Book Title: Gyanvimalsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249089/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૩૧૯ આચાર્ય પદ આપી પટ્ટધર બનાવ્યા અને તેમનું નામ વિજયસિંહસૂરિ રાખ્યું. સ યેાગવશાત્ તેમણે જાહેર કરેલ પાતાના ઉત્તરાધિકારી શ્રી વિજયસિંહસૂરિ સ્વર્ગવાસ તેમના જીવનકાળમાં જ થઈ ગયે. તેથી તેમણે વ. સ. ૧૭૧૦માં શ્રી વિજયપ્રભસૂરિને પોતાના ઉત્તરાધિકારી અનાવ્યા. તેમના સંધ દેવસુરસંઘ' નામે પ્રસિદ્ધ થયા. સ્તુતિ-સ્તવન-ચૈત્યવંદન-સજ્ઝાય–રાસ વગેરે વિપુલ સાહિત્યના સર્જક આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજ આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિના જન્મ વિ. સ. ૧૯૯૪માં મારવાડ દેશના ભિન્નમાલનગરમાં થયા હતા. તેએ વીશા એશવાલ જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ, માતાનુ નામ કનકાવતી અને તેમનું પોતાનું નામ નાથુમલ હતુ. તેમણે આ વષઁની વયે મુનિશ્રી ધીવિમલ ણિ પાસે સયમ સ્વીકાર્યુ હતુ. તે વખતે તેમનુ નામ મુનિ નવેમલ રાખવામાં આવ્યુ હતુ. સયમ સ્વીકાર્યા પછી તેમણે શ્રી અમૃતવમલ ગણિતેમ જ શ્રી મેરુવિમલ ગણિ પાસે શાસ્ત્રધ્યયન કર્યું. તેમને સુયેાગ્ય જાણી વિ. સં. ૧૭૨૭માં ગુરુએ તેમને પ ંન્યાસપત્તથી વિભૂષિત કર્યાં, તેમના ગુરુ વિ. સ. ૧૭૩૯માં સ્વર્ગવાસ પામ્યા. તે સમયના સ`ગીતા એ વિચાર્યુ કે, હાલમાં સવિગ્ન, જ્ઞાન, ક્રિયા અને વૈરાગ્યવાદી ગુણૈાથી સંપૂર્ણ અને આચાર્યપદ માટે યેાગ્ય પન્યાસ નવિમલ ગણ છે.” તેથી તેઓએ આચાય શ્રી વિજયપ્રભસૂરિને પં. નયવિમલ ગણને સૂરિપદથી અલંકૃત કરવા વિનંતી કરી. આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ એ વિનંતીને યેાગ્ય જાણી વિ. સ. ૧૭૪૮માં ફાગણ સુદ પાંચમને દિવસે સકેર ગામમાં તેમને આચાય પદ્મવીથી વિભૂષિત કર્યાં અને તેમનુ નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યુ. આ નામ પાછળ તેમના વિશાળ જ્ઞાન અનુભવ આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિએ અનુભવ્યા હતા તે છે. આ સમયે નાગજી પારેખે આચાર્યપદને મહોત્સવ કર્યાં અને સારુ દ્રવ્ય ખચ્યું. તેમના સમયમાં જૈનસ'ધના સાધુવગ માં શિથિલાચાર સારા પ્રમાણમાં પ્રવેશ્યા હતા અને તેથી તેમણે ક્રિયેદ્ધાર કરી તપસ્વી જીવાને મેાક્ષને મા સાચી રીતે અને શુદ્ધ રીતે આચરી બતાન્યેા હતે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશેવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદઘનજી વગેરે તેમના સમકાલીન હતા. તે સૌ સવિગ્ન ગીતાર્થે હતા અને પરસ્પર પ્રત્યે આદરભાવ રાખતા હતા. * • શ્રી ચંદ્રકેવલી રાસ ’માં આચાય પદવી સં. ૧૯૪૯માં ફાગણ સુદ પાંચમે પાટણમાં આપ્યાને ઉલ્લેખ છે : ' નિધિ યુગ' મુનિ શશિ સંવત માને ફાગણ સુદ પંચની દિનજી, પત્તનનયરતણે તસ પાસે, પદ પામ્યું શુભ દેશે જી.’( શ્રી ચ ંદ્રકૈવલી રાસ-ખંડ કથા, ઢાળ ૫૫મી, ગાથા ૧૫ ). 2010-04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શાસનપ્રભાવક મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યે, તેમની શુદ્ધ પ્રરૂપણા પ્રત્યે આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિને અભુત આદર હતું. તેથી તેઓ તેમને “વાચકરાજ' નામથી સંબોધતા. પૂજ્ય ઉપાધ્યાયજીનાં બનાવેલાં ઘણાં સ્તવને ઉપર આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિએ ટીકાઓ રચી છે. ઉપરાંત ઉપાધ્યાયજીના સ્વર્ગવાસ પછી તેઓએ અને શ્રી દેવચંદ્રજીએ સંયુક્તપણે (શ્રી શ્રીપાલરાસને ઢાળ લઈ) શ્રી નવપદજીની પૂજાની રચના કરી. તે કૃતિને મહોપાધ્યાય શ્રી યશવિજયની કૃતિ તરીકે રજૂ કરી છે. તેમણે અનેક વખત શ્રી સિદ્ધાચલજી તીર્થની યાત્રા કરી હતી. ૧૭ અંજનશલાકા કરી હતી તેમ જ બીજાં પણ અનેક પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવ્યાં હતાં. ઘણા મુનિઓને પંડિત અને વાચપદનાં દાન કર્યા હતાં. વિ. સં. ૧૭૭૦માં સુરતના શ્રી પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલજીને સંધ તેમના ઉપદેશથી કાઢયો હતો. તેમનું વિહારક્ષેત્ર માટે ભાગે ગુજરાત, સૌરાષ્ટ્ર તેમ જ મારવાડ હતું. સુરત શહેરમાં તેમણે અનેકવાર સ્થિરતા કર્યાના ઉલ્લેખ સાંપડે છે. વિ. સં. ૧૭૭૫માં તેમણે સુરતમાં તીર્થમાલા રચી. વિ. સં. ૧૭૩૩માં સલાહંતેત્ર પર સુરતમાં ટો ર. વિ. સં. ૧૭૮૦માં સુરતમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. તેમની કાવ્યશક્તિ અભુત હતી. સંસ્કૃત સાહિત્યમાં જેવું સ્થાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું હતું, તેવું જ સ્થાન લેકભાષાની કવિતામાં તે યુગમાં આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનું હતું. તેમણે સંસ્કૃત, ગુજરાતીમાં અનેક ગ્રંથ રચ્યા છે, જે પૈકી નીચેના ગ્રંશે મુખ્ય છે: નરભવદિ વનયમાલા પ્રશ્નકવિશિકાસ્તોત્ર પ્રશ્નવ્યાકરણુસૂત્રવૃત્તિ જિનપૂજાવિધિ સંસારદાવાનલ સ્તુતિવૃત્તિ વિશસ્થાનકતપિવિધિ શ્રીપાલચરિત્ર જ્ઞાનવિલાસ સંયમતરંગ તીર્થમાલા નવતત્ત્વ બાલાવબોધ સૂર્યાભનાટક આનંદઘન વીશી બાલાવબોધ સાધુવંદના રાસ ૩૫૦ ગાથાના સ્તવનને બાલાવબોધ જબૂસ્વામી રાસ દીવાલીકલ્પ બાલાવબોધ શ્રી ચંદ્રકેવલીરાસ આધાત્મકલ્પદ્રુમ બાલાવબોધ બે ચોવીશીઓ પાક્ષિકસૂત્ર બાલાવબોધ દશદૃષ્ટાંતની સજ્ઝાય ધ્યાનમાલા ઉપર બે ગદષ્ટિની સજ્ઝાય ઉપરાંત, સિદ્ધાચલનાં સંખ્યાબંધ સ્તવ, રસ, સ્તુતિઓ વગેરેની રચના કરી છે. તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાં ૮૦ વર્ષના સુદીર્ઘ ચારિત્રપર્યાય હતે. તેમનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૮૨માં ખંભાત મુકામે આસો વદ ૪ને દિવસે પ્રભાતકાળે અનશનપૂર્વકસમાધિપૂર્વક થયું હતું. તેઓશ્રી ભવ્યસમૂહમાં અત્યંત પ્રીતિપાત્ર હતા. તેથી જ્યારે તેમનો 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ૩૨૧ સ્વર્ગવાસ થયો ત્યારે ખંભાતમાં ૪૦ દિવસ પર્યત અમારિપ્રવર્તન કરાવવામાં આવ્યું હતું. ખંભાતના દરિયામાં માછીમારે એ પણ ધંધે બંધ રાખ્યું હતું. સુરતના સૈયદપરામાં નંદીશ્વરદ્વીપના જિનાલયના ચોકમાં તેમનાં પગલાંની દેરી છે, જે તેમના સ્વર્ગવાસના વર્ષમાં જ ત્યાં સ્થાપિત કરાઈ છે. સુરતમાં તેમની વિશેષ સ્થિરતાને કારણે અને સંભવતઃ સૈયદપરામાં સ્થિરતાના કારણે ત્યાં દેરી સ્થપાઈ હેવાની કલ્પના કરી શકાય. ત્યાં કલાત્મક નંદીશ્વરદ્વીપનું દેરાસર છે, જે તેમની પ્રેરણાથી, તેમની દેખરેખ નીચે તૈયાર થયું હતું. આ રીતે, અઢારમી શતાબ્દીને તેમણે પિતાના તપઃપૂત જીવનથી, સંવિગ્નપણથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણેથી અજવાળી છે. (શ્રી જૈનસાહિત્યવિકાસ મંડળ-મુંબઈ દ્વારા પ્રકાશિત “પંચપરમેષ્ઠી યાનમાલા માંથી સાભાર.) ( “પ્રબુદ્ધજીવન’ના તા. ૧૬-પ-૮૭ના અંકમાં ડે. કુમારપાળ દેસાઈના “જેન સાહિત્યમાં આચાર્ય જ્ઞાનવિમલસૂરિજીનું પ્રદાન” લેખમાં તેમના સાહિત્ય વિશે સારી એવી માહિતી આપવામાં આવી છે.) છે શ્ર. ૪૧ 2010_04