Page #1
--------------------------------------------------------------------------
________________
આયંબિલનું
માહભ્ય
March 12, 2015
(314) 837-8101
Page #2
--------------------------------------------------------------------------
________________
આયંબિલનું માહભ્ય
ચૈત્ર માસની ઓળી પર્વના દિવસો;
ચૈત્ર સુદ ૮ થી ચૈત્ર સુદ ૧૫ (From Friday, March 27, 2015 to Sunday, April 4,2015)
નજીક આવી રહ્યા છે.
લાખો શ્રાવક, શ્રાવિકા અને બાળકો વિધ્વના દરેક ભાગમાં પરમ પિતા ચરમ શાસનપતિ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ગુણ ગાતા ગાતા કોઈ સ્થાનકમાં ભેગા થશે અને આયંબિલ-રસત્યાગ નામના આત્યંતર તપની આરાધના કરશે. અને શ્રી વીરપ્રભુના શાસનને જાજવલ્યમાન બનાવશે.
પ્રવચન પ્રભાવિકા બા. બ. પરમ પૂ. શ્રી વનિતાબાઇ મહાસતીજી ઉપદેશ આપે છે કે, આ નવ દિવસ રોજ આયંબિલ ન થાય તો રોજ માત્ર "નમો અરિહંતાણં ” પદની એક માળા તો જરૂર કરો.
Page #3
--------------------------------------------------------------------------
________________
આયંબિલ તપ
ચૈત્ર માસની ઓળી પર્વના દિવસો નજીક આવી રહ્યા છે. ચાલો આપણે, આયંબિલ તપ વિષે સ્વાધ્યાય કરીએ.
રસત્યાગ તપ એટલે શું ?
રસત્યાગ તપ એ બાર પ્રકારના તપ (નિર્જરા) માંહેનો એક પ્રકાર છે.
વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનું તપ કહેવાય છ
જીભને સ્વાદિષ્ટ લાગે, બલવૃધ્ધિ થાય એવી વસ્તુઓના ત્યાગ તે રસત્યાગ તપ છે. રસનો લોલુપી રોગી બને છે. માટે આ તપમાં લોલુપતા ત્યાગવાની હોય છે.
રસત્યાગ તપની દર આય ંબિલ તપનું વિશિષ્ટ ઉત્તમ કોટિનું સ્થાન છે.
બાંધેલા કર્મો જે આત્મપ્રદેશો સાથે સત્તા જમાવીને બેઠા છે તેનો ક્ષય તપથી થાય છે.
તપ કર્યા વિના કર્મ ખપે નહિ ?
અજાણપણે ટાઢ, તાપ તથા બીજાં કષ્ટો સહન કરતાં કેટલાક કર્મ ખપે છે, પણ તેમાં નિર્જરાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. આ રીતે જે કર્મ ખપે તેને શાસ્ત્રમાં અકામનિર્જરા કહેવામાં આવે છે.
તપ કરનારને કેવી નિર્જરા હોય ?
જે તપમાં અહિંસા કે આત્મશુધ્ધિનો વિચાર મુખ્ય ન હોય તેનાથી કર્મની નિર્જરા અલ્પ થાય છે અને જે તપમાં અહિંસા કે આત્મશુધ્ધિના વિચાર મુખ્ય હોય તેનાથી કમની નર્જરા ઘણી થાય છે. સમજણપૂર્વક તપ કરવાથી કર્મની જૈનિર્જરા ધાય તેને સામનિર્દેશ ડેવાય છે.
આપણે નિર્જરા કરીને શુધ્ધ થવાનું છે. નિર્જરામાં ૧૨ પ્રકારના તપ આવે છે. છ બાહ્ય તપ અને છ આભ્યંતર તપ. જૈન શાસનમાં મોક્ષનો માર્ગ સંવર અને નિર્જરારૂપ કહ્યો છે. તેનું પ્રધાન સાધન તપ છે.
છ પ્રકારના બાહ્ય તપ
અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા.
છ પ્રકારના આભ્ય તર તપ
પ્રાયશ્રિત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, ધ્યાન અને કાર્યોત્સર્ગ
રસત્યાગનો ઉત્તરોત્તર વધારો કરી શકાય.
તન, મન અને આત્માને સરળ, સ્ફૂર્ત અને સાત્વિક રાખવા માટે રસાળ પદાર્થોનો ત્યાગ જરૂરી છે. જીવનભર દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, મિઠાઇ વગેરેનો ત્યાગ કરી શકાય તો ઉત્તમ. તેમ ન થઇ શકે તો રોજ અમુક પદાર્થોનો ત્યાગ કરવો. આમ રસત્યાગનો ઉત્તરોત્તર વધારો કરી શકાય.
ખાવાપીવાના પદાર્થોની અસર મન પર ચોક્કસ પ્રમાણમાં પડે છે. આ સ્પષ્ટ દીવા જેવી વાત છે. આપણે કદાચ આ પદાર્થોને સપૂર્ણ રીતે ન છોડી શકીએ તો એના પર અ કુશ રાખવો જ જોઇએ ! માટે તો આય બિલ નીવી જેવા તપો કરવાનું જ કહ્યું છે.
નીવી = એક ટાઇમ ભોજન કરવું, પર ંતુ વિગઇઓ ન વાપરતાં વિગઇઓના વિકારો હણીને બનાવેલા નીવીયાનાં માત્ર લેવાં નીવીયાતાં = જે વિગઇઓમાં અન્ય દ્રવ્ય નાખવાથી તેની વિકારક શકિત નાશ પામી હોય, તેવી વિગઇઓમાંથી બનાવેલા પદાર્થો.
2
Page #4
--------------------------------------------------------------------------
________________
રસત્યાગના પ્રકાર વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનું આભ્યતર તપ કહેવાય છે. આરસત્યાગ તપના ઘણા પ્રકાર છે. પણ તેમાં નીચે દર્શાવેલ નવ પ્રકાર મુખ્ય છે.
૧. નિવિકૃતિક (નીવીગએ). ષષ્ફરસ (દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ તથા પકવાન્ન) રહિત આહાર કરવો.
૨. પ્રણીતરસ પરિત્યાગ જેમાંથી ઘી - દૂધ- ચાસણી આદિનાં ટીપાં પડતાં હોય તેવા આહારનો ત્યાગ કરવો.
૩. આયંબિલ સુકી રોટલી આદિ પદાર્થ તેમજ બાફેલ કઠોર દિવસમાં એક જ વાર વાપરવા.
૪. આયામસિકથભોજી ઓસામણ તથા તેમાં રહેલ અન્નકણ માત્રનો આહાર કરવો.
૫. અરસ આહાર રસરહિત અથવા હિંગ – જીરું વગેરેનો વઘાર કર્યા વિનાનો આહાર કરવો.
