Page #1
--------------------------------------------------------------------------
________________
જગત્ અને જૈનદર્શન.
S
OM
AAAA
AAAAAAA
–વિજેન્દ્રસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક:
શ્રી યશેવિજય જૈન ગ્રંથમાળા
હેરિસરેડ-ભાવનગર
દહાણુ રેડ નિવાસી – શાહ હરખચંદ લખમીચંદની દુકાન તરફથી ( હા. શા. ડાહ્યાભાઈ જેચંદ દેગામવાળા.)
૨૫૦ નકલે ભેટ.
મુદ્દા:
'શેઠ દેવચંદ દામજી. આનંદ પ્રીન્ટીંગ પ્રેસ
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
જુદે જુદે વખતે આચાર્યશ્રી વિજયેન્દ્રસૂરિએ લખેલાં ત્રણ વ્યાખ્યાને અથવા નિબંધેને આ ન્હાના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું વ્યાખ્યાન વૃંદાવન ગુરૂકુળમાં, વિદ્યાપરિષદ્ગા પ્રમુખ તરીકે આપ્યું હતું. બીજું વ્યાખ્યાન શ્રીદયાનંદશતાબ્દિ પ્રસંગે મથુરાની ધર્મપરિષદમાં આચાર્યશ્રીના ખાસ પ્રતિનિધિ દેશી ફૂલચંદ હરિચંદે વાંચી સંભળાવ્યું હતું અને ત્રીજું વ્યાખ્યાન, કલકત્તાની ઇડીયનફીલોસોફીકલ કેગ્રેસમાં જનતત્ત્વજ્ઞાન વિષેના નિબંધ રૂપે હતું.
ઇતર સંપ્રદાયના ઉત્સવમાં એક જૈનાચાર્યની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે એ આ નવયુગના વિચાર ઔદાર્યનું એક શુભ ચિહ્ન છે, આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિએ પ્રમુખના ઉચ્ચ આસને બેસી આર્યની જે સુંદર વ્યાખ્યા સંભળાવી છે, જૈનદષ્ટિએ આર્યોના જે પ્રકાર વર્ણવ્યા છે તે કેવળ આર્યસમાજને સારૂ કે જૈનસમાજને સારૂ ઉપ
ગી છે, એમ કઈ જ નથી. “યજવા યોગ્ય જે હોય તેને તજી દઈ ગ્રહણ કરવાયોગ્ય સદ્ગણોને સ્વીકાર કરે, તે આર્યત્વ છે,” એ સૂત્ર આ વીસમી સદીના વાતાવરણને પણ સર્વથા ઉચિત છે, પિતપોતાના સંપ્રદાયની કેવળ મહત્તા ગાવાને બદલે જેઓ છતર બધુ સંપ્રદાય વચ્ચે ઐક્ય અથવા સમન્વયની આવી કડીઓ યોજે છે, તેઓ ધર્મની તેમજ રાષ્ટ્રની પણ અમૂલ્ય સેવા કરે છે. પ્રાન્ત, દેશ કે વાડાના ભેદ જે વખતે ભૂલાતા હેય, મનુષ્ય બીજા ક્ષુદ્ર સંબધોને વિસારી વિરાટ માનવ સંબંધ વિચારતો હોય તે અવસરે આવા ઉદાર દષ્ટિબિંદુ સમજાવવા, ઉપદેશવા એ પ્રત્યેક ધર્માચાર્યનું એક આવશ્યક કર્તવ્ય બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
ીજા નિબંધમાં મહારાજશ્રીએ તિહાસ, તત્ત્વજ્ઞાન, ઇશ્વર. સ્યાદ્વાદ વિગેરે વિષયા ટુંકામાં નિર્દેશ્યા છે. પરસ્પરની ગેરસમજ દૂર કરવી, એક બીજાનેા યથાર્થ પરિચય મેળવવા, એ ધર્મને નામે ઉદ્ભવતા કલેશ, કંકાસ ઉપર ઠંડું પાણી રેડવા જેવુ... બળતી આગને ઓલવવા જેવુ, પુણ્ય કામ છે.
જૈનદર્શન સબધી ખોટી ભ્રમણાઓ દૂર કરવાના અને જૈનદર્શનની ટૂંકી પણ યથાચિત ઓળખાણ આપવાને આ નિબંધના હેતુ છે, વિદ્વાને અથવા તત્ત્વચિંતાની સભામાં આવા વિષયેા ગંભીર ભાષામાં રજી થાય એ સ્વાભાવિક છે.
ત્રીજો નિબંધ એક રીતે ખીજા વ્યાખ્યાનના અનુસંધાનમાંજ છે, એમ કહીએ તેા ચાલે, ખીજા વ્યાખ્યાનમાં જે કાંઈ અપૂર્ણ લાગે તેની અહીં પૂત્તિ કરવામાં આવી છે.
જૈનધર્માંના પ્રચાર અર્થે આવા ટુંકા સુમધ ભાષામાં નિષ્ઠા યેાજાવા જોઇએ. તિહાસતત્ત્વમહાદ્ધિ આચાય શ્રીવિજયેન્દ્રસૂરિ જે વિશ્વસાહિત્યને સારા સ્પર્શ ધરાવે છે, જેમની સલાહ તથા સૂચના, અનેક પાશ્ચાત્યપ ંડિતાને માદક થાય છે, તે જો ધારે તેા ઇતિહાસ, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિષયમાં ઘણા નવા પ્રકાશ આપી શકે એમ છે, ઇતિહાસતત્ત્વમહાદધિ જેવા પુરૂષ પાસે સામાન્ય જનસમુદાય એવીજ આશા રાખી રહ્યો છે, એમ કહીએ તેા કાંઇ ખોટું નથી.
અક્ષયતૃતીયા, ૧૯૯૧ ધર્મ સ. ૧૩.
ભાવનગર.
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્ર કા શ કે.
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
॥ अहम् ॥ जगत्पूज्य-शास्त्रविशारद-जैनाचार्य-श्रीविजयधर्मसूरिगुरुदेवेभ्यो नमः ।
भाषणम् ।
अयि भाग्यवन्तः सम्यमहोदयाः !
विदुषामस्यां विद्यापर्षदि कुतो यूयं मामेव समितिपति निर्मापयितुं निर्धारितवन्त इति यद्यपि नाहमवगच्छामि तथापीयदवश्यमेव व्याहरामि यदिमां पदवीं महानुभावायाऽर्यसमाजविपश्चिते कस्मैचिददास्यत यूयं तर्हि समुचितमभविष्यत्, किन्तु महानुभावानां भवतां सजनानामनुरोधविशेष परिहर्तुमक्षम इति भवदीयां प्रसत्तिमापादयितुं भवद्वितीर्ण पदमङ्गीकरोमि ।।
यत् साम्प्रतिकानेककुमतान्यपि धर्मधियोपादीयन्ते तत् तेषां परिवर्तनमेव 'धर्मपरावर्तनमीमांसायाः। तात्पर्यमवधारयामि, यत आत्मधर्माणां परिवर्तनं तु कृतेऽपि प्रयत्नेन केनापि विधातुं शक्यते। अच्छेद्यऽभेद्यऽनाहार्यकषाय्यादय आत्मस्वरूप
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
निर्वचनपरा आत्मनो धर्माः सन्ति । तदेतेषां को वा कृती परिवर्तन विधास्यति ।
अधुना ये शैववैष्णवजैनवौद्धाऽदिव्यपदेशभाजोऽनेके धर्माः सन्ति तेषां परामर्शापेक्षया मनुष्य(जाति)भेदानेव विचारयितुमहमावश्यकं मन्ये ।
वाचकाचार्याः श्रीमदुमास्त्रातिनामधेया जैनाचार्यशिरोमगयो मनुष्यभेदविषये सूत्रमेकमचकथन् । तथाहि-' मनुष्या द्विविधाः-आर्या म्लेच्छाश्च । । 'तत्र ऋच्छन्ति दूरीभवन्ति सर्वहेयधर्मेभ्य इत्यार्याः । इमां व्याख्यामवलम्ब्य यद्यपि भवन्त एव आर्यानार्यपरामर्श विधातुं शक्नुवन्ति तथापि विषयमिम विशदीकर्तुं जैनागमनिर्दिष्टानार्यभेदानेव संक्षेपतः प्रतिपादयामि। प्रज्ञापनासूत्रे प्रथमपदे वक्ष्यमाणसरण्या आर्याणां भेदाः प्रतिपादिताः। तत्र हि मूलभेदौ द्वौ-'ऋद्विमानार्योऽनृद्धिमानार्यश्च ।" य आत्मद्धिमान स एवर्द्धिमानार्यः प्रोच्यते, न तु केवलप्रभूतद्युम्नवान् । तस्य चाऽऽत्मर्द्धिमत आर्यस्यार्हचक्रवर्त्तिवलदेववासुदेवजयाचारणविद्याचारणरूपाः षट् प्रकाराः प्रदर्शितास्तत्रैव । अथानृद्धिमतामार्याणां क्षेत्रार्य-जात्यार्य-कुलार्य-कार्य-शिल्पार्य-भाषार्य-ज्ञानार्य-दर्शनार्य-चारित्रार्यरूपा नव भेदाः।
अयि श्रोतारो महानुभावाः ! एतानपरिचितनाम्नो भेदप्रमेदानाकर्ण्य नोद्विजवं, सर्वेषामप्यर्थोऽनुपदमेव स्पष्टीक्रियते।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
तत्र प्रथमतः क्षेत्रार्यमेव विवृणोमि । यद्यपि भरतक्षेत्रे द्वात्रिंशसहस्रसंख्याका देशाः सन्ति परं तेषु केवलं सार्वपञ्चविंशतिरेवार्यदेशा गण्यन्ते, अवशिष्टा श्वानार्यदेशाः । नामान्यमीषां सूत्रकृताङ्गस्य प्रथमश्रुतस्कन्धे पञ्चमाध्ययने टीकाकारेण श्रीमता कोट्याचार्येण प्रदर्शितानि । तानीह विस्तरभयान्न प्रदर्श्यन्ते । तत्र वास्तव्याः क्षेत्रार्य पदव्यवहार्याः । १ ।
अम्बष्ठ - कलिन्द - वैदेह-वेदङ्ग - हरित - चुञ्चुणरूपाः मुख्यतया षड् भेदा जात्यार्थस्य । २ । अथ तृतीयस्य कुलार्यस्यापि मुख्यतया पड् भेदाः । तद्यथा - उग्रकुलाः भोगकुलाः, राजन्यकुलाः, इक्ष्वाकुलाः, ज्ञातकुलाः, कौरवकुलाश्च । ३ । तुरीयाः कर्मार्याः शास्त्रेऽनेकप्रकारा वर्णिताः । तथाहि दौसिकाः, सौत्तिकाः, कार्पासिकाः, भण्डवैतालिकप्रभृतयः । ४ । पञ्चमे शिल्पाssयें तन्तुवाय - सौचिक- पट्टकांरहतिकाराऽऽदीनां परिगणना । ५ । संस्कृतप्राकृतार्धमागधीविज्ञा भाषार्या उच्यन्ते । तत्र समष्टिव्यष्टिरूपेणाष्टादशभाषाभाषणरसिकाः सर्व एव भाषार्या भण्यन्ते । ६ । सप्तमस्य ज्ञानार्यस्य मतिश्रुतावधिमनः पर्यवकेवलज्ञानार्यरूपाः पञ्च भेदा: । ७ । एवं दर्शनार्यस्याप्यष्टमस्य सरागदर्शनार्य - वीतरागदर्शनार्यरूपेण द्वौ मुख्यभेदौ । अथ कारणे कार्योपचारात सरागदर्शनार्यस्य दश प्रभेदाः । ते च निसर्गरुच्युपदेशरुच्याज्ञारुचिसूत्ररुचिबीजरुच्यधिगमरुचिविस्ताररुचिक्रियारुचिसंक्षेपरुचिधर्मरुचिरूपाः । नामनिर्देशेनैव यत्रः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
श्रोतृणां भावार्थज्ञानं समुत्पद्यत इति नात्र विवृणोमि । ८। सच्छास्त्रनिर्दिष्टसदाचारपालननिरताश्चारित्रार्याः कथ्यन्ते । ९ । अथ प्रकृतमनुसरामि ।
मयतैर्निरूपितभेदैर्भवतां विदितमेवाऽभूत् यदार्या भूरिभेदप्रभेदभिन्नाः । तदहं कस्यापि मनुष्यस्य कृते एकान्ततो वक्तुं न शक्नोमि यदनार्य एवायम् । ततो यस्मिन् येन केनापि प्रकारेणार्यत्वमायाति तमात्मीयतया कथं न वयमङ्गीकुर्मः ? ।
___ असिन् समये ये नवीना विचारा जनानां चेतसि निबद्धास्ते साम्प्रतिकप्रथानुसारेण।
एतत्तु सर्वथा स्पष्टमेव प्रतिभाति यद् यथा यथा समयो व्यतीयाय तथा तथा मनुष्येषु परस्परं पार्थक्यं बभूव । निदर्शनमत्र गृहस्थगृहमेव । तत्र हि यद्येकस्य जनस्य द्वौ पुत्रौ जायेते तदा तयोरन्योन्यं घनिष्ठः सम्बन्धो विलोक्यते । ततस्तयोरपि सुताः समुत्पद्यन्ते । तत्र सत्यपि संबन्धनैकट्ये न तथा घनिष्ठता दृश्यते । तेपामपि मूनवो यदि भवन्ति तदा तेषां मूलपुरुषयोरन्यतरस्मिन् शिथिलः सम्बन्धोऽवलोक्यते । अत एव केचिन्मातृतः पञ्चमः पिलुतः सप्तमः पृथगेवेति वदन्ति । एवं बहुषु कालेषु व्यतीतेषु गुणकर्मानुसारेण तत्तज्जातिरूपेण मनुष्या व्यभज्यन्त । तदानीं तु युक्तमप्येतदासीत् । इदानीमेतादृशः समयः समापन्नो यस्मिन् यदि काचिद् व्यक्तिः समाजो वा कश्चित
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
___www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
*
सजातीयो विजातीयो वा पूर्व स्वस्वगुणकर्माणि विस्मृत्य पातित्यमलब्ध तस्य स्त्रमुद्धर्तु परान् वा समुर्द्धर्तु पूर्णोऽधिकारः । यत आत्मोद्धारस्याधिकारो न चैकस्यैव कस्यचित् पुरुषस्य समाजस्य वाऽधीनः, किन्तु सर्वेषामेव प्राणिनाम् । कश्चिदपि पुरुषो यदि नैजान दुर्गुणान् दुष्कर्माणि च परित्यज्य सद्गुणी सुकर्मण्यो वा बुभूषति तर्हि स पुनर्निजोद्धारं किं न कुर्यात् १ । यदैव हेयगुणकर्माणि विहाय तस्मिन् जने शुद्धता समायाति तदा तस्मिन्नार्यत्वमप्यायाति ।
आर्यशब्देन कश्चित् समाजः सम्प्रदायो वा न ममाभिप्रेतः किन्तु धर्मान् निरस्य यः कोऽपि सद्गुणसुकर्माणि स्वीकरोति स एवाऽऽर्यपदव्यपदेशभाक् । स च यस्मिन् कस्मिन्नपि समाजे संप्रदाये जातो वा तिष्ठतु सद्भिराऽऽर्य एव गण्यते ।
संसारे सर्व एव मनुष्याः सद्गुणसुकर्मभाजो भवन्त्वार्याः, निजोद्धारं च विदधतु इति मम हार्दिकमभिलषितमेतावदेव अभिधाय विरम्यते मया ।
श्रीमन्तो भवन्तः सहावधानेन यन्मम भाषणमाण्वन् तदमहं धन्यवादान् दिशामि ।
गुरुकुल वृन्दावन ता० २४-१२-२३ धर्म सम्वत् २.
}
ॐ शान्तिः शान्तिः सुशान्तिः ।
विजयेन्द्रसूरिः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
વૃન્દાવન ગુરૂકુળના ઉત્સવ પ્રસંગે વિદ્યાપરિષદના
પ્રમુખ તરીકે સંસ્કૃતમાં આપેલા ભાષણને
અનુવાદ
હે વાગ્યશાલી સભ્ય મહેદ,
વિદ્વાનોની આ વિદ્યાપરિષદુમાં આપે મને સભાપતિ શા માટે બનાવ્યું, તે જે કે હું નથી જાણી શકો તે પણ એટલું તે અવશ્ય કહીશ કે જે આ પદ આર્યસમાજી કઈ પણ મહાશયને આપવામાં આવ્યું હતું, તે વધારે યોગ્ય ગણાત, કિન્તુ આપ સજ્જનેના અનુરધનું ઉલ્લંઘન કરવાને અસમર્થ હેઈ આપ સજજનેએ આપેલા પદને સ્વીકાર કરું છું.
આજની સભાને ઉદ્દેશ્ય “ધર્મ પરાવર્તન મીમાંસા રાખવામાં આવે છે. તેનું તાત્પર્ય હું એજ સમજું છું કે વર્તમાન સમયમાં જે અનેક કુમ પણ ધમ તરીકે પિતાને ઓળખાવે છે, તેનું પરિવર્તન કરવું. કેમકે આત્મધર્મ પરિવર્તન તે ગમે તેટલે પ્રયત્ન કરવા છતાં નજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
થઈ શકે. અચ્છેદી-અભેદી-અનાહારી-અકષાયી આદિ આત્મસ્વરૂપને પ્રકટ કરનારા આત્માના ધર્મો છે. આવા આત્મધર્મોનું પરિવત્તાન કેમ કરી શકાય?
