Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે શ્રમણોપાસકો હર્ષિત અને સંતુષ્ટ થયા. તેઓએ ઊભા થઈને ભગવાનને વંદન, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક અમોને આ પ્રમાણે કહે છે થાવત પ્રરૂપણા કરે છે કે દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. ત્યાર પછી એક-એક સમય અધિક યાવતું ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે. તેનાથી અધિક સ્થિતિવાળા દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે. તો હે ભગવન્! શું આ કથન સત્ય છે? |७ अज्जो ! त्ति समणे भगवं महावीरे ते समणोवासए एवं वयासी- जण्णं अज्जो ! इसिभद्दपुत्ते समणोवासए तुज्झं एवं आइक्खइ जाव परूवेझ्देवलोएस णं अज्जो ! देवाणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता, तेण परं समयाहिया जावतेण परं वोच्छिण्णा देवा य देवलोगा य; सच्चे णं एसमटे, अहं पि णं अज्जो ! एवमाइक्खामि जाव परूवेमि- देवलोएसु णं अज्जो! देवाणं जहण्णेणं दस वास सहस्साइं तं चेव जावतेण परं वोच्छिण्णा देवा य देवलोगा य, सच्चे णं एसमढे। ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રમણોપાસકોને કહ્યું- હે આર્યો ! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક તમને કહે છે યાવત પ્રરૂપણા કરે છે કે દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે, તેનાથી એક, બે, સમયાધિક યાવત ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે; ત્યાર પછી દેવ કે દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે; આ કથન સત્ય છે. હે આર્યો ! હું પણ આ જ પ્રમાણે કહું છું યાવતુ પ્રરૂપણા કરું છું કે દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. ત્યાર પછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે, આ કથન સત્ય છે. ८तएणं ते समणोवासगा समणस्स भगवओ महावीरस्स अंतियं एयमढे सोच्चा णिसम्म समणं भगवं महावीरं वंदति णमंसंति; वंदित्ता णमंसित्ता जेणेव इसिभद्दपुत्ते समणोवासए तेणेव उवागच्छंति, उवागच्छित्ता इसिभद्दपुत्तंसमणोवासगंवंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एयमटुं सम्मं विणएणं भुज्जो भुज्जो खार्मेति। तएणंतेसमणोवासया पसिणाई पुच्छंति, पुच्छित्ता अट्ठाइं परियादियंति, परियादियित्ता समणं भगवं महावीर वंदति णमसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसंपाउब्भूया तामेव दिसं पडिगया । ભાવાર્થઃ- ત્યારપછી તે શ્રાવકોએ ભગવાન પાસેથી સમાધાન સાંભળીને, અવધારણ કરીને ભગવાનને વંદન-નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને તે શ્રમણોપાસકો, ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની સમીપે આવ્યા. તેમને વંદન-નમસ્કાર કર્યા અને તેમનું સત્ય કથન ન સ્વીકારવારૂપ અપરાધને માટે વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યા. પછી તે શ્રમણોપાસકોએ ભગાવનને કેટલાક પ્રશ્નો પૂછ્યા, તેના અર્થ ગ્રહણ કર્યા અને ભગવાનને વંદન-નમસ્કાર કરીને પોત-પોતાના સ્થાને ચાલ્યા ગયા.