૬, વિરસ આહાર ઘણાં જૂનાં અન્નથી જે સ્વભાવથી રસ અથવા સ્વાદરહિત થઈ ગયું હોય - તેવું બનાવ્યું હોય તેવો આહાર કરવો.
૭. અન્નાહાર અત્યંત હલકી જાતિનાં અન્નથી બનેલ આહાર કરવો. અડદના બાકળા વગેરે લે.
૮. પ્રાન્તાહાર અત્યંત હલકી જાતિનાં અન્નથી બનેલ તેમજ ગૃહસ્થને ભોજન કરી લીધા પછી બાકી રહેલો આહાર (વાસી) કરવો.
૯. લુકખ આહાર લૂખોસૂકો આહાર કરવો.
પ્રભુ મહાવીરના શ્રમણો આ વિવિધ પ્રકારનો રસત્યાગ તપ કરતા હતા. આપણે પણ જીવનમાં આવા શ્રેષ્ઠકોટીના ઉગ્રતાને આરાધવા ઉધમવત બનીએ એ જ શુભ ભાવના... રોજ એક વિગઈના ત્યાગ કરવા દ્વારા પણ આ તપની આરાધના થઇ શકે છે. રસના ઉપર સંયમ કેળવવો કઠિન છે, તેથી આ સાધનાને તપ કહ્યો છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
રસપરિત્યાગનું વિશિષ્ટ તપ આયંબિલ આહારસંજ્ઞાના જોરદાર આક્રમણથી જીવનો તપ ગુણ દબાઇ ગયો છે. એ દબાઇ ગયેલા ગુણનો ઉઘાડ કરવા માટે તપધર્મ સમર્થ સાધન છે. તે તપોની અંદર પણ આયંબિલેં – રસપરિત્યાગનું વિશિષ્ટ ઉત્તમ કોટિનું સ્થાન છે.
આયંબિલનાં પર્યાયવાચી નામો આગમની અંદર આયંબિલને "આચામામ્લ તપ” કહેલ છે. તેનાં ગુણયુકત અપર નામો પણ છે. ૧. કામશ્ન . કામ એટલે વિષયોની ઇચ્છારૂપ અબ્રહ્મ. તેને આયંબિલ મૂળથી હણે છે, નષ્ટ કરે છે તેથી કામશ્ન "રસે જીતે જીતં સર્વ” રસેન્દ્રિયને જીતવાથી બીજી ઇન્દ્રિયો પણ જિતાય જાય છે. તેને કોઈપણ વિષયોની વાસના સતાવે નહીં.
૨. મંગળ દષ્ટસુખની પ્રાપ્તિ કરાવે છે. બધા કાર્યોની નિવિને સમાપ્તિ કરાવે છે. બાહ્ય-આત્યંતર વિજ્ઞાની પરંપરાને નાશક હોવાથી મંગળ.
૩. શીત બાહ્ય વાતાવરણને શાંત કરવા ઉપરાંત પોતાના શરીર, ઇન્દ્રિય અને મનને પણ શાંત કરે છે. ઉકળતા આત્મપ્રદેશોને પ્રશાંત કરે છે. કષાય તાપને શમાવનાર છે માટે શીત.
આયંબિલ તપની આરાધના ક્યારે ? આયંબિલની વિશિષ્ટ આરાધના વર્ષમાં બે વાર કરાય છે. ચૈત્ર સુદ થી ચૈત્ર સુદ ૧૫ સુધી. આ નવ દિવસની ચૈત્રી ઓળી કહેવાય છે. આસો સુદ ૭થી આસો સુદ ૧૫ સુધી. આ નવ દિવસની અશ્વિની ઓળી કહેવાય છે. આ બંને ઓળી શાશ્વતી છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહક્ષેત્રમાં આ બંને ઓળીના આરાધકો હોય છે.
જેઓ વર્ષમાં ક્યારેય પણ આયંબિલ ન કરતાં હોય તેઓને પણ આ દિવસો દરમિયાન આયંબિલ કરવાના ભાવો જાગે છે. આ દિવસોમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય તત્વોની આરાધના થાય છે. અરિહંત ભગવાન અને સિધ્ધપ્રભુ દેવતત્વમાં છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુતત્વમાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચારે પ્રકારે ધર્મ છે. આ રીતે નવેય પદની આરાધના કરીને ભવ્યાત્માઓ આત્મગુણોની કમાણી કરે છે.
આયંબિલથી સંકળાયેલ તપ જેને ઇન્દ્રિયવિજેતા બનવાના મનોરથો છે, તેવા સાધકો વિવિધ પ્રકારનાં તપાનુષ્ઠાન આયંબિલથી કરે છે. આયંબિલનો વરસીતપ, આનુપૂર્વીતા, આયંબિલની નવાઇ, સોળભથ્થુ, મા ખમણ, સળંગ ૫00 આયંબિલ તીર્થકર નામકર્મ બાંધવાનાં ૨૦ કારણો છે. તેની આરાધના પણ આયંબિલથી થાય છે. સર્વમાં શિરમોર-મુગટમનિ સમાન છે વર્ધમાન આયંબિલ તપની ઓળી.
Page #6
--------------------------------------------------------------------------
________________
આયંબિલ તપનો મહિમા
આયંબિલ મહામંગળકારી હોવાથી અનેક વિદ્ગોનો નાશ થાય છે. સર્વ સંપત્તિઓ – અનુકુળતાની પ્રાપ્તિ થાય છે. કોઇપણ સત્યકાર્યના પ્રારંભમાં આયંબિલ તપ કરવામાં આવે છે, જેથી કાર્ય નિવિપ્ન પૂર્ણ થાય છે.
સર્વ વિઘ્ન વિનાશક આયંબિલ તપની જ્યાં સુધી દ્વારિકા નગરીમાં આરાધના ચાલુ હતી, ત્યાં સુધી ૧ર વર્ષ સુધી દ્વૈપાયન ઋષિ તેને બાળી ન શક્યા.
નિકાચિત કર્મોનો પણ નાશ થાય. મોક્ષના શાશ્વત સુખ આપવાનો કોલ આ તપે આપ્યો છે. વિષયવિકારો શમી જાય છે. કષાયોના ઉકળાટ શાંત થઈ જાય છે. તપસ્વીના ચિત્તમાં પવિત્ર વિચારોનો પ્રવાહ વહેતો જ રહે છે. તેની સૌમ્ય મુખમુદ્રાનાં દર્શનથી પ્રાણીમાત્ર પ્રસન્નતા અનુભવે છે. શીલ-સંયમની સલામતી જળવાય છે. ઉત્કૃષ્ટભાવે આયંબિલ તપ આરાધનાથી તીર્થકર પદવી પણ પ્રાપ્ત થાય.