હવે વર્તમાન સમયમાં જ શિવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ આદિના નામથી અનેક ધર્મે ઓળખાય છે, તે ધર્મોના વિચારની અપેક્ષાથી મનુષ્યજાતિના ભેદને વિચાર કરે આવશ્યક સમજું છું.
વાચકાચાર્ય શ્રીઉમાસ્વાતિ નામના જૈનાચાર્યશિરોમણુએ મનુષ્યના ભેદ બતાવનાર એક સૂત્ર કહ્યું છે –
મનુષા ધા: પ્રાર્થો કાઢી” તત્ર છત્તિ દૂરમરિત રહેશ્ય રચાઈ: . આ વ્યાખ્યાને અવલંબી આપ સૌ આર્ય-અનાર્યને વિચાર કરી શકે છે, તથાપિ આ વિષયને વધારે સ્પષ્ટ કરવાને જૈનાગમમાં બતાવેલ આર્યના ભેદોનું સંક્ષેપથી પ્રતિપાદન કરીશ. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં આ પ્રમાણે આયના ભેદ બતાવવામાં આવ્યા છે –
મૂળ બે ભેદ-દ્ધિમાન આર્ય, અનુદ્ધિમાન આયે, જે આત્મ-દ્ધિવાળા હોય તેજ ઋદ્ધિમાન આયે કહેવાય. નહિ કે કેવળ ઘણા દ્રવ્યવાળે. તે આત્મ ઋદ્ધિમાન આર્યના અન, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, જંઘાચારણ અને વિદ્યાચારણ-એમ છ ભેદે છે. અનુદ્ધિમાન આયના ક્ષેત્રાર્ય, જાત્યાયે, કુલાર્ય, કર્મા, શિલ્પાર્ય, ભાષાર્ય, જ્ઞાનાર્ય, દર્શન નાર્ય અને ચારિત્રાર્ય રૂ૫ નવ ભેદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
મહાનુભાવે, આ અપરિચિત ભેદ-પ્રભેદને સાંભળી આપ આશ્ચર્ય ન કરશે. બધાના અર્થો અનુક્રમે હું બતાવું છું. પ્રથમ ક્ષેત્રાય-ચઘપિ ભરતક્ષેત્રમાં ૩૨ હજાર દેશો છે, પરંતુ તેમાં કેવળ સાડીપચીસ દેશેજ આર્ય ગણાવ્યા છે; બાકીના અનાર્ય દેશ છે. આનાં નામે સૂત્રતા સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચમા અધ્યયનમાં ટીકાકાર શ્રીકેટ્યાચા બતાવ્યાં છે. તે નામે વિસ્તારમયથી હું બતાવતો નથી. તે દેશમાં રહેનારા ક્ષેત્રાર્ય પદથી વ્યવહત કરાય છે. જાત્યાયેનાં છ ભેદ છે-અમ્બક, કલિન્દ, વૈદેહ, વેદંગ, હરિત, અને ચુંચુણ. ત્રીજા કુલાર્યના મુખ્યતયા છે ભેદ છે-ઉચકુલ, ભેગકુલ, રાજન્યકુલ, ઈક્વાકુકુલ, જ્ઞાનકુલ, કૌરવકુલ. ચોથા કર્માયના શાસ્ત્રમાં અનેક ભેદો કહ્યા છે-જેવા કે-દોસિક, સોનિક, કાર્યાસિક, લંડવૈતાલિક વિગેરે. પાંચમા શિવપાર્યનાં તંતુવાય, સોચિક, પટ્ટકાર અને દૈતિકારાદિને સમાવેશ થાય છે. સંસ્કૃત, પ્રાકૃત અને અર્ધમાગધીને જાણનાર ભાવાય કહેવાય છે. તેમાં સમષ્ટિ-વ્યષ્ટિરૂપથી અઢાર ભાષાના જે રસિક હોય તે બધા ભાષાર્ય કહેવાય. સાતમા જ્ઞાનાર્યના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનાયે– રૂપ પાંચ ભેદ છે. એ પ્રમાણે દર્શનાર્યના પણ સરાગદર્શન નાર્ય, વીતરાગદર્શનાર્ય રૂપ મુખ્ય બે ભેદે છે. હવે કારણમાં કાર્યને ઉપચાર કરવાથી સરાગદર્શનાર્યના દશ પ્રભેદે છે. તે આ છે–નિસર્ગરૂચિ, ઉપદેશરુચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અધિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ
અને ધર્મરૂચિ. નામ નિર્દેશમાત્રથી જ શ્રોતાઓને ભાવાર્થ જ્ઞાન " થશે. અતએવ તેનું વર્ણન હું નથી કરતે. છેવટ સુચ્છામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
બતાવેલ સદાચારના પાલનમાં જે રક્ત હોય તે ચારિત્રાય કહેવાય છે.
હવે હું પ્રસ્તુત વિષય પર આવું છું.
મહાનુભાવે, મારા બતાવેલા ઉપર્યુક્ત ભેદેથી આપના. સમજવામાં આવ્યું હશે કે આર્યો અનેક ભેદમાં વહેંચાએલા છે. અએવ હું કઈ પણ મનુષ્યને માટે એકાન્તથી એમ જ કહી શકું કે તે અનાર્યજ છે. અતએ જેનામાં કઈ પણ રીતનું આર્યત્વ જણાતું હોય તેને આત્મીય તરીકે શા માટે અંગીકાર ન કરે ?
વર્તમાન સમયમાં જે નવીન વિચારે મનુષ્યના ચિત્તમાં બંધાયેલા છે, તે સામ્યુતિક પ્રથાને અનુસરીને જ.
એ તે સ્પષ્ટ દેખાય છે કે-જેમ જેમ સમય વ્યતીત. થાય છે, તેમ તેમ મનુષ્યમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે. ગૃહસ્થઘર એ વાતનું દૃષ્ટાન્ત છે. એક માણસને બે પુત્રે. ઉત્પન્ન થાય છે, ત્યારે તે બંનેને ઘનિષ્ઠ સંબંધ જોવાય છે.
તે પછી તે બનેને જે પુત્ર ઉત્પન્ન થાય છે, તેમાં તેઓને નિકટતાને સંબંધ હોવા છતાં પહેલાંના જેવી ઘનિષ્ઠતા જેવાતી નથી. તેના પુત્રે જે થાય તેમને મૂળ બે પુરૂષથી કેઈ એકમાં શિથિલ સંબંધ જોવાય છે. અતએવા કેઈ માતાથી પાંચમે અને પિતાથી સાતમે પૃથજ કહેવાય છે. એમ ઘણે કાળ વ્યતીત થતાં ગુણકર્માનુસારે તે તે જાતિરૂપે મનુષ્ય વિરક્ત થયા છે અને તે વખતને માટે તે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧
વિભાગે પડવા યોગ્ય જ હતાં. અત્યારે એ સમય પ્રાપ્ત થયો છે કે-જે સમયમાં જે કંઈ વ્યક્તિ કે સમાજે અથવા કેઈ સજાતીય કે વિજાતીય મનુષ્ય પૂર્વ પિતપતાના ગુણકને ભૂલી પતિતાવસ્થા પ્રાપ્ત કરી હોય તે તેને ઉદ્ધાર કર. અને કરાવવાને પૂર્ણ અધિકાર છે, કેમકે આમેદ્ધારને અધિકાર કઈ પણ એક વ્યક્તિ કે સમાજને જ આધીન નથી, કિન્તુ સમસ્ત પ્રાણીઓને તેને અધિકાર છે. કેઈ પણ પુરૂષ યદિ પિતાના દુર્ગુણે દૂર કરીને–ત્યાગ કરીને સદ્ગુણ અને સુકમી થાય, તે પછી તે પિતાને ઉદ્ધાર કેમ ન કરી શકે ? જ્યારે ત્યાજ્ય ગુણકર્મોને ત્યાગ કરીને કેઈ માણ સમાં શુદ્ધતા આવે, ત્યારે તેનામાં આર્યત્વ પણ આવેજ છે..
આર્યશબ્દથી કોઈપણ સમાજ કે સંપ્રદાયને મારે અભિપ્રાય નથી, કિન્ડ હેયધર્મોને છેડી જે કઈ પણ સગુણસત્કર્મોને સ્વીકાર કરે, તેજ આય કહી શકાય. અને તે જે કઈ સમાજ, સંપ્રદાય કે જાતિમાં હોય, તેને સજજને આર્યજ ગણે છે.
સંસારમાં બધાયે મનુષ્ય સદ્ગુણ અને સત્કર્મને લાજવાવાળા થાઓ. અને પિતાને ઉદ્ધાર કરે, એજ મારી, હાદિક અભિલાષા છે, એટલું કહી વિરમું છું.
આપ સૌએ સાવધાનતાપૂર્વક મારૂં લાષણ સાંભળ્યું છે, એતદર્થ હું આપને ધન્યવાદ આપું છે.
જ શનિ શાન્તિઃ સુશાન્તિઃા. તા. ૨૪-૧૨-૨૩
ધર્મ સં. ૨
|
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
|| અમ્ ॥
શ્રીમદ્યાનદ શતાબ્દિ પ્રસંગે સર્વધર્મ પરિષાં
“ જૈનદર્શન ” પર વહેંચાયેલા નિમન્ય.
,,
સજ્જન મહેાયગણુ અને અેના
શ્રીમદ્ દયાનંદ જન્મ શતાબ્દિના મહાત્સવ પ્રસંગે સર્વ ધર્મપિરષદ્ની જે યાજના કરવામાં આવી છે, તે અત્યંત પ્રશ ંસનીય અને - ભારતના ધાર્મિક ઇતિહાસમાં સ્મરણીય ગણાય.
પૂજ્યપાદ સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મ સરિ, જેમણે દેશ-દેશાંતરામાં જૈનધર્મના અને જૈનસાહિત્યના બહેાળા પ્રચાર કરવા પાછળ પોતાની જીંદગીના અમૂલ્ય સમય ગાળ્યા હતા, તેમના પટ્ટધર ઇતિહાસતત્ત્વમહેાદિધ શ્રીમદ્ આચાર્ય શ્રીવિજયેન્દ્ર સૂરિજીએ પોતાના આ નિબંધ વાંચવાની મારા જેવા જૈનધર્મના અભ્યાસીને જે અમૂલ્ય તક આપી છે, તે બદલ હું તેઓશ્રીને ઉપકાર માનવા સાથે મારા આત્માને ધન્યભાગ્યજ સમજું છું. આટલા પ્રસ્તાવ કરી હવે હું આચાય મહારાજને નિબંધ વાંચીશ.
દાસી લચ'દ હરિચ’--મહુવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૩
સજજને,
જૈનદર્શન” એક સ્વતંત્ર દર્શન છે. આ જૈનદર્શનમાં તત્ત્વજ્ઞાન, સાહિત્ય અને ઈતિહાસ સમૃદ્ધ, સંપૂર્ણ અને જૈનેતર સમગ્ર સાહિત્યના અભ્યાસીઓને પણ આકર્ષણ કરે તેવું છે. આ સંબંધમાં એક જર્મન વિદ્વાન ડો. હર્મન જેકેબી કહે છે કે
In conclusion let me assert my conviction that Jainism is an original system, quite distinct and independent from all others, and that, therefore it is of great importance for the study of Philosophical thought and religious life in ancient India.
Read in the Congress of the History of religion
ઉપસંહારમાં મારે કહેવું જોઈએ કે, જૈનધર્મ એક સ્વતંત્ર દર્શન છે, એ અન્ય સર્વ દર્શનેથી સર્વથા ભિન્ન અને સ્વાયત્ત છે અને એ રીતે એ પ્રાચીન ભારતવર્ષની તાવિક વિચારસરણી અને ધાર્મિક જીવનશ્રેણિનાં અધ્યયન. નિમિત્તે અત્યંત ઉપયોગી છે. આ મારી નિશ્ચિત પ્રતીતિ છે. (સર્વ ધર્મ ઈતિહાસ પરિષમાં વંચાયેલ નિબંધ ઉપરથી)
એક સમય હતું, જ્યારે જૈનધર્મ સંબંધી મોટા મોટા વિદ્વાનોમાં પણ ભારે અજ્ઞાન હતું. કેટલાક જૈનધર્મને બુદ્ધધર્મની કે બ્રાહ્મણુધર્મની શાખા માનતા હતા, કેટલાક મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
વીરસ્વામીને તેના સ્થાપક માનતા હતા, અને કેટલાક જૈનધર્મને નાસ્તિકધર્મ પણ કહેતા હતા. આજે પણ આવુ કહેનારા સર્વથા નથી, તેમ તા નહિં જ, પરન્તુ અભ્યાસ અને શોધખેાળના પિરણામે એ તે ચાક્કસ જણાઇ આવ્યું છે કે બુદ્ધધર્મની પહેલાં જૈનધર્મના પ્રચાર હતા, અને મહાવીરસ્વામી તેા તેના પ્રચારક તરીકે થઇ ગયા છે.
પાશ્ચાત્ય વિદ્વાનોની દૃષ્ટિ પહેલવહેલી બ્રાહ્મણધર્મ અને બુદ્ધધર્મ તરફ પડી, અને તેથી તેના અભ્યાસમાં તે જૈનધર્મના અભ્યાસને ભૂલી ગયા. આ ઉપરાંત મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા, તેમજ બન્નેના જીવનમાં તેમજ ઉપદેશમાં કાંઇક સામ્ય હતું. તેથી બુદ્ધધર્મ ને જૈનધમ અને એકજ માની લેવાની ભૂલ કેટલાકાએ કરી હતી, પરંતુ જેમ જેમ અભ્યાસ ને શોધખોળ વધ્યાં, તેમ તેમ જૈનધર્મના સિદ્ધાંતા અને ઇતિહાસ કઇક ઔરજ પ્રકારના અને મહત્ત્વના જણાયા. પરિણામે આજે ડૉ. જેકેાખી, ડૉ. પેટેૉલ્ડ, ડા. સ્ટીનકાના, ડૉ. હેલ માઉથ, ડા. હૅર્ટલ અને બીજા અનેક વિદ્વાને જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યના અભ્યાસ અને પ્રકાશ ચૂરાપાદિ દેશામાં કરી રહ્યા છે.
જૈનધર્મ સબંધી અજૈન વિદ્વાનામાં એટલી અજ્ઞાનતા હાવાનુ અને તજન્ય આક્ષેપે થવાનુ કારણ માત્ર એજ જણાઈ આવે છે કે તેમનામાં મૂળ અભ્યાસ અને સશેધનની ખામી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
* ૧૫ પ્રાચીનતા,
જૈનધર્મ પ્રાચીનતાને દા કરે છે. જગતના ધાર્મિક ઇતિહાસ તરફ દૃષ્ટિ કરવાથી માલુમ પડે છે કે હઝરત મૂસાએ ચાહુદી ધર્મ ચલાવ્યું. કન્ફયુસીયસ, કે જે ચીન દેશના પ્રાચીન ધર્મ સંસ્થાપક અને પ્રવર્તક થઈ ગયા તેણે કન્ફયુસસ ધર્મ ચલાવ્યું. મહાત્મા ઇસુબ્રીતે પ્રસ્તી ધર્મ ચલાવ્યું. હઝરત મહમ્મદે મહોમ્મદન ધર્મ શરૂ કર્યો. મહાત્મા બુદ્ધે બુદ્ધધર્મ શરૂ કર્યો. અને મહાત્ જરાતે પારસી ધર્મ શરૂ કર્યો.
જ્યારે તે પહેલાં એટલે આજથી ૨૪૫૧ વર્ષ પહેલાં ભગવાન મહાવીરે પ્રાચીન કાળથી ચાલ્યા આવતા જૈનધર્મના પ્રચારક તરીકે પ્રચાર કર્યો. જૈનધર્મની દષ્ટિએ આ બધા ધર્મો આધુનિક ગણી શકાય. તેની ના કહી શકાય તેમ નથી. માત્ર બ્રાહ્મણ યા વૈદિક ધર્મ અને જૈનધર્મ એ બે પ્રાચીન ધર્મ ગણાય છે. હવે આ બે ધર્મોના સંબંધમાં કંઈક વિચાર કર રહે છે.
બૌદ્ધના ધમગ્રંથ-પિટકથે મહાવગ્ય અને મહાપરિનિશ્વાન સુર વગેરે પણ જૈનધર્મ અને મહાવીરસ્વામીને લગતી કેટલીક હકીકત બતાવી રહ્યા છે. વળી આ ઉપરાંત મહાભારત અને રામાયણ આદિમાં પણ જૈનધર્મ સંબંધી ઉલ્લેખે મળી આવે છે. મતલબ કે હિંદુધર્મશાસ્ત્ર અને પુરાણમાં પણ તે સંબંધી ઉલ્લેખ છે.
જૈનધર્મના આદિ તીર્થકર ભાષભદેવનું વર્ણન શ્રીમદ્
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ભાગવતના પાંચમાં સ્કલ્પના ત્રીજા અધ્યાયમાં આવે છે. આ ગષભદેવ ભરતના પિતા થાય છે, કે જેના નામથી ભારતવર્ષ નામ પડયું કહેવાય છે. ભાગવતની કથા અનુસારે કષભદેવ સાક્ષાત્ વિષ્ણુના અવતાર હતા. આથી આગળ વધીને જોઈએ તે વેદમાં પણ જૈન તીર્થંકરોનાં નામો આવે છે. આ કઈ ઉપજાવી કાઢેલ નામે નથી, પણ ૨૪ તીર્થકરોનાં નામે માંના નામે છે, કે જે વિદ્વાન ઈતિહાસવેત્તાઓની શોધના પરિણામે તે સાબિતીઓ મળેલી છે.
