Book Title: Zakal Bhina Moti
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ ૧૭] જાગૃતિવિનાની ક્રિયા જsiા બની રહે ! ઉજજફફફ ઝાકળભીનાં મોતી છે દીધી છે. એને આશ્રમોની આણ આપી છે. મંદિરો અને દેરાસરોની લક્ષ્મણરેખામાં મર્યાદિત કરી દીધી છે. - મંદિરને ચાહનાર પોતાની મોટાઈ બતાવવા માનવની ઉપેક્ષા કરવા લાગ્યો છે. પરમાત્માને પામવાનો પ્રયત્ન કરનાર પરના આત્માને પામર ગણી આડું મો ફેરવી લે છે. આવો ઈશ્વરભક્ત અન્ય સહુ કોઈને નશ્વર માનીને એમની નરોતર ઉપેક્ષા કરે છે. મુખેથી પરમાત્મા સર્વવ્યાપક હોવાની વાત કરે છે, પણ હૃદયમાં તો એ માને છે કે પરમાત્મા માત્ર એક જ સ્થળે, અને તેય મારા આત્મામાં જ વ્યાપ્ત છે. બાકી બધે દુરાત્માની જ લીલા છે ! સાચો ભક્ત માનવને દાનવ માનતો નથી. ખરો ઈશ્વરપ્રેમી સઘળે પ્રભુનો વાસ જુએ છે. આ દુનિયાથી અલગ થવા માટે એ આશ્રમો બાંધીને જુદો રહેતો નથી. સંન્યાસનાં ભગવાં ધારણ કરી અન્ય સહુર્થી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતો નથી. એ તો સીધો, સાદો, સરળ માનવી બનીને જ પરમાત્માની પરમ ભક્તિ કરે છે. પ્રભુનો સાચો ભક્ત કોઈ મઠમાં કે મંદિરમાં નહિ મળે. કોઈ આશ્રમમાં નહિ જડે. એ તો આ જગતના કોઈ ખૂણે એકલો બેઠોબેઠો સંસારની વચ્ચે રહીને નિજાનંદની મસ્તીથી ભક્તિભાવનો એકતારો બજાવતો હશે ! એક ગામ હતું. ગામમાં માત્ર ચાર ફૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ ! એક દિવસે બે કૂતરા લડવા લાગ્યા. એક નબળું. એક સબળું ! બંને સામસામા ભસ્યા. ભસવામાંથી લડવા પર આવ્યા. લડતાં લડતાં સબળા કૂતરાએ નબળાને દબાવ્યું. નબળું કૂતરું પાછા પગે ભાગ્યું. ભાગતાં ભાગતાં ફૂવામાં પડયું. સવારે પનિહારી ઓ પાણી ભરવા આવી, જોયું તો અંદર કૂતરું. વાત તરત ચોરા પર પહોંચી. ડાહ્યા ગામપટેલ બહાર આવ્યા. એમણે પચીસ કડીબંધ જુવાનોને બોલાવ્યા ને કહ્યું.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92