એકવાર ભોજન મળી જવાથી સંયમ – સ્વાધ્યાય સીદાતા નથી, પણ તેની નિયમિત સાધના થાય છે. આહારસંશા નાશ પામે છે. ખાનપાન પ્રત્યે ઉદાસીનતા આવે છે. સારી વસ્તુ બીજાની ભકિતમાં આપી દેવાનું મન થાય. અવસરે ભેખ વેઠી શકે. અણાહારી સ્વભાવેનો કંઇક આસ્વાદ અનુભવાય. પ્રમાદ દૂર થાય. સર્વ ધર્મક્રિયા અપ્રમત્તપણે થાય છે.
પાંચ ઇન્દ્રિયોમાં સૌથી ખતરનાક રસનાને કહી છે. આયંબિલ તપ વિના રસેન્દ્રિયને જીતી ન શકાય. રસનાને જીત્યા વિના બીજી ઇન્દ્રિયો વશ ન કરી શકાય. ઇન્દ્રિયવિજેતા બન્યા વિના કષાયવિજેતા ન બની શકાય. કષાયવિજેતા બન્યા વિના વીતરાગ - કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, સકળકર્મ ક્ષય ન થાય, મોક્ષ પ્રાપ્તિ ન થાય.
આયંબિલથી થતા લાભ આયંબિલ કરવાનું એટલે વિકારોનું શોષણ થાય અને શરીરને જોઇતું પોષણ પણ મળી રહે. આમાં આહારનો સર્વથા ત્યાગ નથી. રસત્યાગર્વી પ્રધાનતા અને સ્વાદના શોષણની જ મુખ્યતા છે, તેથી દીર્ધકાળ સુધી એકધારો પણ આ તપ થઇ શકે છે. આવી ગજબ વિશેષતા છે આ તપની.
શારીરિક લાભ ષડ્રેસ અને સ્વાદ રોગોનું મૂળ છે. વિગઈઓનો સ્વાદ વિકાર ઉત્પન્ન કરે તેવો છે. ભક્ષ્યાભઢ્યનો અવિવેક અને રસગૃધ્ધિથી, વિગઈઓ તેમજે અનેક પ્રકારના રસોના ભોગવટાથી અનેક રોગો ઉત્પન્ન થાય છે. "ભોગે રોગ ભય” ભોગમાં રોગનો ભય છે.
આયંબિલ કરનારને આ ભય દૂર થાય છે. શરીરનો કચરો જડમૂળથી સાફ થઇ જવાથી દેહ નીરોગી રહે છે. એક જ વાર લૂખુંસૂકું ભોજન કરવાનું હોવાથી શરદી, ડાયાબિટીસ, અપચો, ગેસ, તાવ, અલ્સર, બી.પી. કોલસ્ટ્રોલાદિ એક પણ રોગ થતા નથી. કદાચ રોગ થયા હોય તો પણ આયંબિલ કરવાથી નાશ પામે છે. આરોગ્ય પ્રાપ્તિ થાય છે. વિગઈનો આહાર જ વ્યાધિનું વિશ્રામસ્થાન છે.
ચરક ઋષિએ કહ્યું છે: "હિતભુક મિતભૂક અસ્વાદભૂફ”. જે વ્યકિત હિતકારી પથ્થભોજન પરમિતપણે વાપરે છે, તે પણ સ્વાદરહિત ભોજનં કરે છે, તે નીરોગી રહે છે. રોગને શમાવવાનું રામબાણ ઔષધ, અમૃત રસાયણ કે જડીબુટ્ટી જે કહો તે આયંબિલ તપ છે.
આ તપથી શરીરમાં ચરબી ન વધે, શરીર હળવું રહે, સ્કૂર્તિ સારી રહે, વૈદનો વેરી આ તપ છે. અર્થાત્ આયંબિલ કરનારને પ્રાય: વૈદ પાસે જવું ન પડે. શ્રીપાળનો કોઢ રોગ આયબિલ તપની આરાધનાથી નાશ પામ્યો.
માનસિક લાભ અનાદિકાળની જે આહારસંજ્ઞા છે, ખાઉં ખાઉંની વૃત્તિ છે, તેના પર સંયમ આવે છે. ચિત્તમાં શાંતિ-સ્વસ્થતા-પ્રસન્નતા પ્રગટે છે. પ્રિય, અપ્રિય, મનોજ્ઞ, અમનોજ્ઞ ખાધપદૉર્થો પરથી ગમા-અણગમા, રાગ-દ્વેષના ભાવો મંદ થાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આયંબિલ તપનો મહિમા (ચાલુ)
આર્થિક લાભ આયંબિલથી આર્થિક દૃષ્ટિએ પણ ઘણો લાભ થાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, મિષ્ટાન્ન, લીલોતરીનો ત્યાગ હોવાથી ભોજનમાં ખર્ચ ઓછો થાય. ધનની જરૂરિયાત ઓછી રહે, તેથી આધ્યાન, ચિંતા, કલેશ, આરંભદિ ઓછા થાય. અન્યાય, અનીતિ, છળ, પ્રપંચાદિ પાપો કરવાની જરૂર ન રહે. તૃષ્ણા ઓછી હોવાથી મનની શાંતિ જળવાઇ રહે છે. મન પ્રસન્નતા – ચિત્તશાંતિ જેવું બીજું ઉત્તમ સુખ કયું છે ? એકૅ પણ નહિ..
આયંબિલ તપથી આધ્યાત્મિક લાભ "જે તયમ્બયા સે સારખાયા, જે સારખાયા તે તયાયા” જેણે મનુષ્યજીવનની અંદર લુખાંસૂકાં ભોજનનાં છોતરાં ખાધાં, તેણે ખરેખર તો સદ્ગતિ પ્રાપ્તિનો માલ ખાધો, પરંતુ જેણે માલમલીદાનો સાર ખાધો, તેણે તો દુર્ગતિઓની પ્રાપ્તિરૂપી છોતરાં – ફોતરાં ખાધા.
અરિહંતદેવ અને શાસન પર શ્રધ્ધા, પ્રેમ, આદરભાવ ખૂબ વધે છે, તેથી મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ થાય. સમ્યગુજ્ઞાનનો પ્રકાશ પથરાય. આત્માનું ઓજસ વધે છે, મહાસત્વ ખીલ છે. સહનશીલતા કેળવાય છે, રસકસ જતા કરવાથી ભાવિ દુઃખોથી બચાય છે. કાયાનું મમત્વ ઘટે છે, તેથી અનેક વિકારો અને દુર્ગુણોનું પોષણ મોળું પડે છે. પ્રભુભકિત વધે છે, તેથી ધર્મકાર્યમાં ધન વાપરવાની ઉદારતા રહે છે. તેના પ્રભાવે દાનધર્મની સુંદર આરાધના થાય છે. દુર્ગતિનાં દ્વાર બંધ થાય, સદ્ગતિનાં દ્વાર ખૂલે. પરંપરાએ મોક્ષગતિ મળે છે.
