Book Title: Anandghanji Maharaj
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249090/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ge શાસનના શીલભદ્ર જાહers સારસ્વત પુરુષો છે અલગારી, નિઃસ્પૃહી, યોગી અને અનેક સિદ્ધિના સર્જક, કવિવર શ્રી આનંદઘનજી મહારાજ મુનિપ્રવર શ્રી આનંદઘનજી મહાન યોગી અને કવિવર હતા. તેમને ગસાધના દ્વારા અનેક સિદ્ધિ સહજપણે પ્રાપ્ત થઈ હતી. તેમની આત્મસાધના અને ત્યાગભાવના અપૂર્વ અને અલૌકિક હતી. તેઓ નિસ્પૃહી, અલગારી તેમ જ અધ્યાત્મના ઉચ્ચ સાધક-ગીરાજઅવધૂત હતા. શ્રી આનંદઘનજી મહારાજના જન્મ કે દિક્ષાનાં સ્થળ-સમયની કે ગુરુ–સંબંધી કઈ આધારભૂત માહિતી, તેમની કાવ્યકૃતિઓ કે અન્ય સાધનો દ્વારા, પ્રાપ્ત થતી નથી. તેમના જીવન વિષે કેટલીક ઘટના—કેટલાક પ્રસંગે અને અન્ય ડીઘણી માહિતી મળે છે તે લોકમુખે વહેતી આવેલી વાતોમાંથી, તેમની કાવ્યકૃતિઓના હાર્દમાંથી અને મહોપાધ્યાય શ્રી યશેવિજયજીની અષ્ટપદી' રચના વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. શ્રી આનંદઘનજીને સમય આશરે વિ. સં. ૧૯૬૦ થી ૧૩૦ સુધીને મનાય છે. તેમને જન્મ પ્રાયઃ બુંદેલખંડના કેઈ ગામમાં થયું હતું. તેમનું દીક્ષાવસ્થાનું નામ લાભાનંદ” હતું અને “આનંદઘન” એ તેમનું ઉપનામ હતું. શ્રી આનંદઘનજી મહારાજના સંપર્કમાં મહ૦ યશવિજયજી અને પંન્યાસ શ્રી સત્યવિજયજી આવ્યા હતા. તેમાં માત્ર યશોવિજયજી તે ત્યાં સુધી કહે છે કે – “પારસમણિ સમા આનંદધનજીના સમાગમથી લેહ જે હું યશવિજય સુવર્ણ બજે!” જ્યારે પં. સત્યવિજયજી તેમની સાથે કેટલાક સમય વનમાં રહ્યા હતા. પં. સત્યવિજયજી દ્વારા કિયોદ્ધાર, શ્રી આનંદઘનજી દ્વારા અધ્યાત્મયોગ અને મહેર યશોવિજયજી દ્વારા જ્ઞાન – એમ આત્મજ્ઞાનનાં ત્રણ અંગને ત્રિવેણીસંગમ એ સમયમાં સધાયે હતે. પંન્યાસજી દ્વારા ક્રિોદ્ધાર કરવામાં આવ્યું ત્યારે-તે સમયમાં જે શિથિલાચાર વગેરે 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૩ર૩ પ્રદૂષણ પ્રવતી રહ્યાં હતાં તેને ચિતાર શ્રી આનંદઘનજી અને મહે॰ યશવિજયનાં પદો, સ્તવન, સયા વગેરેમાં જોવા મળે છે. આમ, આ સમય પાનખરને અને વસંતના – એમ બંને રીતે પ્રતિત હતા એમ કહી શકાય. શ્રી આનદધનજીએ કયા ગચ્છમાં દીક્ષા લીધી તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. તેમ છતાં, તેમના સમાગમ વગેરે જોતાં તેએ ‘તપાગચ્છ 'ના હાય એમ વધુ બનવાજોગ છે. જો કે, તેમનું મેટા ભાગે એકાંતમાં કે જગલમાં અધ્યાત્મ-ચેગસાધનાથે રહેવાનું જે અલગારીપણુ હતું, તેથી ગચ્છ કે સપ્રદાયથી તે તેઓ પર જ હતા. એટલું જ નિહ, તેમનું