ઉપરનાં પ્રમાણે ઉપરથી સ્પષ્ટ જોવાય છે કે વેદમાં પણ તે તીર્થંકરનાં નામે આવે છે, કે જે તીર્થકરોને જૈને દેવ તરીકે માને છે. અને અતએ એ કહેવું લગારે અત્યુ ક્તિવાળું નથી કે–વેદરચનાના કાળ પહેલાં પણ જૈનધર્મ અવશ્ય હતે.
Dr. Guerinot કહે છે–
There can no longer be any doubt that Parsva was a Historical personage. According to the Jain Tradition, he must have lived a hundred years and died 250 years before Mahavir. His period of activity, therefore corresponds to the 8th Century B. C.
The Parents of Mahavir were followers of the religion of Parova. x x x “ The age, we live in, there have appeared 24 Propbets of Jaipiem. They are ordinarily called Tirthankers.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
With the 23rd Parsvanath we enter into the region of History & reality.
·
Introduction to his Essay on Jain Bibliography.
શ્રી પાર્શ્વનાથ એક ઐતિહાસિક મહાપુરૂષ હતા એ નિશક છે. તેમનું આયુષ્ય એક સો વર્ષનું હતું અને તેઓ શ્રી મહાવીર પહેલાં અઢીસે વર્ષ અગાઉ નિર્વાણ પામ્યા હતા એમ જૈન પરેપરા ઉપરથી ઉપલબ્ધ થાય છે. આ રીતે તેમને જીવનકાળ અને ઈ. સ. પૂર્વેની આઠમી શતાબ્દિ એ બન્ને સમકાલીન બને છે.
શ્રી મહાવીરના માતાપિતા શ્રી પાર્શ્વનાથના અનુયાયી હતા. xxx સઘ કાળમાં-(આ અવસર્પિણીકાળમાં) જૈનેમાં ૨૪ અવતાર થયા છે. જેનેના આ મહાપુરૂષોને સામાન્ય રીતે તીર્થકરે કહેવાય છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના કાળથી આપણે અકલ્પિત અને ઐતિહાસિક પ્રદેશમાં પ્રવેશ થાય છે.
' ' ( જૈન ગ્રંથવિદ્યા વિષયક નિબંધને ઉદ્દઘાત)
- આ બધાં પ્રમાણે ઉપરથી સાબીત થાય છે કે જૈનધર્મ અત્યન્ત પ્રાચીન ધર્મ છે. મહાવીરસ્વામી તે ધર્મના અતિમ તીર્થંકર થયા છે અને તે બુદ્ધભગવાનના સમકાલીન હતા. અષભદેવ પ્રથમ તીર્થંકર થઈ ગયા છે અને તેમને જન્મકાળ અત્યન્ત પ્રાચીન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૮
તત્વજ્ઞાન. મારે નિષ્પક્ષપાત રીતે કહેવું જોઈએ કે–જૈનધર્મનું તત્વજ્ઞાન, તેની ધર્મ અને નીતિમીમાંસા, તેનું કર્તવ્યાકર્તવ્ય શાસ્ત્ર અને ચારિત્રવિવેચન ઘણું ઉચ્ચશ્રેણીનાં છે. જૈનદર્શનમાં અધ્યાત્મ, મોક્ષ, આત્મા અને પરમાત્મા, પદાર્થવિજ્ઞાન તેમજ ન્યાય વિષે સ્પષ્ટ, વ્યવસ્થિત અને બુદ્ધિગમ્ય વિવેચન જેવામાં આવે છે. જૈન તત્વજ્ઞાન એટલું ઊંડું, મહત્વનું અને તુલનાત્મક દ્રષ્ટિએ આલેખાએલું છે કે મધ્યસ્થ દષ્ટિથી વાંચનાર અને અભ્યાસ કરનારને તે સંપૂર્ણ લાગ્યા વિના કદિ ન જ રહે, એટલું જ નહિ પરતુ હૃદયમાં એક પ્રકારને અપૂર્વ આનંદ ઉત્પન્ન કરે છે.
જે જે વિદ્વાન મહાશાએ જૈનધર્મને તુલનાત્મક રીત્યા અભ્યાસ કર્યો છે, તે તેની મુક્તકંઠે પ્રશંસા કયાં વિના નથી રહ્યા.
જગત્ શી વસ્તુ છે ? તે માત્ર બે ત-જડ અને ચેતન રૂપ માલૂમ પડે છે-અખંડ બ્રહ્માંડના સમગ્ર પદાર્થો આ બે તત્ત્વમાં આવી જાય છે.
છે જેમાં ચૈતન્ય નથી-લાગણી નથી, તે જડ છે, અને તેથી વિપરીત ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તે જીવ છે. જ્ઞાનશક્તિ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. ચેતનાત્તક્ષો વોરા
જૈનતત્વજ્ઞાન ત્યાં સુધી આગળ વધ્યું છે કે તે પૃથ્વીને, જળને, અગ્નિને, વાયુને અને વનસ્પતિને જીવમય માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
જીના મુખ્ય ત્રસ અને સ્થાવર એમ બે ભેદે છે. અને સ્થાવરનાં બે ભેદ છે, સૂક્ષ્મ અને બાદર. વર્તમાન વૈજ્ઞાનિકેનું પણ માનવું છે કે તમામ પિલાણ (આકાશ) સૂક્ષમ જીવથી થયું છે, તેઓની માન્યતા પ્રમાણે સૌથી નાનું થેકસસ નામનું પ્રાણી તેઓએ શેઠું છે, જે એક સેયના અગ્રભાગ પર એક લાખ બેસતાં પણ ગીરદી થતી નથી.
પ્રસિદ્ધ વિજ્ઞાનના પ્રેફેસર જગદીશચંદ્ર બોઝે વનસ્પતિના છેડે ઉપર પ્રયોગો કરી પૂરવાર કરી આપ્યું છે કે વનસ્પતિના છેડાને ક્રોધ, લે, રીસ વગેરે સંજ્ઞાઓ હોય છે અને જીવ પણ હોય છે. આ વાત જૈનદર્શને, હજારો વર્ષ પહેલા બતાવેલ છે કે જે વખતે યંત્ર જેવું કંઈ પણ સાધન ન્હોતું; પરન્તુ પિતાના જ્ઞાન દ્વારા તીર્થકરેએ બતાવ્યું હતું.
હવે સમય આવી લાગે છે જ્યારે જૈનદર્શનના અનેક સિદ્ધાંતે જગતને સ્વીકારવા પડશે, એમ અનુમાન કરવાને ઘણાં કારણે છે.
જીવ અને અજીવ ઉપરાંત પુણ્ય-૫૫ (શુભ કર્મો અને અશુભ કર્મો), આશ્રવ ( આશ્રીયતે કર્મ અને ન–આત્માની સાથે કર્મને સંબંધ થવાના કારણે) સંવર (આવતાં કર્મોને અટકાવે તે), બંધ (કમને બંધ થ), નિજેરા (કર્મને ક્ષય) અને મોક્ષ (મુક્તિ) આ સાત મળી કુલ નવ તત્વે જૈનદર્શને માન્યાં છે.
આખી જૈન ફલેફી કર્મ ઉપર નિર્ભર છે. આત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ર૦
અને કર્મ એ બન્નેને અનાદિ સંબંધ છે. અસલ સ્વરૂપે આત્મા સચ્ચિદાનંદમય છે, પણ કર્મોના આવરણવશાત્ તેનું મૂલ સ્વરૂપ આચ્છાદિત છે. જેમ જેમ કર્મોને નાશ થાય છે. તેમ તેનું અસલ સ્વરૂપે પ્રકાશિત થાય છે અને સર્વથા કર્મને નાશ થવાથી આત્મસ્વરૂપને સાક્ષાત્કાર યાને મેક્ષનું અક્ષય સુખ પ્રાપ્ત થાય છે.
જેવાં જેવાં કર્મ જીવ કરે છે, તેવાં તેવાં તેને ફલ ભેગવવાં પડે છે, અને તેથી જ્યાં સુધી કર્મને સર્વથા નાશ ન થાય ત્યાંસુધી જન્મ–જરા-મરણાદિના દુઃખો ભેગવવા પડે છે.
મેક્ષનું સાધન.
- જૈનદર્શનમાં મેક્ષના સાધન તરીકે સમ્યગ્દર્શન (Right belief ) 747210!ştat (Right knowledge ) 242 સમ્યક ચારિત્ર ( Right charactor) એ ત્રિપુટીને માને છે. તવાર્થસૂત્રમાં સૌથી પહેલું સૂત્ર આ આપવામાં આવ્યું છે.સ ન-શાન વાઝાન મોક્ષમાર્ગ: આજ મોક્ષને માર્ગ છે. વળી જૈનદર્શન આત્માને નિત્ય માને છે. કર્મોને ક્ષય કરી અખંડાનંદ-મક્ષસુખ પ્રાપ્ત કરનાર આત્માઓ પુનઃ અવતાર લેતા નથી તેમ જૈનશાસ્ત્ર માને છે. જો કે તીર્થકરોના જન્મથી એમ સાબીત થાય છે કે-જ્યારે
જ્યારે જગતમાં અનાચારો ને દુઃખ વધી પડે છે, ત્યારે મહાન આત્માઓ અવશ્ય જન્મે છે, અને તેઓ જગને સન્માર્ગ બતાવે છે, પરંતુ મુક્ત આત્મા કે જેઓને સંસારમાં ફરી આવવાને કશું કારણ જ નથી, તે ફરીથી સંસારમાં જન્મ લેતા '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
નથી. ત્યારે એવા મહાન પુરૂષે જન્મે છે, તે મોક્ષમાં ગયેલા આત્માઓ નહિ; પરતુ ચાર ગતિમાં ભ્રમણ કરનાર આત્માઓ પૈકીના જ હોય છે.
' શ્રીગીતાજીને કર્મવેગ એ જૈન પરિભાષામાં પુરૂષાર્થ છે. જૈનદર્શન કર્મવાદી થવાને નહિ, પણ આત્મા કેઈની પણ સહાય વિના જીવનમુક્ત (કૈવલ્ય ) અવસ્થા મેળવવાને પુરૂષાર્થ કરવાને ફરમાવે છે. આત્મા સંપૂર્ણ-આત્મજ્ઞાનવડે (કૈવલ્યજ્ઞાને ) જગના સર્વ ભાવે જાણું અને જોઈ શકે છે અને તે પછી તે મોક્ષપદને પામે છે. મુક્ત આત્માઓને નિર્મળ આત્મતિમાંથી ફુરતો સ્વાભાવિક જે આનંદ છે તેજ આનંદ પરમાથે સુખ છે. તેવા આત્માઓને શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, નિરંજન પરમબ્રહ્મ વગેરે નામે શાસ્ત્રોમાં આપ્યાં છે.
ઈશ્વર,
ઈશ્વરના સંબંધમાં જૈનશાસ્ત્ર એક નવીન જ દિશા બતાવે છે. આ વિષયમાં જૈનદર્શન દરેક દર્શનથી લગભગ જુદું પડે છે, તે પણ તે દર્શનની ખૂબી છે. ક્ષિીણામ શ્વ: જેનાં સકલ કર્મોને ક્ષય થયો છે, એવાં આત્મા પરમાત્મા બને છે. જે જીવે આત્મસ્વરૂપના વિકાસના અભ્યાસમાં આગળ વધીને પરમાત્મા સ્થિતિએ પહોંચે છે તેજ ઈશ્વર છે આ જૈનશાસ્ત્રને સિદ્ધાન્ત છે. હા, કે પરમાત્મસ્થિતિએ પહોંચેલા સર્વ સિદ્ધો પરસ્પર એકાકાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
છે એક સમાન ગુણ અને શક્તિવાળા હોવાથી સમષ્ટિરૂપે તેઓને “ એક ” શબ્દથી વ્યવહાર થઈ શકે છે.
જૈનધર્મને એક અન્ય સિદ્ધાન્ત પણ વિચારશીલ વિદ્વાનેનું વધારે ધ્યાન ખેંચે છે. તે એ કે ઈશ્વર જગતુને કત નથી. વીતરાગ ઈશ્વર ન તે કેઈના ઉપર પ્રસન્ન થાય છે, ન કેઈના ઉપર નાખુશ થાય છે, કારણ કે તેનામાં રાગ-દ્વેષને સર્વથા અભાવ છે. સંસાર ચકથી નિલેપ પરમકૃતાર્થ ઈશ્વરને જગકર્તા થવાનું શું કારણ ? દરેક પ્રાણીનાં સુખદુઃખે તેની કર્મસત્તા ઉપર આધાર રાખે છે. સામાન્ય બુદ્ધિથી
જ્યારે દુનિયા ઉપરની બધી વસ્તુઓ કેઈના બનાવ્યા વિના ઉત્પન્ન નથી થતી; ત્યારે જગત્ પણ કોઈએ બનાવ્યું હશે એમ કહેવાય છે. એમ તે ખ્યાલ માત્ર છે, કારણ કે સર્વથા રાગ, દ્વષ , ઈરછા આદિથી રહિત પરમાત્મા–ઈશ્વરને જગત બનાવવાનું કંઈજ કારણ જોવાતું નથી અને તેવા ઈશ્વરને જગન્ના કર્તા માનવામાં અનેક દેષાપ આવી શકે છે.
હા, એક રીતે ઈશ્વર જગતકર્તા બતાવી શકાય – परमैश्वर्ययुक्तत्वाद् मत प्रात्मैव वेश्वरः । स च कर्तेति निर्दोषः कर्तृवादी व्यवस्थित : ॥
–શ્રીહરિભદ્રસૂરિ
ભાવાર્થ-પરઐશ્વર્ય યુક્ત હોવાથી આત્મા એજ ઈશ્વર મનાય છે અને તેને કર્તા કહેવામાં દોષ નથી, કેમકે આત્મામાં કર્તવાદ (કર્તાપણું ) રહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
માત્ર જૈને જ ઈશ્વરને જગકર્તા માનતા નથી એમ નથી, પણ વૈદિક મતવાળાઓમાંના ઘણાએ ઈશ્વરને જગત્યતા માનતા નથી. જુઓ વાચસ્પતિ મિશ્ર રચિત સાંખ્યતત્વકે મુદી ૫૭ કારિકા.
સ્યાદ્વાદ.
પ્રમાણપૂર્વક જૈનશાસ્ત્રોમાં એક સિદ્ધાન્ત એ સાબીત કરવામાં આવ્યું છે કે જેના સંબંધમાં વિદ્વાનેને આશ્ચર્ય થયા વિના રહેતું નથી. એ સિદ્ધાન્ત છે સ્યાદ્વાદ. वस्तुनि सापेक्षरीत्या विरुद्धनानाधर्मस्वीकारो हि स्यादवादः । એક વસ્તુમાં અપેક્ષાપૂર્વક વિરૂદ્ધ જુદા જુદા ધર્મને સ્વીકાર કરે એનું નામ સ્યાદ્વાદ છે. જ્યારે મનુષ્ય કાંઈ બોલે છે, ત્યારે તેમાં તેના સિવાય બીજા વિષય સંબધિ સત્ય અવશ્ય રહે છે. જેમકે “તે મારા ભાઈ છે, આમ જ્યારે હું બેલું છું ત્યારે તે મારા ભાઈ છે, છતાં તે કેઈને પુત્ર પણ છે, કેઈન કાકે પણ છે, કેઈને મા પણ છે. પ્રત્યેક વસ્તુને અપેક્ષાથી નિત્યાનિત્ય રૂપે માનવી એટલે સર્વ પદાર્થો ઉત્પાદ, વિનાશ અને સ્થાયી સ્વભાવવાળા છે તેમ કરે છે. વસ્તુ માત્રમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ રહેલા છે. મતલબ કે એકજ વસ્તુમાં સાપેક્ષથી અનેક ધર્મોની વિદ્યમાનતા સ્વીકારવી તેનું નામ સ્યાદ્વાદ છે. જરા વિશાળ દૃષ્ટિથી દર્શન શાસ્ત્રો જેનાર સારી પેઠે સમજી શકે છે કે-દરેક દર્શનકારને એક અથવા બીજી રીતે સ્યાદ્વાદ સ્વીકારજ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૪
સમયના અભાવે માત્ર ટુ કાણુમાંજ દરેક વિષયની રૂપરેખા તમારી આગળ ઉપસ્થિત કરૂ છું.
જૈનસાહિત્ય.
હવે જૈનસાહિત્ય સબધી જરા દૃષ્ટિપાત કરીએ.
જનસાહિત્ય વિપુલ, વિસ્તીણુ અને સમૃદ્ધ છે. એવે કાઈ પણ વિષય નથી જેના ઉપર રચાએલા અનેક ગ્રંથા જૈન સાહિત્યમાં ન મળી આવે, એટલુજ નહી પરન્તુ તે વિષયેાની ચર્ચા ઘણી ઉત્તમ રીતે ઉત્તમેોત્તમ અને વિદ્વત્તાપૂર્ણ દૃષ્ટિથીજ થએલી છે.
જૈનદર્શનમાં પ્રધાન ૪૫ શાસ્ત્રો છે, જે સદ્ધાંત અથવા આગમના નામથી એળખાય છે. તેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ← છેદ, ૪ મૂળસૂત્ર, ૧૦ પયન્ના અને ૨ અવાંતર સૂત્ર, આવે છે.