આયંબિલની શ્રેષ્ઠતા પરમાત્માએ અનશનાદિ તપ કરતાં પણ આયંબિલની એક અપેક્ષાએ શ્રેષ્ઠતા દર્શાવી છે, કારણ કે ઉપવાસમાં તો અહારનો સંપૂર્ણ ત્યાગ છે. બીજા દિવસે પારણામાં વિગઈઓવાળા પૌષ્ટિક પદાર્થો વાપરી શકાય છે. આપણે ઉપવાસ એકીસાથે કેટલા કરી શકીએ ? વાવજીવન થઈ શકતા નથી. ભોજન વિના નબળાઈ લાગે છે.
જ્યારે આયંબિલમાં શરીરને પોષણ મળે છે. દીર્ઘકાળ સુધી યાવત્ જીવનભર પણ આયંબિલ થઈ શકે છે. પરસોનો ત્યાગ હોવાથી વાસના, કષાયો અને ઇન્દ્રિયોના અસંયમ પર કંટ્રોલ આવે છે. ખાવું છે છતાં લૂખુંસૂકું ખાવું છે. આ ઘણી મોટી સાધના છે.
એક આયંબિલથી થતો કર્મનો નાશ ૧000 વરસો સુધી દુ:ખો સહીને નારકી જેટલાં કર્મો ખપાવે તેટલાં કર્મ એક આયંબિલથી નાશ પામે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
શાશ્વત પર્વ એટલે શું?
ચૈત્ર સુદ ૭થી ચૈત્ર સુદ ૧૫ સુધી. આ નવ દિવસોને ચૈત્રી ઓળી પર્વ કહેવાય છે. આસો સુદ ૭થી આસો સુદ ૧૫ સુધી. આ નવ દિવસોને અશ્વિની ઓળી પર્વ કહેવાય છે.
આ બંને ઓળી શાશ્વતી છે.
સદા રહેનારું. કોઈ દિવસ નાશ ન પામનારું જેને આદિ પણ નથી અને અંત પણ નથી. આ પર્વોની ભૂતકાળમાં પણ આરાધના થૈતી હતી. વર્તમાનમાં પણ આરાધના થાય છે. અને ભવિષ્યમાં પણ આરાધના થશે. આ પર્વોની આરાધના અઢી દ્વીપમાં આવેલા ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્રોમાં થાય છે.
કર્મભૂમિ એટલે જ્યાં મોક્ષ માર્ગના જ્ઞાની અને ઉપદેશ દેવાવાળા તીર્થકર ભગવાન જન્મ લે છે. જ્યાં અસિ, મસિ, અને કૃષિ નો વ્યાપાર થાય છે તેને કર્મભૂમિ કહેવાય છે. અસિ એટલે તરવાર વિગેરે હથિયાર, મસિ એટલે લખવાનો, અને કૃષિ એટલે ખેતીવાડી. કર્મનો નાશે માટેની ભૂમિ એટલે કર્મભૂમિ, અર્થાત જે ભૂમિમાં સકલ કર્મોનો ક્ષય કરી સિધ્ધ થાય તે કર્મભૂમિ.
એક ભરતક્ષેત્ર, એક ઐરાવતક્ષેત્ર, અને એક મહાવિદેહક્ષેત્ર (M1) જમ્બુદ્વીપમાં આવેલા છે. બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર (M2,43) ઘાતકીખંડમાં આવેલા છે. બે ભરતક્ષેત્ર, બે ઐરાવતક્ષેત્ર અને બે મહાવિદેહક્ષેત્ર (M4M5) અર્ધ પુષ્કરવર દ્વીપમાં આવેલા છે.
આમ પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહક્ષેત્ર એમ કુલ ૧૫ કર્મભૂમિનાં ક્ષેત્ર અઢી દ્વીપમાં આવેલા છે.
ચિત્રમાં કર્મભૂમિનાં પંદર ક્ષેત્ર બતાવેલ છે.
૧૫ કર્મભૂમિનાં ક્ષેત્ર અઢી દ્વીપમાં
અર્ધપુષ્કરવર
ઐરાવત
ઐરાવત
કાળાધિ
ઘાતકી
ઐરાવત
એરવત
લવણ
ઐરાવત
M5
M4
MI ભરત
ભરત
ભરત
ભરત
ભરત
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ્રભાવક બા.બ્ર. પરમ પૂજ્ય શ્રી વનિતાબાઇ મહાસતીજીએ તપ ધર્મમાં આયંબિલ તપનો મહિમા વિષે સત્ય બનેલ ઘટનાનું દષ્ટાંત આપાને આપેલ ઉપદેશ.
આયંબિલ તપ ભાવઆરોગ્ય પણ આપે અને દ્રવ્યઆરોગ્ય પણ આપે. દેહમાંથી અદેહી બનવા, શરીરમાંથી અશરીરી બનવા તપ એ આવશ્યક અંગ છે.
રતલામ ગામની એક સાચી ઘટના છે. એક કાંસકીવાળી બહેન રોજ કાંસકી વેચવા નીકળે. આ કાંસકીવાળી બહેન રોજ એક શેઠાણીના ઘરના ઓટલે બેસે અને શેઠાણી તેને પાણી પિવડાવે. થાકેલી તે જરાવાળ ઓટલે બેસ પછી પાણી પીને ચાલી જાય.
એમાં ત્રણ-ચાર દિવસ સુધી તે બહેન દેખાણી નહિ તેથી શેઠાણીબા વિચારે છે, " હમણાં પેલી કાંસકીવાળી બહેન કેમ દેખાતી નથી ? જરૂર કાંઇ તકલીફ આવી ગઈ લાગે છે.” ચાર-પાંચ દિવસ પછી તે કાંસકીવાળી બહેન આવી એટલ શેઠાણીએ પૂછયું. " કેમ હમણાં દેખાતી નથી ? ”
જવાબ આપવાને બદલે તેની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. કંઇ બોલી શકતી નથી. શેઠાણી કહે, * બહેન, તું તારા મનમાં જે દુ:ખ હોય તે મને જણાવ. મારી શકિત પ્રમાણે હું તને જરૂર મદદ કરીશ.”
હંમેશા અકળાયેલાને આશ્વાસન આપવું તે અરિહંત પરમાત્માનો માર્ગ છે. અશાતાવાળાને શાતા ઉપજાવવી તે સિધ્ધ થવાનો સીધો રસ્તો છે.”
