Book Title: Vachanamrut 0957 Upadesh Chhaya 07 to 09 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 9581 શ્રી વ્યાખ્યાનમાર - 1 મોરબી, સંવત 1954-55 1 પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યકુદ્રષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે, જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજુ નામ ‘બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. 2 આ ‘બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનક-થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. 3 જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે ‘કેવળજ્ઞાન” એટલે “મોક્ષ'; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી; પરંતુ અનુભવગમ્ય છે. 4 બુદ્ધિબળથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે છે, પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઈ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી. 5 હાલના સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યફદ્રષ્ટિનામાં ચોથા ગુણસ્થાનકથી અપ્રમત્તનામા સાતમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. 6 સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે. 7 આ કાળને વિષે મોક્ષ નથી એમ માની જીવ મોક્ષહેતભૂત ક્રિયા કરી શકતો નથી, અને તેવી માન્યતાને લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે. 1 વિ. સંવત 1954 ના માહથી ચૈત્ર માસ સુધીમાં તેમજ . 1955 ના તે અરસામાં શ્રીમની મોરબીમાં લાંબો વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનોનો એક મુમુક્ષુ શ્રોતાએ સ્મૃતિ ઉપરથી ટાકલ આ સાર છે.Page Navigation
1