પ્રાચીન સમયમાં શાસ્ર લખવા-લખાવવાના રિવાજ નહાતા સાધુએ પર પરાથી આવેલ જ્ઞાનને મુખપાઠે રાખતા. જેમ જેમ સમય જતા ગયા તેમ તેમ તેને પુસ્તકારૂઢ કરવાની ફરજ પડી. આગમમાં જે આધે છે તે મહાવીરસ્વામીના જીવન, કથન અને ઉપદેશના સાર છે. આ આખુ જૈનસાહિત્ય દ્રવ્યાનુયાગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને ચરણકરણાનુચેાગ એ ચાર વિભાગેામાં વ્હેંચાએલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ગણિત સંબંધી ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લેકપ્રકાશાદિષ્ય એટલા અપૂર્વ છે કે તેમાં સૂર્ય, ચંદ્ર, તારામંડળ, અસંખ્ય દ્વીપ, સમુદ્રો, સ્વર્ગલેક, નારકી વગેરેની પુષ્કળ હકીકત મળી આવે છે. હીરસૌભાગ્ય,
વિપ્રશસ્તિ, ધર્મશર્માસ્યુદય, હમ્મીર મહાકાવ્ય, પાર્ધાન્યુદય કાવ્ય, યશસ્તિલક ચંપૂ વગેરે કાવ્ય, સન્મતિ- તર્ક, સ્યાદ્વાદરત્નાકર, અનેકાન્તજયપતાકા વગેરે ન્યાયગ્રંથે,
ગબિન્દુ, ગદૃષ્ટિસમુચ્ચય વગેરે રોગ, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ વગેરે આધ્યાત્મિક ગ્રંથ, સિદ્ધહેમચંદ્ર વિગેરે વ્યાકરણ આજ પણ સુપ્રસિદ્ધ છે. પ્રાકૃતસાહિત્યનું ઉંચામાં ઉંચું સાહિત્ય જૈનસાહિત્યમાંજ છે જૈનન્યાય, જૈન તત્વજ્ઞાન, જૈનનીતિ અને અન્યાન્ય વિષયેના ગદ્ય-પદ્યના અનેક ઉત્તમોત્તમ ગ્રંથ જૈનસાહિત્યમાં ભર્યા પડ્યા છે.
વ્યાકરણ અને કથા સાહિત્ય તે જૈન સાહિત્યમાં અદ્વિતીય છે. જૈનારતો, સ્તુતિઓ, જુની ગુજરાતી ભાષાના રાસાએ વગેરે અનેક દિશામાં જૈનસાહિત્ય ફેલાએલું છે. જૈનસાહિત્ય માટે છે. જોહન્સ હર્ટલ લખે છે કે –They (Jains) are the creators of very extensive popular literature.
અર્થાતુ-જૈને, ઘણું વિશાળ લેકચ્ય સાહિત્યના સરજનહાર છે.
પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને તામીલ ભાષામાં પણ જૈનસાહિત્ય પુષ્કળ લખાએલું છે.
શ્રીમદ્ સિદ્ધસેનદિવાકર, શ્રીમદ્ હરિભદ્રસૂરિ, શ્રીમદુ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશવિજયજી, ઉપાધ્યાય વિનયવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
આવા અનેક જૈન આચાર્યોએ જૈનસાહિત્યને સમૃદ્ધ બનાવવામાં પોતાનાં જીવન વ્યતીત કર્યા છે.
છેલ્લા ૨૫-૩૦ વર્ષથી જ્યારથી જૈનસાહિત્ય વિશેષ પ્રચારમાં આવવા લાગ્યું છે ત્યારથી ઈગ્લાંડ, જર્મની, ફ્રાન્સ, ઈટલી અને ચીનમાં જૈન સાહિત્યને ખૂબ પ્રચાર થઈ રહ્યો છે. આજે તે સ્વર્ગસ્થ ગુરૂદેવ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરિજી મહારાજના મહાન કાર્યથી અનેક વિદ્વાને દેશ-દેશમાં જૈન સાહિત્યને અભ્યાસ ને પ્રચાર કરી રહ્યા છે.
મારો દઢ અભિપ્રાય છે કે જેમ જેમ જૈનસાહિત્ય વધારે પ્રમાણમાં વંચાશે ને તુલનાત્મક દૃષ્ટિએ તેને અભ્યાસ થશે, તેમ તેમ તેમાંથી મીઠી સુગંધી જગના રંગમંડપમાં ફેલાશે. ને તેનાથી જગમાં વાસ્તવિક અહિંસાધર્મને પ્રચાર થશે.
જૈનઈતિહાસ-કલા.
જૈન તેમજ અજૈન વિદ્વાનેનું ધ્યાન જૈન ઇતિહાસ તરફ હજી એટલું નથી આકર્ષાયું જેટલું આકર્ષાવું જોઈએ. ગુજરાતના ઇતિહાસનું મૂળ જૈન ઇતિહાસમાં છે. જૈનેએ ગુજરાતને ઈતિહાસ સંભાળી રાખે છે એમ કહીએ તે બટું નથી. અનેક પ્રાચીન શિલાલેખે, પકે, મૂર્તિઓ, ગ્રંથ, સિક્કાઓ અને તીર્થસ્થાને માં જૈન ઈતિહાસનાં સ્મરણે મળી આવે છે.
જૈનરાજા ખારવેલની ગુફાઓ, આબુ ઉપરનું અજાયબીભર્યું - કતરકામ, શત્રુંજય પર્વત ઉપરનાં મંદિરે, જેનું સ્થાપત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
શિલ્પકળા સંબંધમાં શ્રેષ્ઠતા હોવાના પ્રમાણે રજુ કરે છે. જૈન રાજાઓ અને મંત્રીઓ પણ અનેક થઈ ગયા છે.
સંપ્રતિ, શ્રેણિક, કેણિક, કુમારપાળ વિગેરે તેમજ અનેક રાજ્ય વહિવટે કરનાર વસ્તુપાલ, તેજપાલ, ભામાશાહ, મુંજાલ, ચાંપાશાહ વિગેરે વિગેરે મંત્રી આજ પણ જૈન ઇતિહાસના રંગમંડપમાં અપૂર્વ ભાગ ભજવી રહ્યા છે.
અહિંસા
અહિંસા” એ જૈનધર્મને જગતને અદ્ભુત સંદેશ છે. જગના સર્વ ધર્મોમાં અહિંસા વિષે જરૂર કંઈ ને કંઈ ઉલ્લેખ છે, પણ જૈનધર્મે જે અહિંસા ધર્મ બતાવ્યો છે તે બીજા ધર્મોમાં નહિ હોય–નથી જ. ભારતીય કેટલાક કહેવાતા વિદ્વાનેને આક્ષેપ છે કે અહિંસાધર્મે ભારતવર્ષની વીરતાને નાશ કર્યો છે. લોકોમાં શૂરવીરતાને બદલે બાયલાપણું, બીકણપણું, આપ્યું છે, તે વાત સત્ય નથી. અહિંસાધર્મ પાળનારાઓએ યુદ કર્યા છે, લડાઈઓ કરી છે અને રાજ્ય ચલાવ્યા છે. અહિંસામાં જે આત્મશક્તિ, જે સંયમ, જે વિશ્વપ્રેમ છે, તે બીજા કશામાં નથી. અહિંસા સંબંધી ઉપર્યુકત આક્ષેપ તે જ લોકો કરે છે કે જેઓ જૈનદર્શનમાં પ્રતિપાદિત સાધુધર્મ અને ગ્રહસ્થધર્મને જાણવા પામ્યા નથી. આ બે ધર્મોની જુદાઈ સમજનાર એ આક્ષેપ કદી કરી શકે જ નહિ.
ભારતમૈરવ લેકમાન્ય તિલકે પિતાના વ્યાખ્યાનમાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૮
સ્થળે કહ્યું છે કે હિંસા vમે પર્ય એ ઉદાર સિદ્ધાંતે બ્રાહ્મણ ધર્મ પર ચિરસ્મરણીય છાપ મારી છે અર્થાત્ યજ્ઞયાગાદિમાં પશુહિંસા થતી હતી તે આજકાલ નથી થતી; એ જૈનધર્મજ એક મેટી છાપ બ્રાહ્મણ ધર્મ પર મારી છે. ઘેર હિંસાનું પાતક બ્રાહ્મણ ધર્મથી વિદાય કરવાનું શ્રેય જનધર્મના હિસ્સા માંજ છે.
નોર્વેજીયન વિદ્વાન ડે. સ્ટીનને પણ કહે છે કે –
આજ પણ અહિંસાની શક્તિ પૂર્ણપણે જાગૃત છે. જ્યાં કફ ભારતીય વિચારે યા ભારતીય સભ્યતાએ પ્રવેશ કર્યો છે, ત્યાં સદૈવ ભારતને આજ સંદેશ રહ્યો છે. આ તે સંસાર પ્રતિ ભારતને ગગનભેદી સંદેશ છે. મને આશા છે, અને મારે એ વિશ્વાસ છે કે પિતૃભૂમિ ભારતના ભાવી ભાગ્યમાં ગમે તે થાઓ પણ ભારતવાસીઓને આ સિદ્ધાંત સદૈવ અખંડ રહેશે.”
ઉપસંહાર,
સજજને,
જૈનધર્મ દયા-અહિંસા માર્ગ તરફ જગને આકર્ષે છે. જૈનએજ બ્રાહ્મણોને અહિંસક બનાવ્યા છે, યજ્ઞયાગાદિમાં થતી હિંસાને જે નાશ થયે છે તે જૈન ધર્મના પ્રતાપેજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ગુજરાતને અહિંસાનું કેન્દ્ર બનાવવામાં પણ જેનધર્મજ મુખ્ય કારણ છે.
મહાધર્મોમાં જૈનધર્મની વિશેષતા અહિંસામાં છે. આ સુખવિલાસ ને પ્રવૃત્તિની દુનિયામાં જૈનસૂત્ર ને સિદ્ધાંતે નિવૃત્તિમાર્ગ અને ત્યાગમાર્ગ તરફ દોરે તે કેમ પિષાય. એમ ઘણુઓને લાગતું હશે; પરન્તુ અંતે તેજ માર્ગ બધાને લેવાની ફરજ પડશે. - જૈન સાધુઓના આચાર દુનિયાભરમાં પ્રશંસનીય ગણાય છે. તેઓ આર્યાવર્તના પ્રાચીન સાધુ આચારને આજે પણ પાળી રહ્યા છે. જ્યારે આ વીસમી સદીમાં અનેક સાધુઓએ સાધુતા છોડીને જરૂરી સગવડે ઐશ-આરામનાં સાધને સેવવા માંડ્યાં છે. સજન!
આપ સૌએ મારૂં વ્યાખ્યાન આટલે વખત સાંભળવા જે ધીરતા અને શાંતિ જાળવી રાખી છે, તે બદલ હું અંતઃકરણથી આપને ધન્યવાદ આપું છું; અને સાથે સાથે એટલે. અનુરોધ કરું છું કે સામાન્ય ધર્મોમાં કયાંય પણ ભેદ નથી.
એક વિદ્વાને કહ્યું છે કે
Eternal truth is one but it is refleted in the minds of the singers.
દરેક તત્ત્વજ્ઞાન તુલનાત્મક દૃષ્ટિએ જોવામાં આવે અને વિચારવામાં આવે તે ઘણાખરા મતભેદે તે તુરતમાંજ મરી જવા પામે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ભારતના ધાર્મિક ઉત્થાન માટે ભારતીય લોકેએ ધાર્મિક કલેશેને દૂર કરવા જોઈએ છે અને ત્યારે જ આપણી એકતા જગને અનેરા ચમત્કાર બતાવશે, એમ મારે નમ્ર પરંતુ દઢ વિશ્વાસ છે. પ્રાન્ત જૈન ધર્મ, કે જે યુનિવર્સલ–દુનિયાને ધર્મ છે અને તેજ પ્રમાણે દુનિયા તેને અપનાવે, આટલું ઈરછી મારું વક્તવ્ય અહિંજ સમાપ્ત કરું છું. હે નારા
आचार्य विजयेन्द्रसरि.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
કલકત્તામાં ભરાએલા ઇન્ડિયન ફિલોસોફીકલ કોંગ્રેસમાં ઇતિહાસતત્ત્વમહાદ્ધિ જૈનાચાર્ય
શ્રીવિજયેન્દ્રસૂરિ મહારાજ
મા
જૈનતત્વજ્ઞાન
ઉપર વંચાયેલા નિબંધ H
ઉપક્રમ
ભારતવર્ષના જાનામાં જૂના ઇતિહાસ પણ એ વાતનુ પ્રતિપાદન કરે છે કે—અહિ એવા ઉચ્ચકોટીના તત્ત્વજ્ઞ પુરુષો હતા, જેની ખરાખરી ભાગ્યેજ બીજો કોઇ દેશ કરી શકતા. ભારતવર્ષના દર્શનામાં એટલુ ઉંડુ રહસ્ય સમાએલું છે કે, જેને તલસ્પર્શ કરવામાં આજ કોઈપણ વિદ્વાન્સફલતા મેળવી શકતા નથી. કમનસીખ ભારતવર્ષ આજ ઇંતરદેશના તત્ત્વજ્ઞા તરફ તાકી રહ્યો છે અને વાતની વાતમાં ઈતર દેશના તત્ત્વજ્ઞાનાં પ્રમાણા આપવાને આપણે હરવખત તૈયાર રહીએ છીએ. મારા નમ્ર મત પ્રમાણે આપણે ભારતવર્ષના દર્શના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ފ
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩ર
ઉપર જ હજી ઘણા વિચાર કરવાના રહે છે અને હું ધારૂ છું કે કોઈ પણ વિદ્વાન દાર્શનિક રહસ્યાને જાણવામાં જેટલા ઉંડા ઉતરતા જશે, તેટલા જ તેમાંથી અપૂર્વ સાર ખેંચી શકશે અને તે દ્વારા ભારતવર્ષમાં કંઈ નવા ને નવાજ પ્રકાશ પાડતા રહેશે.
આવી રીતે ભારતવર્ષના વિદ્વાનાને એક-બીજાના દાનિક તત્ત્વા અનાયાસે જાણવાના મળે, એને માટે કલકત્તાના ક્લિાસોકિલ સાસાઇટીએ આવી કાંગ્રેસ ખેલાવવાની જે ચાજના ઉભી કરી છે, તેને માટે તે સાસાઇટીને ધન્યવાદ આપી. હું મારા મૂળ વિષય ઉપર આવીશ.
પ્રાચીનતા
જૈનદર્શન એ ભારતવર્ષના આસ્તિક છંદના પૈકીનુ એક છે, અને તે ધર્મ અથવા દર્શન એક પ્રાચીનમાં પ્રાચીન છે. એ વાત ખરી છે કે જ્યાં સુધી જૈનધર્મના ગ્રંથા વિદ્વાનાનાં હાથમાં ન્હાતા આવ્યા ત્યાં સુધી જૈનતત્ત્વજ્ઞાન લેાકાના જાણવામાં ન્હોતું આવ્યું, ત્યાં સુધી જૈનધર્મ એ બૌદ્ધધર્મની શાખા છે, જૈનદર્શન એક નાસ્તિક દર્શન છે, જૈનધર્મ અનીશ્વરવાદી ધર્મ છે. ઇત્યાદિ નાના પ્રકારની ક૫નાએ લાકેાએ કરી; પરન્તુ છેલ્લા કેટલાક વર્ષોંથી જેમ જેમ જૈનસાહિત્ય લોકોના હાથમાં આવતું ગયું, જૈનધર્મનાં ડા તત્ત્વા લેાકેાના જાણવામાં આવ્યા અને બીજી તરફથી ઇતિહાસની કસોટીમાં જૈનધર્મની પ્રાચીનતાનાં અનેક પ્રમાણેા મળવા લાગ્યા તેમ તેમ વિદ્વાના પેાતાના મતા ફેરવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૩
લાગ્યાં. જૈન ધર્મને અર્વાચીન માનનારાઓના જોવામાં આવ્યું કે-વેદ જેવા પ્રાચીનમાં પ્રાચીન મહામાન્ય ગ્રંથમાં જ્યારે જૈનતીર્થકરોનાં નામ આવે છે, ભાગવત જેવા ઐતિહાસિક ગ્રંથમાં ઋષભદેવ જેવા જૈનતીર્થંકરને ઉલ્લેખ આવે છે કે, જે ઋષભદેવને થયે કરેડ વર્ષ માનવામાં આવે છે ત્યારે જૈનધર્મ ઘણું જૂના કાળને–વેદના સમયથી પણ પહેલાંને છે, એમ માનવામાં “હા” “ના” કાની શાની હોઈ શકે ?
પાશ્ચાત્ય વિદ્વાનમાં હોટે ભાગે બૌદ્ધધર્મની શાખા તરીકે જનધમ મનાતું, પરંતુ બૌદ્ધોના પિટક ગ્રંથમાં-માજા અને મારિરિવાજ આદિમાં જનધર્મ અને મહાવીરના સંબંધમાં મળેલી હકીકતે તેમજ બીજા કેટલાંક પ્રમાણેથી હવે વિદ્વાનને સ્પષ્ટ જાહેર કરવું પડ્યું છે કે “જૈનધર્મ એક પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે.”