કાંસકીવાળી બહેન કહે, " મારો સૌભાગ્યનો ચાંદલો ભૂંસાવાની તૈયારીમાં છે. મારા પતિને રકતપિત્તનો જબરદસ્ત રોગ થયો છે. હોસ્પિટલમાંથી બે દિવસ પહેલાં જ રજા આપી છે પણ હજુ કાંઇ ખાધું નથી. આજે મને એમ થયું કે કાંસકીઓ વિચી ચા લઇ આવું અને એને પીવડાવું.” આટલું કહેતાં કાંસકીવાળી બહેન રડવા લાગી. * એ ચાલ્યો જશે તો મારું પછી આ દુર્નિયામાં કોણ ?”
શેઠાણી કહે, " જો બહેન, આનો એક રસ્તો છે. તારા ધણીને જે રોગ થયો છે. આવી જ રોગ શ્રીપાળ મહારાજાને પણ થયો હતો અને મટી ગયો હતો.” કાંસકીવાળી બહેન કહે, "એ રોગ કેવી રીતે મટી ગયો હતો ?”
ત્યારે શેઠાણી કહે, " અમારા ધર્મમાં આયંબિલ કરવાથી અને નવપદની આરાધના કરવાથી આ રોગ દૂર થાય છે. ચૈત્ર માસ નજીક આવે છે, તું તારા પતિને આ નવપદની આરાધના કરાવ અને સાથે નવપદના જાપ કરાવજે. ” કાંસકીવાળી બહેન કહે, " મારી પાસે કાંઇ અનાજ નથી, હું શું ખાવા આપું?”
શેઠાણી કહે, " તેની ચિંતા તું ન કર, આયંબિલમાં જે બાફેલું ખવાય તે હું તને રોજ આપીશ અને નવકાર મંત્ર તને શીખવાડીશ તે તું તારા પતિને શીખવાડ જે.” શેઠાણી દરરોજ આયંબિલના ભોજનની થાળી મોકલે અને પેલો ભાઈ આયંબિલ કરી જાપ કરે. ત્રણ આયંબિલ થયા, ત્યાં તો ભાઈના શરીરમાં ફરક દેખાવા લાગ્યો. ચામડીમાં રસી સુકાવા લાગી. ભૂખ લાગવા માંડી.
નવમી આયંબિલ કરી ત્યાં તો બિલકુલ નીરોગી શરીર, સ્વસ્થ શરીર થઇ ગયું. બન્ને પતિ-પત્નિ શેઠાણીના ઘરે આવીને તેમના પગમાં પડીને કહે છે, " તમારો ઉપકાર અમે કદી ભૂલશું નહિ.” શેઠાણી કહે છે, “ આમાં મારો ઉપકાર નહિ પણ આ તો બધું નવકારમંત્રનો અને આયંબિલ તપનો પ્રભાવ છે.”
જેનાથી શરીરની સાતેય ધાતુ તપે, શોષાય અને દેહકષ્ટ અનુભવે તે બાહ્ય તપ છે. અને જેનાથી કષાયો-વિષયોનો નિગ્રહ થાય, આંતરિક ધર્મનું, ભાવધર્મનું પોષણ, રક્ષણ થાય તે આભ્ય તર તપ છે. બાહ્ય તપની અસર શરીર ઉપર થાય છે, જ્યારે આભ્યતર તપની અસર સીધી આત્મા ઉપર થાય છે. બાહ્ય તપ આભ્યતર તપની પુષ્ટિ માટે છે.
શ્રી નવપદ શ્રી અરિહંત પદ - સ્વત વર્ણ શ્રી સિધ્ધ પદ - રકત વર્ણ શ્રીઆચાર્ય પદ - પીત વર્ણ શ્રી ઉપાધ્યાય પદ - નીલ વર્ણ શ્રી સર્વ સાધુ પદ - વૃત વર્ણ શ્રી દર્શન પદ - વૂત વર્ણ શ્રી જ્ઞાન પદ - સ્વત વર્ણ શ્રી ચારિત્ર પદ - શ્વત વર્ણ શ્રી તપ પદ - ડૂત વર્ણ
Page #10
--------------------------------------------------------------------------
________________
રસત્યાગ
વિગઇનો ત્યાગ કરો વિકાર કરનારા રસોનો જે ત્યાગ કરવો તે રસત્યાગ નામનું તપ કહેવાય છે, તેમાં પણ ગુરુની આજ્ઞા લઈને વિધિપૂર્વક વિકૃતિ (વિગઈ) ગ્રહણ કરવી.
દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ તથા પકવાન્ન વગેરે છ ભક્ષ્ય અને મધ, માંસ, મદિરા તથા માખણ એ ચાર અભક્ષ્ય મળી દશ વિકૃતિ (રસ) કહેલા છે. તે સર્વ રસોનો અથવા તેમાંથી કેટલાકનો જીવન પર્યત અથવા અમુક વર્ષ સુધી, અથવા પર્વ તિથિ, છ માસ, ચાર માસ વગેરે અવધિ રાખીને ત્યાગ કરવો; કેમકે તે સર્વે વિકારનાં કારણ છે.
વિગઈનો ત્યાગ બે રીતે કરવામાં આવે છે. એક તો મૂળથી એટલે કે દૂધનો જો ત્યાગ કરો તો પછી દૂધની બનેલી કે જેમાં દૂધ આવતું હોય એવી કોઇ જ વસ્તુ ના લેવાય. અને માત્ર દૂધ વિગઇનો ત્યાગ કરો તો દૂધ ના લેવાયપણ એનાથી બનેલી વસ્તુ લઈ શકાય. આવું જ અન્ય વિગઈઓ માટે સમજી લેવું.
વૃત્તિઓ અને વિકારોને ઉત્તેજે, વિકૃત બનાવે, આવેશ અને આવેગને ભડકાવે તેવાં ખાનપાનનો ત્યાગ કરવો. ચિત્તને બેહોશ અને બધિર (બહેરું) બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. આળસ અને ઊંઘ લાવે, બેચન અને બેદિલ બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. તળેલાં, મસાલેદાર, ગળ્યાં તેમજ સ્ટાર્ચવાળા ભોજનપદાર્થો ખાવાથી ચિત્તની શાંતિ, સમતા અને પ્રસન્નતા ડહોળાય છે. આથી તેવાં આહાર-પાણીનો ત્યાગ કરવો.
વિગઈવાળા ખોરાકથી કાઈમ વધે છે. અમેરિકામાં કાઇમ કરતાં માણસોના ભોજનનું જ્યારે વર્ગીકરણ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં. એ બધા જ હાઈપર ગ્લાઇસિમીયા (લોહીમાં શર્કરા)ના રોગોથી ગ્રસિત હતા. જેના કારણે એમના સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સો, રોષ, શંકાળુ માનસ, ચોરી-લૂંટફાટ, મારપીટ, દંગા-ફંદાસ અને કાનૂનને પડકારવાની મનોવૃત્તિ વધારે પ્રમાણમાં હતી. આ લોકોનાં ખાવા પીવામાંથી જ્યારે ગળ્યા પદાર્થો, તળેલી ચીજો.. સ્ટાર્ચવાળા પદાર્થો ઘટાડવામાં આવ્યા ત્યારે આશાતીત પરિવર્તનના એંધાણ દેખાયા.