જીવન અને કવન કોઈપણને પોતાના માનવા પ્રેરે એવું સર્વવ્યાપક પણ હતું. આવી પ્રતીતિ આપણને તેમની નિમ્ન કાવ્યકૃતિઓમાં તરત જોવા મળે : * રામ કહે રહેમાન કા, કાઉ કાન કહેા મહાદેવ ;િ પારસનાથ કહે કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રિ. ભાજન ભેદ કહાવન નાના, એક કૃત્તિકા રૂપ ;િ તૈસે ખંડ કલ્પનારેાપિત, આપ અબડ સ્વરૂપ ર. પસે. રૂપ પરસકે કહિયે, બ્રહ્મ ચીન્હેસે બ્રહ્મ ;િ । ઇહિ વિધિ સાધેા આપ, ‘ આનધન ’ચેતનમય નિષ્કર્ આજથી લગભગ ૨૭૫ વર્ષ પહેલા થઈ ગયેલા યાગીવય શ્રી આન ધનજીનાં સ્તવનામાં ભક્તિયેાગ છે, જ્ઞાનયેગ છે, સમર્પણુયાગ છે; તેમ જ શ્રી જિનાગમેાનાં સઘળાં રહસ્યો છે, આ સ્તવના એક એવા મહાપુરુષનું સર્જન છે કે જેમની સાતે ધાતુમાં, દશ પ્રાણામાં, પાંચ ઇન્દ્રિયામાં અને છટ્રૂડા મનમાં તેમ જ સાડા ત્રણ કરોડ રૂવાડાંમાં પરમાત્મક્તિ પ્રતિષ્ઠિત હતી. જેમનામાં અસ્થિમજાવત્ પરમાત્મભક્તિની પાવનકારી ગંગા અહર્નિશ વહેતી હતી. આનંદઘન ચાવીશી : વ`માન અવર્પિણી કાળના ૨૪ તીર્થંકરદેવાનાં આ ૨૪ સ્તવનામાં ક્રમશઃ અધ્યાત્મ રવિના વધતા જતે ઉદ્યોત વર્તાય છે. આનંદધન એ અંતરતમ આત્મા છે. અણુ અણુમાં વ્યાપ્ત અંતર્યામી છે. સ` નિકટવર્તી પદાર્થોથી વધુ નિકટ આત્માના સ્વભાવને સ્વ-ભાવ-ભૂત બનાવીને જીવવા માટે ચેાગીવર્ય શ્રી આનંદઘનજીનાં આ ચાવીસે સ્તવને એક અર્જુડ ઇલાજ છે. બધાં સ્તવનામાં આનંદઘન આત્માની વાણી છે, આનંદઘન આત્માના ઉર્જાસ છે, આનંદઘન આત્માની પ્રતિષ્ઠા છે. પ્રત્યેક સ્તવનમાં સાધકની આગવી છટા છે. આત્મિક ખુવારીની હુવા છે, યાગ અને અધ્યાત્મની સ્પનાનું સંગીત છે. કબળ અને ધબળનું નિવ પ્રતિપાદન અને ષડૂદનની સ્પષ્ટતા છે, અવંચક આદિ ત્રણ યોગાનું નિરૂપણ છે, સમ્યક્ત્વ ગુણનું પ્રતિપાદન છે. અઢાર મુખ્ય દાષાથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવના અચિંત્ય સામર્થ્યનુ વિરાટ સ્વરૂપે નિરૂપણ છે. આ સ્તવને એ ઉત્કૃષ્ટ ભક્તિવરની ઉત્કૃષ્ટ જિનભક્તિના ઉત્કૃષ્ટ અંતરોદ્ગાર છે. મહામહિમાશાળી આત્મદ્રવ્યના આવા આબેહૂબ નકશે અન્યત્ર ભાગ્યે જ નીરખવા મળે છે. જેમ જન મહાકવિ ગેટે મહાકવિ કાલિદાસના શાકુંતલ ને માથે મૂકીને 2010-04 : Page #3 -------------------------------------------------------------------------- ________________ ३२४ શાસનપ્રભાવક ના હતા, તેમ આ મનમેહક સ્તવને પણ માથે ચડાવીને નાચવાનું મન થાય એટલાં એ સુંદર, સરસ અને ચિંતનમય છે. ભવભ્રમણને ભાંગીને ભુક્કો કરવાની કલ્પનાશકિત જગાડવાની આ સ્તવનમાં અભુત શક્તિ છે. પહેલા સ્તવનમાં પ્રભુજીને પ્રિયતમ તરીકે