જર્મનિના સુપ્રસિદ્ધ હાં. હમન જેકેબી સ્પષ્ટ કહે છે“ I have come to conclusion that Jain religion is an extremely ancient religion independent of other faiths. It is of great importance in studying the ancient philosophy and religious doctrines of India,
અથ–હું નિર્ણય ઉપર આવી ગયું છું કે “જૈનધર્મ અત્યન્ત પ્રાચીન અને અન્ય ધર્મોથી પૃથક એક સ્વતંત્ર ધર્મ છે એટલા માટે હિંદુસ્તાનનાં પ્રાચીન તત્વજ્ઞાન અને ધાર્મિક જીવન જાણવા માટે તે અત્યન્ત ઉપયોગી છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૪
જૈનધર્મની પ્રાચીનતાના સંબંધમાં મારે આ પ્રસંગે એટલા માટે આટલા ઉલ્લેખ કરવા પડ્યો છે કે ભારતવર્ષનાં પ્રાચીન દનામાં જ એક એવું વિશેષ તત્ત્વ રહેલુ છે કે જે આધુનિક વિચારકાની વિચારસૃષ્ટિમાં નથી જેવાતુ અને તેટલા માટે મારે એ અનુરોધ અસ્થાને નહુિ જ લેખાય કેભારતવર્ષના જ નહિં, દુનિયાના વિદ્વાનેાએ જૈનદર્શનમાં અતાવેલ તત્ત્વજ્ઞાનના પણુ ખાસ અભ્યાસ કરવા જોઇએ. જૈનતત્ત્વજ્ઞાન.
સજ્જને ! હું આ પ્રસંગે એ બતાવવાની તક લઉં છું કેજૈનતત્ત્વજ્ઞાન એક એવું તત્ત્વજ્ઞાન છે, જેમાંથી કાઇ પણ શેાધનારને નવી ને નવી વસ્તુઓજ પ્રાપ્ત થાય છે. આ તત્ત્વજ્ઞાનની ઉત્કૃષ્ટતાના સંબંધમાં માત્ર હું એટલું જ કહીશ કે જૈનાની એવી માન્યતા છે-અને જૈન સિદ્ધાંતાથી પ્રતિપાદિત છે કે જૈન ધર્મનું જે કંઈ તત્ત્વજ્ઞાન છે, તે તેના તી કરાએ પ્રકાશિત કરેલુ છે, અને તે તીર્થંકરે! તે તત્ત્વજ્ઞાનના ત્યારે જ પ્રકાશ કરે છે કે જ્યારે તેને કૈવલ્ય-કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, કેવલજ્ઞાન એટલે ભૂત, ભવિષ્ય અને વત્તમાન ત્રણે કાળનુ લેાકાલાકના તમામ પદાર્થાંનુ યથાસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરાવે તે. એવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે તત્ત્વના પ્રકાશ કરવામાં આવે, તેમાં અસત્યની માત્રાનેા લેશ પણ ન રહેવા પામે, એ દેખીતી વાત છે અને તેનું જ કારણ છે કે જે જે વિદ્વાના જૈનતત્ત્વજ્ઞાનના અભ્યાસ કરી રહ્યા છે, તે તે વિદ્વાને મુક્તકંઠે જૈનતત્ત્વજ્ઞાનની ઉત્કૃષ્ટતા સ્વીકારી રહ્યા છે. એટલુ જ નહિ પરન્તુ વિજ્ઞાનની દૃષ્ટિએ આ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરનાર તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
તેના ઉપર ઓર જ મુગ્ધ થઈ રહ્યા છે. આ સંબંધી ઈટાલીચન વિદ્વાન હૈ. એલ. પી. ટેસીટેરીએ કહ્યું છે–
“જૈનદર્શન ઘણુંજ ઉંચી પંક્તિનું છે. એનાં મુખ્ય તો વિજ્ઞાનશાસ્ત્રના આધાર ઉપર રચાએલાં છે. એવું મારૂં અનુમાન જ નહિ પણ પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાર્થવિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાન્ત સિદ્ધ થતા જાય છે.”
આવા ઉત્તમ જૈનતવજ્ઞાન સંબંધી હું એક નાનકડા નિબંધમાં શું લખી શકું? એને ખ્યાલ આપ સૌ સ્વાભાવિક રીતે કરી શકે તેમ છે. અને તેથી જૈનધર્મમાં પ્રકાશિત કરેલાં ઘણાં અને વધારે ઉંડા ઉતારેલાં તેનું વિવેચન ન કરતાં સંક્ષેપમાં સ્કૂલ સ્થલ ત સંબંધી જ અહિ ડે ઉલ્લેખ કરીશ. ઈશ્વર,
આ પ્રસંગે સૌથી પહેલાં જૈનોની ઈશ્વર સંબંધી માન્યતાને ઉલ્લેખ કરીશ.
ઈશ્વરનું લક્ષણ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પિતાના ગશાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે
" सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः ।
यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वरः " ॥ અર્થાત–સર્વજ્ઞ, રાગ-દ્વેષાદિ દેને જીતનાર, ઐલેકયના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
પૂજિત અને યથાસ્થિત સત્ય અર્થને કહેનાર તેજ દેવ અહેન કે પરમેશ્વર છે.
આવી જ રીતે હરિભદ્રસૂરિએ મહાદેવ અષ્ટકમાં પણ કહ્યું છે. “ यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वथा। न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुध्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥ થો વીતરાગ: સર્વ : શતગુણેશ્વર: | क्लिष्टकर्मकलातीतः सर्वथा निष्कलस्तथा ॥ यः पूज्यः सर्वदेवानां यो ध्येयः सर्वदेहिनाम् । यः स्रष्टा सर्वनीतीनां महादेवः स उच्यते” ॥ ઉપર્યુક્ત લક્ષણોથી સ્પષ્ટ માલુમ પડે છે કે જેઓ રાગ, દ્વેષ, મોહથી રહિત છે, ત્રિલોકમાં જેમને મહિમા પ્રસિદ્ધ છે, જેઓ વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના માલીક છે, તમામ પ્રકારના કર્મોથી રહિત છે, સર્વથા કલારહિત છે, સર્વ દેવના પૂજ્ય છે, સર્વ શરીરધારિયાના ધ્યેય છે, અને જે સમસ્ત નીતિને માર્ગ બતાવનાર છે, તે જ મહાદેવ-ઈશ્વર છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરને નીતિના ભ્રષ્ટા તે અપે. ક્ષાએ કહેવામાં આવેલ છે કે જ્યારે તેઓ શરીરધારી અવસ્થામાં જગના કલ્યાણને માર્ગ બતાવી રહ્યા હતા. શરીર છૂટયા પછી–મુકિતમાં ગયા પછી–તેમનામાં કઈ પણ જાતનું કર્તવ્ય રહેતું નથી, એ વાત હમણજ કહેવાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૭
સંક્ષેપથી કહેવામાં આવે તે જરીપુરતમ શ્વ: અર્થાત્ જેના સમસ્ત કર્મો ક્ષય થયાં છે, તેનું નામ ઈશ્વર છે.
જે આત્માઓ આત્મસ્વરૂપને વિકાસ કરતા કરતા પરમાત્મસ્થિતિએ પહોંચે છે, તે બધાએ ઈશ્વર કહેવાય છે, ઈશ્વર કેઈ એક જ વ્યકિત છે, એવું જૈનસિદ્ધાન્તનું મન્તવ્ય નથી. કેઈ પણ આત્મા કર્મોને ક્ષય કરી પરમાત્મા બની શકે છે. હા, પરમાત્મસ્થિતિએ પહોંચેલા એ બધાએ સિદ્ધો, પરસ્પર એકાકાર અને અત્યન્ત સંયુક્ત હેવાથી, સમુચ્ચયરૂપે તેઓને
એક ઈશ્વર” તરીકે કથંચિત વ્યવહાર કરીએ, તે તેમાં કંઈ ખેટું નથી; પરન્ત જગતને કઈ પણ આત્મા ઈશ્વર ન થઈ શકે–પરમાત્મસ્વરૂપને ન પ્રાપ્ત કરી શકે, એમ જૈનસિદ્ધાન્ત પ્રતિપાદન નથી કરતો.
આ પ્રસંગે “આત્મા પરમાત્મા શી રીતે થઈ શકે છે? “પરમાત્મસ્થિતિએ પહોંચેલે આત્મા ક્યાં રહે છે? ઈત્યાદિ વિવેચન કરવા જેવું છે, પરંતુ તેમ કરવા જતાં નિબંધનું કલેવર વધી જવાના ભયથી એ બાબતને પડતી મૂકી ઈશ્વરના સંબંધમાં જૈનેની ખાસ ખાસ બે માન્યતાઓ તરફ આપ સૌનું ધ્યાન ખેંચીશ.
પહેલી બાબત એ છે કે ઈશ્વર અવતારને ધારણ કરતા નથી. અને એ વાત તે સ્પષ્ટ સમજાય તેવી છે કે જે આત્માઓ સકલ કર્મોને ક્ષય કરી સિદ્ધ થાય છે–સંસારથી મુક્ત થાય છે, તેઓને પુનઃ સંસારમાં અવતાર લેવાનું કંઈ કારણું રહેતું જ નથી. જન્મ-મરણને ધારણ કરવા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૮
એ કર્મ પરિણામ છે અને મુક્તાવસ્થામાં એ કર્મનું નામે– નિશાન પણ રહેતું નથી. જ્યારે “કર્મ રૂપ કાણુનેજ અભાવ છે, તે પછી “જન્મ ધારણ કરવા” રૂપ કાર્યની ઉત્પત્તિ હેઈજ કેમ શકે ? કારણ કે– " दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । વર્મવીને તથા પે ન ત મવાદ: ”
બીજ અત્યન્ત બળી ગયા પછી અંકુર ઉત્પન્ન થતું નથી, તેવી રીતે કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી.
વળી મુક્તાવસ્થામાં નવીન કર્મબંધનનું પણ કારણ નથી રહેતું, કારણ કે કર્મ એ એક જડ પદાર્થ છે. તેના પરમાણુ ત્યાંજ લાગે છે, જ્યાં રાગ-દ્વેષની ચીકાશ હોય છે અને મુક્તાવસ્થામાં પરમાત્મસ્થિતિએ પહોંચેલા આત્માઓને રાગશ્રેષની ચીકાશને સ્પર્શમાત્ર પણ નથી હોતું. અત એવા મુક્તાવસ્થામાં નવીન કમબંધનને પણ અભાવ છે, અને કર્મબંધનના અભાવના કારણે તે મુક્તાત્માઓ પુનઃ સંસારમાં આવતા નથી.
બીજી બાબત છે ઈશ્વરકત્વ સંબંધી. જૈનદર્શનમાં ઈશ્વરકતૃત્વને અભાવ માનવામાં આવ્યો છે અર્થાત “ઈશ્વરને જગના કર્તા માનવામાં આવતા નથી.” - સામાન્ય દૃષ્ટિથી દેખવામાં આવે તે જગના દશ્યમાન તમામ પદાર્થો કેઈ ને કઈ દ્વારા બનેલા અવશ્ય દેખાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
તે પછી જગત્ જેવી વસ્તુ કેઈન બનાવ્યા સિવાય બની હોય, અને તે નિયમિત રીતે પિતાને વ્યવહાર ચલાવી રહી હોય, એ કેમ સંભવી શકે ? એ શંકા જનતાને અવશ્ય થાય છે.
પરન્તુ વિચાર કરવાની વાત તે એ છે કે આપણે ઈશ્વરનું જ સ્વરૂપ માનીએ છીએ–જે જે ગુણોથી યુક્ત ઈશ્વરને ઓળખાવીએ છીએ, એની સાથે ઈશ્વરનું “કર્તુત્વ” કયાં સુધી બંધબેસતું છે? એને પણ વિચાર કરે ઘટે છે.
તમામ દર્શનકારો ઈશ્વરનાં જે વિશેષણે બતાવે છે, તેમાં રાગ-દ્વેષ રહિત, સચ્ચિદાનન્દમય, અમેહી, અચ્છેદી, અભેદી,
અનાહારી, અકષાયી-આદિ વિશેષણ યુક્ત સ્વીકારે છે. આ વિશેષણ યુક્ત ઈશ્વર જગના કર્તા કેમ હોઈ શકે? પહેલી બાબત એ છે કે ઈશ્વર અશરીરી છે. અશરીરી ઈશ્વર કે પણ ચીજના કર્તા હોઈ જ કેમ શકે? કદાચ ઈચ્છાથી કહેવામાં આવે તે ઈચ્છા તે રાગાધીન છે, જ્યારે ઈશ્વરને રાગ-દ્વેષને તે સર્વથા અભાવજ માનવામાં આવ્યું છે અને જો ઈશ્વરમાં પણ રાગ-દ્વેષ-ઈચ્છા-રતિ–અરતિ–આદિ દુર્ગણે માનવામાં આવે તે ઇશ્વરજ શાને?
વળી ઈશ્વરને જે જગના કર્તા માનવામાં આવે તે જગની આદિ કરશે અને જે જગત આદિ છે તે પછી
જ્યારે જગત્ નહિ બન્યું હતું ત્યારે શું હતું? કહેવામાં આવે કે એકલે ઇશ્વર હતું, પરંતુ એકલા “ઈશ્વર”નો વ્યવહારજ “વદતે વ્યાઘાત:” જે છે. “ઈશ્વર” શબ્દ, બીજા કેઈ શબ્દની અપેક્ષા જરૂર રાખે છે. “ઈશ્વર” તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
' (
‘ ઇશ્વર ’કાના ? કહેવુ જ જોઇએ કે · સંસાર ’ ની અપેક્ષાએ ‘ ઇશ્વર સાંસાર છે તે! ઇશ્વર છે અને ‘ઇશ્વર’ છે તે ‘સંસાર ’ છે. અને શબ્દો સાપેક્ષ છે અને તેથી સુતાં એ માનવું આવશ્યક છે કે જગત્ અને ઇશ્વર અને અનાદિ છે.એની કોઇ આદિ નથી. અનાદિ કાળથી આ વ્યવહાર ચાલ્યા આવે છે. આ વિષયમાં જૈનદર્શનમાં સમ્મતિ, સ્યાદાનાજ, अनेकान्तजय पताका, रत्नाकरावतारिका, स्याद्वादमंजरी આદિ અનેક ગ્રંથામાં તેનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરેલું છે, વિદ્વાનોને તે જોવાની ભલામણુ કરૂ છું.
ક—
ઉપર ઇશ્વરના વિવેચનમાં કમના ઉલ્લેખ કરવામાં આળ્યે છે, કે જે કમના સર્વથા ક્ષય થવાથી કાઇ પણ આત્મા ઇશ્વર થઇ શકે છે. આ ‘ક” શી વસ્તુ છે, એ સંક્ષેપમાં બતાવવાના પ્રયત્ન કરીશ.
‘જીવ’ કે ‘આત્મા’ એ જ્ઞાનમય અરૂપી પદાર્થ છે. તેને વળગી રહેલ સૂક્ષ્મ મલાવરણ તેને કર્મ કહેવામાં આવે છે. ‘ક’ એ જડ પદાર્થ છે-પૌદુગલિક છે. કર્મનાં પરમાણુઓને કર્મનાં મૂળ ' કે ‘ દળિયાં' કહેવામાં આવે છે. આત્મા ઉપર રહેલી રાગ-દ્વેષરૂપી ચિકાશના કારણે આ કમૅનાં પરમાણુ આત્માને વળગે છે. આમળાવરણુ-ક જીવને અનાદિ કાળથી વળગેલ છે. તેમાંથી કાઇ છૂટાં પડે છે, કાઇ નવાં વળગે છે. એમ ક્રિયા થયા કરે છે. આવી રીતે લાગતાં કર્માંના જૈનશાસ્ત્રકારોએ મુખ્ય બે ભેદે ખતાન્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૧
૧ ઘાતિમાં અને ૨ અઘાતિમ, જેક જીવ ઉપર લાગીને આત્માના મુખ્ય સ્વાભાવિક ગુણાના ઘાત કરે તે ઘાતિક' છે અને જે કર્મનાં પરમાણુ આત્માના મુખ્ય ગુણાને નુકશાન પહોંચાડતા નથી તે અઘાતિમાં છે, આ ઘાતિ અને અઘાતિ બન્નેના ચાર-ચાર ભેદો છે. એટલે કર્મના મુખ્ય આઠ ભેદો બતાવવામાં આવ્યા છે.
૧ જ્ઞાનાવરણીય—જેને આંખ ઉપર ખધેલા પાટાની ઉપમા આપવામાં આવી છે અર્થાત્ આંખે પાટા બાંધેલા માણસ જેમ કેાઈ પદાર્થ જોઇ શકતા નથી તેવી રીતે જેને ‘જ્ઞાનાવરણીય' કર્મરૂપી પડદો આત્માની ઉપર આચ્છાતિ થયેલા છે, તેનું જ્ઞાન ઢંકાયેલું રહે છે.
૨ દાનાવરણીય—મને દરવાનની ઉપમા આપવામાં આવી છે. રાજાની મુલાકાત કરાવવામાંજેમ દરવાનવિઘ્નભૂત થાય છે, તેમ આ કર્મ વસ્તુતત્ત્વને જોવામાં બાધક થાય છે.
૩ મેાહનીય—આ કર્મ મદિરા સમાન છે. મદિરાથી ખેલાન થયેલા ! માણસ ભાન ભૂલી ચઢ્ઢા તદ્દા મકે છે, તેમ માહથી મસ્ત ખનેલ માણસ કત્તવ્યાકત્તને સમજી શકતા નથી.
૪ અંતરાય—આ રાજાના ભંડારી જેવુ છે. રાજાની ઇચ્છા દાન કરવાની હાય, પશુ ભંડારી મહાનાં કાઢી દાન ન દેવા દે, તેમ આ કમ શુભ કાર્યોંમાં વિજ્ઞભૂત થાય છે.
