Page #1
--------------------------------------------------------------------------
________________
ગણઘો અને આચાર્યો
૧૧. આચાર્ય રિભદ્રસૂરિ
ઇસ. ની છઠ્ઠી સદીમાં બધા જ ધર્મમાં નિપુણ અને બુદ્ધિશાળી એવા હરિભદ્ર નામના બ્રાહ્મણ હતા . વાદ-વિવાદમાં સામેવાળાની દલીલોને ઝડપથી સમજીને તત્કાળ મહાત કરી દેતા. એ સમયમાં ગામેગામ ફરીને ચર્ચા-વિવાદ દ્વારા જ્ઞાનની વૃદ્ધિ કરવામાં આવતી. આમ હરિભદ્ર પણ મુસાફરી કરતા અને ઘણાં પ્રકાંડ પંડિતોને મળતા, તેમની સાથે વાદ-વિવાદ કરતા અને તેઓને હરાવતા. અન્ય વિદ્વાનો હરિભદ્રને વાદ-વિવાદમાં હરાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું ગણતા. તેઓ અજેય પ્રતિસ્પર્ધી ગણાતા, તેથી કોઈ તેમની સાથે ચર્ચામાં ઉતરવા તૈયાર ન થતા.
કોઈ તેમની સાથે વાદ-વિવાદ કરવા ન આવવાના કારણે તે માનવા લાગ્યા કે આખા દેશમાં મારો કોઈ હરીફ નથી. તેમને એવો આત્મવિશ્વાસ બેસી ગયો કે કોઈ વિષય એવો નથી જેમાં તેઓ ચર્ચા ન કરી શકે. તેમણે લોકોમાં એવો પડકાર ફેંક્યો કે ગમે તે વિષય આપો અને તે અંગે હું વિશદ છણાવટ કરી સમજાવી આપું. જો એમ ન કરી શકું તો હું તેમનો શિષ્ય બની જઈશ.
એકવાર તેઓ એક ગામમાંથી પસાર થતા હતા, ત્યારે એક ગુસ્સે ભરાયેલો હાથી મહાવતના કાબૂ બહાર જતો રહ્યો. હાથી હરિભદ્ર તરફ દોડી રહ્યો હતો. પગ તળે કચરી નાંખશે એ ભયથી હરિભદ્ર આશ્રય માટે આમ તેમ જોવા માંડ્યા. એક જૈન દેરાસર નજરે પડ્યું . હાથીથી બચવા તેઓ તુરત જ દેરાસરમાં ઘૂસી ગયા. શ્વાસ તો ધમણની જેમ ચાલવા લાગ્યા, અને શૈવપંથી બ્રાહ્મણ હોવાને લીધે દેરાસરને અણગમાથી જોવા લાગ્યા.
જેવા તેઓ દેરાસરમાં પેઠા કે સફેદ આરસની ભગવાન મહાવીરની મૂર્તિ જોઈ. તેમને જૈનધર્મ માટે લેશ પણ આદર ન હતો, તેથી તેમણે જૈન તત્ત્વજ્ઞાનનો કોઈ ખાસ અભ્યાસ કર્યો ન હતો. તીર્થંકરની પ્રતિમામાં રહેલો ધ્યાનનો ભાવ જોવાને બદલે તે એવું વિચારવા લાગ્યા કે દુબળા શરીરવાળા સંતને બદલે આ તો તંદુરસ્તીની પ્રતિકૃતિ છે. એમણે માન્યું કે જૈન તીર્થંકરો મીઠાઈ ખાઈને મજાથી જીવતા હશે તેથી તેમના મુખમાંથી સરી પડ્યું કે....
તમારું શરીર જોઈને જરૂર લાગે કે તમે ખૂબ જ મીઠાઈ ખાધેલી છે.”
હાથી તે રસ્તામાંથી ચાલ્યો ગયો એટલે હરિભદ્ર દેરાસરની બહાર આવી ગયા. ત્યાંથી પાછા ફરતાં રસ્તામાં જૈન સાધ્વીનો ઉપાશ્રય આવ્યો, ઉપાશ્રયમાંથી યાકીની મહત્તરા નામના સાધ્વીજી નીચે દર્શાવેલ પાઠ કરતા હતા તે તેમના કાને પડ્યા.
"चक्की दुगं हरि पणगं, पणगं चक्कीण केशवो चक्की,
केशव चक्की केशव, दु चक्की केशव चक्की य"।
મહત્તરા સમજાવતાં હતાં કે ચક્રવર્તી અને વાસુદેવ ચાલુ અવસર્પિણી કાળમાં ક્યા ક્રમે જન્મ્યા છે. જૈન માન્યતા પ્રમાણે ખૂબ લાંબા સમયના કાળચક્ર એક પછી એક અનુસરતા હોય છે. સમયના ચક્રનો પહેલો અડધો ભાગ ઉત્સર્પિણી કાળ એટલે કે ચઢતીનો સમય
54
જૈન કથા સંગ્રહ
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય હરિભદ્રસૂરિ
કહેવાય. બીજા અડધા સમયને અવસર્પિણી એટલે કે પતનનો સમય કહેવાય. પરંપરા પ્રમાણે એવું કહેવાય છે કે ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ અથવા નારાયણો, ૯ પ્રતિ વાસુદેવો અથવા પ્રતિ નારાયણો (વાસુદેવના દુશ્મનો), અને ૯ બલરામ તેમ ૬૩ વિશિષ્ટ વ્યક્તિઓ દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળમાં જન્મે છે.