શ્રી ઋષભસ્વામીની પુત્રી સુંદરીએ સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરીને સર્વ વિકૃતિનો ત્યાગ કર્યો હતો.
વધુ આહાર કરવાથી રોગીપણું પ્રાપ્ત થાય છે. અત્યંત આહાર કરવાથી નવાં નવા મનોરથોની વૃધ્ધિ થાય છે, પ્રબળ નિદ્રાનો ઉદય થાય છે, નિરંતર અપવિત્રપણું પ્રાપ્ત થાય છે, શરીરના અવયવો પુષ્ટ થાય છે અને તેથી કરીને સર્વ ક્રિયાઓમાં પ્રમાદ થાય છે, તેમજ ઘણું કરીને નિરંતર રોગીપણું પ્રાપ્ત થાય છે, માટે હમેશાં રસનેન્દ્રિયને અતૃપ્તિવાળી જ રાખવી.
એક રસનેન્દ્રિયને અનુપ્ત રાખીએ, તો બીજી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોથી નિવૃત્ત થઈને તૃપ્તિ પામે છે, અને રસનેન્દ્રિયને તૃપ્ત રાખીએ તો બીજી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ઉત્સુક રહેવાથી અતૃપ્ત જ રહે છે. જુઓ રસનેન્દ્રિયમાં લોલુપ થયેલા મંગુસૂરિ અનેક દુર્ગતિનાં દુખો પામ્યા, તથા કુંડરિક મુનિ પણ જીભની જ લોલુપતાથી હજાર વર્ષ સુધી પાલન કરેલું સંયમ હારી ગયા. માટે સાધુઓએ તથા શ્રાવકોએ અવશ્ય રસત્યાગ કરવું.
રસત્યાગ અને ઉપવાસ રસત્યાગનો નિર્વાહ જીવનપર્યત થઇ શકે છે, અને ઉપવાસ વગેરે તો અમુક કાળપર્યત જ થઈ શકે છે; ઉપવાસાદિક તો ઘણા લોકો કરે છે, અને રસત્યાગ તો તત્વ જાણનાર જ કરે છે; તેથી ઉપવાસાદિક કરતાં પણ રસત્યાગનું અધિક ફળ છે, તથી કરીને જ અનેક મુનિજનો વિકૃતિનો ત્યાગ કરે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
વર્ધમાન આયંબિલ તપની વિધિ વર્ધમાન એટલે કમશ: વૃધ્ધિ પામતો તપ. એક આયંબિલને ઉપવાસ, બે આયંબિલને ઉપવાસ, ત્રણ આયંબિલને ઉપવાસ, ચાર આયંબિલૅને ઉપવાસ, પાંચ આયંબિલને ઉપવાસ, આમ ૨૦ દિવસ સળંગ કરવાનું તે થાળું બાંધ્યું કહેવાય. ૨૦ દિવસમાં ૧૫ આયંબિલ અને ૫ ઉપવાસ થાય.
આમ અકેક આયંબિલની વૃધ્ધિ કરતાં ૧૦૦ આયંબિલ સુધી ચઢવું તે "વર્ધમાન આયંબિલ તપ” કહેવાય. તેમાં કુલ પ૦૫) આયંબિલ અને ૧00 ઉપવાસ થાય. એક પણ પારણા વિના સળંગ આ તપ કરીએ તો સવા ચૌદ વરસ અને ર0 દિવસ થાય.
આ તપમાં પ્રતિદિન ૧ર લોગસ્સનો કાઉસ્સગ, ૧ર વંદના, ૧૨ નામોત્થણ અને ૨૦"નમો અરિહંતાણ” પદની માળા ગણવાની હોય છે.
આવી રીતે વિધિપૂર્વક વર્ધમાન આયંબિલ તપ કરનારો આહારસં જ્ઞાના કંટ્રોલવાળો, ઇન્દ્રિયસંયમી, કષાયવિજેતા બની કર્મરિપુને પરાજિત કરી આત્માની કર્મરહિત શુધ્ધાવસ્થાને શીધ્રાતિશીધ્ર પ્રાપ્ત કરે છે.
વર્ધમાન આયંબિલ તપને સર્વશ્રેષ્ઠ અને મુખ્ય ગણવાનું કારણ એ છે કે દુર્ગતિના માર્ગે નિરંકુશપણે દોડતા ચપળ ઇન્દ્રિયોરૂપી ઘોડાને વશ કરવા માટે આ તપ લગામ સમાન છે. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટેનું વરદાન આ તપને મળી ચૂક્યું છે.
જીભ સિવાયની ચાર ઇન્દ્રિયો (કાન,આંખ, નાક અને સ્પર્શ) ઉપર તો વૃધ્ધાવસ્થાની અસર પહોંચે છે અને કંઇક અંશે વિજય મેળવાય છે. જ્યારે આ રસનાને તો ઘડપણમાં પણ યુવાની આવતી દેખાય છે. રસનાનું રમખાણ તો કાંઇક જુદું જ છે. સમગ્ર જીવરાશિ ઉપર તેનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. ભલભલા તપસ્વી, જ્ઞાનીઓ, ધ્યાન, વૈયાવચ્ચી, સંયમીઓને સાધનાના શિખરેથી પતનની ગૅર્તામાં (ખાડામાં) ફેંકી દીધા છે.
રસેન્દ્રિયનાં પાશમાંથી છુટકારો મેળવવો કઠિન છે. તેના પિંજરામાંથી મુકત બની આતમપંખીને મુકિતગગનમાં ઉડયન કરાવનારો સહેલો ઉપાય વર્ધમાન આયંબિલ તપ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
પર્વો
સર્વજ્ઞ તીર્થકર ભગવાનોએ આગમશાસ્ત્રોમાં નીચે જણાવેલા છ અઠ્ઠાઇના પર્વો કહ્યા છે.
પર્યુષણા શ્રાવણ વદ અગિયારસ, બારસ થી આઠ દિવસો
ત્રણ ચૌમાસી કાર્તિક માસ, ફાગણ માસ અને અષાઢ માસની સુદ સાતમથી પૂનમ સુધીના નવ દિવસોને ચોમાસી અઠ્ઠાઈ કહેવાય છે. બે શાશ્વતી અઠ્ઠાઇ ચૈત્ર માસ અને આસો માસની સુદ સાતમથી પૂનમ સુધીના નવ દિવસોને શાશ્વતી ઓળી કહેવાય છે. જો સર્વ દિવસોમાં ધર્મક્રિયા કરી શકાય તો તેથી વિશેષ લાભ થાય છે; પણ કદી જો સર્વ દિવસોમાં ધર્મક્રિયા કરી ન શકાય તો પર્વને દિવસે તો અવશ્ય કરવી.