૫ વેદનીયમનુષ્ય સુખ-દુઃખના જે અનુલવ કરે છે, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
આ કમેના પરિણામે. સુખ એ શાતા વેદનીય કર્મનું પરિણામ છે, અને દુઃખ એ અશાતવેદનીય કર્મનું. ૬ આયુષ્યકમ–જીવનને ટકાવી રાખનારૂં કર્મ એ આયુ
વ્ય કર્મ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકનું આયુષ્ય પ્રાપ્ત થવું એ આ કર્મનું ફળ છે. ૭ નામકર્મ–સારી ગતિ, સારૂં શરીર, પૂર્ણ ઈદ્રિયે વિગેરે પ્રાપ્ત થાય છે, એ શુભ નામકર્મના કારણે અને
ખરાબ ગતિ, ખરાબ શરીર અને ઈદ્રિયની હીનતા વિગેરે એ અશુભ નામકર્મના કારણે. ૮ ગોત્રકમ–ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્રની પ્રાપ્તિ થાય
છે તે આ કર્મના કારણે. શુભ કર્મથી ઉરચ ગોત્ર અને અશુભ કર્મથી નીચત્ર પ્રાપ્ત થાય છે.
ઉપર બતાવેલાં આઠ કર્મોના અનેકાનેક ભેદાનભેદ છે. એનું વર્ણન “કમગ્રંથ” “કમપયડી” આદિ ગ્રંથમાં ઘણું જ વિસ્તારથી કરવામાં આવેલું છે.
ઉપરના કર્મોનું બારીકાઈથી અવેલેકન કરનાર સહજ જોઈ શકશે કે-જગતમાં જે નાના પ્રકારની વિચિત્રતા દેખાય છે, એ આ કર્મોને જ આભારી છે. એક સુખી એક દુઃખી, એક રાજા એક રંક, એક કાણે એક અપંગ, એક મોટરમાં બેસે એક પાછળ દેડે, એક મહેલમાં રહે એકને રહેવાની ઝુંપડીચે ન મળે, એક જ્ઞાની તરીકે ઓળખાય, બીજે મહામૂખ ગણાય, આ બધું જગતનું વૈચિત્ર્ય હોવાનું કંઈ કારણ હેવું જોઈએ, અને તે કારણ બીજું કઈ નહિં, પરતુ સી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
સીએ કરેલાં કર્મોનું ફળ છે. જી જેવા જેવા પ્રકારનાં કર્મો કરીને જન્મે છે, તેવા તેવા પ્રકારનાં ફલેની પ્રાપ્તિ તેમને થાય છે.
એ ઉપરજ કહેવામાં આવ્યું છે કે “કર્મ” એ જડ પદાર્થ–પીગલિક પદાર્થ છે, છતાં તેની શક્તિ કંઈકમ નથી. કમ જડ હેવા છતાં તે આત્માને–ચૈતન્યને પિતાના તરફ ખેંચે છે અને જેવા પ્રકારનું તે કર્મ હોય છે, તેવી ગતિ કે સુખ-દુખ તરફ તેને લઈ જાય છે.
આત્મા પુરૂષાર્થ કરી કરીને–પિતાની અનંત શક્તિને ફેરવીફેરવીને જ્યારે આ કર્મોને સર્વથા નાશ કરશે, ત્યારે તે પિતાના અસલી સ્વરૂપને પ્રાપ્ત કરશે-ઈશ્વરત્વ પ્રાપ્ત કરશે.
અહિં એ શંકાને અવકાશ છે કે અનાદિકાળથી જીવ અને કર્મ એક સાથે રહેલાં છે, તે પછી તે કર્મો સર્વથા છૂટાં કેમ થઈ શકે? તે કમેને સર્વથા અભાવ કેમ સંભવી શકે ?
આ શંકાનું સમાધાન વિચારણીય છે. આત્માની સાથે કર્મને સંબંધ અનાદિ કહેવામાં આવે છે, તે ખરૂં છે, પરતુ એને અર્થ એ છે કે અનાદિકાળથી આત્માને નવાં નવાં કર્મો વળગતાં રહે છે અને જૂનાં જૂનાં ખરતાં રહે છે. અર્થાત્ કઈ પણ એક કર્મ આત્માની સાથે અનાદિ સંયુક્ત નથી, પરંતુ જુદા જુદા સમયે જુદાં જુદાં કર્મોને પ્રવાહ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. અને જ્યારે એ નક્કી છે કે જૂનાં કર્મો ખરતાં રહે છે અને નવા વળગતાં રહે છે, ત્યારે એ સમજવું લગારે કઠિન નથી કે કોઈ સમય એવો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૪
આવે કે જ્યારે આત્મા સર્વથા કર્માથી મુક્ત પણ થાય. આપણે અનેક કાર્યોંમાં અનુભવી શકીએ છીએ કે એક વસ્તુ એક સ્થળે વધારે, તે બીજે સ્થળે આછી હેાય છે. તે ઉપરથી એ નક્કી છે કે કાઇ સ્થળે તે વસ્તુના સર્વથા અભાવ પણ હાય. જેમ જેમ સામગ્રીની પ્રબળતા વધારે પ્રાપ્ત થતી જાય તેમ તેમ તે કાર્યમાં વધારે સફળતા મળતી રહે છે. કર્મક્ષયનાં પ્રખળ કારણા પ્રાપ્ત થયે સર્વથા પણુ કર્મક્ષય થઈ શકે.
જેમ સુવણુ અને માટીના સંબંધ અનાદિ કાળના હોય છે, પરંતુ તે માટી પ્રયત્ન કરવાથી સુવર્ણથી સર્વથા દૂર થાય છે. અને સ્વચ્છ સુવર્ણ અલગ થઈ જાય છે. આવીજ રીતે આત્મા અને કર્મના સંબંધ અનાદિકાળથી હાવા છતાં પ્રયત્ન કરવાથી તે સવથા છૂટા થઈ શકે છે અને જ્યારે કર્મ સર્વથા છૂટી જાય છે, ત્યાર પછી તે જીવના ઉપર નવાં કર્મ આવતાં નથી; કારણ કે કુસ ' જ કમને લાવે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તેા રાગ-દ્વેષની ચીકાશ કમને ખેચે છે; પરન્તુ કર્યાંના અભાવમાં તે ચીકાશ રહેતી નથી.
પાંચ કારણઃ—
ઉપર બતાવેલા 'મ'ના વિવેચન ઉપરથી આપ સૌના સમજવામાં આવ્યું હશે કે જીવના અને કર્મના અનાિ સંબંધ હાવા છતાં પણ પુરૂષાર્થથી એ કર્માંના ક્ષય થઇ શકે છે, સર્વથા ક્ષય કરી શકાય છે. કેટલાક મહાનુભાવે એવુ સમજવામાં ભૂલ કરે છે કે જૈનધર્મમાં કેવળ કર્માંની જ પ્રધાનતા છે, કમ ઉપરજ વિશ્વાસ રાખીને બેસે છે.
66
,,
પરન્તુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
સજજને, એવું નથી. જૈન સિદ્ધાંતમાં જેમ કર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમ પુરૂષાર્થનું પણ છે. કર્મોને હઠાવવાના–દૂર કરવાના અનેક ઉપાયો જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમદિ–બતાવવામાં આવેલ છે. જે એકલા કર્મ ઉપરજ ભરૂસે રાખીને બેસી રહેવાનું જણાવ્યું હતું, તે આજ જૈનેમાં ઉગ્ર તપસ્યા, અદ્વિતીય ત્યાગ-વૈરાગ્ય, મહાકષ્ટસાધ્ય સંયમ આદિ દેખવામાં આવે છે, તે દેખવામાં આવતે જ નહિ. અત એવ સ્મરણમાં રાખવું જોઈએ કે જેનધર્મ માં કેવલ કર્મનું પ્રાધાન્ય નથી, પરંતુ કર્મની સાથે પુરૂષાર્થને પણ તેટલી જ હદ ઉપર માનવામાં આવેલ છે. હા, “પ્રાણી જેવા જેવા પ્રકારનાં કર્મ કરે છે, તેવા તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે.” એ વાતની ઉદ્ઘેષણા જરૂર કરવામાં આવી છે; પરન્તુ મારા ધારવા પ્રમાણે આ વાતમાં તે કઈ દર્શનકાર અસમ્મત નહિ જ થાય.
હવે હું ઉપર કહી ગમે તેમ કર્મ અને પુરૂષાર્થનું જૈનદર્શનમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ ખરું છે, પરન્તુ તેથી આગળ વધીને કહું તો જૈનદર્શનમાં કઈ પણ કાર્યની ઉત્પત્તિમાં કર્મ અને પુરૂષાર્થ-બેજ નહિં, બકે પાંચ કારણે માનવામાં આવ્યાં છે. તે પાંચ કારણે આ છે – - ૧ કાલ, ૨ સ્વભાવ, નિયતિ, ૪ પુરૂષાકાર અને ૫ કર્મ આ પાંચે કારણે એકબીજાની સાથે એટલાં બધાં ઓતપ્રોત-સંયુકત થઈ ગયેલાં છે કે એમાંના એક પણ કારણના અભાવમાં કઈ પણ કાર્ય થઈ શકે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
આ વાત એક ઉદાહરણ દ્વારા આપણે તપાસીએ–
જેમ સ્ત્રી બાળકને જન્મ આપે છે, તેમાં સૌથી પ્રથમ કાળની અપેક્ષા છે, કારણ કે વિના કાળે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. બીજું કારણ સ્વભાવ છે. જે તેમાં બાળક ઉત્પન્ન કરવાને સ્વભાવ હશે તેજ ઉત્પન્ન થશે નહિં તે નહિં થાય. ત્રીજું નિયતિ (અવયંભાવ ) અર્થાત્ જે પુત્ર ઉત્પન્ન થવાને હશે તેજ થશે, નહિં તે કંઈક કારણ ઉપસ્થિત થઈ ગર્ભ નાશ પામશે. એથું પુરૂષાકાર (પુરૂષાર્થ) પુત્ર ઉત્પન્ન થવામાં પુરૂષાર્થની પણ જરૂર છે. કુમારી કન્યાને પુત્ર કદિ ઉત્પન્ન નજ થાય. આમ ચારે કારણે હોવાની સાથે કર્મ (ભાગ્ય) માં હશે તેજ થશે.
એટલે કે પુત્ર ઉત્પન્ન થવા રૂપ કાર્યમાં ઉપયુકત પાંચે કારણે મળે છે, ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. કેવળ ભાગ્ય ઉપર આધાર રાખીને બેસી રહેવામાં કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. તલમાં તેલ હોય છે, પણ તે ઉદ્યમ વિના નીકળતું નથી. કેવળ ઉંઘમને જ પૂલદાયક માનવામાં આવે તે ઉંદર ઉદ્યમ કરવા છતાં પણ સર્પના મુખમાં જઈ પડે છે. ઘણા મનુષ્ય દ્રવ્યપ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે, કિન્તુ ફળ પામતા નથી. કેવળ ભાગ્ય (કમ) અને ઉદ્યમ બેનેજ માનવામાં આવે તે તે પણ ઠીક નથી; કારણ કે ખેતી કરનાર ઉચિત સમય સિવાચ સત્તાવાન બીજને ઉદ્યમપૂર્વક વાવે તે પણ તે પૂલીભૂત નહિ થાય, કારણ કે કાળ નથી. યદિ આ ત્રણને જ કારણ માનવામાં આવે તે પણ ઠીક નથી, કારણ કે-કેરડુ મગને વાવવામાં, કાલ, ભાગ્ય, પુરૂષાર્થ હોવા છતાં પણ સ્વભાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
અભાવ હોવાથી પિદા નહિંજ થાય. હવે આ ચારે-કાળકર્મ-પુરૂષાર્થ–સ્વભાવ કારણે હોય; પરન્તુ ભવિતવ્યતા ન હેય. તે પણ કાર્યસિદ્ધિ નહિં થાય. બીજ સારું હોય અને અંકુરા ઉત્પન્ન થયા, પરંતુ જે હોનહાર-ભવિતવ્યતા ઠીક નહિં હોય તે કઈને કઈ ઉપદ્રવ થઈ તે નષ્ટ થઈ જ જશે.
એટલા માટે કઈ પણ કાર્યની નિષ્પત્તિમાં જૈનશાસ્ત્રકારેએ આ પાંચ કારણે માનેલાં છે અને આ પાંચે કારણે એક બીજાની અપેક્ષાએ પ્રાધાન્ય ભેગવે છે.
કહેવાની મતલબ કે જૈનશાસનની એ ખાસ ખૂબી છે કે-કઈ પણ વસ્તુમાં એકાન્તતાને અભાવ છે. એકાન્ત રીતે અમુકજ કારણથી આ થયું, એમ માનવાની મના છે અને તેથીજ જૈનદર્શનમાં સ્યાદ્વાદને સિદ્ધાન્ત પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આ સ્યાદ્વાદને સિદ્ધાન્ત શેડો સ્પષ્ટ કરવાની કોશીશ કરીશ.
સ્યાદ્વાદ.
સ્યાદ્વાદ એટલે અનેકાન્તવાદ. અનેકાન્તવાદનું પ્રાધાન્ય જનદર્શનમાં એટલું બધું માનવામાં આવ્યું છે કે-જેના લીધે “જૈનદર્શન” નું અપરનામ પણ “અનેકાન્તદર્શન” રાખવામાં આવેલ છે. આ સ્યાદ્વાદનું યથાસ્થિત સ્વરૂપ નહિં સમજવાને કારણે કેટલાકેએ એને “સંશયવાદી તરીકે પણ ઓળખા, પરંતુ વસ્તુતઃ “સ્યાદ્વાદ” એ “સંશયવાદ નથી. “સંશયતે એનું નામ છે કે “એક વસ્તુ કે ચક્કસરૂપે સમજવામાં ન આવે.” અંધારામાં કંઈ લાંબી લાંબી વસ્તુને જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
વિચાર ઉત્પન્ન થાય કે “આ દેરડી છે કે સર્ષ?” અથવા દૂરથી લાકડાના ડુંઠા જેવું કંઇ દેખી વિચાર થાય કે, “આ માણસ છે કે લાકડું.” આનું નામ સંશય છે. આમાં સપે કે દેરડી, કિવા માણસ કે લાકડું કંઈ પણ નિર્ણય કરવામાં આવ્યું નથી. આ એક સંશય છે. પરંતુ સ્વાદ્વાદમાં તેવું નથી. ત્યારે “સ્યાદ્વાદ” શી વસ્તુ છે, એ આપણે જોઈએ. સ્યાદ્વાદની સંક્ષેપમાં વ્યાખ્યા આમ થઈ શકે છે –
" एकस्मिन् वस्तुनि सापेक्षरीत्या विरुद्धनानाधर्मस्वीकारो દિ ચાદા:
એક પદાર્થમાં અપેક્ષાપૂર્વક વિરૂદ્ધ નાના પ્રકારના ધર્મોને સ્વીકાર કર. એનું નામ સ્યાદ્વાદ છે.
સંસારના તમામ પદાર્થોમાં અનેક ધર્મો રહેલા છે. જો સાપેક્ષ રીતિથી આ ધર્મોનું અવલોકન કરવામાં આવે તે તેમાં તે ધર્મોની સત્યતા જરૂર જણાશે. એક વ્યાવહારિક દૃષ્ટાન્તજ લઈએ.
એક માણસ છે. તેનામાં અનેક ધર્મો રહેલા છે. તે પિતા છે, તે પુત્ર છે, તે કાકે છે, તે ભત્રીજે છે, તે માને છે, અને તે ભાણેજ પણ છે. આ બધાએ ધર્મો પરસ્પર વિરૂદ્ધ છે, છતાં તે એક જ વ્યક્તિમાં રહેલા છે; પરંતુ તે વિરૂદ્ધ ધર્મે આપણે અપેક્ષા પૂર્વક જોઈએ તેજ સિદ્ધ થાય છે. મતલબ કે–તે પિતા છે, તેના પુત્રની અપેક્ષાએ; તે પુત્ર છે, તેના પિતાની અપેક્ષાએ; તે ભત્રીજે છે, તેના કાકાની અપેક્ષાએ; તે માને છે, તેના ભાણેજની અપેક્ષાએ અને તે ભાણેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
e
છે,તેના મામાની અપેક્ષાએ. જો આ પ્રમાણે અપેક્ષાપૂવ ક ન જો વામાં આવે તે એવા વિરૂદ્ધધર્માં એક વ્યક્તિમાં ન જ સંભવી શકે
આવી જ રીતે દુનિયાના તમામ પદાર્થાંમાં-આકાશથી લઇને દીપક પર્યન્તમાં-સાપેક્ષરીતે નિયત્વ, અનિત્યત્વ, પ્રમેયત્વ વાચ્યાદિ ધમે રહેલા આપણે જોઇ શકીએ છીએ. ત્યાં સુધી કે ‘આત્મા' જેવી ‘નિત્ય' ગણાતી વસ્તુને પણ જો સ્યાદ્વાદની દૃષ્ટિએ જોઇએતે તેમાં નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે ધમેમાં જણાશે.
આ પ્રમાણે તમામ વસ્તુઓમાં સાપેક્ષરીત્યા અનેક ધર્માં રહેલા હેાવાથી જ શ્રીમાન ઊમાસ્વાતિ વાચકે દ્રવ્યનુ લક્ષણ ઉસ્વાર્થય-ધ્રૌવ્યયુત્તું સત્ ' એવું ખતવ્યું છે. અને કોઇ પણ દ્રવ્યને માટે આ લક્ષણ નિર્દોષ લક્ષણ જણાય છે.