A
TTITUT
ROOT)DODE
આચાર્ય જિન ભટ્ટ પાસે સાધુપણું સ્વીકારતા હરિભદ્રસૂરિ
જૈન કથા સંગ્રહ
55
Page #3
--------------------------------------------------------------------------
________________
ગણધરો અને આચાર્યો
વિદ્યાર્થી તરીકે હરિભદ્ર જૈન તત્ત્વજ્ઞાનના કેટલાક પાસાઓનો અભ્યાસ કર્યો હતો, પણ તેનો અભ્યાસ ઉપરછલ્લો હોવાથી સાધ્વી મહત્તરા શું બોલે છે તેની સમજ ન પડી. હવે શું કરવું તે હરિભદ્રને ન સમજાયું. અંતે તેમણે નક્કી કર્યું કે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈન સાધ્વી મહત્તરાના શિષ્ય બનવું. પોતાના ગર્વિષ્ટ સ્વભાવને બાજુ પર રાખી હિચકિચાટ વગર જૈન સાધ્વી પાસે જઈને ખૂબ જ નમ્ર ભાવે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. મહત્તરાએ સમજાવ્યું કે જૈન સાધ્વી પુરુષ શિષ્યને ભણાવી ન શકે માટે તમે મારા ગુરુ જિનભટ્ટસૂરિ પાસે જાઓ, જે તમને સારી સમજ આપશે. હરિભદ્ર આચાર્ય જિનભટ્ટ પાસે પહોંચી ગયા. તેઓએ હરિભદ્રને તે કડીની યોગ્ય રીતે વિવિધ પાસાથી સમજણ આપી. આચાર્યની જૈન દર્શનની દૃષ્ટિ જોઈને તેમને જૈનધર્મ વિશે વિશેષ જાણવાની ઈચ્છા થઈ. તેમણે આચાર્યને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી, આચાર્યએ એક જ શરતે હા પાડી કે તે તેમના કુટુંબ તથા અન્ય સગાં-સંબંધીની મંજૂરી લઈને આવે. હરિભદ્રને ખબર હતી કે પોતાનું કુટુંબ આ વાત સ્વીકારશે નહિ. તેમના સગાં-વહાલાંએ સખત વિરોધ કર્યો. તેમના પિતાએ તેને કહ્યું, “તેં બ્રાહ્મણ વિદ્વાન તરીકે ઘણું જ્ઞાન મેળવ્યું છે. તે તું શા માટે છોડવા માંગે છે? વાદ-વિવાદમાં તારી તોલે કોઈ આવે તેમ નથી. હવે કોણ કરશે? સહેજ પણ અકળાયા વગર હરિભદ્રે કહ્યું કે જૈનધર્મના ઊંડાણપૂર્વકના જ્ઞાન વગર તેમનું જ્ઞાન અધૂરું છે તેને માટે તેમણે જૈન સાધુ તો બનવું જ પડે. અંતે તેમના કુટુંબીજનોએ તેમને મંજૂરી આપી અને સંસારના તમામ સંબંધો છોડી તેઓ સાધુ તરીકે આચાર્ય શ્રી જિનભટ્ટના શિષ્ય બન્યા.
તેઓએ ખંતથી જૈન હસ્તલિખિત ગ્રંથો તથા અન્ય પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમની ધગશ અને બુદ્ધિમત્તાને કારણે જૈનધર્મના મહાન વિદ્વાન બન્યા. આગમમાં રહેલા જૈન તત્ત્વજ્ઞાનમાં એમને સત્યની શોધ જણાઈ. હવે તેઓ જૈનધર્મને લાગુ પડતા તમામ સાહિત્યમાં પારંગત થયા. તેથી ગુરુ શ્રી જિનભટ્ટસૂરિએ તેમને આચાર્ય પદવી આપી. હવે તેઓ આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. આચાર્ય બન્યા પછી તેમણે જૈન પરંપરાને ખૂબ જ હોંશિયારી અને કાબેલિયતથી સંભાળી. તેમના જ્ઞાન અને બુદ્ધિથી આકર્ષાઈને ઘણાંએ જૈનધર્મ સ્વીકાર્યો. ઘણાં બધા સંસાર છોડી સાધુ બન્યા. જૈનધર્મએ તેમના વહીવટ દરમિયાન એક નવું જ પરિમાણ પ્રાપ્ત કર્યું.
