________________
વર્ધમાન આયંબિલ તપની વિધિ વર્ધમાન એટલે કમશ: વૃધ્ધિ પામતો તપ. એક આયંબિલને ઉપવાસ, બે આયંબિલને ઉપવાસ, ત્રણ આયંબિલને ઉપવાસ, ચાર આયંબિલૅને ઉપવાસ, પાંચ આયંબિલને ઉપવાસ, આમ ૨૦ દિવસ સળંગ કરવાનું તે થાળું બાંધ્યું કહેવાય. ૨૦ દિવસમાં ૧૫ આયંબિલ અને ૫ ઉપવાસ થાય.
આમ અકેક આયંબિલની વૃધ્ધિ કરતાં ૧૦૦ આયંબિલ સુધી ચઢવું તે "વર્ધમાન આયંબિલ તપ” કહેવાય. તેમાં કુલ પ૦૫) આયંબિલ અને ૧00 ઉપવાસ થાય. એક પણ પારણા વિના સળંગ આ તપ કરીએ તો સવા ચૌદ વરસ અને ર0 દિવસ થાય.
આ તપમાં પ્રતિદિન ૧ર લોગસ્સનો કાઉસ્સગ, ૧ર વંદના, ૧૨ નામોત્થણ અને ૨૦"નમો અરિહંતાણ” પદની માળા ગણવાની હોય છે.
આવી રીતે વિધિપૂર્વક વર્ધમાન આયંબિલ તપ કરનારો આહારસં જ્ઞાના કંટ્રોલવાળો, ઇન્દ્રિયસંયમી, કષાયવિજેતા બની કર્મરિપુને પરાજિત કરી આત્માની કર્મરહિત શુધ્ધાવસ્થાને શીધ્રાતિશીધ્ર પ્રાપ્ત કરે છે.
વર્ધમાન આયંબિલ તપને સર્વશ્રેષ્ઠ અને મુખ્ય ગણવાનું કારણ એ છે કે દુર્ગતિના માર્ગે નિરંકુશપણે દોડતા ચપળ ઇન્દ્રિયોરૂપી ઘોડાને વશ કરવા માટે આ તપ લગામ સમાન છે. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટેનું વરદાન આ તપને મળી ચૂક્યું છે.
જીભ સિવાયની ચાર ઇન્દ્રિયો (કાન,આંખ, નાક અને સ્પર્શ) ઉપર તો વૃધ્ધાવસ્થાની અસર પહોંચે છે અને કંઇક અંશે વિજય મેળવાય છે. જ્યારે આ રસનાને તો ઘડપણમાં પણ યુવાની આવતી દેખાય છે. રસનાનું રમખાણ તો કાંઇક જુદું જ છે. સમગ્ર જીવરાશિ ઉપર તેનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. ભલભલા તપસ્વી, જ્ઞાનીઓ, ધ્યાન, વૈયાવચ્ચી, સંયમીઓને સાધનાના શિખરેથી પતનની ગૅર્તામાં (ખાડામાં) ફેંકી દીધા છે.
રસેન્દ્રિયનાં પાશમાંથી છુટકારો મેળવવો કઠિન છે. તેના પિંજરામાંથી મુકત બની આતમપંખીને મુકિતગગનમાં ઉડયન કરાવનારો સહેલો ઉપાય વર્ધમાન આયંબિલ તપ છે.