.L
આપણે ‘સ્યાદ્વાદ’ શૈલિથી ‘જીવ’ ઉપર આ લક્ષણ ઘટાવીએ. ‘આત્મા' યદ્યપિ વ્યાકિનયની અપેક્ષાએ નિત્ય છે; પરન્તુ પર્યાચાર્થિંકનયની અપેક્ષાએ અનિત્ય પણ માનવા પડશે. જેમ કે-એક સ'સારસ્થ જીવ, પુણ્યની અધિકતાના સમયે જ્યારે મનુષ્યયેાનિને છેડીને દેવસેાનિમાં જાય છે, તે વખત દેવગતિમાં ઉત્પાદ ( ઉત્પન્ન થવું) અને મનુષ્યપર્યાયને વ્યય (નાશ ) થાય છે; પરન્તુ અને ગતિમાં ચેતનધમ તે સ્થાયી રહ્યો જ એટલે હવે જો એકાન્ત નિત્ય માનવામાં આવે તે ઉત્પન્ન કરેલ પુણ્ય પાપપુંજ, પુન: જન્મ-મરણાભાવથી નિષ્ફળ જશે અને એકાન્ત અનિત્ય જ માનવામાં આવે તે પુણ્ય-પાપ કરવાવાળા ખો થાય અને તેને ભગવનાર મીજો થાય. અતએવ આત્મામાં કંચિત્ નિત્યત્વ અને કથંચિત્ અનિત્યત્વના સ્વીકાર જરૂર કરવા પડશે.
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૫૦.
આ તે ચૈતન્યનું દૃષ્ટાન્ન આપ્યું, પરંતુ જડ પદાર્થમાં પણ ‘પા--arશયુ સર’ એ દ્રવ્યનું નિરીક્ષણ સ્યાદ્વાદની શૈલીથી જરૂર ઘટે છે. જેમ સુવર્ણની એક કંઠી.
કંઠીને ગળાવીને કંદરે બનાવ્યું. જે વખતે કંકીને ગળાવી કંદોરો બનાવીએ છીએ તે વખતે કંદોરાને ઉત્પાદ (ઉત્પત્તિ) અને કંકીને વ્યય થાય છે; જ્યારે સુવર્ણ ત્વ ધ્રુવ છે-વિદ્યમાન છે. આમ દુનિયાના તમામ પદાર્થોમાં ‘પાક કાર- સંત 'એ લક્ષણ ઘટે છે અને તે જ સ્યાદ્વાદશૈલી છે. એકાન્ત નિત્ય, એકાન્ત અનિત્ય કઈ પણ પદાર્થ માની શકાય જ નહિં. કંઠીને ગાળીને કંદરે બનાવવામાં કંઠી તે આકારરૂપ માત્ર બદલાયેલ છે, નહિં કે કંઠીની તમામ વસ્તુને નાશ થયે અને કંદોરો ઉત્પન્ન થઈ ગયે. એકાન્ત નિત્ય તો ત્યારેજ મનાય કે કંડીનો આકાર ગમે તે સમયે જેવો ને તેવો કાયમ રહેતું હોય, ગાળવા કે તેડવા છતાં પણ તેમ એકાન્ત અનિત્ય પણ ત્યારે જ મનાય કે કઠીને તેડતાંગાળતાં સર્વથા તેને નાશ થતો હોય. તેમનો એક અંશ પણ બીજી વસ્તુમાં ન આવતે હેય.
આવી રીતે તમામ પદાર્થોમાં નિયત્વ, અનિત્યત્વ, પ્રમેયત્વ, વાગ્યવાદિ ધર્મો રહેલા છે. એ ધર્મોને સાપેક્ષ રીતિથી સ્વીકાર કર-એ ધર્મોને સાપેક્ષ રીતિએ જેવા, એનું નામ જ સ્યાદ્વાદ છે.
સીધી રીતે નહિં તે આડકતરી રીતે પણ આ સ્યાદ્વાદને સ્વીકાર લગભગ તમામ આસ્તિક દર્શનકારેએ કર્યો છે, એમ હું મારા દાર્શનિક અભ્યાસ ઉપરથી જોઈ શકે છું. આ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
બધા દર્શનકારેએ જુદી જુદી રીતે શી રીતે સ્યાદ્વાદને સ્વીકાર કર્યો છે, એ બતાવવા જેટલે અહિં અવકાશ નથી, અને તેથી કાશીના સુપ્રસિદ્ધ વિદ્વાન્ સ્વર્ગીય મહામહેપાધ્યાય પંડિત રામમિશ્ર શાસ્ત્રીજીએ પોતાના લુકનમેતન નામના વ્યાખ્યાનમાં ચદ્વાર સંબંધી ઉલ્લેખેલા શબ્દને જ અહિં ટાંકીશ
અનેકાન્તવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જોઈશે. અને લોકોએ સ્વીકારી પણ છે. જૂઓ વિષ્ણુપુરાણમાં લખ્યું છે –
नरकस्वर्गसंज्ञे वै पुण्यपापे द्विजोत्तम !। वस्त्वेकमेव दुःखाय सुखायेार्जिवाय च ।
कोपाय च यतस्तस्मात् वस्तु वस्त्वात्मकं कुतः ? ॥ અહિં પરાશર મહર્ષિ કહે છેઃ “વસ્તુ વર્તાત્મક નથી” આને અર્થ જ એ છે કે કેઈપણ વસ્તુ એકાતે એકરૂપ નથી. જે વસ્તુ એક સમયે સુખને હેતુ છે, તેજ બીજા ક્ષણમાં દુઃખનું કારણ બને છે અને જે વસ્તુ કેઈ કેઈ વખતે દુઃખનું કારણ બને છે, તે જ વસ્તુ ક્ષણભરમાં સુખનું કારણ પણ થાય છે.
સજજને, આપ સમજી શક્યા હશે કે અહિં સ્પષ્ટ અનેકાન્તવાદ કહેવામાં આવ્યું છે. એક બીજી વાત ઉપર પણ ધ્યાન આપવું, જેઓ “
સ મનિર્વચનો ” કહે છે, તેને પણ વિચારદષ્ટિથી દેખવામાં આવે તે અનેકાનવાદ માનવામાં હરક્ત નથી, કારણ કે-જ્યારે વસ્તુને “સ” પણ નથી કહી શકતા અને “અસત્ર પણ નથી કહી શકતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
તે કહેવું પડશે કે કઈ પ્રકારથી “સત્ ” હેઈ કરીને પણ કઈ રીતે “અસત્ ” છે. એટલા માટે ન તે “સત્ ” કહી શકાય છે અને ન “અસ”. તો હવે અનેકાન્તતા માનવી સિદ્ધ થઈ.
સજન! નયાચિકે “તમ” ને તેને માસ્વા કહે છે. અને મીમાંસક તથા વૈદાનિક તેનું ખંડન કરીને તેને “ભાવસ્વરૂપ” કહે છે, તે હવે જોવાની વાત એ છે કે આજ સુધી એને કોઈ ફેંસલે થયે નહિં કે, કેણ ઠીક કહે છે? ત્યારે તે બેની લડાઈમાં ત્રીજાના પોબારા છે અર્થાત્ જન સિદ્ધાંત સિદ્ધ થયે; કારણ કે તે કહે છે કે વસ્તુ અનેકાન્ત છે. તેને કઈ રીતે ભાવરૂપ કહે છે. અને કઈ રીતે અભાવરૂપ પણ કહે છે. આવી જ રીતે કેઈ આત્માને “જ્ઞાનસ્વરૂપ” કહે છે અને કેાઈ “જ્ઞાનાધાર સ્વરૂપ કહે છે. ત્યારે હવે કહેવું જ શું? અનેકાન્તવાદે સ્થાન મેળવ્યું એવી રીતે કઈ જ્ઞાનને “ દ્રવ્યસ્વરૂપ માને છે, તે કઈ
ગુણસ્વરૂપ;” કઈ જગને “ભાવસ્વરૂપ” કહે છે તે કઈ કોઈ ‘શૂન્યસ્વરૂપ” ત્યારે તે “અનેકાનવાદ ” અનાયાસ સિદ્ધ થયે.”
આવી જ રીતે કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ છે. આનંદશંકર બાપુભાઇ ધ્રુવે પિતાના એક વખતના વ્યાખ્યાનમાં “સ્યાદ્વાદ” સંબંધી કહ્યું હતું કે
સ્યાદ્વાદ એકીકરણનું દૃષ્ટિબિંદુ અમારી હામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્ય સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી. એ નિશ્ચય છે કે વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
13323
૫૩
,
એ
સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિં. આ માટે ‘ સ્યાદ્વાદ ' ઉપયાગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાન્તમાં બતાવેલ સ્યાદ્વાદને કેટલાકે સંશયવાદ કહે છે, નથી માનતા. સ્યાદ્વાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દૃષ્ટિબિંદુ અમને મેળવી આપે છે. વિશ્વનુ કેવી રીતે અવલાકન કરવુ જોઇએ, એ અમને શીખવે છે. ”
આ પ્રમાણે સ્યાદ્વારૂ સંબધી ટૂંકમાં વિવેચન કર્યાં પછી હવે હું જૈનદર્શનમાં માનેલ છ દ્રવ્ય સબંધી સંક્ષેપમાં
વિવેચન કરીશ.
છ દ્રવ્ય
જૈનદર્શનમાં છ દ્રવ્યે માનવામાં આવેલ છે, જેનાં નામે આ છેઃ-૧ ધર્માસ્તિકાય, ૨ અધમાસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ પુદ્દગલાસ્તિકાય ૫ જીવાસ્તિકાય અને ૬ કાલ: આ છએ દ્રવ્યેાની સંક્ષિપ્ત વ્યાખ્યા જોઈએ:
૧ ધર્માસ્તિકાય—સ'સારમાં આ નામને એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુદ્ગલ (જડ) ની ગતિમાં સહાયક થવું, એ આ પદાર્થનુ કાય છે. યદ્યપિ જીવ અને પુદ્ગલમાં ચાલવાનુ સામર્થ્ય છે, પરન્તુ ધર્માસ્તિકાયની સહાયતા વિના તે લીભૂત નથી થતું. જેમ માછલીમાં ચાલવાનુ સામર્થ્ય છે, પરન્તુ પાણી વિના તે નથી ચાલી શક્તી, તેમ આ પદાર્થ જીવ અને પુદ્ગલની ચલનક્રિયામાં સહાયક થાય છે, આ ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે:-૧ સ્કન્ધ, ર દેશ અને ૩ પ્રદેશ. એક સમૂહાત્મક પદાર્થને સ્કંધ કહેવામાં આવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૪
તેના જુદા જુદા ભાગેને દેશ કહે છે અને પ્રદેશ તે કહેવાય છે કે જેના ફ્રી વિભાગ થઈ શકે નહિ.
૨ અધર્માસ્તિકાય—આ પણ એક અરૂપી પદાર્થ છે. જેમ પથિકને સ્થિતિ કરવામાં સ્થિર થવામાં વૃક્ષની છાયા સહાયભૂત છે, તેમ જીવ અને પુગલને સ્થિર થવામાં આ પદાર્થ સહાયક થાય છે.
આ એ પદાર્થાને અવલખીને જ જૈનશાસ્ત્રામાં લાક અને અલાકની વ્યવસ્થા બતાવવામાં આવી છે. અર્થાત્ જ્યાં સુધી આ બે પદ્યાર્થી વિદ્યમાન છે ત્યાં સુધી જ લાક અને તેથી પર અલાક છે. અલેાકમાં આકાશ સિવાય બીજું કઈ નથી અને તેટલા માટે જ મેાક્ષમાં જનારા જીવાની ગતિ લેાકના અંત સુધી બતાવી છે. તેથી આગળ આ બે શક્તિયા-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ એ પદાર્થના અભાવ હાવાથી જીવ ત્યાં ગતિ કરી શકતા નથી. જો આ એ પદાર્થોં ન માનવામાં આવે તે જીવની ઉર્ધ્વગતિ ખરાખર થતીજ રહે, અને તેમ માનવા જતાં મેાક્ષસ્થાનની વ્યવસ્થા ટીક નિીત થઈ શક્તી નથી, અને અનવસ્થાદોષ પ્રાપ્ત થાય છે; પરન્તુ ઉપરના બે પદ્યાર્થી એ શક્તિઓની વિદ્યમાનતા માનવાથી આ બધી અડચણા દૂર થઈ જાય છે. આ અધર્માસ્તિકાયના પણ સ્કન્ધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેટ્ટા માનેલા છે.
૩ આકાશાસ્તિકાય—આ પણ એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુદ્ગલને અવકાશ આપવા એ એનુ` કામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
આ આકાશપદાથે લેક અને અલક બન્નેમાં છે. આના પણ સ્કન્ધાદિ પૂર્વોકત ત્રણ ભેદો છે.
૪ પુદ્ગલાસકાય–પરમાણુથી લઈ કરીને યાવતું સ્કૂલ કે અતિપૂલ–તમામ રૂપી પદાર્થો પુદ્ગલ છે. આના ૧ સ્કન્દ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ-એમ ચાર ભેદ છે. પ્રદેશ અને પરમાણુમાં ખાસ વિશેષ અંતર નથી. જે નિવિભાગ ભાગ, બીજા ભાગની સાથે મળી રહે, તે પ્રદેશ છે, અને તે જ નિર્વિભાગ ભાગ જૂદો હોય તે તે પરમાણુ કહેવાય છે.
પ જીવાસ્તિકાય–જીવાસ્તિકાયનું લક્ષણ આ છે. यः कर्त्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिवाला स ह्यात्मा नान्यलक्षणः ॥
કર્મોને કરનાર, કર્મના ફલેને ભેગવનાર, કર્માનુસાર શુભાશુભ ગતિમાં જનાર અને સમ્યગૂ જ્ઞાનાદિના કારણે કમેના સમૂહને નાશ કરનાર આત્મા-જીવ છે. જીવનું આથી બીજું કઈ સ્વરૂપ નથી.
ઉપરના પાંચ દ્રવ્યમાં દરેકની સાથે “રિતાથ” શબ્દ જોડવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે -ત્તિ
રા, અને જપ-સમૂદ. જેમાં પ્રદેશને સમૂહ હોય તે અસ્તિકાય. ધર્મ, અધર્મ અને જીવ, એના અસંખ્યાત પ્રદેશ, આકાશના બે ભેદ–કાકાશ અને અલકાકાશ. એમાં
કાકાશ અસંખ્યાત પ્રદેશવાળું અને અલકાકાશ અનન્ત પ્રદેશવાળું અને પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પ્રદેશ હોય છે; અએવ ઉપરનાં પાંચ દ્રવ્ય “અસ્તિકાય ” કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૬ કાળ–છડું દ્રવ્ય છે કાલ. આ કાલ પદાથે કલ્પિત છે. ઔપચારિક દ્રવ્ય છે. અતદુભાવમાં તાવનું જ્ઞાન એ ઉપચાર કહેવાય છે. મુહૂ, દિવસ, રાત્રિ, મહિના, વર્ષ એ બધા કાલના વિભાગો પાડવામાં આવ્યા છે, તે અસબૂત ક્ષણોને બુદ્ધિમાં ઉપસ્થિત કરી કરેલા છે. ગયે સમય નષ્ટ થયો અને ભવિષ્યને સમય અત્યારે અસત્ છે, ત્યારે ચાલુ સમય એટલે વર્તમાન ક્ષણ એજ સદ્ભુત કાલ છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એક ક્ષણ માત્ર કાળમાં પ્રદેશની કલ્પના હોઈ શકે નહિ અને તેથી “કાળ” ની સાથે “અસ્તિકાય ’ને ગ કરવામાં આવતું નથી. - જૈનશામાં કાલના મુખ્ય બે વિભાગ કરવામાં આવ્યા છે. ૧ ઉત્સાપેણ અને ર અવસર્પિણ. જે સમયમાં રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ ચારેની ક્રમશઃ વૃદ્ધિ થાય છે, તે ઉત્સર્પિણી કાળ છે, અને એ ચારે પદાર્થોને ક્રમશઃ હાસ થાય તે અવસર્પિણી કાળ છે. ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળમાં પણ પ્રત્યેકના છ-છ વિભાગ છે. જેને આરા કહેવામાં આવે છે. અર્થાત્ એક કાલચકમાં ઉત્સર્પિણના ૧૨-૩-૪-૫-૬ એમ કમથી આરા આવે છે, જ્યારે અવસર્પિણમાં તેથી ઉલટા એટલે ૬-૫-૪-૩-૨–૧ એમ આવે છે. આ બન્ને કાળમાં ચોવીશ વીશ તીર્થંકરો થાય છે.