સ્વીકાર્યા છે. દેવાધિદેવ શ્રી તીર્થકર પરમાત્મા જેના પ્રિયતમ હોય તેનું મન સતી જેમ સત્ તત્ત્વમાં પ્રતિષ્ઠિત હોય; પછી પૂછવું જ શું ! બીજા સ્તવનમાં એ પ્રીતમની પ્રતીક્ષાને ભાવ ભાવસભર શૈલીમાં ગૂંથાયે છે : પંથ નિહાળું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણધામ. ત્રીજા સ્તવનમાં શ્રી વિશ્વર વીતરાગ અરિહંત પરમાત્માના સેવકની પ્રાથમિક એગ્યતા દર્શાવી છે. ભય, દ્વેષ, ખેદ ઇત્યાદિ રહિત ભક્ત જ ભગવાનની ઝાંખી કરી શકે. ચેથા સ્તવનમાં દર્શનપિપાસુ સાધકની આગવી છટાઓનું નિદર્શન છે. સાધકમાં આવશ્યક આત્મિક ખુમારીની આબોહવા જોવા મળે છે. એમાં જિનદર્શનનું તત્ત્વજ્ઞાન જોવા મળે છે અને વેગ, અધ્યાત્મ અને અનુભૂતિની સ્પર્શનાનું સંગીત પ્રાપ્ત થાય છે. એ સંગીતમાં લીન બનીને સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ જવાય છે. સાધક આત્મસ્થ બને છે અને આત્મસ્થ સ્થિતિ એ જ પરમ આનંદની, પરમ સુખની, પરમ શાંતિની સ્થિતિ છે, એમ સિદ્ધ થાય છે. સેળભું સ્તવન વાંચતાં એ વાતની પ્રતીતિ થાય છે કે ગીરાજ આનંદઘનજી સાચે જ એ અવસ્થામાં જ જીવ્યા હશે! ભાગ્ય રૂપી ભાનુના પ્રકાશમાં આનંદઘન આત્મા પ્રસન્નતામાં પૂર્ણ સુખ પામે – એ આ સ્તવને અનુભવ કરાવે છે. આ સ્તવને પૂર્ણ ચંદ્રમાંથી ઝરતી સુધા સમાં છે. એની અર્થ વૃતિ સૂર્યકિરણ સમી પ્રકાશમાન છે, તે એની નાદલીલા, સંગીતલીલા, શ્રવણલીલા ચંદ્રકિરણ સમી મધુર છે. આ સ્તવનામાં આધ્યાત્મિક ગરિમાનું એજસ્ છે, તે ભક્તિભાવનું માર્દવ છે. સુધારસને સ્વાદ ફિક્કો લાગે એ આત્મરસ–પરમાત્મરસ આ સ્તવનમાંથી આસ્વાદાય છે! વીસમા સ્તવનમાં એટલે જ આત્માને ચાવવાની વાત છે, જેમાં પરમાત્મરસ નીપજે છે! આ સ્તવનેના અભ્યાસથી, સેવનથી આત્મશુદ્ધિ થાય છે, આત્મસનેહમાં વૃદ્ધિ થાય છે, ભક્તિભાવમાં સમૃદ્ધિ થાય છે અને જીવનમાં રિદ્ધિ પ્રાપ્ત થાય છે. માટે યોગી શ્રી આનંદઘનજીની આ ચેવશી અનન્ય કૃતિ છે ! ધ્યાનાર્હ છવન-પ્રસંગે નિર્ભયતાઃ શ્રી આનંદઘનજીના વ્યક્તિત્વને પરિચય કરાવતા કેટલાક પ્રસંગે નોંધાયા છે. તે પ્રસંગે તેમના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરવા માટે સક્ષમ છે. એક વાર મહાત્મા આનંદઘનજીને ખાનગીમાં હળવેકથી વિનંતી કરવામાં આવી કે આપ ડી વાર વ્યાખ્યાનનો પ્રારંભ ન કરે તે સારું...” વ્યાખ્યાન તે તેને સમયે શરૂ થશે જ. મહાત્માએ આકાશ સામે દષ્ટિપાત કરીને નિર્ણય જાહેર કર્યો. “પણ નગરશેઠ જેવી વ્યક્તિ સભામાં ન હેય ને” વ્યાખ્યાન સાંભળવા બેઠેલા આજકેએ પિતાની અકળામણ વ્યક્ત કરી. ધર્મનું આચરણ વ્યક્તિગત રીતે વિચારીને થાય? ” એમ કહીને આનંદઘનજીએ 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવ તા ૩૫ ધર્મ અને વૈરાગ્ય પર પોતાના પ્રચંડ વાણીપ્રવાહ વહેતા મૂકયો. અમદાવાદ શહેરના શ્રોતાજના સ્થળકાળ ભૂલીને તેમના પ્રવચનમાં તણાઈ રહ્યા. સળી પડે તે સંભળાય એવી શાંતિ છવાઈ ગઈ હતી. વ્યાખ્યાનમાં માડેથી પહેોંચનારા પોતે કંઈક ગુમાવ્યું છે’એવે અનુભવ કરતા હતા. મેાડા આવનાર નગરશેઠને પણ ત્રીજા શ્રેાતાઓ પાછળ બેસી જવા સિવાય છૂટકો ન હતા. શ્રોતાજનોમાં બેઠા પછી પણ નગરશેઠનુ ધ્યાન પ્રવચનમાં ચોંટ્યુ' નહિ, કારણ કે તેને વાર'વાર એક જ વિચાર ડંખતા હતા કે - મારી હાજરીની રાહ ન જોવાઈ એ તે ઠીક, પણ હું અમદાવાદને નગરશેઠ છું તેની નોંધ સુધ્ધાં ન લેવાઈ ! ' - " પ્રવચન પૂરું થયું. શ્રોતાએ આનદઘનજીને પ્રશ્નોત્તરી કરી અને વંદન કરી વીખરાવા લાગ્યા. પછી નગરશે મહાત્મા પાસે આવીને ખેલ્યા, ‘આપે પ્રવચનને આરંભ કરવામાં થોડી ઉતાવળ કરી. હું પ્રવચનમાં આવવાના જ હતા. ' ‘હું” શબ્દ પરનુ વજન નિરભિમાની મહાત્માને ન ગમ્યું. તે મૌન રહ્યા. વળી નગરશેઠે એ જ વાત દેહરાવી ‘હું આવવાને જ હતા. આપના વક્તવ્યના લાભથી મને વચિત નહોતા રાખવે, ‘ ભાઇ! મારે મન તે અધા સમાન છે. એકાદ વ્યક્તિ માટે હું શા માટે થેભુ ? અંધાના સમયની બરબાદી કરવાનું નિમિત્ત હું અને તમે શા માટે બનીએ ? ’ આ સાંભળી નગરશેઠ ઊભરો દબાવી ન શકયા. તે પેાતાના મનની વાત ખુલ્લી રીતે ખાલી ગયા : · અમારા જેવા ધસેવકો પર આપની કૃપાદિષ્ટ હાવી ઘટે. એટલા માટે તે આપને મારા તરફથી આહાર અને કપડાં વહેારાવુ છું. અને ઘટતી સેવાનો પ્રબંધ કરું છું.' નગરશેઠનુ અભિમાન જોઈ આનંદઘનજી મેલ્યા, શેઠજી, તમે વહેરાવેલા આહાર તે હવે આ દેહમાં વપરાઇ ચૂકયો છે, એટલે એ તમને લેાહીમાંસ રૂપે પાળે આપી શકાય, જે શકય નથી અને ઇચ્છનીય પણ નથી. પરંતુ તમારાં કપડાં મારા શરીર પરથી અત્યારે જ ઉતારીને પાછા આપી શકું છું.’ · એટલુ' કહીને નગરશેઠે વહેારાવેલાં વસ્ત્રોના ઘા કરી, પેાતાની મસ્તીમાં ચાલી નીકળ્યા ને જગલમાં જઈ રહ્યા. તે સમયે તેમના હાઠે એક સ્તવન રમી રહ્યું : - આશા મેરન કી કથા કીજે, ગ્યાન સુધારસ પીજે, ...આશા દાસી કે જે જાયે, તે જન જગ કે દાસા.’ યેાગસિદ્ધિ : આબુની એક ગુફા બહાર બેઠાં બેઠાં આન ંદધનજી પદ્મા ગાતા હતા, ત્યાં તેમને ખેાળતે ખેાળતા કોઈ પ્રવાસી આવી ચડયો, ને 4 f મહાત્માજી ! આપના બાળપણના મિત્રે આ કૂપા મેાકલાવ્યે છે.' હા....