પર્વ-તિથિઓ અને આયુષ્ય કર્મના બંધ
આયુષ્ય કર્મ આખા જીવનમાં એક જ વખત બંધાય છે. અને તે પણ સતત અંતર્મુહૂર્ત માત્ર જ બંધાય છે. બાકીના સાત કમ તો સતત બંધાય છે.
દેવ નારકી. યગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચના જીવો પોતાના ભવનું ૬ માસ આયુષ્ય બાકી રહે ત્યારે જ પરભવનું આયુષ્ય બાંધે છે. અને બાકીના બધા જીવો જીદગીના ત્રીજા ભાગમાં પરભવનું આયુષ્ય બાંધે. અને જો એ વખતે આયુષ્ય ન બાંધે તો જેટલા વર્ષ બાકી રહ્યા તેના ત્રીજા ભાગે બાંધે. એમ બાકી રહ્યાનો ત્રીજો ભાગ કરતાં જવાનું, જો એ કાંઇ સમય દરમ્યાન આયુષ્ય કર્મ ન બંધાય તો છેલ્લે મરણ સમયે અંતર્મુહૂર્ત પણ બાંધે. પરંતુ બાંધ્યા સિવોય રહે નહિ .
આયુષ્ય બંધાતી વેળાએ જીવના ભાવ અનુસાર આયુષ્ય બંધાય છે. માટે હંમેશાં શુભ ભાવમાં રહેવું.
પરભવનું આયુષ્ય બંધાઈ જાય પછી તેમાં કોઇ ફેરફાર થઇ શકતો નથી.
ક્યા દિવસે પરભવના આયુષ્યનો બંધ પડે?
પર્વ-તિથિઓના દિવસે મનુષ્ય પ્રાય: પરભવનું આયુષ્ય તથા શુભ કર્મ બાંધે છે. શ્રી ગૌતમ ગણધર: પ્રભુ! બીજ વગેરે પર્વ-તિથિના દિવસોમાં કરેલ ધર્મ આરાધનાનું શું ફળ હોય છે. ?
શ્રી મહાવીર પ્રભુ: ગૌતમ! ઘણું ફળ હોય છે. જીવ આ પર્વ-તિથિના દિવસોમાં પ્રાય: પરભવનું આયુષ્ય બાંધે છે માટે શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીન શુભ પરિણામ વડે તપ વગેરે આરાધના કરવી જોઇએ. '
પર્વના દિવસોમાં ઓછામાં ઓછું પાપ અને વધુમાં વધુ ધર્મ આરાધના કરવી જોઇએ. લીલી વનસ્પતિ (શાકભાજી વગેરે) સચિત હોવાના કારણે પર્વ-તિથિના દિવસે, પોતાના માટે થઈને પણ વનસ્પતિના જીવોની તથા વનસ્પતિના આશ્રર્ય રહેલ અન્ય હાલતાં ચાલતાં જીવોની વિરાધના (હિંસા) ન થાય તે માટે પર્વના દિવસોમાં લીલી વનસ્પતિનો ત્યાગ અને રાત્રિભોજનનો ત્યાગ ત અવશ્ય કરવો.
કોઈક શ્રાવક-શ્રવિકા મહિનામાં પાંચ પર્વ-તિથિની, તો કોઇક છ પર્વ-તિથિની, તો કોઇક દશ પર્વ-તિથિની અથવા બાર પર્વ-તિથિની પણ આરાધના કરે છે. ટૂંકમાં, પર્વના દિવસોમાં ઓછામાં ઓછું પાપ અને વધુમાં વધુ ધર્મ આરાધના કરવી જોઇએ.
Page #13
--------------------------------------------------------------------------
________________
પર્વ-તિથિઓ અને આરાધના પોતાના આત્મકલ્યાણ માટે કોઇક શ્રાવક-શ્રવિકા મહિનામાં પાંચ પર્વ-તિથિની, તો કોઈક છ પર્વ-તિથિની, તો કોઇક દશ પર્વ-તિથિની અથવા બાર પર્વ-તિથિની પણ આરાધના કરે છે.
મહિનાની પાંચ પર્વ-તિથિ સુદ પાંચમ સુદ આઠમ વદ આઠમ સુદ ચૌદસ વદ ચૌદસ
મહિનાની છ પર્વ-તિથિ સુદ આઠમ વદ આઠમ સુંદ ચૌદસ
વિદ ચૌદસ પૂનમ
અમાવાસ્યા
મહિનાની દશ પર્વ-તિથિ સુદ બીજ વદ બીજ સુદ પાંચમ વદ પાંચમ સુદ આઠમ વદ આઠમ સુદ અગિયારસ વદ અગિયારસ સુદ ચૌદસ વદ ચૌદસ
મહિનાની બાર પર્વ-તિથિ સુદ બીજ વદ બીજ સુદ પાંચમ વદ પાંચમ સુદ આઠમ વિદ આઠમ સુદ અગિયારસ વદ અગિયારસ સુંદ ચૌદસ
વદ ચોદસ પૂનમ
અમાવાસ્યા
Page #14
--------------------------------------------------------------------------
________________
ધન ધન શાસન મંડન મુનિવરા
અનુમોદના ! અનુમોદના !! શ્રી વીરપ્રભુના શાસનમાં આનંદ ઉમંગ છવાયો !
અનુમોદના !!!
શ્રી વીરપ્રભુના શાસનના ૨,૫૩૯ વર્ષમાં નહિ બનેલો સદીઓને અજવાળતો તપધર્મ !
ધન્ય છે પ. પૂ. સાધ્વીજી શ્રી હંસકીતિશ્રીજીની સાધનાને ! સંયમ જીવનના પ૬ વર્ષમાં લગભગ ૪૩ વર્ષની સળગ તપસ્યા કરી. શ્રી વર્ધમાન તપની એક સો નહિ, બસો નહિ, પણ ત્રણ સો ઓળીના સાધિકા તપસ્વી રત્ના પરમ પૂજ્ય શ્રી હં સકીતિશ્રીજી મહાસતી. કુલ ૧૫,૧૫) આયંબિલ અને ૩૦૦ ઉપવાસ.
તેમનું પારણું માગસર વદ ૫, ૨૦૭૦ના શંખેશ્વર તીર્થ મુકામે થયું.
શાસન જાજવલ્યમાન બની વિશ્વમાં જય જયકાર થયો ! સહુને હૈયે ઉછળે હર્ષ-ઉમંગ!