ઉપર પ્રમાણેના છ પ્રકારના દ્રવ્યની વ્યાખ્યાને દ્રવ્યાનુગ કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રોમાં ચાર અનુગ બતાવવામાં આવ્યા છે. ૧ દ્રવ્યાનુયેગ, ૨ ગણિતાનુયોગ, ૩ ચરણકરણનુગ, ૪ કથાનુયોગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૭
દ્રવ્યાનુયેાગમાં ઉપર કહ્યા પ્રમાણે દ્રન્યાની વ્યાખ્યા પદાથૈર્થાંની સિદ્ધિ-બતાવવામાં આવી છે, ગણિતાનુયાગમાં ગ્રહ, નક્ષત્ર, તારા, પૃથ્વીનાં ક્ષેત્રે વિગેરે સંબંધી વર્ણન છે, ચરણકરણાનુયાગમાં ચારિત્ર-આચાર-વિચાર વિગેરેનું વર્ણન છે, જયારે કથાનુયોગમાં મહાપુરૂષોનાં ચરિત્ર વિગેરે છે. સમગ્ર જૈન સાહિત્ય-જૈન આગમ-આ ચાર વિભાગમાં વિભક્ત છે. આની વ્યાખ્યા–વિવેચન પણુ આવશ્યકીય છે; પરન્તુ નિબધ ટૂંકમાં જ પતાવવાના હાઇ તે વિવેચન મૂકી દેવામાં આવે છે અને અનુરોધ કરવામાં આવે છે કે ઉપર્યુકત છ દ્રબ્યા વિગેરેનુ વિસ્તારથી વિવેચન જોવાની અભિલાષા ધરાવનારાઓએ, સમ તિતર્જ, નારાવતાાિ એવ' ભગવતી આદિ ગ્રંથામાં જોવું. નવ તત્ત્વ
જૈનશાસ્ત્રોમાં નવ તત્ત્વા માનવામાં આવેલ છે. તેનાં નામેા આ છે:-૧ જીવ, ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રય, ૬ સવર, ૭ મધ, ૮ નિર્જરા અને ૯ મેાક્ષ.
૧ જીવ—જીવનું લક્ષણ ચેતનાત્તક્ષો નીવ: એમ કહી શકાય. જેમાં ચૈતન્ય છે એ જીવ છે. આ જીવના મુખ્ય એ ભેદો છે. ૧ સ`સારી અને ૨ મુક્ત. મુક્ત તે છે કે જેઓએ સમસ્ત કર્મોના ક્ષય કરી સિદ્ધ-નિરંજન-પરબ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. ખીજા શબ્દોમાં કહીએ તે જે મેક્ષમાં ગયેલા અથવા પરમાત્માસ્વરૂપને પ્રાપ્ત થયેલા. આ સંબંધી વર્ણન પ્રાર લમાં ઈશ્વરના પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
.
હવે રહ્યા સ‘સારી, કર્મથી અધાયેલી-કમંયુક્ત દશાને ભાગવતા તે સ’સારીજીવા છે.સ'સાર એ ચાર ગતિનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૮
છે. દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારક-આ ચાર ગતિનું નામ સંસાર છે. કર્મબદ્ધાવસ્થાના કારણે જીવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારી જીવના મુખ્ય બે ભેદો છે–૧ રસ અને સ્થાવર, ૨ સ્થાવરના પાંચ ભેદે છે–૧ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ પાંચ પ્રકારના છ એકેન્દ્રિયવાળા-ત્વગિન્દ્રિયવાળા–હોય છે. આના પણ બે ભેદ છે. સૂક્ષ્મ અને બાદર, સૂક્ષ્મ જીવે સમસ્ત લોકથી વ્યાપ્ત રહેલા છે. સમસ્તકાકાશ એવા જીથી પરિપૂર્ણ છે.
ત્રસ જીવમાં બેઈદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયને સમાવેશ થાય છે. આ જ હાલવા-ચાલવાની કિયા કરતા હોવાથી “ત્રસ” કહેવાય છે. પંચેન્દ્રિય જીવોના ચાર વર્ગ છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવતા. નારક સાત છે, માટે નારકીના જીવોના વર્ગ પણ સાત છે. તિર્યંચના પાંચ વર્ગ છે. જળચર, સ્થળચર, બેચર, ઉરપરિસર્ષ અને ભુજપરિસર્ષ. મનુષ્યના ત્રણ વર્ગ છે. કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતદ્વીપજ. દેવતાના ચાર વર્ગ છે. ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક
આમ સંસારી જીવોના અનેક ભેદાનભેદ બતાવવામાં આવ્યા છે. જીવોની સૂક્ષ્મતા, જીવોની શક્તિઓ અને જીવોની ક્ષિાઓ જેમ જેમ વિજ્ઞાનને વિકાસ થતો જાય છે, તેમ લેકેના જાણવામાં વધારે આવતી જાય છે. જેના સંબં ધમાં જૈનશાસ્ત્રોમાં ઘણું બારીકાઈથી વર્ણન કરવામાં આવ્યું
છે, અને તે વિજ્ઞાનની સાથે મળતું આવે છે. જેની સૂકમ- તાના સંબંધમાં જૈનશામાં જે વર્ણન છે તે વાંચતાં લોકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૯
અત્યાર સુધી અશ્રદ્ધા કરતા હતા, પરન્તુ થેકસસ નામનુ પ્રાણી કે જે સાયના અગ્રભાગ ઉપર એક લાખ જેટલી સખ્યામાં આસાનીથી બેસી શકે છે, એવું વિજ્ઞાનવેત્તાએ તરફથી જાહેર થયું ત્યારે લેાકેાને શાસ્ત્રમાં બતાવેલી જીવાની સૂક્ષ્મતા ઉપર શ્રદ્ધા થવા લાગી. આવી જ રીતે વનસ્પતિના જીવામાં રહેલી શક્તિયાનું વર્ણન જ્યારે સુપ્રસિદ્ધ વિજ્ઞાનવેત્તા બેઝ મહાશયે પ્રત્યક્ષ કરી બતાવ્યું, ત્યારે લેાકેાની આંખ ખુલી. ધ્યાનમાં રાખવું જોઇએ કે આજે વિજ્ઞાનવેત્તા જે પ્રયાગાદ્વારાય ત્રાદ્વારા--પ્રત્યક્ષ કરી બતાવે છે તે વાત આજથી પચીસસેા વર્ષ પહેલાં જૈન તીર્થંકર ભગવાન્ મહાવીરે પોતાના જ્ઞાનદ્વારા જનતાને સમજાવી હતી. જૈનશાસ્ત્રોમાં આવી કેટલીએ ખાખતા છે કે જે વિજ્ઞાનની કસેટીમાં સિદ્ધ-ઉત્તીણ થઈ જાય તેમ છે. હા, તે બાબતાને વિજ્ઞાનદ્વારા જોવી જોઇએ. જૈનશાસ્ત્રામાં શબ્દ’ ને પોલિક બતાવેલ છે, તેજ વાત આજે તાર, ટેલીફાન અને ફાનેગ્રાફની રેકાડૅમાં ઉતારાતા શબ્દોથી સિદ્ધ થાય છે. વાત એટલીજ છે કે પ્રયત્ન કરવાની જરૂર છે.
વાત
૨ જીવ—મીનું તત્ત્વ અજીવ છે. ચેતનતાના અત્યતાલાવ એ અજીવનું લક્ષણ છે. જડ કહેા, અચેતન કહેા, એ એકાથવાચી શબ્દો છે. આ અચેતન-જડ તત્ત્વ પાંચ વિભાગોમાં વિભક્ત છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાલ-આની વ્યાખ્યા પહેલાં કરવામાં આવેલી છે.
૩-૪ પુણ્ય-પાપ-શુભ કર્મ તે પુણ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
છે અને અશુભ
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
કર્મ તે પાપ છે. સમ્પત્તિ-આરોગ્ય-રૂપ-કીર્તાિ-પુત્ર-સ્ત્રીદીર્ઘ આયુષ્ય-ઈત્યાદિ ઈહલૌકિક સુખનાં સાધને તેમજ સ્વર્ગાદિ સુખે જેનાથી પ્રાપ્ત થાય, એ શુભ કર્મોને પુણ્ય કહેવામાં આવે છે. અને તેનાથી વિપરીત-દુઃખનાં સાધને મેળવી આપનાર અશુભ કર્મ તે પાપ કહેવાય છે.
૫ આશ્રવ-રાત્રિને વાર્મ તિજાત્રા: અર્થાતુ જે માર્ગ દ્વારા કર્મો આવે તે આશ્રવ છે. કમ્પાદાનના હેતુ તે આશ્રવ. કર્મોનું ઉપાર્જન મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એટલા વડે થાય છે. તેમાં વસ્તુસ્વરૂપથી વિપરીત પ્રતિભાસ એ મિથ્યાત્વ છે, હિંસા-અમૃતાદિથી દૂર ન થવું, એ અવિરતિ છે. ક્રોધ, માન, માયા, લોભ એ કષાય છે અને મન-વચન-કાયાને વ્યાપાર એ ચેગ છે એમાં શુભગ પુષ્યને અને અશુભયોગ પાપને હેતુ છે.
૬ સંવર–આવતાં કર્મોને જે અટકાવે તેનું નામ સંવર છે. સંવર એ ધર્મને હેતુ છે. પુણ્ય અને સંવરમાં થડેકજ તફાવત છે. પુણ્યથી શુભકર્મ બંધાય છે, જ્યારે સંવર આવતાં કર્મોને રોકવાનું કામ કરે છે.
૭ બંધ–કમને આત્માની સાથે બંધ થા–જોડાવું એનું નામ બંધ છે. કર્મનાં પુદ્ગલે આખા લેકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. આ પુદ્ગલે આત્મા ઉપરની રાગ-દ્વેષની ચીકાશને લીધે આત્મા ઉપર આવી વળગે છે. આ બંધ ચાર પ્રકાર છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ રસબંધ અને ૪ પ્રદેશબંધ.
કર્મના મૂલ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકાર, એ તેને પ્રકૃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
તિબંધ છે. કર્મબંધન સમયે તેની સ્થિતિ અથાત્ તે કર્મને વિપાક કેટલી મુદત સુધી ભગવે પડશે, એ પણ નિર્માણ થાય છે, એનું નામ સ્થિતિબંધ છે. કેટલાંક કર્મો કડવા રસે બંધાય છે જ્યારે કેટલાંક મીઠા રસે, એમ વિચિત્રરૂપે કમ બંધાય એ એનો રસબંધ કહેવાય છે. કેઈ કર્મ અતિગાઢ બંધાય છે, કોઈ ગાઢ, કઈ શિથિલ, અને કોઈ અતિશિથિલ એ રીતે બંધાય છે. અર્થાત્ કઈ કર્મ પાતળા તે કઈ સ્કૂલ એમ જે બંધાય છે, તે પ્રદેશબંધ કહેવાય છે.
કર્મના સંબંધમાં કેટલુંક વર્ણન પહેલાં કરેલું છે, એટલે અહિં વિશેષ નહિં લંબાવું.
૮ નિર્જરા–બાંધેલાં કમેને ક્ષય કરે-કર્મો ભેગવ્યા બાદ ખરી જવું, એનું નામ નિજર છે. કર્મો બે રીતે ખરી પડે છે–જૂદાં થાય છે. “મારાં કર્મોને ક્ષય થાઓ.” એવી બુદ્ધિ પૂર્વક જ્ઞાન-ધ્યાન-તપ-જ૫ આદિ કરવાથી કર્મ છુટે છે, જેને સકામનિર્જરા કહેવામાં આવે છે. અને કેટલાંક કર્મો પિતાને કાલ પૂરો થતાં ઈચ્છા વગર જ પોતાની મેળે ખરી પડે છે, જેનું નામ અકામનિર્જરા છે.
૯ મેક્ષ-મેક્ષ એટલે મુક્તિ અથવા છૂટકારો. સંસારથી આત્માનું મુક્ત થવું, એનું નામ મોક્ષ છે. મોક્ષનું લક્ષણ कृत्स्नकर्मक्षयो हि मोक्षः
આત્માએ જે કર્મ બાંધ્યાં હોય છે, તેમાં ઘાતિક (જ્ઞાનાવરણીય-દર્શનાવરણય, અંતરાય અને મેહનીય) ને ક્ષય થતાં જીવને કૈવલ્ય-કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કેવલજ્ઞાની આયુષ્ય પૂર્ણ થવાના સમયે બાકીના ચાર અઘાતિ (નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય) કર્મોને ક્ષય કરે છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પછી આત્મા શરીરથી છૂટે થઈ ઊર્ધ્વગતિ કરે છે. અને એકજ સમયમાં તે લેકના અગ્રભાગે પહોંચી જાય છે અને ત્યાં અવસ્થિત થાય છે. આ મુક્તિમાં-એક્ષમાં ગયેલે જીવ કહેવાય.
સજન!ક્ષ-મુક્તિ-નિવણ-ઈત્યાદિપર્યાયવાચી શબ્દ છે. આ મેક્ષને સ્વીકાર તમામ આસ્તિક દર્શનકારોએ કર્યો છે. બલ્ક દરેક દર્શનકારે “મોક્ષનું' જે લક્ષણ બતાવ્યું છે, તે પ્રકારાન્તરે એક સરખું જ છે. જૂઓ– નયાયિકો કહે છે –
स्वसमानाधिकरणदुःखप्रागभावासहवृत्तिदुःखध्वंसा हि मोक्षः। ત્રિદડિવિશેષ કહે છે –
परमानन्दमयपरमात्मनि जीवात्मलयो हि मोक्षः। વૈદાનિકે કહે છે
अविद्यानिवृत्तौ केवलस्य सुखज्ञानात्मकात्मनोऽवस्थानं मोक्षः । સાંખ્ય કહે છે - પુણા સ્વજીવરથાને મેક્ષ ! ભાટ્ટો કહે છે – .. वीतरागजन्मादर्शनाद् नित्यनिरतिशयसुखाविर्भावात् मोक्षः । જેને કહે છે – તન્ન મેક્ષા
ઉપરનાં લક્ષણેનું બારીકાઈથી અવલોકન કરનાર કઈ પણ વિચારક જોઈ શકશે કે તમામનું ધ્યેય એક જ છે અને તે એ છે કે આ સંસારાર્ણવથી દૂર થવું–કર્મથી મુક્ત થવુંઆત્માએ પિતાના અસલી સ્વરૂપમાં આવી જવું, એ સિવાય બીજું કંઈ જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
આ મુક્તિના ઉપાયે પણ જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા બતાવ્યા છે, પરંતુ તે બધાએ ઉપાયાનું પણ જે આપણે અવલોકન કરીએ તે તેમાં પણ આખર જતાં એકજ માર્ગ ઉપર સીએ આવવું જ પડે છે. સંસારમાં જે સન્માર્ગો છે, તે હમેશાં સૌને માટે સમાગ છે અને જે બૂરી વસ્તુઓ છે, તે હમેશાં સૌને માટે બૂરી જ છે. આત્માનાં વિકાસનાં સાધનેવાસ્તવિક સાધનને કઈ ઈનકાર નજ કરી શકે. સુપ્રસિદ્ધ
મહષિ જૈનાચાર્ય ઉમાસ્વાતિ મહારાજે સંખ્યાનજ્ઞાનવારત્રાક્ષના: અર્થાત્ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમયારિત્ર એ જ મોક્ષને માર્ગ બતાવેલ છે. વસ્તુતઃ આ માર્ગમાં કોઈને પણ બાધક જેવું રહેતું જ નથી.
ટૂંકમાં કહું તે-કોઈ પણ દેશ કે કઈ પણ વેશ, કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મ, કેઈ પણ સમ્પ્રદાય કે કોઈ પણ કુલ–ગમે ત્યાં રહેલો કે જમેલો મનુષ્ય મા મેળવી શકે છે, એમ નશાસ્ત્ર કહે છે. હા, તેનામાં સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર ઉત્પન્ન થવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તે સમાઇ તમામ જીવો ઉપર સમાનભાવપિતાના આત્માની બરાબર જોવાની દૃષ્ટિ થાય અથવા સુખ કે દુખ, સારૂં કે બેટું, પ્રિય કે અપ્રિય તમામને એકજ ભાવથી જોવાની દૃષ્ટિ થાય એ કઈ પણ મનુષ્ય મોક્ષ મેળવી શકે છે, આ વાતને જૈનશાસ્ત્રકારે આ શબ્દોમાં કથે છે –
सेयंवरो अ प्रासंवरा व बुद्धो वा अहव अन्नो वा । समभावभाविअप्पा लहेइ मुक्खं न संदेहो ॥
શ્વેતામ્બર હો વા દિગંબર, બુદ્ધ હો કિંવા અન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________ જેને આત્મા સમભાવથી ભાવિત છે તે જરૂર મેક્ષ લેશે, એમાં સંદેહ નથી. સજજને ! હવે હું મારો નિબંધ પૂરો કરતાં માત્ર એટલું જ કહીશ કે જૈનદર્શનમાં એવાં અભેદ્ય, અકાઢે અને અગમ્ય તત્વે પ્રરૂપેલાં છે, જેનું વર્ણન મારા જેવા અલ્પજ્ઞ અને તે પણ આવા ટૂંકા લેખમાં ન જ કરી શકે. નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી અને કેટલીએ બાબતે છે કે જેનું વર્ણન આવશ્યકીય હેવા છતાં મારે છેડી દેવું પડયું છે. એ જાણવા માટે મારે અનુરોધ છે કે વિદ્વાનેએ સન્મतितक, प्रमाणपरिभाषा, सप्तभंगीतरंगिणी, रत्नाकरावतारिका, ચાદ્ભાશંકરે અને તે ઉપરાન્ત સૂત્રમાં fમામ, પન્નવા, ટામriા, જાજારા અને અતિ આદિ સૂત્રનું અવલોકન કરવું. અન્તમાં, આપ સૌએ મારું વક્તવ્ય શાન્તિપૂર્વક શ્રવણ કરવા બદલ આપને આભાર માનવા સાથ, જે “સમભાવથી” મુક્તિ મળવાનું હું હમણું પ્રતિપાદન કરી ગયે છું, એ “સમલાવને” સિદ્ધાન્ત મેળવી આપ સૌ મેક્ષસુખના ભક્તા અને એટલું અંતઃકરણથી ઈરછી વિરમું છું. 88 શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ @ સમાપ્ત. ગાયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com