આ ! શાનેા કૂપે છે, ભાઈ ? ' મહાત્માએ પૂછ્યું. આગ તુક અતિ ઉત્સાહમાં આવી ગયા, ' બાપજી ! આ કૂપામાં એવી વસ્તુ ભરી છે કે જેની પાસે તે હશે તેની પાછળ દુનિયા દેટ મૂકશે ! તમારા મિત્રે આ સાધનાની સિદ્ધિ રૂપે એ પ્રાપ્ત કરીને તેને ભાગ આપને પહોંચાડવા મને માકલ્યા છે. લા, ખાતરી કરો,’ 2010_04 મસ્તીમાં વૈરાગ્યનાં એક્લ્યા : Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આટલું સાંભળવા છતાં આનંદઘનજીના ચહેરા પર વિસ્મયની નિશાનીરૂપ કેઈ ચમક ન ઊપસી. તેએ તટસ્થ લાગ્યા. ‘કેમ, આ ફ્પામાં અમૃત તે નથી મેાકલાવ્યું ને ?” તેમણે પૂછ્યું. આગ તુકે ઠાવી રીતે કહ્યું, સંસાર ઊભા છે લક્ષ્મીને જોરે. જગત મુજા કરે છે ધનવાન સામે. દુનિયાની દોટ છે સેના પાછળ. તમારા મિત્રે વરસાની સાધના પછી એવું રસાયણ શેાધી કાઢ્યું છે કે જેના એક ટીપાથી સુવર્ણનું સર્જન થઈ શકશે.' એમ કહીને, ફૂપે ખેલીને તેણે એક પથ્થર પર એક ટીપું સૂયું અને પથ્થરનું પરિવર્તન શરૂ થયું. પથ્થર ધીમે ધીમે સુવર્ણ બનવા લાગ્યા. આવનાર વિચારતા હતા કે હમણાં આનંદઘનજી મારા હાથમાંથી કૂપા લઈ લેશે; પણ આનંદઘનજીની સ્થિરતામાં કાંઈ ફેર પડયો નહે. લાવ, એ સિદ્ધિના ફળસ્વરૂપનું... રસાયણ.' એમ કહી 'પેા હાથમાં લઈ તેના ઘા કર્યાં. તેમાંનું રસાયણ ઢોળાઈ ગયું . એ જ્યાં જ્યાં પડ્યું ત્યાં ત્યાં સુવર્ણનું સર્જન થયું; પરંતુ મહાત્માની અભેદ ષ્ટિમાં કોઈ પરિવર્તન ન થયું. તેથી આવનાર માણસ અકળાયા. એને મહાત્માની આ વાત ગમી નહિ. મહામહેનતે મેળવેલી સિદ્ધિ આમ વેડફી નાખવામાં તેને મૂર્ખાઈ લાગી. તે મહાત્માને ગમે તેમ ખેલવા લાગ્યા ત્યારે આન ંદધનજીએ મૌન તેડયું : ભાઇ, સામે પેલી પથ્થરની શિલા તને દેખાય છે ? ' × હા.” પેલા આલ્યા. * શાસનપ્રભાવક < હમણાં ઘેાડી વાર પછી કહેજે કે એ શિલા શાની બનેલી છે.' એમ કહીને આનંદઘનજી ત્યાં પહોંચ્યા. શિલા પર લઘુશંકા કરી અને પછી પેલાને મેલાવીને શિલા દેખાડી. આખી શિલા સુવર્ણની બની ગઈ હતી ! આગંતુક મહાત્માજીનાં ચરણામાં આળેટી પડવો અને એલ્યું : ‘· આપજી ! આપને મે આળખ્યા નહીં ! મને માફ઼ કરે. જેમની લઘુશ'કામાં આટલી તાકાત હોય તેમના વિચારોમાં કેટલી તાકાત હશે ! ' સાધકને સુવર્ણ ના મેાહુ બાધક હાય, તેથી આવી વસ્તુ ન ખપે, એવા એધપાડ લઈ ને ભેાંઠે પડેલા સંદેશવાહક પાછા ફર્યાં. નિલે પપણુ : આ અવધૂત યાગીને જગતની જંજાળ પસંદ હતી નહિ. પોતાની મસ્તીમાં ગમે ત્યાં વિહરતા. એક વખત આબુની ગુફામાંથી સમાધિ પૂરી કરીને બહાર આવ્યા, ત્યાં આભૂષણૈાથી લચી પડેલી એક સૌન્દ્રયવાન સ્ત્રીએ માથું નમાવીને કહ્યું કે — બાપજી ! હું જોધપુરની મહારાણી છું પણ મહારાજા મારી સામું જોતા નથી. આપ કંઈક કરો કે મહારાજાને અને મારે મનમેળ થાય.' આનંદઘનજીને આવા સાંસારિક પ્રશ્નોમાં રસ નહાતા. તેમણે