ચરમ શાસનપતિ શ્રી ભગવાન મહાવીર સ્વામીએ વઢવાણ શહેરની પ્રજાને શુલપાણી યક્ષના ઉપદ્રવમાંથી ઉગારેલા હતા ત્યારે પ્રજામાં ધર્મનાં બીજ રોપ્યા હતા. તે બીજનો ઉદય કરીને તપસ્વીરત્ના ૫. પૂ. સાધ્વીજી શ્રી હંસકીતિશ્રીજી મ. સા. એ અન્ય આત્માઓની ધર્મશ્રધ્ધા વધુ મજબુત કરેલ છે. વઢવાણ શહેરનું સાચું નામ વર્ધમાન છે. શુલપાણી યક્ષે ઉપદ્રવ કરીને અનેક પ્રજાજનોની હિંસા કરવાથી નગરીમાં જયાં ત્યાં અસ્થિના ઢગલા થઇ ગયા હતા. એટલે ગામનું નામ વર્ધમાનમાંથી અસ્થિક નામે પ્રખ્યાત થયું હતું. શ્રી વીરપ્રભુએ શુલપાણી યક્ષને બોધ આપીને શહેરની પ્રજાનેં ઉપદ્રવમાંથી ઉગારેલા અને આ નગરીનું નામ ફરી વર્ધમાન બન્યું.
વઢવાણ (વર્ધમાન) શહેરમાં જન્મેલા પ. પૂ. સાધ્વીજી શ્રી હસકીતિશ્રીજીએ સતત ભગીરથ પુરુષાર્થ કરીને આ ધરતીને ત્રિભુવનપતિ ભગવાન શ્રી મહાવીરના ઉપદેશથી ગુંજતી કરી દીધી છે.
વઢવાણ શહેરનું આનાથી વધુ શું ગૌરવ હોઇ શકે ?
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રભુ વીરના શાસનનું અદભુત કીર્તિમાન... વર્તમાન વિશ્વની અજાયબી સમી તપસ્યા... શ્રી વર્ધમાન તપની ૧૦૦ + ૧૦૦ + ૧૦૦ (૩૦૦) ઓળીના સાધિકા તપસ્વીરત્ના પ. પૂ. સાધ્વીજી શ્રી હંસકીર્તિશ્રીજી મ. સા.
ધન ધન શાસન મંડન મુનિવરા”
અનુમોદના ! અનુમોદના !! અનુમોદના !!! મહાવીર પ્રભુના શાસન ના ૨૫૩૯ વર્ષના ઈતિહાસમાં નહી બનેલો અને સદીઓને અજવાળતો તપધર્મ એટલે જ વર્ધમાન તપ.
સયંમ જીવનના પ૬ વર્ષની અંદર ત્રીજી વાર ની ૧૦૦ મી ઓળી ના માઈલસ્ટોન ને સર કરી આ રહયાં છે. એટલે કુલ ૧૫૧૫૦ આયંબિલ અને ૩૦૦ ઉપવાસ, લગભગ ૪૩ વર્ષ ની સલંગ તપસ્યા કરી છે.
ત્રીજી વાર ની ૧૦૦ (૩૦૦) મી ઓળી ભાદરવા સુદ ૬ સ. ૨૦૬૯ ના વઢવાણ શહેર, સુરેંદ્રનગર મુકામે શરૂ કરેલ છે અને પારણું માગસર વદ પ સં. ૨૦૭૦ ના શંખેશ્વર તીર્થ મુકામે આ થશે.
1 Like + Share = “ અનુમોદના + સુખશાતામાં છોજી”
જૈન ધર્મની પ્રભાવના તથા તપસ્વીરત્ના ની અનુમોદના કરવા વર્તમાન વિશ્વના જૈન બાંધવોને આ અદભૂત કીર્તિમાનને લાખોની સંખ્યામા Like + Share કરવા વિનંતી
Page #16
--------------------------------------------------------------------------
________________ આધાર ગ્રંથો અને પ્રવચનો 1. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર કલિકાલસર્વજ્ઞ પ. પૂ. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત સંસ્કૃત પધાત્મકનું ગુજરાતી ભાષાંતર 2. શ્રી ઉપદેશપ્રાસાદ ભષાંતર પરમ પૂ. આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરિ મ.સા. 3. શ્રી જૈન તત્વપ્રકાશ પરમ પૂજ્ય શ્રી અમોલખઋષિજી મહારાજ સાહેબ 4. શ્રાવક આવશ્યક સૂત્ર પ. પૂ. શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબ 5. સચિત્ર જૈન તત્વદર્શન પ્રવચન પ્રભાવિકા બા. બ. પરમ પૂ. શ્રી વનિતાબાઇ મહાસતીજી 6. પૂર્વધર પરમ પૂજય શ્રી ઉમાસ્વાતિ વાચક પ્રણીત શ્રી તત્વાર્થાધિગમસૂત્ર વિવેચક - પરમ પૂજય આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ 7. તત્વાર્થસૂત્ર વિવેચક - પ. પૂ. પં. સુખલાલ સંઘવી (હિન્દી) 8. કેશી–ગૌતમ બોધ પ્રબોધ પ્રવચન પ્રભાવિકા બા. બ્ર. પરમ પૂ. શ્રી વનિતાબાઇ મહાસતીજી 9. કંકણનો બોધ આત્માની શોધ પ્રવચન પ્રભાવિકા બા. બ. પરમ પૂ. શ્રી વનિતાબાઈ મહાસતીજી 10. પરમ કલ્યાણના બોલ આપે મુકિતના કોલ પરમ પૂજ્ય સાધનાપ્રેમી શ્રી પદ્માજી મહાસતીજી 11. શ્રી વીશ સ્થાનક કથાઓ - પરમ પૂજ્ય આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિજી 12. જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યો પ. પૂ. મુનિરાજ શ્રી નંદીઘોષ વિજયજી મહારાજ સાહેબ 93. The Jaina Path of Purification Shree Padmanabh S. Jaini 14. પંચ પરમેષ્ટિ પ. પૂ. શ્રી તેજેન્દ્રમુનિ મહારાજ સાહેબ 15. શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિરચિત લોકપ્રકાશ ક્ષેત્રલોક ઉત્તરાર્ધ સચિત્ર સર્ગ 21 થી 27 અનુવાદક - પ. પૂ. પં. શ્રી વજુસેન વિજય ગણિવર 16. પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત ષડસીતિનામા ચતુર્થ કર્મગ્રંથ વિવેચક - પ. પૂ. પંડીત શ્રી ધીરજલાલ ડાહાલાલ મહેતા 17. શ્રુતસરિતા મૅવચન પ્રભાવક પરમ પૂજ્ય શ્રી ડો. શજનીભાઇ શાહ 16