Book Title: Vinay
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf

View full book text
Previous | Next

Page 3
________________ વિનય (જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદને કારણે ગુરુની પાસેથી વિનય નથી શીખતો તે તેના વિનાશ માટે થાય છે, જેમ કીચક(વાંસ)નું ફળ એના વધને માટે થાય છે.) विवत्ती अविणीयस्स संपत्ति विणियस्स यं । जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छेई ॥ (અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે આ બંનેને જાણે છે તે સાચી શિક્ષાને - સાચા જ્ઞાનને પામે છે.). निदेसवत्ती पुण जे गुरुणं सुयत्थघम्मा विणयम्मि कोविया । तरितु ते ओहमिणं दुरत्तरं खवित्तु कम्मं गइमुत्तमं गय ॥ | (જે ગુરુના આશાવર્તી છે, ધર્મમાં ગીતાર્થ છે, વિનયમાં કોવિંદ છે તેઓ આ દુસ્તર સંસારને તરી જઈને, કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિને પામે છે.) અવિનયી વ્યક્તિની કેવી દશા થાય છે તે વિશે ‘દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : तहेव अविणीयप्पा लोगंसि नरनारिओ । दीसंति दुहमेहंता छाया ते विगलिंदिया ॥ दंडसत्थपरिजुण्णा असम्भवयणेहि य । कलुणा विबन्नछंदा खुष्पिवासाए परिगया ॥ (એ પ્રમાણે લોકોમાં જે સ્ત્રીપુરુષો અવિનયી હોય છે તે દુઃખી ઇન્દ્રિયોની વિકલતાવાળા, દંડ તથા શસ્ત્રથી હણાયેલા, અસભ્ય વચનો વડે તિરસ્કૃત, દયાજનક, વિવશ, ભૂખતરસથી પીડિત થયેલાં એવાં એવાં દુઃખોનો અનુભવ કરનારા જોવા મળે છે.) આમ, આગમગ્રંથોમાં વિનયનો મહિમા બતાવવાની સાથે અવિનયનાં કેવાં કેવાં માઠાં ફળ મળે છે તે પણ બતાવવામાં આવ્યું છે. અવિનયી જીવ મોક્ષ માટે અધિકારી બનતો નથી. વિનયો ગુણ આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે “વિનય વડો સંસાર'માં એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. ઘવતા ગ્રંથમાં કહ્યું છે : વિન ૫ “સંપળવાઇ વેવ તિત્યારામાં વંતિ ” વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દૃષ્ટિએ જ્યારે પ્રકારો બતાવવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દષ્ટિએ હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનયને અને ભાવ વિનય એવા બે પ્રકારો બતાવવામાં આવે છે. દ્રવ્ય વિનય બાહ્ય વિનય અને ભાવ વિનયને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી એવા વિનયને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવે છે. શ્રી લક્ષ્મી સૂરિ ‘ઉપદેશપ્રાસાદમાં કહે છે : बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो बिनय स्मृतः । तदेकैकोऽपि विभेदो लोकलोकोत्तरात्मकः ॥ (બાહ્ય અને અત્યંતર એવા બેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.) બાહ્ય અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દૃષ્ટિએ ચાર ભાંગા બતાવવામાં આવે છે : (૧) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. એ (૨) અત્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. "... " (૩) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય. અને (૪) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય.' લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી વગેરેનો ઉપકાર માનવો, તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે. લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની શુશ્રુષા કરવી, ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા-મૂકવા જવું, સુખશાતા પૂછવી વગેરે બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, તેમના ઉપકારોનું સ્મરણ ઈત્યાદિ ગણાય છે. . કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય અથવા લજ્જાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દષ્ટાન્ત આપાવમાં આવે છે. કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલાં હોય. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે “મારા સાતસો શિષ્યો મોક્ષે જશે.' આ પ્રસંગે ગૌતમ સ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહિ? ત્યારે ભગવાન એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન કર્યા છે. આ જાણીને ગૌતમ સ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અમુત્તા મુનિ વગેરે ઘણાંનાં દર્શત આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અત્યંતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે ગોષ્ઠામાણિલ્લ એનાં ઉદાહરણો છે. જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ ગૃહસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9