મહારાણી સામે જોયું પણ નહિ. મહારાણી તા રાજ આવીને પ્રાર્થના કરવા લાગી. એક દિવસ મહાત્માએ કાગળની ચબરખી પર કંઇક લખીને રાણી સામે ફેકી, મહારાણીને થયું કે, આપજીએ કાઈ મંત્ર આપ્યા છે. તેથી તે લઈ, માળિયામાં મઢાવીને પહેરી લીધી. આ પછી એવેા ચમત્કાર થયા કે મહારાજા હવે રાણીને પ્રેમથી ખેલાવવા લાગ્યા 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત 37 બીજી રાણુઓને અદેખાઈ થાય તેમ વર્તવા લાગ્યા. અન્ય રાણીઓએ આ પરિવર્તન શાથી થયું તે જાણવા એક ચતુર દાસીને તૈયાર કરી. દાસીએ જાણ્યું કે આબુના કેઈ ગીરાજે તેને વશીકરણ મંત્ર આપ્યો છે. આ વાતને મહારાજાને જાણ થઈ ત્યારે તે ખૂબ ગુ થયે. એક સાધુનાં આવાં કરતૂતથી તે ખૂબ છે છે અને આનંદઘનજી પાસે પહોંચે, અને કેધથી માદળિયાને ઘા કર્યો. મહાત્માએ એને એલીને જેવા કહ્યું. માદળિયું બેલીને તેમાંનું લખાણ વાંચી સજા અત્યંત ભીલે પડી ગયો. એમાં લખ્યું હતું કે - રાજ-રાણ મિલે, ઇસમેં આનંદઘન કે ક્યા? રાજા-રાણી ન મિલે, ઇસમેં આનંદઘન કે કયા?” રાજા આનંદઘનજીના પગમાં પડ્યો. આવી હતી તેઓશ્રીની સંસાર પ્રત્યેની નિર્લેપતા! શ્રી અભિનંદન જિનસ્તવન માં આથી જ કહેવાયું કે, દરિશણુ દરિશણ રટતે જે ફિરું, તે રણ રેજ સમાન, જેહને પિપાસા હોય અમૃતપાનથી. કિમ ભાંજે વિષપાન. તરસ ન આવે હો મરણ જીવન તણો સીઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ અભિનંદન જિનદરશણ તરસીએ, દરિશણ દુર્લભદેવ... એવી જ રીતે, “આનંદધન-વીસીનાં સ્તવનોમાં તે અનેક એવી પંક્તિઓ મળી આવે છે કે જે તેઓશ્રીના ઊંડા તત્ત્વજ્ઞાનની પરિચાયક બની રહે છે. જેમ કે, ધર્મ જિનેસર ગાવું રંગ, ભંગ ન પડજે હો પ્રીત જિનેસર. બીજે મનમંદિર આણું નહિ, એ આમ કુલટ રીત જિનેસર....ધર્મ, ધમ ધર્મ કરતે જગ સહુ ફિરે, ધર્મ ન જાણે છે મમ જિનેસર, ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યાં પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેસર... ધર્મ, આવા નિઃસ્પૃહી અને નિર્લેપ મહાત્માને કેરિ કટિ વંદન હજો ! જેમની વાણી અક્ષર રહીને યુગ સુધી અમૃતનું પાન કરાવ્યા કરશે ! જિનાગમના પારગામી, સમર્થ વિદ્વાન અને કવિ ઉપાધ્યાય શ્રી સકલચંદ્ર ગણિવર કવિ ગણદાસ ઉપાધ્યાય સકલચંદ્ર અને ચંદ્રની સરખામણી કરતાં લખે છે કે, “ચંદ્ર અત્રિ ઋષિનો પુત્ર છે, જે આકાશમાં વિરાજે છે. અને ઉપાટ સકલચંદ્રજી શેઠ ગેવિંદને પુત્ર છે, જે તપાગચ્છમાં વિરાજે છે. ચંદ્ર સોળ કળાવાળો છે, જ્યારે સકલચંદ્ર બોત્તેર કળાવાળો છે. ચંદ્રની કળા વધે-ઘટે છે, જ્યારે સકલચંદ્રની કળા પ્રતિદિન વૃદ્ધિ જ પામતી 2010_04