Book Title: Vachanamrut 0945
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 945 શ્રી પર્યુષણ આરાધના મોરબી, શ્રાવણ વદ 10, 1956 શ્રી પર્યુષણ આરાધના એકાંત યોગ્ય સ્થળમાં, પ્રભાતે : (1) દેવગુરૂની ઉત્કૃષ્ટ ભક્તિવૃત્તિએ અંતરાત્મધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત. (2) મૃત ‘પદ્મનંદી’ આદિ અધ્યયન, શ્રવણ. મધ્યાહે: (1) ચાર ઘડી ઉપશાંત વ્રત. (2) શ્રત ‘કર્મગ્રંથ'નું અધ્યયન, શ્રવણ, ‘સુદ્રષ્ટિતરંગિણી આદિનું થોડું અધ્યયન. સાયંકાળે : (1) ક્ષમાપનાનો પાઠ. (2) બે ઘડી ઉપશાંત વ્રત. (3) કર્મવિષયની જ્ઞાનચર્ચા. રાત્રીભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહારગ્રહણ. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળનિર્ગમન. બને તો ઉપવાસ ગ્રહણ કરવો. લીલોતરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું. બને તો ભાદ્રપદ પુનમ સુધી. શમમ્.

Loading...

Page Navigation
1