિ થશે કે પંડિતજી દર્શનના કઠણ વાદ્યને પણ ગુજરાતીમાં સરળ અને સહજ રીતે ઉતારે છે. તેમના અનુવાદમાં તરજુમિયાપણું નથી. ગુજરાતી ભાષામાં અનુવાદ કરતી વખતે તે ભાષાની પિતાની જે લઢણે છે તેમને તે અનુસરે છે. સંસ્કૃત ભાષાની લઢણે ગુજરાતીમાં જેમની તેમ લાવવાથી અનુવાદ લિષ્ટ બની જાય છે. સંસ્કૃતમાં કમાણપ્રયોગ સારે લાગે છે પરંતુ તેને ગુજરાતી અનુવાદ કરતાં જે તે પ્રયોગ બદલી કર્તરિ ન કરવામાં આવે તે અનુવાદમાં અસ્વાભાવિકતા અને કિલષ્ટતા પ્રવેશે છે. બીજુ, સંસ્કૃત ભાષામાં અત્યંત લાઘવ છે. ઘણી બધી વાત ટૂંકમાં કહી શકાય છે. તેથી જ્યારે સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ પંડિતજી કરે છે ત્યારે ગુજરાતી ભાષાને સ્વભાવ પ્રમાણે જરૂરી વિસ્તાર પણ તે કરે છે. વળી, પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને તરત જ ખ્યાલ આવે એ આશયથી પંડિતજીએ અનુવાદમાં સંવાદશૈલી અપનાવી છે. પંડિતજીએ અનુવાદમાં જ્યાં તક મળી ત્યાં મૂળના અર્થને અનુસરતા ગુજરાતી પદ્યને દાખલ કરી અનુવાદને રોચક કર્યો છે. દેહ અને આત્માને એક માનતા ચાર્વાકનું મૂળ માં જ્યાં ખંડન છે ત્યાં અનુવાદમાં તેમને નીચેનું પદ્ય મૂકવાની જે તક મળી તેને તેમણે સરસ ઉપયોગ કર્યો છે. તે પદ છે પરમબુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અ૯પ, દેહ હેય જે આતમા ઘટે ન આમ વિકલ્પ. એમણે કરેલ આ અનુવાદ જૈનદર્શન વિશે અભ્યાસીને સારી માહિતી આપે છે અને બધા જ મહત્ત્વના સિદ્ધાન્તોની વિશદ ચર્ચા કરે છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર મુનિઓના વેશ અને આચાર, જિનેશ્વરદેવસ્વરૂપ, ઈશ્વરવાદ, સર્વજ્ઞવાદ, કવલાહારવાદ, જીવાદિનવતત્ત્વ, આત્મવાદ, પુદ્ગલ તત્વ, પ્રમાણુવાદ અને અનેકાન્તવાદનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે અને તે તે સ્થાને વિરોધી વદન નીરાસ પણ સવિસ્તર કર્યો છે. તેથી જૈનદર્શનને સમજવા આ અનુવાદ અતિ ઉપયોગી છે. દર્શનના અભ્યાસીઓને ઉપયોગી એવાં પૂ. પંડિતજીએ કરેલાં આ બે મોટાં કાર્યોનું સ્મરણ કરી હું તેમને મારી ભાવપૂર્વક જ્ઞાનાંજલિ આપું છું. આભાર.