આચાર્ય હરિભદ્રના અનેક શિષ્યોમાં તેમની બહેનના બે દીકરા હંસ અને પરમહંસ પણ હતા. બૌદ્ધ ધર્મીઓની નબળાઈ જાણીને તેમને વાદ-વિવાદમાં હરાવી શકાય તે હેતુથી બંને ભાઈઓએ આચાર્ય પાસે બૌદ્ધ મઠમાં જવાની આજ્ઞા માંગી. પહેલાં તો આચાર્યએ તેમ કરવાની ના પાડી. પણ અંતે મંજૂરી આપી. તેઓ છુપાવેશે ગયા પણ બૌદ્ધ સાધુઓએ તેમની ચાલાકી પકડી પાડી. તેઓ ત્યાંથી નાસી છૂટ્યા પણ બૌદ્ધ સાધુઓ પાછળ પડી ગયા અને ઝપાઝપીમાં તેઓનું મૃત્યુ થયું.
આચાર્ય હરિભદ્રને જ્યારે પોતાના ભાણેજોના કરુણ મૃત્યુના ખબર મળ્યા ત્યારે તેઓએ નિર્દયી ક્રૂરતા બદલ બૌદ્ધ સાધુઓને શિક્ષા કરવાનું વિચાર્યું. તેમણે વાદ-વિવાદ માટે પડકાર ફેંક્યો અને જે હારે તેને મારી નાંખવાની શિક્ષા કરવી એવું નક્કી થયું. હરિભદ્રસૂરિ ચર્ચામાં જીતી ગયા. તેમના બંને ભાણેજોના મૃત્યુના સમાચારથી ગુરુ જિનભટ્ટસૂરિ તથા સાધ્વી મહત્તરાએ ખૂબ જ દુઃખ અનુભવ્યું. છતાં તેમણે વિજયી બનેલા હરિભદ્રસૂરિને પરાજિતને મારી નાંખવાનો વિચાર છોડી દેવા કહ્યું. હરિભદ્રસૂરિને પણ સમજાયું કે હંસ અને પરમહંસ પ્રત્યેની આસક્તિને કારણે આવું હિંસક પગલું લેવાનું તેમણે વિચાર્યું હતું તેથી તેમણે ગુરુ જિનભટ્ટસૂરિ પાસે પ્રાયશ્ચિત માંગ્યું. ગુરુએ તેમને લોકોને ધર્મમાં સાચી શ્રદ્ધા થાય તેવા ગ્રંથો રચવાનું કહ્યું. હરિભદ્રસૂરિના જીવનનો આ મહત્ત્વનો વળાંક હતો. જૈન તત્ત્વજ્ઞાનને આવરી લેતાં લગભગ ૧૪૪૪ પુસ્તકો તેમણે લખ્યાં છે, પણ કમનસીબે હાલ આસરે ૧૭૦પુસ્તકો પ્રાપ્ય છે.
56.
જૈન કથા સંગ્રહ
Page #4
--------------------------------------------------------------------------
________________ આચાર્ય હરિભદ્રસૂરિ દશવૈકાલિક સૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, પંચસૂત્ર અને આવશ્યક સૂત્ર ઉપરનું તેમનું વિવેચન ખૂબ જ જાણીતા છે. ઉપરાંત તેમણે લલિત વિસ્તરા, ધર્મ સંગ્રહણી, ઉપદેશપદ, ષોડશક,પંચાશક, બત્રીસ-બત્રીશી,વિશતિ-વિશિકા, પંચવસ્તુ, અષ્ટક, ધર્મબિંદુ અને અનેકાંત જયપતાકા પણ તેમણે લખ્યાં છે. યોગ ઉપર લખનાર તેઓ પ્રથમ જૈન વિદ્વાન હતા. તેમણે યોગબિંદુ, યોગ વિંશિકા, યોગશતક અને યોગદષ્ટિ સમુચ્ચય નામના ખૂબ જ અધિકૃત પુસ્તકો પણ લખ્યાં છે. જૈન સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ સહુ તેમને કાયમ યાદ કરશે. હરિભદ્રસૂરિનું સમગ્ર જીવન શીખવા જાણવાની ઉત્કૃષ્ટ ઝંખનાથી ભરૅલું જણાય છે. પોતે રવીકૃત પ્રકાંડ બ્રાહ્મણ પંeત હોવા છતાં તે એટલા જ નમ્ર હતા કે સામાથ જૈન સાધ્વી પાસેથી શીખવા તૈયાર થયા. અભિમાન દૂર કરીને જ ફનાન પ્રાપ્ત થાય. જૈન આગમમાં જૈન ધર્મના તત્વાર્થ વાતો સહેલાઈથી સમજાઈ જાય તેવી શર્ત બતાવી છે. જૈન ધમેના ઉદ્ધાંતોને વ્યવહારમાં શ્રદ્ધા અને શરતબદ્ધ રીતે મૂકવા માટે આાગમૉની ઊંડી સમજ જક્ટરી છે. સૂમ છતાં તાર્કિક રસતેં સચોટ અને અર્થપૂર્ણ જૈન ઘર્મને સમજવામાં હરિભદ્રસૂરિના ગ્રંથ ૨ચનાઓ ખૂબ જ મદદશ્યપ થાય છે. | 57 જૈન કથા સંગ્રહ